Mysteriou Monster - 2 - 2 in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 2

Featured Books
Categories
Share

રહસ્યમય દાનવ - ભાગ 2 - વિનાશનો પ્રારંભ - 2

2
રંજન જંગલના વચોવચ ફસાઈ ગયો હતો અને ત્યાં તેને જોયું કે તેની સામે એક વાઘ ઉભો છે, તેણે વાઘ થી બચવા મંત્ર બોલવાની કોશિશ કરી પણ તે અસફળ રહ્યો અને તે વાઘે તેના પર છલાંગ લગાવી.
પણ તે વાઘ હવામાં જ સ્થિર રહી ગયો, રંજનને ઘડીક કાઈ ખબર ના પાડી પણ જ્યારે તેને બાજુમાં જોયું તો ત્યાં એક તેનાથી નાનો વ્યક્તિ દેખાયો.
"કોણ છું તું?" રંજને પૂછ્યું.
"હું તમારી જેમજ આશ્રમમાં જાદુ વિસે ભણું છું અને મારું નામ પ્રકાશ છે."
"ઓહ."
"તમે અત્યારે અહીં થી ચાલો આ વાઘને અહીં સ્થિર ઉભો રાખવો મુશ્કિલ છે."
પછી બને જણા ગયા અને પેલો વાઘ જેવો હતો તેવો થઈ ગયો.
પછી બને જણ તે આશ્રમમાં પહોંચ્યા, ત્યાં રંજને જોયું કે વિક્રાંત ધ્યાનમાં બેઠા છે અને તેમની બાજુમાં પ્રકાશ બેઠો હતો ધ્યાનમાં.
રંજન સમજી ગયો કે પ્રકાશે ધ્યાનમાં બેસીને તેની આત્માને ફરવાની છુથી આપી હતી અને પ્રકાશની આત્માએ તેને બચાવ્યો હતો.
હવે વિક્રાંત અને પ્રકાશ બને ધ્યાનમાં થી બહાર આવ્યા.
"યાદ આવ્યું રંજન એક દિવસ તું પણ મારી બાજુમાં બેસીને આવી રીતે ધ્યાનમાં રહીને દુનિયાની શેર કરતો હતો." વિક્રાંતે કહ્યું.
"હા મારી બધી યાદો તાજા થઈ ગઈ."
પછી પ્રકાશ ત્યાંથી જતો રહ્યો અને રંજન અને વિક્રાંત ત્યાં થી તે આશ્રમની શેર કરવા નીકળ્યા.
"હવે ગુરુજી હું શું કરીશ."
"હવે તારે ફરી થી આવી રીતે ધ્યાનમાં બેસવું પડશે અને તારી 7એય ઇન્દ્રિયો કેન્દ્રિત કરવી પડશે અને એમાંથી તું પહેલા જેવો થઈ જઈશ અને તને નવી કલા મળશે."
"હા તો હવે આપણે આ ક્યારથી ચાલુ કરશું."
"કાલે સવારે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી આપડે અભ્યાસ કરવાનો છે."
"કાઈ વાંધો નઈ."
"તારા જેવો જ એક હોનહાર વિદ્યાર્થી પ્રકાશ છે, તે તારી કમી પુરી કરી રહ્યો છે."
"હા અને આજે તે ટાઈમે ના આવેત તો હું મરી ગયો હોત."
"હા, અત્યારે તું આરામ કર હવે."
પછી રંજન તેના કક્ષમાં આરામ કરવા ગયો,
"આ બધું શુ છે બેટા." તેના દાદી એ પૂછ્યું.
"આ મારુ આશ્રમ છે ભણતર પતાવ્યા બાદ મેં અહીંથી વિદ્યા લીધી હતી અને તમે બને અહીં સુરક્ષીત છો."
"હા પણ દીકરા તું ફરી આમાં ના પડતો તું અત્યારે મોતના મોહથી બહાર નીકળ્યો છું."
"હા દાદી પણ મારે આમાં જવું જ પડશે આ મારું કામ છે અને હું મારા કામથી પાછો નહીં હટુ, અને વાત રહી મૃત્યુની તો એ તો કુદરતે જે લખ્યું છે તે થવાનું જ છે."
"સારું પણ ધ્યાન રાખજે."
"હા તમે ચિંતા ના કરશો."
***
"ધ્યાન એક એવી વસ્તુ છે જે તે કરેલી છે અને આ ના થી તું મારો પ્રિય વિદ્યાર્થી બની ચુક્યો છું અને મને ગર્વ છે કે આજે મને ફરી મારા પ્રિય વિદ્યાર્થીને ભણાવવાનો મોકો મળ્યો છે અને આ મોકો મારે અને તારે જડપવાનો છે ધ્યાન રાખજે ધ્યાન કરતી વખતે તું ગમે ત્યારે ગમે તે જગ્યાએ પહોંચી જઈશ એટલે મુસીબતમાં ના પડતો કારણ કે તારા પાસે જે જાદુ હતો તે જતો રહ્યું છે." વિક્રાંતે કહ્યું.
"હા મારુ ધ્યાન છે અને હું મારી રીતે પુરી કોશિશ કરી રહ્યો છું."
પછી બને જણા પોત પોતાના આશન ઉપર બેસી ગયા, અને તે લોકી ધ્યાન કરવા લાગ્યા. ચાલુ ચાલુમાં રંજનને મુશ્કેલી થતી હતી પણ તેને તે સંભાળી લીધું અને એક સમય આવ્યો કે તે તેના શરીરમાં થી બહાર નીકળી ગયો અને આજુ બાજુની દુનિયા જીવવા લાગ્યો.
તે આગળ વધ્યો, તે ગાંઠ જંગલ હતું, રંજન ધીરે ધીરે તે જંગલ ઓળંગવા લાગ્યો અને એક ગામડામાંથી બહાર નીકળ્યો, તે ગામડું ઘણું નાનું હતું અને તેમાં ખાલી 30 ઘર હતા. તે બધા ઘરોમાં થી નીકળ્યો અને તે એક મોટા શહેર તરફ આવ્યો.
તે શહેર તેજ શહેર હતું જ્યાં રંજનના દાદા દાદી રેહતા હતા.
એ ત્યાંથી નીકળ્યો, ત્યાં તેનું ધ્યાન એક માણસ ઉપર પડ્યું જેના હાથમાં પેપર હતું, તે પેપરમાં લખ્યું હતું કે જે 10 મૃત્યુ થઈ હતી તે આપઘાત હતો.
રંજનને ખબર હતી કે તે આપઘાત નોહતો પણ આ શહેર વાળા પણ પેપરમાં જે છાપે છે તે લોકો સાચું માની લે છે. કેમકે 10 જણા આવી રીતે આપઘાત કઈ રીતે કરી શકે અને આમ પણ રંજને તો બે છોકરાની મોત તો સપનામાં પણ જોઈ હતી તે તો એકેય રીતે આપઘાત નોહતો.
પછી તે આગળ વધ્યો, આગળ આગળ તેને પેલું સર્કસ પણ જોયું પણ ત્યાં પેલી વ્યક્તિ જે રાક્ષસ હતો તે ત્યાં નોહતો.
રંજન તેના દાદા દાદીના ફ્લેટમાં ગયો અને ત્યાંથી શુભના ફ્લેટ તરફ ગયો પણ તે ફ્લેટ તો ખાલી થઇ ગયો હતો.
હવે તે ત્યાંથી બહાર નીકળ્યો ત્યાં ઘણી બધી ખાવાની દુકાનો હતી પણ તે ખાઈ નોહતો શકતો કારણ કે તેનું શરીર તો આશ્રમમાં હતું.
તે શહેરમાંથી બહાર નીકળ્યો અને ત્યાં એક પહાડી હતી તે પહાડીની નીચે ઉભો હતો ત્યાં તેને જોયું કે તેની પાછળથી એક વ્યક્તિ જે અલગ પ્રકારનો હતો અને તેનામાં નકારાત્મક ઉર્જા આવી રહી હતી, તે વ્યક્તિ તે પહાડીમાં ગયો.
તે વ્યક્તિ શૈતાન હતો,
ત્યાંજ તે વ્યક્તિએ રંજનને જોઈ લીધો. રંજન વિચારી રહ્યો હતો કે આ વ્યક્તિ તેને કઈ રીતે જોઈ શકે છે, એટલામાં તો તે વ્યક્તિએ રંજન ઉપર હુમલો કરી દીધો. રંજન મંત્ર બોલવા ગયો પણ તે કામના આવ્યો અને એટલામાં જ તેની આંખો આશ્રમમાં ખુલી.
વિક્રાંતે તેને ધ્યાનમાંથી બહાર કાઢી નાખ્યો,
"સારું થયું તમે મને ભાનમાં લાવી દીધો નહીંતર હું મરી ગયો હોત." રંજને કહ્યું.
"હા મેં તારા મોઢા ઉપર પરસેવો થતો જોયો એટલે તરત તને ઉઠાડી દીધો."
પછી રંજન ઉભો થયો અને તેનું મોઢું ધોયું. અને પછી તે વિક્રાંત જોડે આવ્યો અને બધું કહ્યું,
"મને લાગે છે કે તે વ્યક્તિ શૈતાન છે." વિક્રાંતે કહ્યું.
"પણ શૈતાન કોણ છે?"
"બહુ લાંબી ઘટના છે હું ક્યારેક કહીશ તને."
પછી બને જણ પોતાના કામે લાગી ગયા, રંજન પ્રકાશને મળ્યો.
"ઓહ તારું નામ હું ભૂલી ગયો શું હતું?" રંજને પૂછ્યું.
"મારુ નામ પ્રકાશ." પ્રકાશે હસતા કહ્યું.
પછી રંજન ત્યાંથી નીકળી ગયો અને તેના કક્ષ તરફ ગયો. અને સુઈ ગયો, તેને આશ્રમમાં ઘણો કંટાળો આવી રહ્યો હતો અને આમ પણ તેને ત્યાં રહેવાની ટેવ જતી રહી હતી. વિક્રાંત તેને આશ્રમમાં કામ કરવાની ના પડતો અને ત્યાં ટીવી પણ નોહતું એટલે તે ટાઈમ પાસ નોહતો કરી શકતો અને ફોન ત્યાં ચાલતો નોહતો કારણ કે ત્યાં નેટવર્ક નોહતું.
***
"મેં આજે કોઈ ને જોયો જે આ પહાડીની નીચે ઉભો હતી અને તે શરીરમાં નોહતો પણ તેને મને જોઈ લીધો હતો અને તેના મોઢા ઉપર થી લાગી રહ્યું હતું કે તેને મારા પર શંકા છે." શૈતાને બધાને કહ્યું.
"કોણ હતું તે?" ડાયને પૂછ્યું.
"તે મને નથી ખબર."
"મને લાગે છે કે રંજન જે જીવતો બચી ગયો હતો તે હશે."
"કોણ રંજન?" મહેશની આત્માએ પૂછ્યું.
ડાયને બધું વિગતમાં બધાને કહ્યું.
"તમને લાગે છે કે આ કાટો બનીને આપણા માર્ગ ઉપર ઉભો રહેશે." શૈતાને કહ્યું.
"હા તેની શક્યતા છે." રાક્ષસે કહ્યું.
"તો પહેલા આને હટાવો પડશે."
પાછી બધા પોત પોતાના કામે લાગી ગયા, મહેશની આત્મા શૈતાન પાસે ગઈ.
"તમે કીધું હતું તેમ મેં 1000 બાળકોની બલી ચડાવી પણ હવે મેં કીધું હતું તે તમારે કરવું પડશે." મહેશની આત્મા એ કહ્યું.
"હા મને યાદ છે અને હું ટૂંક સમયે મેં કીધું હતું તે કરીશ." શૈતાને કહ્યું.
પછી મહેશની આત્મા ત્યાંથી ગઈ અને શૈતાન તે નાની ગુફામાં એકલો જ હતો અને શૈતાનના મનમાં એક ષડયંત્ર ચાલી રહ્યું હતું અને તે વિચારીને શૈતાનના મોઢામાં શૈતાની હસી આવી ગયું અને તે જોરથી હસવા મંડ્યો.

ક્રમશ.....