TALASH - 25 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 25

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

તલાશ - 25

સલમાની આખો ફાટી રહી હતી. જીતુભા આવું પગલું ભરશે એ એને કલ્પના ન હતી. અમીચંદ બેહોશ થઈને જીતુભાનાં હાથમાં ઝૂલી રહ્યો હતો. "ચાચા પાછળનો દરવાજો ખોલો" જીતુભાએ કહ્યું. ટેક્સી ડ્રાઇવરે દોડીને દરવાજો ખોલ્યો અને અમીચંદને પાછલી સીટ પર સુવડાવવામાં જીતુભાને મદદ કરી. અને પછી પૂછ્યું સ"સાહેબ હવે આપણે નીકળીએ?'

"બસ, પાંચ મિનિટમાં આ બહેનનું શું કરવું એ વિચારી લઉ પછી નીકળી એ.".કહીને જીતુભા સલમા તરફ ફર્યો. અને પૂછ્યું "શું આજ હતી શેઠજીની વ્યવસ્થા.અને તું શું ફોડી લેવાની હતી? એમણે તો પોતાના લાખો રૂપિયાના લાભ માટે તને ફસાવી દીધી." દાંત ભીસતાં એણે કહ્યું. કોઈ સ્ત્રી આવી પરિસ્થિતિમાં મુકાય એ એને ભયંકર રીતે ખટક્યું હતું.

"ભાઈ એમાં એવું છે ને કે,ઓલ 2 ડોબાઓ ક્યાંક રહી ગયા લાગે છે."

"તો આવા કેરલેસ લોકોની ભરતી બંધ થવી જોઈએ કંપનીમાં, અને બેન થોડા રૂપિયા માટે તું તારી ઈજ્જત અને જાન જોખમમાં મૂકે એ યોગ્ય છે?

"બધા કામો માત્ર પૈસા માટે બધા લોકો નથી કરતા હોતા સાહેબ,. શેઠજી શું કામ કરી રહ્યા છે કે, કરાવી રહ્યા છે એ હજી તમને નહીં સમજાય." સલમાએ કહ્યું. એટલામાં એક ટેક્સી ધસમસતી એમની પાસે આવીને ઊભી રહી અને તરત પાછળનો દરવાજો ખુલ્યો એમાંથી મકસુદ હોકી લઈને બહાર નીકળ્યો અને જીતુભા તરફ ધસ્યો. જીતુભાને એક મિનિટ તો સમજાયું જ નહીં કે શું થઈ રહ્યું છે. મકસુદ અમીચંદને ઓળખતો ન હતો એટલે જીતુભાને જ અમીચંદ સમજી એને મારવા દોડ્યો. ત્યાં સલમાએ રાડ નાખી "મકસુદ એ ભાઈએ તો મને મદદ કરી છે." મકસુદ ખચકાઈ ને ઉભો રહ્યો. "તો આ છે તમારી વ્યવસ્થા.રૂપિયા પુરા મળશે એમને. પણ ટાઈમ પર પહોંચ્યા નહીં." જીતુભા કૈક વ્યંગમાં બોલ્યો. એટલામાં અબ્દુલ ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ઉતર્યો. અને સલમા તરફ ધસ્યો અને કહ્યું "સલમા તું ઠીક તો છેને?" કહીને એને હગ કરવા દોડ્યો. પણ સલમાથી એકાદ ફૂટ દૂર હતો ત્યાં જ એક કચકચાવીને લાફો સલમાએ એને માર્યો. અચાનક પડેલા લાફાથી અબ્દુલ બઘવાઈ ગયો.

"આટલો કંટાળી ગયો છે અબ્દુલ તું મારાથી કે હું આખી જિંદગી ફસાઈ જાઉં એવું તે કર્યું." સલમા એ રડતા રડતા કહ્યું. "નક્કી તમારે બીજા નિકાહ કરવા છે"

"ના એવું કંઈ નથી. અબ્દુલે ફરીથી એની નજીક જવાનો પ્રયાસ કરતા કહ્યું ત્યાં સલમાએ 8-10 મુક્કા એની છાતીમાં માર્યા. અને પછી તેને વળગી પડી. અને રડતા રડતા કહ્યું." જો કંપનીએ આ જીતુભાને ન મોકલ્યા હોત તો મારે આપઘાત કરવો પડ્યો હોત."

"થેંક્યુ જીતુભા મારી પત્ની ને બચાવી લેવા બદલ." અબ્દુલે હાથ મિલાવતા કહ્યું.

"તો આ તમારા સોહર છે?"

"હા ને એ મને બચાવવા માટે એક પણ રૂપિયો કંપની પાસેથી લેવાના ન હતા. પણ ખબર નહીં કેમ એમને મોડું થઈ ગયું." સલમાએ કૈક વ્યંગથી કહ્યું.

"સોરી મને હતું કે કંપની કોઈ વ્યવસ્થા કરી છે. ખેર. પણ તમને મોડું કેમ થયું. તમે લોકો તો દુમાર ચોકડી બેઠા હતા.'

હા તમારી બસ નીકળી તરત અમે નીકળ્યા પણ અચાનક 10 મિનિટમાં ટાયર પંચર થઈ ગયું. હું સ્ટેપની ચડાવવાનો હતો . પણ એમાં હવા ન હતી. મારે એ બધું ચેક કરવાની જરૂર હતી. પણ મેં બહુ મોટું બ્લન્ડર કર્યું."

"મેં તને બપોરે જ કહ્યું હતું બધું ચેક કરી રાખજો કોઈ ગરબડ ન થાય આ તો આ ભાઈ કૈક અંતરસ્ફૂર્ણાથી રોકાઈ ગયા. એમને તો તરત નીકળી જવાનું હતું. પણ મારી જાન બચાવવા રોકાઈ ગયા. નહીતો મારે આપઘાત કરવો પડત."

"કોઈ વાંધો નહીં. 'અનોપચંદ એન્ડ કું 'ના સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે મારી એ ફરજ હતી.પણ સલમા, તમે કરેલ વ્યવસ્થામાં ખામી હતી. કોઈ પ્લાન બી રાખવો જોઈતો હતો. હવે બીજા કોઈ ઓપરેશનમાં આ મુદ્દા ધ્યાનમાં લેવાશે. ચાલો હવે તમે લોકો સહીસલામત તમારા ઘરે પહોંચો.અને સલમા તું ભૂલી જજે કે કોઈ અમીચંદની સાથે ક્યારેય બહાર ગઈ હતી." જીતુભાને નવાઈ લાગતી હતી કે અબ્દુલ બધું જ જાણતો હતો સલમા ને અમીચંદ વિષે."

"હું કંપની વિશે અને સલમા -અમીચંદ વિશે બધું જ જાણું છું. આ મારો નાનો ભાઈ છે એને પણ ખબર છે. પણ તમને નથી ખબર કે કંપની શું કામ કરે છે. ઉપરાંત અનોપચં શેઠના મારા પર એટલા અહેશાન છે કે હું આ જન્મમાં તો પુરા નહીં જ કરી શકું..ચાલો હવે આપણે મોડું થાય છે પોતપોતાના ઘરે જવાનું."

એ લોકો નીકળ્યા એટલે જીતુભા પોતાની ટેક્સીમાં બેઠો અને મુંબઈ તરફ નીકળ્યા. લગભગ 15 મિનિટ પછી એણે ટેક્સી રોકાવી. પાછળની સીટ પર જઈ અમીચંદનું શર્ટ કાઢ્યું પછી તેની કમરથી ઘૂંટણ તરફ પહેરાવી બટન બંધ કર્યા. બાદમાં એને અવળો કરીને તેના બંને હાથ પાછળ લીધી પછી એના શર્ટની બાઈ વડે કચકચાવીને બાંધ્યા.હવે ભાન માં આવે તો પણ અમીચંદ હલી શકે એમ ન હતો પછી એને ઉચકી ડેકીમાં નાખી દીધું પછી કંઈક યાદ આવ્યું હોય એમ પોતાના રૂમાલ વડે એની આંખો પર મજબૂત પાટો બાંધ્યો પછી સંતોષપૂર્વક ટેક્સીમાં બેસીને ડ્રાઈવરને કહ્યું "ચાચા અબ ચલો ચલતે હે મુંબઈ." ત્યારે રાત્રીના 3-30 વાગ્યા હતા.

xxx

ત્રણ કલાક પછી ડ્રાઇવરની બાજુમાં બેઠેલા જીતુભાને ઝોકા આવતા હતા. એક ચાની કેબીન ખુલી હતી ત્યાં ચા- પછી જીતુભાએ સિગરેટ સળગાવી અને ડ્રાઈવરને પૂછ્યું "આપણે ક્યાં પહોંચ્યા છીએ."

"સાહેબ ચ-રોટી ક્રોસ થયું. આપણે ક્યાં જવાનું છે?"

"મહાલક્ષ્મી રેસકોર્સ પાસે."

"ઓકે, દોઢેક કલાકમાં પહોંચી જઈશું." સાંભળીને જીતુભાએ ઘડિયાળમાં જોયું. સવારના 6-40 વાગ્યા હતા. પછી એને મોહનલાલને ફોન જોડ્યો.ફોન ઉંચકાયો એટલે કહ્યું."મોહનલાલજી રેસ્ટોરાંની જગ્યાએ બીજે ક્યાંય ગોઠવાશે? મારી સાથે એક 'મહેમાન' છે.

"હવે સવાર સવારમાં તને કોણ મળી ગયું. કોઈ કામનો માણસ છે?"

“મને ખબર ન પડી એટલે ઉપાડી લીધો. તમે મળી લો, કદાચ કામ નો પણ હોય"

આવું ઘણીવાર બનતું ક્યાંકથી કોઈ અચાનક કામનું મળી પણ જાય વિચારીને મોહનલાલે કહ્યું "ખેર રેસકોર્સની બાજુમાં 'શેઠ અનોપચંદ એન્ડ સન્સ' હોસ્પિટલ છે એના પાછલા ગેટ પર પહોંચ. કેટલી વાર લાગશે?"

"લગભગ સવા કલાક"

"ઓકે, તું કોઈ વાહનમાં છો? એ 'મહેમાન' તારી સાથે તારા કહેવાથી ચાલી ને તો નહીં જ આવે એટલે પૂછું છું."

"જી હું ટેક્સીમાં છું. ટેક્સી નંબર xyzz "

"ભલે હું ગેટકીપર કહી દઉં છું. અને લગભગ કલાકમાં ત્યાં પહોંચી જઈશ."

" ઓકે. તો લગભગ 8 વાગ્યે મળીએ. કહીને જીતુભાએ ફોન કટ કર્યો.

xxx

"આપણે ક્યાં પહોંચ્યા?" 2જા ધાબા પર ચા પિતા પિતા જોશીજીએ પૂછ્યું. એમની નજર નીના પરથી હટતી ન હતી. પિન્ક શર્ટ અને બ્લેક જીન્સ માં નીના ખુબ જ સુંદર લાગતી હતી. એણે લગાવેલ કોઈ અજાણ્યા પરફ્યુમ થી જોશીજી સતત આકર્ષાતા હતા. રાતભરની મુસાફરીમાં 3-4 વાર ડ્રાઇવિંગ કરતા કરતા કોઈ વાતમાં નીનાએ એમનો હાથ પકડેલો, કે ખીલખીલાટ હસી પડી હતી એ જ વિચારો એમના મગજમાં ચાલતા હતા.

"બસ લગભગ કલાકમાં તમારે જ્યાં જવાનું છે એ હોલ પર તમને ઉતારી દઈશ પછી મારા કામે નીકળી જઈશ. હું પરમ દિવસે પાછી જવાની છું. તમે કંપની આપશો?"

"ના રે મારે સરલા સાથે પાછું જવાનું છે પરમ દિવસે અમે નીકળીશું. પણ તું મારી રજાનું પછી કેવી રીતે કરીશ?"

"અરે એ વાત કરવાનું તો હું ભૂલી જ ગઈ હતી. સારું થયું યાદ કરાવ્યું. એ થઇ જશે. ડોન્ટ વરી ચાલો હવે નીકળીએ ફટાફટ." કહીને એને ચાનો ખાલી કપ મુક્યો અને પછી કારમાં ગોઠવાઈ. જોશીજી ચાના પૈસા ચૂકવી એની બાજુમાં ગોઠવાયા.

xxx

"બસ, બહેનજી અત્યારમાં નીકળવું છે?" સરલાબેન બેગ ઉતરાવીને નીચે ઉતર્યા એટલે રિસેપ્શનિસ્ટે પૂછ્યું.

"હા હમણાં મારી ટેક્સી આવશે. કદાચ તમે એને ઓળખતા હશો. કોઈ ગિરધારી છે." સરલાબેને કહ્યું કેમ કે શિફ્ટ બદલાઈ હોવાથી અત્યારે ડેસ્ક પર એક યુવક બેઠો હતો. રાત વાળી છોકરીએતો ગિરધારીને જોયો હતો..

"ગિરધારી? પેલો સુમો વાળો? ગિરધારી રાધે રાધેની વાત કરો છો?"

"હા એ જ અહીં નજીકમાં જ રહે છે."

"અરે એ તો ઘરનો માણસ છે. તમે સુમોમાં આરામથી સુઈ જજો તમારા એડ્રેસ પર પહોંચીને તમને ઉઠાડશે તમને કોઈ તકલીફ નહીં આવવા દે." એટલામાં ગિરધારી ત્યાં પહોંચ્યો. સરલાબેન ને મુસાફરી માટે તૈયાર જોઈ એને થોડી નવાઈ લાગી. પછી રિસેપ્શન પર બેઠેલા યુવાન સાથે થોડી વાત કરી એ બન્ને મિત્રો હતા. પછી સરલાબેનના હાથમાંથી બેગ સુમોમાં પાછળની સીટ પર મૂકી અને ડ્રાઇવરની બાજુનો દરવાજો ખોલ્યો. સરલાબેન ધીરેથી સુમોમાં ગોઠવાયા પછી તેઓ દિલ્હી જવા નીકળ્યા.

xxx

આઠ વાગી ને ઉપર પાંચ મિનિટ થઈ હતી. જીતુભાની ટેક્સી 'અનોપચંદ સન્સ' હોસ્પિટલ પર પહોંચી મુખ્ય દ્વારથી 200 ફૂટ દૂર એક નાનકડી ગલ્લી હતી. એમાં હોસ્પિટલનો પાછળનો ગેટ હતો. જે બંધ હતો. ડ્રાઈવરે હોર્ન વગાડ્યું. વોચમેને દરવાજો ખોલ્યો અને પછી ટેક્સીનો નંબર ચેક કરી ટેક્સી અંદર લીધી. એક નાનકડા આઉટ હાઉસ જેવા મકાન પાસે મોહનલાલ ઉભો હતો સાથે 2 વોર્ડબોયનો પોશાક પહેરેલા લોકો એક સ્ટ્રેચર લઈને ઉભા હતા. ટેક્સી એમની બાજુમાં રોકી જીતુભા ઉતર્યો ડ્રાઈવરે ડીકી ખોલી એમાંથી અમીચંદને ઉંચકીને સ્ટ્રેચર પર સુવડાવ્યો એ હોશમાં આવી ગયો હતો અને બેફામ ગાળો બોલતા પોતાને છોડી દેવા કહેતો હતો. જીતુભાએ ટેક્સીવાળા ને બીજા 200 રૂપિયા આપ્યા અને કહ્યું. "ચાચા ફરી ક્યારેક તમારી જરૂર પડશે તો યાદ કરીશ"

"ભલે સાહેબ" કહીને એને ટેક્સી બહાર કાઢી અને ચાલ્યો ગયો.

"આ તું કોને ઉંચકી લાવ્યો છે. કૈક ફોડ પાડ તો સમજાય" મોહનલાલે કહ્યું. દરમિયાનમાં અમીચંદને સ્ટ્રેચર પર જ આઉટ હાઉસ ના એક રૂમમાં શિફ્ટ કર્યો.

"આ એજ છે. જેની સાથે આપણી સ્ટાફ સલમા અમદાવાદથી નીકળી હતી. પણ ખરેખર મને શેઠજી પર ગુસ્સો આવે છે. આટલી બેદરકારીતો સામાન્ય લોકો પણ ન કરે અને આવડું મોટું તંત્ર ચલાવનાર..."

"શું થયું કઈ સમજાય એમ બોલ." મોહનલાલે કહ્યું.

"જો શેઠજીના કહેવા મુજબ હું બેગ લઈને નીકળી ગયો હોત તો. તો કા તો સલમાએ આપઘાત કરવો પડ્યો હોત અથવા એ ક્યાંક વેચાઈ ગઈ હોત." રોષપૂર્વક જીતુભાએ કહ્યું.

"પણ એવું થવાનું ન હતું. કેમ કે શેઠજીએ મને કહ્યું હતું કે આપણે ભલે ના પાડી પણ જીતુભા સલમાને સલામત કરીને પછી જ નીકળશે." મોહનલાઈ હસતા હસતા કહ્યું અને ઉમેર્યું "આમ તો સલમાનો વર અને દેર આવવાના હતા. શું એ લોકો નહોતા પહોંચ્યા?"

"ના એ લોકોની ટેક્સી ખરાબ થઈ ગઈ હતી અને અડધો કલાક મોડા હતા. પણ તમે લોકો એ મને કહ્યા મુજબ હું નીકળી ગયો હોત તો? તમારે પ્લાન બી રાખવો જ જોઈએ આપણા સ્ટાફ માટે." ધૂંધવાતા સુરે જીતુભાએ કહ્યું.

"પ્લાન બી અને પ્લાન સી પણ હતા જ જીતુ. ઓલો પાનવાળો અને બીજા 4 જણા હથિયારબંધ તૈયાર હતા.તું વચ્ચે ન કૂદ્યો હોત તો એ લોકો નિબટી લેત.સાંભળીને જીતુભાને આશ્ચર્ય થયું. એ મોહનલાલને તાકી રહ્યો."પણ શેઠજીનું ગણિત સાચું પડ્યું. અને તે સલમાને બચાવી. હવે એ છોડ આનું શું કામ હતું આપણે?"

"એણે મારી પાસે મુંબઈ આવવા લિફ્ટ માંગી હતી તો મને થયું કે કદાચ આપણને કામ આવશે કહીને જીતુભા હસ્યો. દરમિયાનમાં અમીચંદને વ્યવસ્થિત બાંધવામાં આવ્યો હતો અને એની આંખ પરથી રૂમાલ દૂર કરાયો રૂમાલ દૂર થતા એનો પૂરો ચહેરો દેખતા જ મોહનલાલ ચોંક્યો. હતો.અમીચંદ એ જ હતો જેનો ફોટો મનસુખ જીરાવાળાના ડોક્યુમેન્ટમાંથી મળ્યો હતો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર