3
ડાયને તેની જોપડીમાં એક મોટો તારો બનાયો હતો અને તેમાં વચ્ચે એક નાનો છોકરો સુઈ રહ્યો હતો અને કિનારીઓમાં કાપેલા લીંબુ રાખેલા હતા.
તે લીંબુના ખાલી ચીરા પડેલા હતા અને તે ચિરામાંથી દેખાઈ રહ્યું હતું કે તે લીંબુ અંદરથી લાલ હતા.
પછી ડાયને તેની વિધિ ચાલુ કરી.
ત્યાં રાક્ષસ આવ્યો,
"આ શું કરે છે તું?" રાક્ષસે પૂછ્યું.
"હું કારા કરતા પણ મોટા જેમને નરકની રચના કરી હતી તે શૈતાન જોડે સોદો કરી રહી છું જેમાં મને એક દ્રવ્ય મળશે જેનાથી શૈતાન અને એના કરતાં પણ ઘણા લોકોને હું મારી શકીશ અને આ કરવાથી જ આપણે નરકના રાજા અને રાણી બનશું.
***
આ બાજુ મહેશ નરકનો સેનાપતિ બની ગયો હતો અને તેને પેલું નરકનું ઘર મળી ગયું હતું જેમાં પહેલા પેલો સેનાપતિ રહેતો હતો.
તે સેનાપતિ હવે શૈતાનના જોડે રહેતો હતો અને તેની માટે રંજન ઉપર ધ્યાન રાખતો હતો.
તે દિવસે પણ શૈતાન અને જૂનો સેનાપતિ તે પહાડીના ઘરમાં બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા.
"કારા આ દુનિયામાં પાછો આવી ગયો છે અને તેને ગમે તેમ કરીને વહેલા પતાવી નાખવાનો છે." શૈતાને કહ્યું.
"હા તેને પતાવીને જ તમેં નરકના રાજા બની શકશો."
"હા પણ તેને પતાવવો કઈ રીતે."
"મારા જોડે એક વિચાર છે જેનાથી કારાને આપણે મારી શકીએ."
"શું."
"ખબર છે તમે જે છોકરા જોડે મારપીટ કરી હતી તે છોકરાને આપણે વચ્ચે રાકશું."
"મને કઇ ખબર ના પાડી."
"એટલે કે આપણે બધા લોકો તે છોકરાને મારવા માટે જઈશું જેમાં કારા પણ હશે અને બસ મોકો જોઈને કારાને ત્યાંજ પતાઈ પાડજો."
"બરોબર છે પણ આપણે લોકો કારા જોડે સંપર્ક કઈ રીતે કરશું."
"હવે એ તો મને નથી ખબર."
***
રંજન અડધી રાત્રે એક રસ્તા ઉપર જઇ રહ્યો હતો, તે રસ્તો ખાલી હતો સૂમસામ હતો અને રંજન ત્યાંથી નીકળ્યો, રંજનને અંદરથી એવું હતું કે તે રાત્રે તેને તેજ સૂમસામ રસ્તેથી નીકળે.
ત્યાંજ તેને જોયું કે કોઈ તેને દૂર થી કોઈ તેને જોઈ રહ્યું હતું, રંજને જોયું અને રંજનને આજ તલાશ હતી કે કોઈ તો હશે તે રસ્તામાં અને રંજન તે બાજુ ગયો.
તે એક ગલી હતી અને દૂર સુધી ત્યાં કોઈ નોહતું દેખાતું, તે ગલી લાંબી હતી અને તે ગલીના વચ્ચેથી બીજી ત્રણ ગલી પડતી હતી.
એટલે ટૂંકમાં વચ્ચે ચાર રસ્તો હતો અને રંજન આગળ વધ્યો, આગળ જતાં જતાં અંધારું વધતું ગયું અને રંજન ચાર રાસ્તમાં પહોંચવાનો જ હતો કે ત્યાંજ તેને કોઈએ એક મુક્કો માર્યો અને તે મુકકમાં તાકાત એટલી હતી કે રંજન નીચે પડી ગયો.
પણ રંજને તરત ઉપર જોયું ત્યાં પિશાચ હતો અને રંજન ચાર રસ્તાની વચ્ચોવચ પડ્યો હતો અને વચ્ચોવાંચ એક સરકલ દોરેલું હતું અને રંજન તેની અંદર પડ્યો હતો.
ત્યાં જ ડાયન આવી અને રાક્ષસ પણ આવ્યો અને તે બને જણ રંજનની થોડેક આગળ ઉભા રહ્યા.
રંજને પિશાચને જોયો અને તેના મનમાં શુભ આવ્યો,
"શુભ, તારી આ શું હાલત થઈ ગઈ છે અને હું પણ તને બચાવી ના શક્યો" રંજન ધીરેથી બોલ્યો.
રંજનને હજી દુઃખ હતું કે શુભ તેની પાસે આવ્યો હતો અને તેની મદદ પણ માંગી હતી પણ અફસોસ તે તેની મદદ ના કરી શક્યો.
રંજન ત્યાંથી ઉભો થયો પણ તે સરકલથી બહાર ના નીકળી શક્યો.
તેને તેનો જાદુ વાપર્યો અને તે સરકલથી બહાર નીકળવા કોશિશ કરી પણ તે પણ ના થઇ શક્યું.
પછી ડાયને તેના મંત્રો બોલવાના ચાલુ કર્યા અને રંજનને પીડા થવા લાગી અને પછી તે સરકલની આજુ બાજુ એક મોટું પીંજરું બની ગયું અને રંજન તેમાં કેદ થઈ ગયો.
અને પછી એક ઝટકામાં તે જગ્યાથી બધું અદ્રસ્ય થઈ ગયું અને પછી તરત જ રંજનના મોઢામાં એક હાસ્ય આવ્યું અને તે હાસ્ય એક વિજયી થવાનું હતું.
***
વિનાશ ચાલુ થઈ ગયો હતો અને તેમાં પહેલો ભાગ પેલા વૃદ્ધ વ્યક્તિનો હતો. પછી તો એક પછી એક ગામોમાં લોકો મરતા જ ગયા અને અત્યાર સુધી તો ઘણો વિનાશ થઈ ચૂક્યો હતો.
સંપૂર્ણ વિનાશ રોકવા માટે રંજનની જરૂરત હતી પણ રંજન અણધાર્યું કામ કરીને ભરાતો ગયો, આવી માન્યતા પ્રકાશની હતી અને પ્રકાશ પેલા વૃદ્ધ વ્યક્તિ જોડે રહેતો હતો.
રંજનને ખબર નોહતી કે પ્રકાશ અને પેલા વૃદ્ધ વ્યક્તિ નો કંઈક સંબંધ છે.
રંજનને નરકમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંના કેદખાનામાં રાખ્યો હતો.
વિક્રાંતને બધી ખબર હતી અને તેને એ પણ ખબર હતી કે રંજન આગળ શું કરવાનો છે અને એટલે જ તે ચૂપ રહ્યો હતો પણ એક વાત હતી કે વિક્રાંત ગમે તેને જોઈને તે વ્યક્તિ વિસે જાણી લેતો પણ પ્રકાશ તેમાં નોહતો, પ્રકાશ કોણ હતો તે વિક્રાંતને પણ નોહતી ખબર.
***
શૈતાન અને જૂનો નરકનો સેનાપતિ પેલા વૃદ્ધ વ્યક્તિને મળવા ગયા હતા, તે વૃદ્ધ વ્યક્તિ પેલો જ વ્યક્તિ હતો.
તે બને જણ તે વ્યક્તિના જોપડાની બહાર ઉભા રહ્યા અને પછી પ્રકાશે દરવાજો ખોલ્યો અને તે બને અંદર ગયા.
"આવો શૈતાન આવો, હું તમારી રાહ જોઈ રહ્યો હતો કે તમે ક્યારે આવશો મને મળવા." તે વૃદ્ધ વ્યક્તિ બોલ્યો.
"હા અને હું પણ રાહ જોઈ રહ્યો હતો કે તમે ક્યારે પાછા આવશો કારા."
"હા અને હવે વિનાશ આરંભ પણ થઈ ગયો છે અને ટૂંક સમયમાં આ બ્રહ્મણ પણ આપણું થઈ જશે અને બચેલા લોકો આપણા રાજમાં હશે."
"હા પણ એક કાંટો આપણને નડે છે?"
"કોણ છે તે?"
"મારા હિસાબથી તે રંજન છે." પ્રકાશ વાત કાપતા બોલ્યો.
"તું કોણ છું?" શૈતાને પૂછ્યું.
"હું કારાનો છોકરો છું અને નરકની રાજગાદીનો આગળનો રાજા."
આ સાંભળીને શૈતાનને થયું કે અત્યારે જ તે પ્રકાશને મારી નાખે પણ તે શાંત રહ્યો.
"હા તો તેનું નામ રંજન છે?" કારા એ પૂછ્યું.
"હા પણ તેનું કામ ટૂંક સમયમાં પતિ જશે એટલે ચિંતા કરવા જેવું નથી."
"બરોબર છે પણ છે કોણ તે?"
"ખબર નઈ પણ તેની જોડે આપણા લોકો જેવી શક્તિ ઓ છે."
"આવી શક્તિઓ શીખડાવવા વાળું કોણ છે?"
"મને લાગે છે કે આ એક જ જણ કરી શકે છે અને તેનું નામ વિક્રાંત છે."
"વિક્રાંત તે જીવે છે?"
"હા તે જીવતો નરકમાં થી ભાગી ગયો હતો અને અહીં આવી ગયો હતો પણ ખબર નઈ ક્યાં છે તે."
"મને ખબર છે ક્યાં છે તે." પ્રકાશ બોલ્યો.
"ક્યાં?" કારા એ પૂછ્યું.
"હું તેમના જોડે થી કાળો જાદુ શીખ્યો અને રંજન પણ."
"પણ તે ક્યાં છે?"
"તે એક જંગલમાં રહે છે અને તેને તે જંગલમાં એક કવચ બનાવીને રાખ્યું છે જેનાથી તમે લોકો તેને ના શોધી શકો."
"તો ચાલો પહેલા આ વિક્રાંતનો ખેલ પતાવી નાખીએ."
પછી બધા ત્યાંથી નીકળ્યા અને તે જંગલ તરફ નીકળ્યા અને આ બધું પહેલા જ વિક્રાંતને ખબર પડી ગઈ હતી અને તેને બધું વિચારીને રાખ્યું હતું કે તે લોકો જોડે તે કઈ રીતે લડશે.
આ બાજુ બધા લોકો તે જંગલની બહાર ઉભા હતા અને અંદર જવાના જ હતા.
ક્રમશ...