Prem ke Dosti - 2 in Gujarati Love Stories by Nidhi Satasiya books and stories PDF | પ્રેમ કે દોસ્તી - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ કે દોસ્તી - 2

રીશી રેવા ને મળવા માટે બોલાવે છે પણ રેવા આવે એ પહેલાં જ રીશી ત્યાં હોતો જ નથી...રેવા ને રીશી ની ચિંતા થવા લાગે છે....તે રીશી ને બધે જ શોધે છે...તેને ગભરાટ થવા લાગે છે કે રીશી ક્યાં ગયો હશે. તે આસપાસ રહેલા સૌ કોઈને પુછે છે પણ રીશી ક્યાંય નથી મળતો...............


હવે આગળ......

રેવા વિચારે છે કે થોડીવાર પહેલા જે મને મળવા આટલી ઉતાવળ કરતો હતો તે અચાનક ક્યાં ‌જતો રહ્યો.... તે રીશી ને આજુ બાજુ બધે જ શોધવા લાગે છે... પણ રીશી ક્યાંય નથી મળતો. તે રીશી ને ખુબજ કોલ કરે છે....પણ રીશી તેનો ફોન જ નથી ઉપાડતો...અને રેવા ત્યાં જ રડવા લાગે છે..

અચાનક જ રીશી રેવા ની સામે આવે છે અને રેવા ને શાંત રાખવાની કોશિશ કરે છે ,તેને પાણી આપે છે અને પ્રેમ થી તેના આંસુ લુછી આપે છે અને જેવી શાંત થાય છે કે તરતજ રેવા તેની સાથે ઝઘડો કરવા લાગે છે.......

" રીશી, ક્યાં જતો રહ્યો હતો તું હે? તને ખબર છે અહીં તારા વગર મારી શી હાલત હતી. તને માત્ર બસ તારી જ પડી છે....બીજા કોઈ વિશે તો વિચારવાનું જ ન‌ઈ , પહેલા મને અહીં ઉતાવળ મા બોલાવી અને ગાયબ થઈ ગયો..ઉપર થી મારો ફોન પણ નતો ઉપાડતો..મને તારી કેટલી ચિંતા થતી હતી....પણ તને તો કોઈની ફીકર જ નથી...હવે કંઈ કહીશ કે ક્યાં હતો...ને મને અહીં શું કામ બોલાવી.." રેવા ગુસ્સામાં કહે છે.....

અરે , શાંત થા રેવા....તું કંઈ બોલવા દે તો બોલું ને....કેટલુ બોલે છે યાર તું , મારી વાત તો સાંભળ , એક તો તારા માટે પાણી લઈ આવ્યો ,તારા આંસુ લુછી આપ્યા અને તું........

હવે કોણ બોલે છે....જે વાત કરવાની છે તે નહીં કરે અને બીજી બીજી વાત જ કરશે...પણ એ ન‌ઈ જણાવે કે ક્યાં હતો......,રેવા રીશી ને અટકાવે છે અને ફરી બોલવા લાગે છે........

હવે કંઈક બોલીશ... રેવા ફરી કહે છે.........

અરે હું અહીં જ હતો.મારે તો માત્ર એ જ જોવુ હતું કે મારા વગર તારી શી હાલત થાય છે.અને મારો ફોન પણ મારી પાસે જ છે , મે તારી કેટલી રાહ જોઈ ,એટલે મને પણ એમ થયું કે તારી સાથે થોડી મસ્તી કરી લવ........ પણ એક વાત કે તારે આવવામાં ‌આટલી બધી વાર કેમ લાગી હે?.... એક કલાક થી તારી રાહ જોતો હતો.... રીશી મીઠો‌ ઠપકો આપતા રેવા ને કહે છે.....

શું? તું મજાક કરતો હતો? જા હવે તારી સાથે બોલવું જ નથી અને, " મારે તારા લીધે લેટ થયું , આ કેવી ખટારા જેવી ગાડી મોકલી હતી તે હે? રસ્તામાં જ બંધ થઈ ગઈ... અને પાછી એકદમ તારા જેવી જ છે....એવી જગ્યાએ બંધ થઈ જ્યાં આસપાસ કોઈ મિકેનિક ન હતો.....તારી જેમ જ, ".....રેવા પણ મજાક માં ‌રીશી ને કહે છે.......

અને હવે એ વાત કર જે કરવા તે મને આટલી ઉતાવળ માં અહીં બોલાવી છે........અને જો ન કરવી હોય તો હું અહીંથી જાવ છું... મારી શુટીંગ છોડી ને આવી છું.... પણ તારે શું? ગાયબ થઈ ગયો....અહીં મારો જીવ જતો રહેત જો તું ન આવ્યો હોત ને તો......😏 રેવા મોઢું બગાડી ને કહે છે.......

ક્યારેક સાથ ‌આપે છે
ક્યારેક તો‌‌ ઠપકો પણ આપે છે,
‌ મારી આ પાગલ દોસ્ત
મારા માટે જીવ પણ આપે છે....


વધુ આવતા અંકે.....✍🏻