(એલ્વિસ કિઆરાને શાંત પાડે છે.દાદુ લોનાવાલા આવે છે અને એલ્વિસને કિઆરાના ભુતકાળ વિશે કહે છે.આયાન કિઆરાને સમાચાર આપે છે કે તે બંને ટ્રેનિંગ માટે સિલેક્ટેડ થયા છે)
અંતે તે દિવસ પણ આવી ગયો.કિઆરા તેના સામાન સાથે એરપોર્ટ પર અહાના અને આયાનની રાહ જોઇ રહી હતી.કિઆરાના કહેવાથી માત્ર શ્રીરામ શેખાવત જ તેને એરપોર્ટ પર મુકવા આવ્યાં હતાં.તેટલાંમાં આયાન અને અહાના પણ આવી ગયાં.
કિઆરાની નજર એરપોર્ટના દરવાજા તરફ હતી.તેની આશા પૂરી થઇ અને ચહેરા પર સ્માઇલ આવી ગઇ.જ્યારે તેણે એલ્વિસ અને વિન્સેન્ટને જોયા.એલ્વિસ અને કિઆરાની નજર મળી;તે બંને એકબીજાને જ જોઇ રહ્યા હતાં.એલ્વિસે કિઆરાને ફુલો આપ્યાં.
"આ મારા ગાર્ડનનાં ગુલાબ છે.કિઆરા,ઓલ ધ બેસ્ટ."એલ્વિસ માત્ર આટલું જ બોલી શક્યો.દાદુ સમજી ગયાં.
"અરે આયાન,અહાના અને વિન્સેન્ટ,હજી સિક્યુરિટી ચેકીંગ માટે થોડો સમય છે.ચલો ત્યાંસુધી કોફી પીએ."શ્રીરામ શેખાવતે કહ્યું.તે એલ્વિસ અને કિઆરાને એકલા મુકીને બધાને લઇને ગયાં.એલ્વિસે પોતાની હુડી વાળી ટીશર્ટની હુડી પેહેરેલી હતી અને આંખો પર સનગ્લાસ હતા જેથી તેને પાપારાઝી જોઇ ના શકે.
તે બધાંના ગયા પછી તે કિઆરાને ગળે લાગી ગયો.કિઆરા આશ્ચર્ય પામી.
"આઇ વિલ મિસ યુ.અને હા તું ગમે તેટલી વાર મને ના કહીશ છતાં પણ હું તને વારંવાર કહીશ.આઇ લવ યુ.તું મારી છે અને પેલા આયાનથી દુર રહેજે."એલ્વિસે ભારે અવાજ સાથે કહ્યું.
કિઆરાએ પોતાની જાતને તેના આલીંગનમાંથી છોડાવી અને તેના સનગ્લાસ હટાવ્યાં.એલ્વિસની આંખો લાલ હતી.એલ્વિસે પોતાના સનગ્લાસ તેના હાથમાંથી લઇને પાછા પહેરી લીધાં.
"આઇ ડોન્ટ લવ યુ અને આ બધું શું છે?રડો છો?પણ કેમ? હું કઇ યુદ્ધ લડવા થોડી જઇ રહી છું?"કિઆરા એક અજીબ અકળામણ સાથે બોલી.
"તો શું કરું?એક મહિનો તને જોયા વગર કેવીરીતે રહીશ?"એલ્વિસે પુછ્યું.
"જે રીતે પહેલા રહેતા હતા,તે રીતે."કિઆરાએ કહ્યું.
"પહેલાની વાત અલગ હતી અને હવેની વાત અલગ છે."એલ્વિસે તેનો હાથ પકડતા કહ્યું.
કિઆરાને હસવું આવ્યું.તે હસીને બોલી,"હું પહેલા પણ તમને ના પાડતી હતી અને અત્યારે પણ આઇ ડોન્ટ લવ યુ જ કહું છું તો પણ?"
"હવે આવા રોતલ મોઢેથી મને બાય કહેશો?ચલો એક મસ્ત સ્માઇલ આપી દો ડેશિંગ સુપરસ્ટારની ડેશિંગ સ્માઇલ."કિઆરાએ કહ્યું.
એલ્વિસે કિઆરાને સ્માઇલ આપી.કિઆરાએ એલ્વિસને ગળે લગાડીને કહ્યું,"કઇંક બળવાની સખત ગંધ આવે છે.ચલો જઇએ કોફી પીને છુટા પડીએ."કિઆરા બોલી.
"ફરીથી મળવા માટે."એલ્વિસે કહ્યું.
કિઆરા એલ્વિસ સાથેની પોતાની આ લાગણી સમજી નહતી શકતી.તે તેને પ્રેમનું નામ આપવા નહતી માંગતી પણ તે જાણતી હતી કે તે દોસ્તીથી કઇંક વધારે હતું.આ એક મહિનાનો સમય તે બંનેને એકબીજાની લાગણી ઓળખવા માટે ખૂબજ ઉપયોગી થશે તે સમજી ગયા હતાં.
અહીં સિક્યુરિટી ચેકીંગ માટે અહાના,આયાન અને કિઆરા તે બધાને બાય કહીને ગયાં.ફ્લાઈટ શ્રીનગર જવા રવાના થઇ ગઇ.અંતે તે લોકો શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા.અહીં ઉતરતા જ એક ઠંડી લહેરખી તેમના શરીરમાંથી પસાર થઇ.અહીં વાતાવરણમાં ઠંડક હતી.ઓકટોબર મહિનાનો અંત હતો.સિક્યુરિટી ચેકીંગ પતાવીને તે લોકો બહાર આવ્યાં.બહાર એરપોર્ટ પર સેનાના જવાનો તૈનાત હતાં.
કુલ ત્રીસમાંથી વીસ જણા અાવી ગયાં હતાં અને બાકીના આવતીકાલે ટ્રેનમાં આવવાના હતાં.
તેમને ટ્રેનીંગ સેનાના એક જવાન લેફટેનન્ટ કે.એસ.સીંગે આપવાના હતાં.
"જય હિંદ માય યંગ આર્મી.બહુત ખુશી હુઇ આપ સબકો યહાઁ પર દેખ કે.આપ કે કુછ સાથી કલ શ્રીનગર પહોંચેગે.તો કલ શામ તક આપ શ્રીનગર ઘુમ શકતે હો.આપ લોગો કો પરસો સુબહ ઠીક પાંચ બજે હમારી ગાડી લેને આયેગી ઓર ટ્રેનિંગ કેમ્પ લે જાયેગી.મે વહા પે આપકો મીલુંગા.તબ તક આપ સબકા ઠહરને કા ઇંતઝામ યહાકી ફેમસ હાઉસબોટ પે કિયા ગયા હૈ.એન્જોય કર લીજીએ ક્યુંકી ઉસકે બાદ બહુત કડી ટ્રેનિંગ હોને વાલી હૈ."કે.એસ.સીંગે કહ્યું.
તેમની વાત સાંભળીને બધાં ખૂબજ ખુશ થઇ ગયા.શ્રીનગરથી બે ટેમ્પો ટ્રાવેલરમાં બેસીને તેમને શ્રીનગર એરપોર્ટ પરથી નગીનાલેકમાં લઇ જવામાં આવ્યાં.રસ્તામાં તેમણે ડાલલેક જોયું.અહીં તેમની ઉતરવાની વ્યવસ્થા તેમની કોલેજ તરફથી બટર ફ્લાય હાઉસબોટમાં કરવામાં આવી હતી.તે ખૂબજ સુંદર કલાત્મક હાઉસબોટ હતી.
હાઉસબોટ અને આસપાસનું વાતાવરણ જોઇને તે લોકો ખૂબજ ખુશ થઇ ગયા.તેમની સાથે ટ્રેનિંગ સુપરવાઇઝર તેમની સાથે હતાં.તેમણે છોકરા છોકરીઓને અલગ અલગ રૂમ અલગ અલગ હાઉસબોટ પર આપ્યાં.હાઉસબોટ ખૂબજ જુની અને સુંદર કલાત્મક કોતરણી વાળી હતી.સાંજના સમયે તે લોકો શિકારામાં બેસીને નગીનાલેકમાં બોટીંગનો આનંદ માણવા ગયાં.અહીં શિકારામાં જ શોપિંગ મોલ જેવું વાતાવરણ જોઇને કિઆરા અને અહાના સહિત બધાં આશ્ચર્ય પામ્યાં.
કિઆરા,અહાના અને આયાનએ શિકારા રાઇડ એન્જોય કરી અને તેમણે બહુ બધાં ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા.શિકારા રાઇડ કરતા કરતા તેમણે આથમતા સુર્યને જોયો.અહીં વાતાવરણ એકદમ આહલાદક હતું.વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ સારું એવું હતું જેથી બધાં જેકેટ અને ટોપીમાં સજ્જ હતાં.રાતના સમયે ડિનર પતાવી બધાં પોતપોતાના સુંદર કલાત્મક કોતરણીવાળા રૂમમાં આરામ કરવા જતાં રહ્યા.
બીજા દિવસેનાસ્તા પછી તેમણે તે સુંદર હાઉસબોટ છોડી અને ટ્રેનિંગ સુપરવાઇઝરે નક્કી કર્યું હતું તે પ્રમાણે એક દિવસ તેમને મળ્યો હતો તેમાં તે સોનમર્ગની સફર કરીને આવવાના હતા.સાંજે તેમની રોકાવવાની ગોઠવણ સરકારી ગેસ્ટહાઉસમાં હતી કેમકે બીજા દિવસે સવારે પાંચ વાગ્યે તે લોકો પહલગામ જવા નીકળવાના હતાં.ટ્રેનીંગ કેમ્પમાં પોતાની કડી ટ્રેનીંગ માટે.
બેથી અઢી કલાકની સફર પછી તે લોકો સોનમર્ગ પહોંચ્યા જ્યાં તેમણે સ્પેશિયલ ગમબુટ અને લોંગ જેકેટ પહેર્યા.સોનમર્ગનું નામ સોનમર્ગ કેમ પાડવામાં આવ્યું હતું.તે ત્યાં જઇને જ કિઆરાને સમજાઇ ગયું.સફેદ બરફની ચાદર પર જ્યારે સુર્યના સોનેરી કિરણો પડેને ત્યારે સોનમર્ગ સોનેરી લાગતું હતું.
અહીં તેમણે બરફમાં ખૂબજ મસ્તી કરી અને અલગ અલગ અંદાજમાં ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા.શ્રીનગરથી સોનમર્ગનો રસ્તો ખૂબજ સુંદર હતો.ત્યાં તે સ્પેશિયલ ટેક્ષીમાં બેસીને ગયા હતાં.રસ્તામાં વહેતી ખળખળ સિંધ નદી પણ ખૂબજ સુંદર હતી.
સોનમર્ગ અને હાઉસબોટનો આનંદ તો તેમણે લઇ લીધો હવે.તે પાછા શ્રીનગર આવી ગયા હતાં.રાત્રે ડિનર કરીને બીજા દિવસથી શરૂ થવાવાળી ટ્રેનિંગ માટે તે લોકો ખૂબજ ઉત્સાહિત હતાં.સવારે ચાર વાગ્યાનો કર્કશ એલાર્મ બધાને ખૂબજ એક્સાઇટેડ લાગ્યો.પાંચ વાગ્યે તે લોકો ટ્રેનિંગ કેમ્પ જવા પહલગામ જવા નીકળી ગયાં.
ત્યાં સરકારી ગેસ્ટહાઉસમાં તેમનો સામાન મુકીને તેમને ટ્રેનિંગ કેમ્પ લઇ જવામાં આવ્યાં.હવે દરેક રાજ્યના બેસ્ટ સ્ટુડન્ટ જે સિલેક્ટેડ હતા તે લોકો ટ્રેનિંગ માટે તૈયાર હતાં.અહીં છોકરા છોકરીઓનું મીક્ષ એમ કુલ પંદર પંદરના બે ગ્રુપ બનાવવામાં આવ્યાં.
નાસ્તો કર્યા બાદ તેમના ગ્રુપના કેપ્ટન સાથે ઓળખાણ કરાવીને કે.એસ.સીંગે ત્યાંથી જતાં રહ્યા.ત્યાંના નિયમો ખૂબજ કડક હતાં.પહેલા દિવસે જ તેમના મોબાઇલ ફોન તેમની પાસેથી લઇ લેવામાં આવ્યાં.આવતા પંદર દિવસ તેમને મોબાઇલ વગર કાઢવાના હતાં.પંદર દિવસમાં બે વાર તેમને તેમના ઘરે વાત કરવા પરવાનગી હતી.
તેમને સવારે ચાર વાગ્યે ઊઠીને પાંચ વાગ્યા સુધીમાં નાહીને ટ્રેનિંગ માટે પહોંચી જવાનું.જ્યાં તેમને ફિઝીકલ ટ્રેનિંગ,ફાઇટીંગ સ્કિલ્સ અને નિશાનેબાજી અને બધું શીખવાડવામાં આવશે.
"મેર પ્યારે ટ્રેનિ,દોનો ગ્રુપમેસે એક એક ટ્રેનિ કો બેસ્ટ ટ્રેનિકા મેડલ દિયા જાયેગા.સો આપકા હર એક કદમ સોચ સમજ કે ઉઠાઈએ.આપકી એક છોટીસી ગલ્તી આપકો મેડલસે દુર કરેગી.આપકે યહાઁ કે પરફોર્મન્સ આપકે એકેડેમિક માર્કસમે ગિની જાયેગી.અગર અાપ આગે આઇ.પી.એસ બનના ચાહેતે હૈ તો યે ટ્રેનિંગ અાપકો કાફી હેલ્પફુલ રહેગી."કે.એસ.સીંગે કહ્યું.
કિઆરા અલગ ગ્રુપમાં હતી.જ્યારે અહાના અને આયાન એક જ ગ્રુપમાં હતાં.કિઆરા આ મેડલ જીતવા મક્કમ હતી.તે આ પંદર દિવસની ટ્રેનિંગમાં પોતાનો જીવ લગાવી દેવા માંગતી હતી.
"હું આ બેસ્ટ ટ્રેનિનો મેડલ જીતીને કાયનાનું હ્રદય પણ જીતી લઈશ.આ પંદર દિવસની ટ્રેનિંગ અને પછી દસ દિવસની ફિલ્ડ પર મદદ.આ સમયગાળામાં હું કિઆરા પર મારો જાદુ ચલાવી દઇશ કે તે એલ્વિસને ભુલી જશે.આમપણ આ પ્રોજેક્ટમાં મારું ગંભીર અને સરસ પરફોર્મન્સ જોઇને તે ઘણીબધી ઇમ્પ્રેસ થઇ છે.
એલ્વિસ કિઆરાથી ખૂબજ મોટો છે.તે દારૂ પીવે છે.તે બિલકુલ કિઆરાને લાયક નથી.કિઆરાને લાયક તો હું જ છું."આયાને નિશ્ચય લીધો.
અહીં પહેલા દિવસની કઠણ ટ્રેનિંગ બાદ રાત્રીનું ભોજન બહાર લિડર નદીના કિનારે કેમ્પફાયર પાસે રાખવામાં આવ્યું હતું.અહીં શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ પંજાબી ભોજન પિરસવામાં આવ્યું હતું.
રાતનું ભોજન પતાવીને આઠ વાગતા બધાં સરકારી ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયાં.જ્યાં છોકરા છોકરીઓને અલગ અલગ જગ્યાએ રોકાણ આપવામાં આવ્યું હતું.એક કોમન રૂમમાં પાંચ બેડ લગાવવામાં આવેલા હતાં અને દરેકને એક કબાટ આપવામાં આવ્યાં હતાં.અહીં કિઆરા અને અહાનાને અલગ અલગ રૂમમાં રોકાણ આપ્યું હતું.
કિઆરાની સાથે જે અન્ય ચાર છોકરીઓ હતી.જે ખૂબજ જબરી હતી.તે દિલ્હીની એક જ કોલેજમાંથી હતાં.તેમા એક છોકરી ખૂબજ માથાભારે હતી.
કિઆરાનો બેડ હિટરની નજીક હતો.જેથી તેને ગરમાવો સરસ મળે પણ તે છોકરીએ તે બેડ પોતે લઇ લીધો.તે કિઆરા કરતા વધુ મજબૂત હતી.
"એય,યે હિટરકે પાસવાલા બેડ મેરા.તું વો કોનેમે સો જાના. ખૂણામાં ઉંઘશે.બાકી કે તીન બેડ મેરી ફ્રેન્ડ્સ કે."તે છોકરીએ કિઆરાનો સામાન ખૂણાવાળા બેડમાં ફેંકતા કહ્યું.
તેને એવું લાગ્યું કે કિઆરા નબળી છે તેથી તે કઇ બોલશે નહીં.કિઆરાએ પોતાનો સામાન નીચેથી ઉઠાવ્યો અને તેને જે બેડ ફાળવવામાં આવ્યો હતો ત્યાં જ મુક્યો.
"કિઆરા જોડે મગજમારી નહતી કરવા જેવી."કિઆરા બોલી અને તે છોકરીનો હાથ પકડ્યો અને હસી.
"કિઆરા કે સાથ પંગા લેકે તુને સહી નહીં કિયા અબ યે પંદરા દિન તેરે લિયે બહુત હી મુશ્કીલ રહેંગે."કિઆરા બોલી.
"હં.તું ક્યાં કરેગી."તે છોકરી હસીને બોલી.
કેવી રહેશે કિઆરાની આ ટ્રેનિંગ?
કોણ જીતશે બેસ્ટ ટ્રેનિનો મેડલ?
કિઆરાની આ છોકરી સાથેની લડાઇ શું રંગ લાવશે?
એલ્વિસનો કિઅારા વગર શું હાલ થશે?
જાણવા વાંચતા રહો.
નમસ્કાર વાચકમિત્રો,
આ ભાગમાં દર્શાવવામાં આવેલો ટ્રેનિંગ વાળો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે.
આભાર