રહસ્યમય દાનવ
By
Dev .M. Thakkar
પ્રસ્તાવના
આ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી.
ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે.
પણ એવું ના વિચારતા કે મે આ વાર્તા કોઈ પણ મૂવી કે વાર્તામા થી ચોરી કરી હસે. આ વાર્તા મે મારી કલ્પનાથી લખેલી છે અને આ એક નાની નવલકથા પણ છે.
તો આ વાર્તા છે રંજન નામના એક માણસની જે એક પેરનોર્મલ ઇન્વેસ્ટિગેતર છે અને જોડે જોડે લેખક પણ છે અને તેનો સામનો નરકના દાનવો સાથે થાય છે, શું તે નરકના દાનવોને હરાવી શકસે? કે પછી નરકના દાનવો તેની ઉપર ભારી પડસે?
જાણવા માટે વાંચો રહસ્યમય દાનવ. જેમાં હોરર, થ્રીલર અને ફેન્ટસિ જોવા મળસે. તો ચાલો વાંચક મિત્રો આ સફરમાં.
મારા તરફથી ગેરંટી છે કે આ વાર્તા વાંચવાની તમને એક અલગ મજા આવસે અને વાંચકોને લાગસે કે તે લોકો એક મૂવી જોઈ રહ્યા છે.
દેવ ઠક્કર
ભાગ 1
તે શું હતું
1
"પુસ્તકનું પોસ્ટર સારું છે. ગ્રેટ જોબ મિસ્ટર સુમિત." રંજને સુમિતને કહ્યું.
"ઈટ્સ માય પ્લેસર થેંક્યું."
"તો 1કલાકમાં બધા આવી જશે તમે બૂકનો સ્ટોક ચેક કરી લ્યો."
"હાલ આપણી જોડે 1000 કોપીઓ છે અને જરૂરત પડશે તો જોયું જશે."
"સરસ."
તે રાત્રે રંજનની બૂકનું પ્રોમોસન હતું, સુમિતે તે બૂકનું કવર બનાવ્યું હતું. રંજન એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હતો અને તેને 50 કરતા પણ વધુ કેસ સોલ્વ કર્યા હતા. તેના માટે તેને સરકાર દ્વારા સમ્માનિત પણ કરેલો હતો.
તે પ્રોમોશન કરવા માટે તે લોકો એ એક હોટેલ બુક કરવી હતી અને તે હોટેલમાં એક્ઝિબિશન કરવાની સગવડ હતી.
રંજને 900 જણાને નીમંત્રણ આપ્યું હતું પણ તે લોકો 100 બૂકનો સ્ટોક વધારે જ રાખતા.
રંજનની તે પહેલી પુસ્તક હતી અને તે પણ તેના પહેલા કેસની. તેને પુસ્તક લખવાનો આઈડિયા એક મોટા લેખકે આપ્યો હતો.
બધા લોકો પ્રોમોશન માટે આવી ગયા હતા, રંજન પણ આવી ગયો હતો.
તે પુસ્તક પહેલાથી પ્રકાશિત થઈ ગઈ હતી અને ઘણા હોરર વાંચકો એ તો ખરીદી પણ હતી.
રંજન, પ્રકાશકો અને બીજા સાથીદારો પણ આવી ગયા હતા.
ત્યાં થોડાક વાંચકોની ભીડ હતી રંજન તે લોકો જોડે ગયો. તે લોકો રંજનની સહી લેવા ત્યાં આવ્યા હતા. રંજને એક એક કરીને બધાના પુસ્તકમાં સહી કરી દીધી
ઘણા લોકોએ તો રંજન જોડે ફોટા પણ લીધા. રંજન પણ ખુશ હતો આમ પણ પહેલી પુસ્તક લખીને પ્રકાશિત કરવાનો આનંદ જ અલગ હતો.
પછી બધા મીડિયા વાળા આવી ગયા અને રંજને જે લોકો ને આમંત્રણ આપ્યું હતું તે પણ આવી ગયા.
રંજને તેની પુસ્તકના પ્રોમોસન માટે 3થી4 કલાકારોને પણ બોલવાવ્યા હતા. કેમકે તે લોકોનો ક્રેઝ તે સમયે ઘણો હતો.
મીડિયા 0એ સવાલ પૂછવાના ચાલુ કર્યા,
"તો રંજન તમારો પહેલો સવાલ, તમને આ પુસ્તક લખવાનો ખયાલ ક્યાંથી આવ્યો?" એક રિપોર્ટેરે પૂછ્યું.
"હું આ સવાલ માટે તૈયાર હતો" રંજન થોડું હસ્યો. "મને લખવામાં તો ખૂબ કંટાળો આવે છે અને એમાં પણ આ ત્રણસો પેજની પુસ્તક લખવી નાની વાત નથી. હા મને વાંચવાનો શોખ ખરો અને એમાં પણ દેવ ઠક્કરની વાર્તા વાંચવા મળે તો તો ચાર ચાંદ લાગી જાય. એક દિવસ દેવ ઠક્કર મને સ્પેશ્યલી મળવા આવ્યા. અને જો કોઈને ખબર ના હોય તો કહી દઉં કે હું એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર છું અને મેં 50થી પણ વધુ કેસ સોલ્વ કર્યા છે. એટલા માટે દેવ ઠક્કર મારી પાસે આવયા કેમકે તેમને મારા કિસ્સા સાંભળવા હતા અને તે પણ એક હોરર લેખક છે. મારી માટે તો તે એક સપનું જ હતું કેમકે મારા પ્રિય લેખક મને મળવા આવ્યા. હવે તેમને મને કહ્યું કે તારે તારા એક્સપિરિયન્સ ઉપર પુસ્તકો લખવી જોઈએ.
તે વખતે મેં પુસ્તક લખવા માટે કાઈ વિચાર્યું નોહતું. પણ દિવસો વીત્યા અને મને એક વિચાર આવ્યો મારા પહેલા કેસ ઉપર પુસ્તક લખી શકાય. તે કેસ ઘણો મુશ્કિલ હતો મારા માટે અને તેને સમજવું પણ. હજુ મને નથી ખબર કે તે કોણ હતું?
મેં તેના પર આ પુસ્તક લખી નાખી."
"ઓહ સરસ."
અને બધા એ તાડીયો વગાડી.
"તો તમને આ પુસ્તક લખતા વખતે ગમેં ત્યારે ડર લાગ્યો હતો?" બીજા રિપોર્ટેરે કહ્યું.
"હા ઘણા એવા દ્રષ્યો છે જેને લખતા લખતા મને ડર પણ લાગ્યો અને હું પાછો તે સમયે જતો રહ્યો હોવ તેવું પણ લાગ્યું."
"સરસ, તમે આ પુસ્તકનું નામ 'તે શું હતું?' કેમ રાખ્યું છે?"
"કેમકે મને પણ હજી ખબર નથી પડી કે તે શું હતું."
"ઓહ."
"તમે કીધું એ પ્રમાણે તમને લખવામાં કંટાળો આવે છે તો તમને એવી મુશ્કેલી પડી હશે ને?"
"હા મુશ્કેલીઓ તો ઘણી બધી હતી અને જ્યારે હું લેપટોપમાં લખવા બેસું તો એટલો કંટાળો આવતો હતો કે ના પૂછો વાત. એટલે મોબાઈલમાં લખવાનું ચાલુ કર્યું. એમા પણ અંગુઠા દુખતા પણ ચલાવી દીધું, આ પુસ્તક લખવામાં મારે 6 મહિના થઈ ગયા."
રિપોર્ટરો આવા ઘણા પ્રશ્નો રંજનને પૂછ્યા પછી તે પુસ્તકનું પ્રોમોસન કર્યું અને રંજને બધાને એક એક પુસ્તકની કોપી પણ આપી.
પછી બધા લોકો ત્યાંથી ગયા, રંજન તો તે હોટેલમાં જ થોડાક દિવસ રોકવાનો હતો.
***
"તો આ લ્યો તમારો પહેલો ચેક." પ્રકાશકએ રંજનને પૈસા નો ચેક આપતા કહ્યું.
"થેન્ક્સ."
રંજન તે ચેક લઈને ખુશ ખુશ થઈ ગયો.
"અત્યાર સુધીમાં તમારી 20905 કોપીઓ વેચાઈ ગઈ છે. તમે તો બેસ્ટસેલર થઈ ગયા."
"ઓહોહો, ચાલો તારે બેસ્ટસેલર ની ખુશીમાં પાર્ટી તમારા તરફથી." રંજન હસતા હસતા બોલ્યો.
પ્રકાશક પણ હસ્યો અને પછી તેણે ત્યાંથી વિદાઈ લીધી.
રંજનનો ફોન વાગ્યો રંજને ફોન ઉપાડ્યો,
"હેલ્લો."
"હેલ્લો હું દેવ ઠક્કર બોલું છું."
"હ..હા બોલો સાહેબ."
"અરે કાઈ નઈ તમારી નવી પુસ્તક વાંચી."
"ઓહ કેવી લાગી."
"અરે શું પુસ્તક લખ્યું છે ભાઈ હવે તો હું કોમ્પિટિશનમાં આવી ગયો."
"અરે ના ના હું ક્યાં અને તમે ક્યાં મોટા ભાઈ."
"હવે હું કહેતો હતો કે આ અધૂરી વાર્તા છે."
"મને ખબર છે પણ હુંય શું કરું મારી જોડે પણ અધૂરી ઘટના જ થઈ હતી."
"ઓહ તો જ્યારે આનો અંત ખબર પડે તો પાર્ટ 2 જરૂરથી લખજો."
"હા હા ચોક્કસથી લખીશ."
"સારું તારે ચાલ પછી વાત કરું."
"હા બાય સર."
***
રંજન બસ સ્ટેન્ડમાં ઉભો ઉભો એક બસની રાહ જોઈ રહ્યો હતો, તે બસ સ્ટેન્ડ તે એક મોટું બસ સ્ટેન્ડ હતું, રંજન તેના ફોનમાં લોકોના રિવ્યૂ જોતો હતો ત્યાંજ કોઈ એ તેને પાછળથી ટપલી મારી.
રંજને પાછળ ફરીને જોયું,
"અરે ભાવેશ!તું અહીં ક્યાંથી." રંજને તેના મિત્ર ભાવેશને કહ્યું.
"અરે હું મારા મારા ગામમાં જવા માટે અહીં ઉભો છું અને તું ભાઈ કઈ બાજુ."
"અરે દાદા દાદીને મળવા જાવ છું, કેટલાય વર્ષોથી મળ્યો નથી એટલે આજે તેમને મળવા શહેરમાં જાવ છું."
"ઓહ તું તો યાર મને ભૂલી જ ગયો."
"અરે ના ના યાર હું તને મળવા આવવાનો જ હતો."
"ક્યારે આવતા જનમે."
બને જણા હસ્યાં, રંજને તેની બેગ ખોલી અને તેમાંથી તેના પુસ્તકની એક કોપી કાઢી.
"લે આ મારી પુસ્તક ગયા આઠવાળીયે જ પ્રકાશિત કરી. વાંચ તારી માટે મફતમાં."
"ઓહોહો, પણ મેં જ્યાં સુધી સંભાળિયું હતું ત્યાં સુધી તો તું એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર હતો ને."
"અરે હા હજી પણ તેમાં જ છું આ તો પાર્ટ્ ટાઈમ અને એ પણ સાચી ઘટના ઉપર આધારિત."
"ઓહ."
"ચાલ તારે દાદા દાદીને મળી આવું તે પણ મને જોઈને ખુશ ખુશ થઈ જશે આમ પણ માતા પિતા ગયા પછી દાદા દાદી સિવાય મારુ આ દુનિયામાં કોણ છે."
"હ."
"ચાલ તારે બસ આવી ગઈ, હું નીકળું અને પુસ્તક વાંચવાનું ના ભૂલતો."
રંજન બસ તરફ઼ આગળ વધ્યો, તે બસમાં ચડવા માટે તો ભીડ ઘણી હતી અને બસમાં પણ ઘણી બધી ભીડ હતી પણ રંજને તો રીસર્વવેસન કરાવ્યું હતું.
પછી રંજન બસમાં બેઠો, બસમાં ઘણી બધી ભીડ હતી પણ તે પોતાની સીટમાં બેસી ગયો અને એક હોરર ફિલ્મ જોવા મંડ્યો.
ક્રમશ......