Premni Kshitij - 21 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 21

Featured Books
Categories
Share

પ્રેમની ક્ષિતિજ - 21

મૈત્રી અને પ્રેમ જિંદગીને જોડતો સેતુબંધ. મૈત્રીથી શરૂ થતો પ્રેમ કે પ્રેમથી બંધાતી મૈત્રી નવા જીવનના ઉમંગ ને વાચા આપે છે અને જીવવાનું કારણ પણ. મૈત્રી અને પ્રેમ જ ખરા અર્થમાં અણીશુદ્ધ સંબંધો છે કેમકે તે ફરજિયાત સંબંધોની સીમાથી બહાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે.

મૌસમ સાથે આખો દિવસ મનભરીને વાતો કરી લેખા વિચારોમાં જ ખુશ થતી હતી, ત્યાં ફોરવ્હીલરના અચાનક પાસે આવી જતાં લેખાના ગુસ્સાનો પાર ન રહ્યો પરંતુ એ નવયુવકના મુખથી મૌસમનું નામ સાંભળી લેખા આશ્ચર્યમાં મૂકાઈ ગઈ.
તમે મૌસમના જ ફ્રેન્ડ ને?
હજી લેખા કંઈ વિચારે તે પહેલાં જ ફોનમાં મૌસમનો કોલ આવ્યો....

મૌસમ:-" લેખા વાત વાતમાં હું તને એક વાત કહેતા ભૂલી ગઈ..... આજે સવારના જ્યારે હું તને શોધતી શોધતી કોલેજે આવીને ત્યારે મારો કઝિન નિર્ભય મને ત્યાં જ મળી ગયો. મેં તારા વિશે વાત કરી તો એણે મને કહ્યું કે એ તને ઓળખે છે. મને ક્યારની તારી ચિંતા થતી હતી એક તો તારો સ્વભાવ અને આ શહેર નવું નવું, એટલે મેં નિર્ભયને જ કહ્યું કે તને કંપની આપે... સોરી યાર મારે તને કહેવું હતું પણ હું ભૂલી જ ગઈ.

લેખા :-"અને તે અત્યારથી જ કંપની આપવાનું કહ્યું હતું?"

મૌસમ :-" સાચે? તું અત્યારે નિર્ભય સાથે છે?"

લેખા :-"મોસમ હવે વધારે મને ગુસ્સો ન દેવડાવ.. તું ક્યારે સુધરી ? મારે કોઈ કંપની જરૂર નથી.

મૌસમ :-"મારી લેખાને તો કોઇની જરૂર નથી, એ તો એકલી કાફી છે પરંતુ બીજા કોઈને તો આ દુનિયામાં કંપની ની જરૂર હોય ને લેખા?"

લેખા:-" પ્લીઝ યાર મને નથી ગમતું બધું."

મૌસમ:-"ચલ bye મારા મોબાઇલમાં બેટરી ઓછી છે હું મુકું છું હા.."

લેખા :-"બાય.."

નિર્ભય :-"હેલો આઈ એમ નિર્ભય... મૌસમ મારી કઝીન થાય, તેને જ મને હમણાં ફોન કરીને કહ્યું કે હું તમને ઘરે ડ્રોપ કરી દવુ."

લેખા :-"એ સોરી, પણ હું મેનેજ કરી લઇશ."

નિર્ભય:-"એ તો મને ખબર છે કે તમે બધું મેનેજ કરી લેશો ,પણ આજે પહેલી અને છેલ્લી વાર મારી વાત માની લો. એટલે મારે મૌસમને સમજાવી ના પડે., તમે તો મારા કરતાં વધારે મૌસમને ઓળખો."

લેખા ને લાગ્યું કે હવે રસ્તા પર દલીલ કરવાનો કોઈ અર્થ નથી જેવી મોસમ તેવો તેનો કઝિન. અને અનિચ્છા છતાં કારનો પાછળનો દરવાજો ખોલીને બેસવા જતી હતી ત્યાં તો નિર્ભયે તેને ટોકી."

નિર્ભય:-" પ્લીઝ, આ છેલ્લી રિક્વેસ્ટ છે પાછળ નહિ બેસતા બાકી હું ડ્રાઇવર જેવો લાગું.

લેખાની સહનશક્તિની હદ આવી ગઈ...

લેખા :-"અને હું પણ હવે આ છેલ્લી વાર તમારી વાત માનું છું.

નિર્ભય:-"તમારું નામ લેખા જ ને?"

લેખા:-"હા"

નિર્ભય:-'તમારા નામનો અર્થ શું થાય?

લેખા :-"બધું જ પહેલેથી મારું નક્કી હોય, લખાયેલું..."

નિર્ભય:-"મારી જેમ તમે પણ નામ પ્રમાણે ગુણ ધરાવો છો મને કોઈ વાતનો ડર જ લાગતો નથી ને."

લેખા::-"એ તો તમને જોયા એટલે જ સમજાઈ ગયું."

નિર્ભય:-"પણ તમને પહેલીવાર જોઈએ તેના કરતાં વધારે ગુસ્સો લાગે છે તમારામાં, કોલેજમાં અને ક્લાસમાં તમને જોઈને એમ જ લાગે કે તમે બહુ શાંત અને સૌમ્ય હશો."

લેખા:-" તમે ક્યારથી મારો પીછો કરો છો?"

નિર્ભય:-"પીછો નહોતો કરતો, આ તો મને પણ વાંચવાનો શોખ એટલે હું લાઇબ્રેરીમાં હોવ,પણ તમારું ધ્યાન કોઈ દિવસ મારા ઉપર ગયું નહીં."

લેખા :-"અને મૌસમે તમને શું કહ્યું મારા વિશે?"

નિર્ભય:-"કાંઈ વધારે નથી કહ્યું તમારા વિશે. આતો મેં મોસમ ને અચાનક કોલેજમાં જોઈ તો પૂછી લીધું તેણે કહ્યું કે તમને મળવા આવી છે અને તમારું નામ કહ્યું તો હું તમને ઓળખી ગયો,બસ... અને હોશિયાર અને અંતર્મુખી વિદ્યાર્થીઓના નામ તો આખી કોલેજમાં પ્રખ્યાત હોય છે."

લેખા:-"બસ બસ હવે હું સમજી ગઈ મારે વધારે નથી જાણવું, હું પણ તમને એક સ્પષ્ટતા કરવા માંગુ છું. મને સૌથી વધારે ભણવામાં જ રસ છે અને એટલે જ હું લાઇબ્રેરીમાં દેખાવ છું મને બીજી આડીઅવળી ફાલતુ બાબતમાં સમય બગાડવો પોસાય તેમ નથી. અને હું એવી અપેક્ષા રાખીશ કે તમે તમારો સમય મારા માટે ન બગાડો."

નિર્ભય:-"સમય તો મારો અને તમારો બંનેનો કીમતી છે બિલકુલ નહીં બગાડું, પરંતુ હા એક વાત ચોક્કસ તમને હું પણ કહી દેવા માંગું છું કે હવે જ્યારે પણ મને ભણવામાં કોઇ મુશ્કેલી નડે અથવા તો સારા પુસ્તકોના નામ જોઈતા હશે તો હું અચૂક તમારો સંપર્ક સાધીશ."

લેખા:-"તમે પણ ખરા છો મૌસમની જેમ કદી નહીં સુધરો.
ચાલો બસ મને આગળ ઉતારી દો મારું ઘર આવી ગયું તમારો ઘણો ઘણો આભાર."

નિર્ભય:-"આતો વાતોવાતોમાં જલ્દી ઘરે આવી ગયું તમારુ,તેમાં આભાર ન માનવાનો હોય પરંતુ હા તમને કંપની આપીને હું સુધરી જાવ કે બગડી જાવ એ હવે જોવાનું રહ્યું."

અને લેખા કંઈપણ પ્રત્યુત્તર આપ્યા વિના સડસડાટ નીકળી ગઈ અને એ લાંબા વાળ સાથે સાદગીમાં શોભતી લેખાની સુંદરતાને નિર્ભય બસ જોતો જ રહ્યો દરરોજની જેમ...

તારી જ આસપાસ ફ્કત મારું હોવાપણું...
આમ જ વહ્યા કરે ફકત તારું મૈત્રીપણુ...

શું નિર્ભય અને લેખાની આ છેલ્લી મુલાકાત કે પછી બંનેની મૈત્રી તેમની જિંદગીમાં નવો ઉમંગ ભરશે?

કે પછી નિર્ભય જ લેખા અને આલયના શાશ્વત પ્રેમને જોડતો સેતુ બંધ બનશે?

જાણવા માટે વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ અને સાથે સાથે તમારા વાર્તા વિશેના
પાત્રો વિશેના
શૈલી વિશેના સૂચનો
તથા મારી કલમને શણગારતા સ્મરણીય પ્રતિભાવો આપતા રહો......

(ક્રમશ)