Jivanshaili - 3 in Gujarati Motivational Stories by Jinal Vora books and stories PDF | જીવનશૈલી - 3 - જીવન ના સંઘર્ષો

Featured Books
Categories
Share

જીવનશૈલી - 3 - જીવન ના સંઘર્ષો

જીવન માં ઘણાં સંઘર્ષો પણ પડે છે. જેમ કે "આર્થિક રીતે, પોતાને લગતા સંઘર્ષો, સ્વાસ્થ્ય માટે નો સંઘર્ષો" આ બધા માંથી પહેલું સ્વાસ્થ્ય ને મહત્વ આપવું જોઈએ.એની માટે લોકો કેટલા સંઘર્ષો કરતા હોય છે.કેમ કે સ્વાસ્થ્ય સારું હશે તો જ બીજા બધા સંઘર્ષો માં પાર ઉતરી શકીશું.પણ તે જ નબળું હશે તો તમે ગમે તેટલી કોશિશ કરો એ નિષ્ફળ જ નીવડશે.જેથી પોતાના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન કાળજી પૂર્વક કરવું જોઈએ.ભલે ને સારું કેમ ના હોય તેને તેટલુ જ સાચવવું જોઈએ.કેમ કે એ ક્યારે દગો આપી દે એ ક્યાં કોઈ ને ખબર હોય છે.જેમ કે વ્યક્તિ દગો આપે તે ખબર હોય છે નહિ ને તો આનું પણ એવું હોય છે.
આર્થિક રીતે સુધાર આવે એ માટે પણ કેટલાં સંઘર્ષો કરવા પડે છે.પોતાને ઘસાવું પડેછે. પોતાની મનગમતું પણ નથી કરી શકતા એનો પણ ત્યાગ કરવો પડે છે. પરિવાર માટે,પોતાની, અને એમની જીંદગી ને સુધારવા માટે ના પ્રયાસો કરવા પડે છે. નિષ્ફળતા આવે છે.પણ હાર તો નથી માનતા હારી જઈશું તો પોતે તૂટી જઈશું, ઈચ્છાઓ પુરી નઈ થઈ શકે એવા અનેકો વિચાર આવી જતા હોય છે.પણ એ માટે હિંમત તો કરવી પડે જ છે. હિંમત વગર ક્યાં કંઈ થઈ શકે એમ છે નહિ ને તો પછી હિંમત કરી ને આગળ ડગલું ભરવું જ પડે છે. હિત માટે પરિવાર ના અને એમના સપના ઓ પૂરા કરવા માટે પોતાને કુરબાની આપવી જ પડે છે.આ જ હકીકત છે.જે આર્થિક રીતે નબળા હોય છે. એમના ઘર માટે પૂરતી સામગ્રી પણ હોતા નથી .પણ તે સુખી જીવન જીવે જ છે.એ આશા રાખી ને મહેનત કરી ને કે બધું સારું થઈ જશે.

રમત ની હરીફાઈ માં તો માનવી જીતી જશે. જીવન ની હરીફાઈ ને જીતવા સંઘર્ષો કરવા પડે છે. દેખાદેખી કરી ને તો તમે આગળ વધી જશો પણ એને હરીફાઈ ના કેહવાય. એવી હરીફાઈ કરવી કે એ બધા થી અલગ હોય પણ પોતાના માટે પૂર્ણતા હોવી જોઈએ.તો જીવનની હરીફાઈ માં જીત નિશ્ચિંત મળી જશે.
બહાર ની દુનિયા સાથે અને અંદર ની દુનિયા સાથે મહાયુદ્ધ ચાલતું હોય છે. પણ એનો સામનો કરી ને જે વધી જાય એ જ શ્રેષ્ઠ હોય છે. એટલું સહેલું નથી હોતું પણ કોશિશ તો કરવી પડે છે ને મહાયુદ્ધ ને પાર પાડી ને નવી શરૂઆત તો કરવી પડે છે. કહેવત છે ને "ભલે શરૂઆત શૂન્ય થી થઈ હોય પણ નવી શરૂઆત અનુભવ થી થશે" એમાં આગળ વધવામાં વધારે આનંદ આવશે.કેમ કે ખબર પડી જાય છે ને ક્યાં સમયે કેમ કાર્ય કરવું. કેવીરીતે કરવું એનો ખ્યાલ આવી જાય છે.

અનુભવ શું છે? એ તો એક મંજિલ થી બીજી મંજિલ સુધી નો માર્ગ હોય છે.એક માર્ગ પર અટક્યા પણ બીજો માર્ગ તરત બતાવી દે જ છે.અનુભવ પણ આપણને બધું શિખડાવી દે જ છે.એમાંથી પણ કઈ શીખ અને નવું જાણવા મળે છે.અનુભવ એ નવી દિશા તરફ દોરે છે પણ સાથે શિખડાવે પણ છે.તે સમજવાનું પોતાને કે કંઈ શીખ મળી અને કંઈ ભૂલ કરી એને ધ્યાન રાખતા શીખવે છે.
જેમ સમુદ્ર માં ભરતી ઓટ આવે છે.સમુદ્ર ત્યારે શું કરે છે? જે નકામી વસ્તુ જે સમુદ્ર માં પડેલી હોય તેને બહાર ફેંકી દે છે.તેનો સંગ્રહ નથી કરતો, સમય સાથે એ બહાર ફેંકી દે છે.એમ આપણે પણ આપણા જીવનમાં આવતી ખરાબ યાદો અથવા ખરાબ ઘટના ઘટી હોય તેને આપણે આપણા મસ્તિક થી નિકાળી દેવી જોઇએ. જેટલી પોતાના અંદર રાખશું એટલી તકલીફ વધારે જ થશે. આપણે જ દુઃખી થશું તો એવું રાખી ને શો અર્થ જે પોતાને જ નુકશાન પહોંચાડે.