Raja lage mara jevo - 1 in Gujarati Love Stories by Manoj Prajapati Mann books and stories PDF | રાજા લાગે મારા જેવો - 1

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

રાજા લાગે મારા જેવો - 1

19 વર્ષ ની ઉંમરે ધ્રુવ ની નજર સોસિઅલ મીડિયા માં કોઈ ને ગોતી રહી હોય એમ અલગ અલગ એપ માં નવી નવી આઈ ડી સર્ચ મારે જાય છે,
અને કહેવાય છે ને અમુક ઉંમરે કોઈ એવું ખાસ વ્યક્તિ જીવન માં હોવું જોઈએ, જેની સાથે હળવાશ અનુભવાય,

ધ્રુવ માટે આ રોજ નું હતું, કોલેજ થી આવી ને ફોન લઇ ને બેસી જવાનું, વેબ સિરીઝ , મુવી જોઈ જોઈ ને ધ્રુવ માટે જાણે કે હકીકત જીવન માં પણ આમ જ કોઈ અચાનક મળી જશે,

ક્યારેક ક્યારેક કોઈ રીપ્લાય કરી દે, એક બે દિવસ કે અઠવાડિયું વાતો પણ ચાલે, અને અચાનક ખબર પડે કે આતો ફેક આઈ ડી હતી !

એક દિવસ સામે થી મેસેજ રિક્વેષ્ટ આવે છે, ધ્રુવ ફટાફટ રીપ્લાય કરે છે, અને તરત જ પ્રોફાઇલ ફેંદી આવે છે, એ ખાતરી કરવા માટે કે ફેક હશે કે સાચી આઈ ડી !!

જો કે પ્રોફાઇલ સાવ નવી નક્કોર , એટલે કોઈ પોસ્ટ નહિ, અને ફ્રેન્ડ માં ધ્રુવ એક જ , ધ્રુવ ને શંકા ગઈ, નક્કી કોઈ મારા ક્લાસ નો મિત્ર જ હશે, જે મારી મજાક કરતો હશે,

તો પણ, હરખપદુડો ધ્રુવ રીપ્લાય કરે છે,
' હાય કહી ને કેમ બંદ થઇ ગયા? ખાલી હાય જ કેવા આવેલા કે શું ? ( અને મજાક નું ઇમોજી મોકલે છે )


સામેથી ટાઈપિંગ લખેલું આવતું જોઈ ધ્રુવ મન માં ને મન માં બહુ બધા રીપ્લાય વિચારી લે છે,


સામેથી રિપાલય આવ્યો,


' વાત આગળ વધી જાય એના કરતા બંધ થઇ જાઉં સારું !!


ધ્રુવ રિપાલય જોઈ ને હળવું મલકાય છે, અને જવાબ આપે છે,


' તે ભલે ને વધે વાત આગળ, ક્યાં મારુ કે ક્યાં તમારું કઈ જાય છે ? !!


સામેથી રીપ્લાય આવે છે,

ઘણું જાય છે, ક્યાંક સમય, ક્યાંક રાતો ની રાતો , ક્યાંક વિશ્વાસ અને લાગણી ના રસ્તાઓ,


આ રીપ્લાય જોઈ ધ્રુવ રોમાંચિત થાય છે, આગળ શું લખવું સમજાતું નથી, અને કઈ વિચારે એ પેલા સામે થી ઓફલાઇન થઇ જાય છે,


ધ્રુવ હાય, હેલો, ક્યાં ગયા, શું થયું જેવા રીપ્લાય મોકલે જાય છે, પણ કોઈ જવાબ નહિ,


ધ્રુવ ઘણી અટકળો લઇ ને પોતાના રૂમ માં થી બહાર નીકળે છે અને મિત્રો સાથે મેચ રમવા મેદાને જાય છે,


અચાનક થયેલી નાની એવી ચેટિંગ હજુ એના મન માં આંટા મારે જાય છે, અને ક્રિકેટ કરતા એનું ધ્યાન ફોન આવતા મેસેજ પર વધારે જાય છે, એક રિંગ વાગે ને તરત ફોન કાઢી ને જોઈ લે, પણ જે રીપ્લાય ની રાહ જોતો હતો એ તો ના જ આવ્યો,


એનો ખાસ મિત્ર આકાશ પાસે હોય છે,


આકાશ : બે યાર, આવ્યો ત્યાર નો ફોન માં ડોળો છે, કઈ ખાસ?

ધ્રુવ : અચકાતા અચકાતા, યાર, એક મેસેજ આવેલો સામેથી, જબ્બર વાતો કરે, પણ વાત અધૂરી રહી, પણ સમજાતું નહીં ફેક હશે કે રિયલ આઈ ડી,
આમ વાત કરતા કરતા આકાશ સામું જુવે અને આકાશ એની વાત સાંભળી મન માં હશે,
ધ્રુવ : બે તું તો નહિ ને ? 4- 5 વાર મને તું બનાવી ગયો છે, સાચું કે લ્યા,

આકાશ : ના યાર, હું એટલે હસ્યો કે તું દર વખતે સોસિઅલ મીડિયા માં ઉલ્લુ બની જાય છે, આ વખતે કોણ હશે ? લાલો, મેહુલ ? કે પેલો કાલી?


ધ્રુવ : ખબર નહીં, પણ યાર આઈ ડી નવી જ છે, અને હું એક જ ફ્રેન્ડ લિસ્ટ માં,
સાલું, સો ટકા કોઈ આપણું છે,


આકાશ : પાક્કું, મને બતાવ, ખબર પડે


ધ્રુવ : વાહ બેટા, મને પાગલ સમજ્યો છે? આઈ ડી તો ના મળે , એમ કરી ને બંને મસ્તી કરે છે,


એટલા મેસેજ આવે છે

સામેથી : બોલો, સોરી થોડું કામ હતું એટલે કહ્યા વગર ઓફલાઇન થઇ ગઈ, ...


ધ્રુવ રાજી થતા , આકાશ એનો જ મેસેજ છે જો,

આકાશ : વાત કર, હમણાં ખબર ( આકાશ જાણે એક્સપર્ટ હોય એમ વટ થી )


ધ્રુવ : મશગુલ થઇ ને વાતો કરવા લાગે, વાંધો નહિ, પણ હવે કહો, તમે કોણ છો ? ક્યાં રેવાનું? મને કેમ ના ઓળખો ?


સામેથી થોડી વાર માં રીપ્લાય આવ્યો, જે જોઈ ને ધ્રુવ ચોંકી ગયો, આકાશ પૂછે , શું થયું, શું કહ્યું? બોલ ને બે,


ધ્રુવ કઈ જ બોલતો નથી,

આકાશ ફોન છીનવી ને રીપ્લાય જુએ છે,

મેસેજ હતો ,

' ઓળખી જશો બહુ જલ્દી, પણ નામ નહિ કહું, મળીશું રોજ પણ સરનામું નહિ કઉ,
સમજી જશો એક શાયરી માં , જો જો હો ફરી નહિ કઉ,


" હાથ માં હાથ લઇ રાજા ચાલે, રાણી નો વટ તો છે કેવો
ઢીંગલો બોલે વાહ ઢીંગલી , રાજા લાગે મારા જેવો !! "


વધુ આવતા ભાગ માં, અવશ્ય જુઓ, કમેન્ટ કરો, શેયર કરો, ફોલો કરો,

મનોજ પ્રજાપતિ મન
લેખક, ગીતકાર, એન્કર ,