I Hate You - Can never tell - 59 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-59

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-59

આઇ હેટ યુ
પ્રકરણ-59
નંદીનીએ ફોન ઊંચક્યો પછી જાણી ગઇ કે આતો વરુણ છે એણે અમદાવાદ ઓફીસથીજ જાણકારી મેળવી લીધી કે હું સુરત આવી છું ગમે ત્યારે એને ખબર પડવાની હતી પણ જલ્દી પડી ગઇ. મેં મોબાઇલ નંબર બદલ્યો એમાંથી એને ફરક નથી પડ્યો મારે કંઇક કરવું પડશે નહીંતર અહીં ઓફીસમાં ફોન કર્યો કરશે. અહીં મારી બદનામી અને ફજેતા થશે. પછી એને હુંજ ફોન કરુ છું. આમેય માસા એડવોકેટ છે એવું કહેવા ભાટીયા પાસે બહાનું કાઢી હાફ ડે ની રજા લીધી છે તો આવું કામ પતાવી દઇશ આજે ફેંસલો લાવવો પડશે કોઇક રીતે એમ વિચારી પોતાની કેબીનમાં ગઇ અને બાકી રહેલાં રીપોર્ટ બનાવવા લાગી.
************
વરુણે સુરત ઓફીસમાં સીધો ફોન કર્યો અને નંદીની સાથે વાત થઇ ગઇ એટલે બધુ કન્ફર્મ થઇ ગયો નંબર બદલી નાંખ્યો પણ મને બધી માહિતી મળીજ ગઇ હવે એ સામેથી ફોન કરશે. એને ડર હશેજ કે હું નહીંતર એની ઓફીસમાં ફોન કરીશ કંઇ નહી આવવા દે એનો ફોન મને બનાવટ કરીને જતી રહી અને હવે જોઊં છું. કેવો ફોન નથી કરતી.. એને ક્યાં ખબર છે કે હું સુરતની નજીક જ છું ભરુચ અંકલેશ્વર અને પછી સુરત. એમ કહી એકલો એકલો હસવા માંડ્યો.
વરુણ જે કીટલી પર ઉભો હતો ત્યાં એણે ચા અને ગોટાનો ઓર્ડર આપ્યો અને સીગરેટ સળગાવી અને મનમાં મલકાવા માંડ્યો. એણે ચા ગોટા પુરા કર્યા અને ઘડીયાળમાં જોયું. એને થયું ઓફીસમાં આંટો મારી આવું. આમેય હું અંકલેશ્વરજ છું કોઇવાર સીધા સુરતની વીઝીટ કરવી પડશે.
એ એની ઓફીસમાં ગયો. થોડું કામ આટોપી લીધુ આમેય એ અપડાઉન કરતો હતો એટલે બપોરનાં 3.00 વાગ્યા એટલે એ ત્યાંથી નીકળીને બહાર આવ્યો. સ્ટેશન પર આવીને બાંકડે બેઠો અને નંદીની નાં ફોનની રાહ જોવા લાગ્યો.
વરુણ બાંકડે આવીને બેઠો અને એનાં મોબાઇલમાં રીંગ આવી એણે નવો અજાણ્યો નંબર જોયો અને મેલૂ હસવા માંડ્યો એણે ફોન ઉઠાવ્યો નહીં રીંગ વાગવા દીધી. આખી રીંગ પૂરી થઇ ફોન બંધ થઇ ગયો. થોડીવાર પછી એજ નંબર પરથી ફરીથી ફોન આવ્યો એ વખતે એણે ફોન ઉઠાવ્યો સામેથી નંદીનીનો અવાજ આવ્યો. નંદીની તાડૂકી ઓફીસમાં ફોન કરી પછી ઉઠાવતો કેમ નથી ?
વરુણે કહ્યું હું ઓફીસમાં હતો બહાર નીકળીને પછી તારી ફરીથી રીંગ આવી ઉપાડી અને અજાણ્યા નંબર હતો એટલો નહોતો ઉઠાવ્યો. આ તારો નંબર છે એ મને ક્યાં ખબર હતી ? બોલ શું કામ હતું ?
નંદીનીએ કહ્યું કામ તારે હતું મારે નહી એટલેજ તેં ઓફીસમાં ફોન કરેલો ને ? આ નંબર મારો છે અને ઓફીસમાં ફોન નહી કરવાનો બોલ શું કામ હતું?
વરુણે નફ્ફાઇટથી કીધું તું ફોન નંબર બદલે ફોન ના કરે તારી કોઇ માહિતી નહોતી એટલે તારી અમદાવાદ ઓફીસથી બધી ડીટેઇલ્સ લીધી મારે તારુ એકજ કામ હતું મને 25 હજાર રૂપિયાની જરૂર છે. મારે હપ્તા ચઢી ગયાં છે અને ઘરમાં પણ આપવાનાં છે એટલે તને ફોન કર્યો મારી બેંકજ તું છે.
નંદીનીને ખૂબ ગૂસ્સો આવ્યો એણે દાંત કચ કચાવ્યા અને બોલી તું મને શું સમજે છે ? હું તારાથી ડરુ છું ? અને હું શા માટે પૈસા આપુ ? 25 હજાર શું 25 પૈસા નહીં આપુ. તને એવું લાગતું હોય કે તું મને દબાણ કરી ડરાવી પૈસા કઢાવીશ ? તારે મારે શું સંબંધ છે ? અને જો ઓફીસમાં ફરી ફોન કર્યો તો હું પોલીસ કમ્પેલઇન લખાવીશ. એટલે મારો પીછો છોડી તારું કમ કર અને તારી પેલી સગલી સાથે પડ્યો રહેજે ખબરદાર મારું નામ પણ લીધું છે તો ?
વરુણે હસતાં હસતાં કહ્યું પોલીસનું નામ લઇ તું કોને ડરાવે છે ? મારે પાસે આમેય કંઇ છે નહીં. તું મારું શું બગાડી લઇશ ? તું પોલીસ કમ્પલેઇન કર એવું હું ઇચ્છું છું હું પણ પોલીસને કહીશ અમારા હિન્દુ વિધી પ્રમાણે લગ્ન થયાં છે ભલે રજીસ્ટર્ડ નથી કરાવ્યાં. પણ તું બીજાઓ જોડે આડા સંબંધ રાખે છે એટલે ઘર છોડી ગઇ છું મારી પાસે લગ્નનાં ફોટા છે હું તારો પતિ છું. તું મારી પત્ની. તારે ગોરખ ધંધા કરવા હતાં એટલે તું ઘર છોડી ગઇ હું તો રાખવા તૈયારજ છું બોલ શું કરવું છે ? પૈસા આપવા છે કે પોલીસ કમ્પલેઇન કરવી છે ? તને એમ કે હું તને એમજ છોડી દઇશ ? ભલે શારીરિક સંબંધ નથી પણ અગ્નિ અને સગાં ની સાક્ષીમાં તું મારી સાથે ફેરા ફરી છું. તારો પ્રેમ ભલે પરદેશ છે પણ મને ક્યાં ખબર છે કે તું બીજે પણ મોં કાળા નહીં કરતી હોય ?
નંદીનીની ધીરજ ખૂટી એણે કહ્યું સાલા તું જેમ મનમાં આવે એમ બોલે જાય છે ? તું તારી સગલી જોડે વ્યભીચાર કરે છે જે કાળા કામ કરતું હોય એને બધાં એવાંજ દેખાય. તું મને શું દબાવે છે તારાં અને હેતલનાં બધાં ફોટાં અને ચેટ મારી પાસે છે તું મને ઓછી ના આંકીશ મારી પાસે પણ તારાં બધાં પુરાવા છે. મારાં માટે ગમે તેવા શબ્દો વાપરે છે એ બોલતાં પહેલાં વિચાર કરજો. મારો એક પુરાવો તું નહીં આપી શકે.
અને બીજુ સાંભળ તારાં ફલેટનાં જેટલા મેં હપ્તા ચૂક્યાં છે ભર્યા છે બધાં ચેકથી ભર્યા છે મારાં ખાતામાંથી ગયાં છે એની બધી એન્ટ્રીઓ મારી પાસે છે એ જે અગનિ સાક્ષીમાં ફેરા ફરેલી એની સામે તું ક્યારેય વફાદાર નથી રહ્યો. મને એની ફીકર પણ નથી તારી સાથેનાં લગ્ન મારી મજબૂરી હતી અને એ મજબૂરી તું આજે કેશ કરવા નીકળ્યો છે આ મારો નંબર છે સેવ કરવો હોય તો કરી લેજે પણ રખે માનતો હું ડરીને તને પૈસા આપીશ. ફરીવાર ફોન કર્યો છે મને હેરાન કરવા કે બ્લેકમેઇલ કરવા તો તારે સીધો પોલીસને જવાબ આપવો પડશે. હું સાચેજ પોલીસ કંમ્પેલઇન કરી દઇશ. એટલું યાદ રાખજે હવે એ નંદીની નથી રહી કે તારાં હાથનો માર ખાઊં કે તને વશ થઇ તું કહે એમ કરું ભુલી જજે. મેં કીધુ એ ફરીથી કહું છું મારી પાસે તમારાં ફોટાં, વીડીયો ચેટ બધુંજ છે. તું કહીશ તો તને મોકલી દઇશ ખરાઇ કરવા. તું જોઇ લેજે. અને હાં છેલ્લી વાત આ તારી સાથે વાત કરુ છું તું જે કંઇ બોલ્યો છે એ પણ ટેપ થઇ રહ્યો છે. આ પણ એક પુરાવો છે કે તું મને બ્લેકમેઇલ કરીને પૈસા એંઠવા માંગે છે. વિચારી લે જે. યુ જસ્ટ ગેટ લોસ્ટ.. કહીને ફોન કાપી નાંખ્યો.
નંદીની એકી શ્વાસે બધુ બોલી ગઇ એણે ફોન કાપ્યો અને એક્ટીવા ઉપર એમજ બેસી ગઇ. અડધા દિવસની રજા લઇને ઓફીસની બહાર નીકળી હતી. વરુણનો ઓફીસમાં ફોન આવ્યો એટલે જયશ્રીએ કહ્યું હતું. એની બધી કડી મળી ગઇ. વરુણજ કોઇને લઇને ઓફીસ ગયો હશે. પહેલાં ઘરે ગયો પછી મારી અમદાવાદ ઓફીસે કુરીયરનાં બહાને જઇને સુરતની માહિતી લીધી. પેલાં બેવકૂફ વોચમેને પણ વાત સાંભળી હશે એ બધી વરુણને કીધી હશે.
નંદીનીને થયું મારામાં આટલી હિંમત કેવી રીતે આવી ગઇ ? મને એનાં કહેવા ઉપર સરસ જવાબ સ્ફૂરી ગયાં એણે વિચાર્યુ અમદાવાદ વરુણ સાથે રહેતી હતી ત્યારે એનો ફોન મારાં હાથમાં આવેલો મેં ચાલાકીથી એ લોકોનાં ફોટા, વીડીયો ચેટ મારાં ફોનમાં ટ્રાન્સફર કરેલાં એ હવે કામ લાગશે.
પછી એ વિચારમાં પડી અને ફોન હાથમાં લઇ ગેલેરી ઓપન કરી અને વરુણનાં ફોલ્ડરમાંથી એણે 3-4 ફોટાં-વીડીયો -ચેટ વરુણને શેર કરી દીધાં. અને નિરાંતનો શ્વાસ લીધો. વરુણ જો વધારે હેરાન કરે તો આગળ જતાં શું કરવું એ વિચારી લીધું. એણે જોયું શેર કરેલાં ફોટો વિડીયો બે ક્લીક અને બ્લ્યુ થઇ ગઇ છે એને મળી ગયાં અને જોઇ લીધાં છે. ત્યાં ફરી રીંગ આવી......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-60