4
રંજન ત્યાં અંદર ગયો, તેને તે તલવાર ફિટ પકડી હતી, તે ગુફામાં નવા નવા અવાજો આવતા હતા, તેમાં ભૂતના અને ચુડેલોના અવાજ પણ હતા. તે આગળ વધ્યો તે ગુફામાં રંજનને કઈ નોહતું દેખાતું પણ તે આગળ વધતો ગયો વધતો ગયો.
આગળ જતાં તેને કોઈએ પાછળથી તલવારનો વાર કર્યો, રંજન નીચે પડી ગયો અને તેનો બઇડામાં મોટી ઇજા થઇ ગઇ, તેના બઇડામાં થી લોહી નીકળવા માંડ્યું અને તેને ખૂબ પીડા થવા લાગી. ત્યાંજ ફરી હવામાં થી તલવાર આવી અને તેના ગળાને અડતા અડતા રહી ગઈ કેમકે તે ખસી ગયો.
રંજન ઉભો થવાની કોશિશ કરતો હતો. પણ ફરીથી તલવાર હવામાં આવી પણ આ વખતે તે તલવારનો સામનો રંજને તેની તલવારથી કર્યો અને ઉભો થયો અને જે કોઈ પણ તેને તલવાર મારી રહ્યું હતું તેને રંજને તલવાર મારીને પાળી દીધો.
અને ત્યાં જ તે આખી ગુફામાં મસાલો સળગી ગઈ, અને આખી ગુફા પ્રજ્વલિત થઈ ગઈ.
રંજનની સામે એક સિંહાસન હતું જેમાં ચારેય બાજુ માણસોની ખોપડી હતી અને તેમાં એક દાનવ બેઠો હતો જે લાલ કલરનો હતો.
તે જોરથી હસ્યો અને બોલ્યો,
"વાહ રંજન આપણી મુલાકાત બીજી વાર થઈ રહી છે અને તારે મને બીજી વાર હરાવવો પડશે."
"હું તૈયાર છું."
"હું પણ." તે દાનવ હસતા હસતા બોલ્યો.
પછી તે દાનવ નીચે આવ્યો,
"નિયમોના પ્રમાણે હું યુદ્ધમાં કાળો જાદુ નહીં વાપરું અને તું આ યુદ્ધ જીતી ગયો તો હું તને કાળો જાદુ આપીશ." તે દાનવ બોલ્યો.
પછી બને એ એક બીજા તરફ તલવાર રાખી, અને તેમના વચ્ચેની જંગ ચાલુ કરી, ઘણી વાર રંજનનો પડદો ભારી રહેતો નહીંતર ઘણી વાર તે દાનવનો.
રંજને એક વાર તે દાનવના પેટમાં તલવારનો વાર કર્યો અને તે દાનવને નીચે પાડી દીધો. પણ તે દાનવને કોઈ અસર ના થઇ કારણ કે તેને કવચ પહેર્યું હતું.
પછી તે દાનવે જોરથી રંજન ઉપર હુમલો કર્યો પણ રંજને તેની તલવારથી તેને રોકી દીધો અને આવી જ રીતે તે લોકો વચ્ચે તલવાર બાજી ચાલી રહી હતી.
એક વાર રંજને તે દાનવના હાથમાં વાર કર્યો અને તે દાનવનો હાથ થોડો ચિરાઈ ગયો પછી તે દનાવે રંજન ઉપર પડતો વાર કર્યો.
છેવટે રંજને તે દાનવના પગમાં લાત મારીને પડ્યો અને તે દાનવના ગળા આગળ તલવાર રાખી.
"હવે તો હું જીત્યોને." લગાતાર 2 કલાક તલવાર બાજી કર્યા પછી રંજને કહ્યું.
"હા ભાઈ તું જીત્યું."
આટલું કહી તે દાનવ ઉભો થયો અને રંજનને તેના સિંહાસન આગળ લઈ ગયો. અને પછી દાનવે રંજનને તે સિંહસન ઉપર બેસાડ્યો અને તેના કાનમાં એક મંત્ર કીધો.
રંજન તે મંત્ર જોરથી બોલ્યો એટલે તેને તેના બધા મંત્ર જે તે ભૂલી ગયો હતો તે યાદ આવી ગયા.
તે દનાવે રંજનને શાબાશી આપી અને રંજને ત્યાંથી વિદાઈ લીધી. રંજન ખૂબ થાકી ગયો હતો અને પછી ગુફામાંથી બહાર આવ્યો.
રંજન ખુશ હતો કેમકે તેને તેની શક્તિ પાછી મળી ગઈ, તે એટલો ખુશ હતો કે તેને વૃક્ષોમાંથી આવતા આવાજ ના સંભળાયા અને તે જ્યાંથી આવ્યો હતો ત્યાંથી તે પાછો જતો રહ્યો.
તેને એ વાતની પણ ખુશી હતી કે તેને તે જગ્યા ફરીથી જોવા મળી હતી અને તે જગ્યા બીજી વાર જોવી તે તેના માટે એક વરદાન જ હતું.
હવે તે પાછો તે જંગલમાં ગયો અને વિક્રાંતને મળ્યો.
"વાહ રંજન તું બીજી વાર ત્યાંથી જીતીને આવ્યો છું મને તારી ઉપર ગર્વ છે."
"હા અને આ સફર પણ તેટલો જ અઘરો હતો જેટલો પહેલો હતો."
"હા હવે તારે એક મોટી જંગ જીતવાની છે."
"કઈ?"
"એક દાનવ છે જે પહેલા આખા નરક અને બ્રહ્મણનો રાજા રહી ચુક્યો છે, હવે તારે તેને હરાવવાનો છે."
"કોણ છે તે?"
"કારા."
"ઓહ."
"પણ ખાલી તે એકલો જ નથી તારે જોડે જોડે એક પિશાચ, નરકની રાણી, ડાયન, રાક્ષસ, શૈતાન, નરકના સેનાપતિ અને તેની સેના સાથે લડવાનું છે."
"આ બધા કોણ છે."
"સમય આવશે ત્યારે તને ખબર પડશે."
"સારુ."
પછી રંજન ત્યાંથી નિકળ્યો અને તે અને તેના દાદા દાદી ફરીથી શહેરમાં જાય છે. રંજન તેના દાદા દાદીને તેમના ગામે મૂકી જાય છે અને તે શહેરમાં જતો રહે છે.
તે તેના ફ્લેટમાં જ જાય છે અને ત્યાં સાફ સફાઈ કરે છે, ઘર ઘણું ગંદુ થઈ ગયું હતું, રંજન સાફ સફાઈ કરીને પહેલા ટીવી ચાલુ કરે છે અને રિલેક્સ થાય છે, ત્યાંજ તેને એક ફોન આવ્યો.
"હેલ્લો."
"હા બોલો પબ્લિશર સાહેબ."
"તમારી પુસ્તકનો બીજો ભાગ આવશે?"
"હા તેમાં કામ ચાલી રહ્યું છે આવતા વર્ષે તે આવશે."
"હા એ તો ઘણા લોકો પર્સનલી મને પૂછવા આવ્યા હતા અને હું તમને બે દિવસથી વાત કરવાની કોશિશ કરું છું પણ કેમ ફોન નોહતો લાગતો."
"અરે કાઇ નઇ આ તો એક કેસ આવ્યો છે અને તેમાં બીઝી છું."
"સારું સાહેબ કાઈ વાંધો નઈ."
પછી રંજન તેના કામે વ્યસ્ત થઈ ગયો અને સુઈ ગયો.
***
એક ભઈ એ નવું ઘર લીધું હતું, તે ઘરમાં એકલો જ રહેતો હતો અને તેની ઉમર 18 વર્ષની હતી. તે ભણવા ખાતર ત્યાં આવ્યો હતો.
તે તેના ઘરમાં ખાસ ધ્યાન નોહતો આપતો અને આખો દિવસ ઘરની બહાર જ રહેતો.
એક દિવસ તેના ઘરે તેનો એક મિત્ર આવ્યો. તે રાત ત્યાંજ રોકવાનો હતો. રાત્રે તે લોકો ટીવી જોતા હતા, અચાનક ત્યાંની લાઈટ જતી રહી, એટલે તે ભઈ ઉભો થયો અને મીણબત્તી કરવા ગયો તેને મીણબત્તી કરી અને જે રૂમમાં તે અને તેનો મિત્ર બેઠા હતા તે રૂમમાં ગયો.
પણ ત્યાં તેનો મિત્ર બેઠો નોહતો એટલે તે ભઈએ તેને અવાજ આપ્યો પણ કોઈ એ જવાબ ના આપ્યો, તે ભઈ તેના મિત્રને શોધવા પાછળ ફર્યો ત્યાંજ તેને જોયું કે એક તેના જેટલી છોકરી ત્યાં ઉભી હતી.
તેના મોઢામાં કાળા ડાઘો હતા અને તેની આંખ સંપૂર્ણ કાળી હતી.
તે છોકરીને જોઈને તે ભઈના હાથમાં થી મીણબત્તી નીચે પડી ગઈ અને તે ત્યાંથી ભાગ્યો પણ પેલી છોકરીએ તેને પકડ્યો અને તેને નીચે પાડ્યો અને તે છોકરો તેને ચીરીને ખાઈ ગઈ.
તે છોકરી બીજું કોઈ નહીં પણ નરકની રાણી જ હતી.
પછી તે રાણી તેના ઇલકામાં ગઈ, તે રાણી એક જંગલમાં રહેતી હતી અને એમાં પણ એક ઝાડ ઉપર.
હવે ત્યાં જઈને તેને વિચાર્યું કે હવે તે તેના પતિ એટલે કે કારાને આઝાદ કરાવશે અને તેને મારીને નરક તથા તે બ્રહ્મણની રાણી બની જશે.
***
પેલો રાક્ષસ અને ડાયન તેના જોપડામાં હતા અને તે ડાયન આજે તેના છોકરાને એક આખા પિશાચમાં બદલવાની હતી, તેને બધી તૈયારી કરીને રાખી હતી અને પછી તેને કામ ચાલુ કર્યું.
તે પિશાચને પહેલા તફલિક સહન કરવી પડી પણ છેવટે તે સંપૂર્ણ પિશાચ બની ગયો અને હવે તેના જોડે એવી શક્તિ આવી ગઈ જેનાથી તે કઈ પણ કરી શકતો હતો.
"હવે આપણે બને જણ પેલા કારાને જગાડીસુ અને બધાને ખતમ કરીને આપણે બને અહીંના અને નરકના રાજા રાણી બની જઈશું." તે રાક્ષસે કહ્યું.
બને જણ જોરથી હસવા મંડ્યા.
***
પેલો શૈતાન પેલી પહાડીની ગુફામાં હતો અને તે એક ઊંડા વિચારમાં હતી.
પછી તેને મનમાં વિચાર્યું કે,
'જો કારા આઝાદ થઈ જાય તો હું તેને મારીને મારો બદલો પણ લઈશ અને તે ગાદી પણ'
આટલું વિચારીને તે જોરજોર થી હસવા મંડ્યો.
***
રંજન જોડે તેની શક્તિ પાછી આવી ગઈ હતી અને હવે તે કોઈના થી નોહતો ડરતો અને તેને તે વ્યકતિની તલાશ હતી જે તેને પેલી પહાડી આગળ મળ્યો હતો, રંજન એક વાર તેના ઘરે ધ્યાન કરવા બેઠો હતો અને પેલી પહાડી પાસે ગયો હતો પણ ત્યાં કોઈ નોહતું એટલે તેને ત્યાં જઈને નિરાશા જ હાથ લાગી હતી.
તેને તે વ્યક્તિ વિસે જાણવું હતું પણ તે વિક્રાંતને કહેવાનું ભૂલી ગયો હતો.
હવે એક દિવસ તે વિક્રાંતને મળવા અને તે વ્યક્તિ વિષે પૂછવા રંજન જંગલમાં ગયો હતો.
"આવ આવ રંજન, બોલ શું થયું." વિક્રાંતે રંજનને જોતા જ પૂછ્યું.
"અરે કઈ નઈ ખાલી તમને મળવા જ આવ્યો હતો."
"બસ ખાલી મળવા જ આવ્યો હતો?"
"અરે ના ના મારે તમને કંઈક પૂછવું છે."
"શું?"
"મેં તમને કીધું હતું કે પેલા દિવસે આપણે ધ્યાન કરવા બેઠા હતા ત્યારે મારા ઉપર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો."
"હા તે શૈતાન હતો તો."
"મારે તે વ્યક્તિ વિષે જાણવું હતું."
"અરે બસ એટલું જ, તો પછી ચાલ પહેલા બોપોરનું ભોજન ગ્રહણ કરી લઈએ પછી કહું."
પછી બને જણે જમી લીધું અને તે લોકો એક મોટા ઝાડ આગળ બેઠા.
"હું તને શૈતાનનું જીવન ટૂંકમાં કહીશ એટલે તું સમજી લઈશ અને તારો સમય પણ નઈ બગડે." વિક્રાંતે કહ્યું.
તેમની જોડે પ્રકાશ પણ બેઠો હતો.
ક્રમશ....