(અગાઉ આપડે જોયું કે રામુ ને કોઈ એડ માં કામ મળ્યું હોવાથી તે ત્યાં જાય છે,અને કૃપા તેનો પીછો કરે છે. પાછળથી કાનો પણત્યાં પહોંચે છે,ઘણીવાર થઈ એટલે કાનો અને કૃપા તે ઓફીસમાં જવાની કોશિશ કરે છે ત્યાં જ રામુ બહાર આવે છે.અને કૃપા ને લઈને ત્યાંથી ભાગી જાય છે.હવે આગળ..)
કાનો તે ઓફીસની અંદર ગ્યો,અને જેવો કેબીનમાં જાવા જાયકે એને કાંઈક સંભળાયું.
"હા આ આજકાલના છોકરા ઓ ને વગર મહેનતે નામ અને દામ કમાવા છે.અને એ પણ સીધે રસ્તે"
"અરે નખરા તો જો આના જાણે પહેલીવાર આવું કામ કરતો હોય.હા આમ કોઈ સામે શરમાતો નથી,અને આપડી સામે જાણે પહેલીવાર આવું કામ કરવાનું હોય એવી શરમ અને આનાકાની"
"હા પણ આપડે એના ખભે બંદૂક રાખી ને આગળ વધવાના હતા એનું શુ?"
"હમ્મ મને પણ એમ જ હતું કે આના વિડીઓ આટલા ફેમસ છે,તો આપડી લોટરી લાગી,પણ આનું વર્તન તો અજીબ હતું?"
અંદર થઈ રહેલો આ વાર્તાલાપ સાંભળી ને કાના ના પગ નીચેથી ની જમીન સરકી ગઈ.તે આખી વાત સમજી ગયો.અને ત્યાંથી એ પણ ભાગ્યો.
આ તરફ રામુ ખૂબ જ ડરેલો હતો.તેને કૃપા નો હાથ હજી પકડી રાખ્યો હતો.અને પોતાનું ઘર આવતા સુધી એમ જ હાથ પકડી રાખ્યો.ઘર ની અંદર જતા જ રામુ એ દરવાજો એવી રીતે બંધ કર્યો જાણે હજી કોઈ એનો પીછો કરતું હોય.આખા રસ્તે પણતે વારેવારે પાછળ જોયા કરતો,અને કૃપા ના કોઈ સવાલનો જવાબ તેને નહતો આપતો.
તે એવી જ ડરેલી હાલત માં સુઈ ગયો.પણ કૃપા ને ઊંઘ આવતી નહતી.તેને ખબર હતી નક્કી કાનો કંઈક સમાચાર લાવશે,એટલે તે બારી માંથી તેના ઘર તરફ જોતી હતી. જેવી તેના ઘરની લાઈટો થઈકે કૃપા એ તરત તેને મેસેજ કરી મળવાની વાત કરી.કાના ની પરવાનગી મળતા તે ત્યાં જાવા ઉપડી,પણ અચાનક રામુ ની આંખ ખુલી ગઈ,અને તેને કૃપા ને પોતાની પાસે બોલાવી એટલે કાલે મળીશું એવો મેસેજ કરી ને કૃપા સુઈ ગઈ.
રામુ બીજા દિવસે હજી સૂતો હતો,ત્યાંજ કૃપા કાના પાસે જઈ આવી.
"કાના ત્યાં શુ થયું હતું?કેમ રામુ આટલો બધો ડરેલો હતો"કૃપા એ પૂછ્યું
" જો કૃપા તમે બંને ત્યાંથી નીકળ્યા પછી હું ત્યાં ગયો હતો
અને મેં ત્યાં કાઈ જોયું તો નહતું પણ સાંભળ્યું ઘણું બધું"
"હા પણ શું મને કે"કૃપા ઉતાવળી થઈ ગઈ
અને કાના એ રાતે સાંભળેલી બધી જ વાત કહી.આ સાંભળી કૃપા જોરજોરથી હસવા લાગી.એક સેકન્ડ માટે તો કાનો મૂંઝાઈ ગયો કે આને થયું છે શું?પણ એનો ચહેરો જોઈ ને કૃપા એ કહ્યું
"જોયું ઈશ્વર પાસે ન્યાય છે,આને મારી પાસે આવા કામ કરાવવા હતા,અને આજે પોતે એ જ કામ નો શિકાર થઈ ગયો"અને કૃપા ફરી હસવા લાગી.
કૃપા ઘરે પાછી આવી તો રામુ હજી સૂતો હતો,ત્યાં જ એના મોબાઈલ માં લાઈટ થઈ.કૃપા એ જોયું તો કોઈ નો મેસેજ હતો.કૃપા હજી મોબાઈલ લેવા જાય ત્યાંતો રામુ જાગી ગયો.અને તરત જ તેમાં બે ત્રણ મેસેજ બીજા આવતા તેને મોબાઈલ જોયો.જેમ જેમ તે મોબાઈલ જોતો તેમ તેમ તેના ચેહરા ના ભાવ બદલતા જતા હતા.
કૃપા તે જાણવાની ઉત્સુકતા માં હતી કે કોનો અને શું મેસેજ છે?પણ રામુ ઘડીક ડર માં તો ઘડીક ગુસ્સા માં જણાયો.એટલે તેને પૂછવાનું ટાળ્યું.તે રામુ ની નજીક બેઠી અને પૂછ્યું,
"રામુ કાલ શુ થયું હતું?કેમ તું ત્યાંથી ભાગ્યો"કૃપા એ ધીમેથી પૂછ્યું.
"પહેલા મને એ કે મેં ના કહી હોવા છતાં તું ત્યાં શુ કરતી હતી?મારો પીછો કરતી હતી"આમ કહી રામુ એ કૃપા ના વાળ ખેંચ્યા.અચાનક થયેલા આવા પ્રહાર ની કૃપા ને કલ્પના પણ નહતી.તેના મોંઢામાંથી એક ચીસ નીકળી ગઈ.
"તને શું લાગ્યું હું બીજે ક્યાંય જવાનો હતો,કે મને કામ નહતું મળ્યું બોલ અરે બો...લ"રામુ એ લગભગ રાડ જ નાખી.
"મૂકીદે મને મૂક અરે તારા માં કાઈ કરવાની ત્રેવડ નથી ને આવ્યો મોટો હીરો બનવા.મારા જોરે તારે આગળ વધવું છે,અને મને જ ચૂપ કરાવે છે"આજે કૃપા પણ વિફરી.
તેનું આવું રૂપ જોઈ ને કાનો કઈ બોલ્યા વગર બહાર નીકળી ગયો.થોડીવાર પછી તે પાછો આવ્યો ત્યારે બંને નો ગુસ્સો શાંત પડી ગયો હતો.બપોરે જમીને રામુ બહાર ગયો.ત્યારે કાના એ કૃપા ને બોલાવી.
"કૃપા ગનીભાઈ ને ફરી તને મળવું છે.આ વખતે તેને આપડને બંને ને મળવા બોલાવ્યા છે."
"આ ગનીભાઈ નું પણ કંઈક કરવું પડશે.એને ના પાડી દે અને કહિદે થોડા દિવસ પછી મળીશું."
કાના એ કૃપા એ કહ્યું તે મુજબ મેસેજ કરી દીધો.
તે રાતે રામુ આવ્યો ત્યારે કાંઈપણ બોલ્યા વગર ચૂપચાપ જમીને સુઈ ગયો.કૃપા પાસે આજે રામુ ને લાયક કાઈ કામ નહતું.પણ તેનું મન રામુ ના મોબાઈલ માં આવેલ મેસેજ માં હતું.રામુ ના સુતા જ તેને તેનો મોબાઈલ લીધો. પણ રામુ એ મોબાઈલ લોક કરી નાખ્યો હતો.એટલે કૃપા પણ સુઈ ગઈ.
(શુ મેસેજ આવ્યો છે રામુ ના મોબાઈલ માં?કૃપા કે ગનીભાઈ ની મુલાકાત નો કે પછી કાઈ બીજું છે..જાણવા માટે વાંચતા રહો કૃપા...)
આરતી ગેરીયા...