Pratishodh ek aatma no - 11 in Gujarati Horror Stories by PANKAJ BHATT books and stories PDF | પ્રતિશોધ એક આત્મા નો - 11

Featured Books
Categories
Share

પ્રતિશોધ એક આત્મા નો - 11

પ્રતિશોધ ભાગ ૧૧


"મને ખબર છે ચાર્મી ની ઇચ્છા શક્તી કેવી રીતે જાગશે અને એણે મંદિરમાં પોતાની મરજીથી આવવું જ પડશે" આ બોલતા અનીલ ના ચેહરા પર સ્માઈલ હતી.

"શું ખબર છે તને ? કઈ રીતે આપણે એને મંદિરમાં આવવવા મજબૂર કરી શકીએ ? " વિકાસે પુંછ્યું .

"ગરબા .... તમને ખબર છે ચાર્મી નો એક જ શોખ છે અને ગરબાનું સંગીત વાગે તો એ ગરબા રમ્યા વગર રહી શકે નહીં જો સાંજે આરતી માં વિકાસ ના બોલાવાથી પણ ચાર્મી ના આવે તો પછી આપણે ગરબા રમશું અને મને પુરી ખાત્રી છે ચાર્મી ગરબા રમવા માટે આવશે જ " અનીલ ના અવાજમાં જે વિશ્વાસ હતો એનાથી સહુ મિત્રો સહમત હતા બધા જાણતા હતા કે ચાર્મી ને ગરબા રમવા કેટલા ગમે છે નવરાત્રીમા પહેલેથી છેલ્લે સુધી એ થમ્યા વગર ગરબા રમતી ને જોવા વાળા એને જોયા જ કરતા જાણે સાક્ષાત માતાજી ગરબા રમતા હોય.

"તારી વાત સો ટકા સાચી છે ચાર્મી ગરબા રમવા માટે જરુર આવશે " નિષ્કાને પુરો વિશ્વાસ હતો .

" વાતમાં દમ છે પણ અહી ગરબા કેવી રીતે થાય ? મ્યુઝિક કોણ વગાળશે ?. રમશું ક્યાં ?" વિકાસ ને પ્રશ્ન થયો.

" અરે સાવ આસાન છે આપણ ને ખાલી મ્યુઝિક સિસ્ટમ જોઈશે બે મોટા સ્પીકર અને એક એમ્પલી ફાયર ગરબા તો મોબાઈલ પર ડાઉનલોડ કરી લેશું ને મંદિરમાં માતાની સામે જ જે જગયા છે ત્યાં ગરબા રમશું ગરબાનું સંગીત અને આપણને ચારે ને ગરબા રમતા જોઈ ચાર્મી ની ઇચ્છા શકતી જાગશે ને માતાના આર્શીવાદ થી એ જરુર મંદિરમાં આવશે અને આપણે એને બચાવી લેશું " રોમીલ ની ચપટીમા પ્રશ્ન ઉકલેવાની શક્તિ જાણે પાછી આવી ગઈ હતી .

"સારો વિચાર છે .તમારો વિશ્વાસ જોઇ મને પણ લાગે છે આ પ્રયોગ સફળ થશે . હું તમને એક સુરનામું અને નંબર આપું છું ત્યાં જાઓ ત્યાંથી તમને મ્યુઝીકની તેયારી માટેના સાધનો મળી જશે" પંડિતજીની વાત સાંભળતા બધા સારુ અનુભવી રહ્યા હતા . રોમીલ અને અનીલ ગાડી લઈને મ્યુઝીક સિસ્ટમ લેવા રવાના થયા પંડિતજી અને વિકાસ સાંજની આરતી ને પુજા ની તૈયારીમાં લાગ્યા નિષ્કા ચાર્મી પાસે બેસી .

"બસ હવે ચાર મહિનાની વાર છે કોલેજ પુરી થશે અને મારી જોબ ચાલુ થશે પેહલો પગાર આવશે એટલે મમ્મી માટે એક સુંદર ને મોંગી સાડી લઇશ ને પપ્પા માટે રેમન્ડનું શર્ટ પીસ ને પેન્ટ પીસ લઈશ ને દાદી માટે શાલ લઈશ પછી બધાને મોટી હોટલમાં જમવા લઈ જઈશ " ચાર્મી ની વાત યાદ આવતાં નિષ્કા ની આંખો ભરાઈ ગઈ . નિષ્કાતો આગળ ભણવા વિદેશ જવાની હતી ચાર્મી ભણવામાં હોશિયાર હતી એની ઇચ્છા પણ આગળ ભણવાની હતી પણ ધરની પરિસ્થીતી એ સમજતી હતી એટલે કેમ્પસમાં જે જોબ મળી એણે સ્વીકારી લીધી .આટલી લાગણીશીલ નિર્દોશ અને બધાનું ભલું થાય એવી ઇચ્છા રાખવા વાળી છોકરી જોડે ભગવાને આવું કેમ કર્યું હશે એવા વિચારો સાથે નિષ્કા એકીટશે ચાર્મી ને જોઈ રહી .

*****
સંધ્યાકાળ નો સમય થયો બધી તૈયારી થઈ ગઈ હતી . ચાર્મી હજી બેહોશ હતી . પંડિતજી સ્નાન કરી સફેદ પિતાંબર પહેરી માથે તીલક કરી ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી આરતી માટે તૈયાર હતા . બધા મિત્રો પણ માતા ને હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા હતા ને સેવકે શંખ વગાળ્યો ને આરતી શરુ થઇ .

ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .