Ek Pooonamni Raat - 51 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-51

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-51

એક પૂનમની રાત
પ્રકરણ-51
દેવાંશ અને અનિકેત બંન્ને જણાં અંકિતા અને વ્યોમાને પોતપોતાનાં ઘરે મૂકવા નીકળ્યાં. અનિકેતે અંકિતાને બાઇક પર બેસાડી અને બાય કહીને નીકળી ગયાં. દેવાંશે વ્યોમાને જીપમાં બેસાડી અને ક્હયું ચાલ તને ઘરે મૂકી જઊ આપણે નવારાત્રીની વાત કરવાની રહી ગઇ કાલે શાંતિથી બધુ નક્કી કરીશું. સવારે પોલીસ સ્ટેશન જઇને બધી વાત કરી આવીએ એટલે ટેન્શન દૂર થાય.
વ્યોમા દેવાંશને વળગી ગઇ અને ચૂમતાં બોલી ઘરે મળ્યાં પણ સાવ લૂખા લૂખા.. બીજી બધી વાતો ના કરીશ હવે પ્રેમ કરવા દે નહીંતર ઊંધજ નહીં આવે.
દેવાંશે હસતાં હસતાં કહ્યું ઓકે બીજી વાતો બંધ બસ વળગી જા મને ચાલુ ડ્રાઇવીંગે પણ તને હું પ્રેમ કરીશ એક હાથતો ફ્રી કરીજ શકું છું એમ કહીને હસવા લાગ્યો. વ્યોમા એ કહ્યું મને ખબરજ છે પણ જીપને થોડી એકાંતમાં ઉભી રાખને મારે લીપ કીસ કરવી છે. દેવાંશે થોડે આગળ ઓછી અવર જવરમાં જીપ ઉભી રાખી વ્યોમા તૂટીજ પડી દેવાંશનાં હોઠ-આંખો કપાળ બધુ ચૂમી લીધુ દેવાંશે વ્યોમાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં અને ચૂસવા લાગ્યો. બંન્ને જણાં થોડીવાર માટે ખોવાઇ ગયાં. દેવાશે વ્યોમાને બધે ચૂમી લીધી પછી બોલ્યો બસ કર હવે નહીંતર બધે કરન્ટ પહોચી જશે તો તકલીફ થશે.
વ્યોમાંએ લૂચ્ચુ હસતાં કહ્યું હું એની તો રાહ જોઊં છું કહીને ખડખડાટ હસી પડી. દેવાંશે કહ્યું વ્યોમુ તારાં પ્રેમને કારણે બધી ચિંતામાંથી મુક્ત થઇ જઊં છું એકદમ ફ્રેશ થઇ જઉં છું. આઇ લવ યું પણ તને ઘરે પહોંચાડવાની છે રાત થઇ ગઇ છે પછી પાછો ચાન્સ મળશે. પણ જંગલમાં થયો એવો નહી હાં નેચરલ જોઇએ એમ કહી હસવા લાગ્યો.
વ્યોમાએ કહ્યું ચાલ ઘરે હું તો તને વળગીનેજ બેસી રહીશ. તુ ડ્રાઇવ કર, દેવાંશે જીપને સેલ માર્યો વ્યોમાને ચૂમીને ડ્રાઇવીંગ સ્ટાર્ટ કર્યું. થોડીવાર પછી વ્યોમાની સોસાયટી આવી ગઇ.
વ્યોમાની સોસાયટીમાં દેવાંશે જીપ લીઘી અને એનાં ઘર પાસે ઉભી રાખી. દેવાંશે ઘર તરફ જોઇને કહ્યું અરે તારાં ઘરમાં તો અંધારુજ છે બહારની લાઇટ પણ ચાલુ નથી. તારી મંમીને ફોન કર એ લોકો ઘરમાંજ છે ને ? હું પછી જઊં...
વ્યોમાને પણ આષ્ચર્ય થયું કે મેં મંમીને ફોન કર્યો ત્યારે કંઇ કીધુ નહોતું. એમ કહી મંમીને ફોન લગાવ્યો.
એની મંમીએ તરત ફોન ઊપાડયો કહ્યું વ્યોમા તું ઘરે આવી ગઇ ? તું તારાં ફ્રેન્ડનાં ઘરે જમીને આવવાની હતી એટલે પાપાએ કહ્યું ચાલ આપણે પણ ક્યાંક બહાર જમી આવીએ એટલે ઘરેથી નીકળ્યાં. હમણાંજ પહોચ્યાં છીએ. તારાં પાપા હાઇવે પર ધાબા પર લાવ્યાં છે અમને થોડી વાર લાગશે. બેટાં તુ એકલી રહીશને ત્યાં સુધી ?
વ્યોમાએ કહ્યું મંમી તમે શાંતિથી જમીને આવો કંઇ ચિંતા ના કરો. દેવાંશને કહું છું ત્યાં સુધી બેસે અમે કોઇ મૂવી જોઇશું ત્યાં સુધી તમે શાંતિથી જમીને આવો. એમ કહીને ફોન મૂક્યો.
વ્યોમા દેવાંશને વળગી ગઇ જો ભગવાને અવસર આપ્યો. ચાલ ઘરમાં મંમી પપ્પા હાઇવે પર ધાબામં જમવા ગયાં છે. આપણે કોઇ મૂવી જોઇશું તું બેસજે મને એકલીને તો બીક લાગશે.
દેવાંશે હસતો હસતો જીપમાંથી ઉતર્યો વ્યોમા પણ ઉતરી જીપ લોક કરી બંન્ને ઘરમાં આવ્યાં. વ્યોમાએ વરન્ડાની લાઇટ ચાલુ કરી અને કાયમ જયાં ચાવી મૂકાતી ત્યાંથી ચાવી લઇને ઘર ખોલ્યું અને ઘરમાં આવી દરવાજો બંધ કર્યો. વ્યોમાએ કહ્યું દેવું તું બેસ હું ફાટફટ ફ્રેશ થઇ કપડાં બદલીને આવું તારે ફ્રેશ થવું છે ?
દેવાંશે કહ્યું ના હું ટીવી જોઊં છું હું ફ્રેશજ છું. તું જલ્દી આવ. વ્યોમાએ કહ્યું હમણાં ગઇ તરતજ આવી. દેવાંશે ટીવી સ્ટાર્ટ કર્યું. અને ન્યૂઝ જોવા લાગ્યો એમાં રસ ના પડ્યો એટલે ચેનલ બદલવા લાગ્યો અને મૂવી ચેનલ ખોલીને કોઇ સાઉથનું મૂવી આવતું હતું એ જોવા લાગ્યો. એને રસ પડી રહેલો.
ત્યાં વ્યોમાં ફેશ થઇને કપડાં બદલીને આવી એણે નાઇટી પહેરી હતી આવીને તરતજ દેવાંશનાં ખોળામાં બેસી ગઇ. દેવાંશ એનાં ગળામાં ચહેરો રાખી ચૂમવા લાગ્યો એણે કહ્યું કેવી મસ્ત માદક સુગંધ આવે છે આ સાબુ, પરફ્યુમ કે તારી છે ? વાહ એમ કહીને એણે વ્યોમાને પ્રેમ કરવા માંડ્યો. વ્યોમાએ કહ્યું કેવો સરસ સમય મળી ગયો દેવું. આવીજાને મારી પાસે આવ મારે પ્રેમ કરવો છે.
દેવાંશે વ્યોમાને ત્યાં સોફા ઉપરજ સૂવાડી દીધી અને એનાં પર છવાઇ ગયો. બંન્ને જણાં એકબીજાને ચૂમી રહેલાં ખૂબ પ્રેમ કરી રહેલાં બંન્ને જણાં ખૂબજ ઉજેજીત થઇ ગયાં હતા. દેવાંશે વ્યોમાની નાઇટી ઉતારી નાખી અને પોતનાં કપડાં પણ કાઢી નાંખ્યાં. બંન્ને જણાં બર્થ શ્યુટમાં આવી ગયાં. એકબીજાને વળગીને ખૂબ પ્રેમ કરવા માંડ્યાં.
બંન્નેમાં ઉત્તેજન શરીર ખૂબ મર્દન અને મંથન કરી રહેલાં અને પરાકાષ્ઠા આવી ગઇ બંન્ને જણેં સ્વર્ગીય પ્રેમનો અનુભવ કર્યો. અને બંન્ને જણાં ખૂબ હાંફી રહેલાં. દેવાંશે વ્યોમા તરફ લૂચ્ચું હસતાં કહ્યું સરસ સમયનો સદઉપયોગ થયો થેંક્સ ટુ યોર પેરેન્ટસ. એમ કહી કપડાં પહેરી લીધાં વ્યોમાએ નાઇટી પહેરી વાળ સરખાં કર્યા અને દેવાંશને ચૂમીને કહ્યું તારાં અને મારાં માટે સરસ કોફી બનાવી લાવું તું મૂવી જો આપણું મૂવી પુરુ થયું એમ કહેતી કહેતી કીચનમાં ગઇ. દેવાંશે મૂવી જોવાનું શરૂ કર્યું.
વ્યોમા બંન્નેની કોફી લઇને આવી પછી ઘરનો દરવાજો ખોલી નાંખ્યો ખાલી જાળી બંધ રાખી. દેવાંશ એની લૂચ્ચાઇ પર હસી રહ્યો હતો. વ્યોમાએ કહ્યું લૂચ્ચા હસે છે શું કોફી પીલે હવે મંમી પપ્પા આવે તોય વાંધો નથી. એમ કહીને હસી.
એ લોકો કોફી પી રહ્યા અને ત્યાંજ એનાં પાપાની કાર આવી મંમી અંદર આવ્યા અને દેવાંશને જોઇને કહ્યું થેંક્યુ દીકરા અમારે થોડી વાર થઇ દેવાંશે કહ્યું અરે એમાં શું આંટી અમે મૂવી જોયું ત્યાં સુધી અને વાતો કરી. ત્યાં એનાં પાપા ઘરમાં આવ્યા દેવાંશને જોઇને કહ્યું હેલ્લો યંગ મેન. કેવું ચાલે છે કામ ? અમે બહાર જમવા નીકળી ગયાં હતાં. બધુ કેમ ચાલે છે ?
દેવાંશે કહ્યું સર બધુ બરાબર છે. થોડી તકલીફો આવી પણ હવે વાંધો નથી. એનાં પાપાએ કહ્યું હાં અમને સમાચાર મળે છે પણ તમારી ટીમ બહાદુર છે અને પોલીસનો ઘણો સાથ છે. વ્યોમાએ આ લાઇન લીધી પણ ક્યારેક એની ચિંતા રહે છે.
મીરાંબહેને કહ્યું મને વ્યોમાનીજ ચિંતા રહે છે આવી લાઇન લીધી આખો વખત આવી જગ્યાઓએ જવાનું રખડવાનું કેવા કેવા અનુભવ થાય ? પણ મને મારી દીકરી પર પ્રાઉડ છે એ હિંમતવાળી છે અને તું સાથે હોય છે પોલીસ પણ મદદ કરે છે એટલે થોડી નિશ્ચિતંતા રહે છે.
દેવાંશે કહ્યું આન્ટી એની તો મજા છે પણ વ્યોમાને એકલી નથી પડવા દેતો ધ્યાન રાખું છું ચિંતા ના કરશો અને પાપા અને સિધ્ધાર્થ અંકલ ખૂબ ધ્યાન રાખે છે અમારા બોસ કંબલજીત સર પણ ખૂબ સહકાર આપે છે.
વ્યોમાનાં પાપાએ કહ્યું પણ શહેરમાં પહેલા જેવી સલામતી નથી રહી ન્યુસન્સ વધી ગયાં છે એટલે થોડી સાવધાની રાખવી. આતો તું મૂકવા આવવાનો હતો એટલે એને મોડા સુધી એલાઉ કરીએ છીએ કે તું સાથે છે બાકી અત્યારનો સમય ખૂબ ખરાબ છે.
દેવાંશે કહ્યું સાચી વાત છે તમારી.. અમારે ડગલે ને પગલે સાવધાની રાખવી પડે છે ને હવે પાછી નવરાત્રી આવે છે બે દિવસમાં એટલે પોલીસ બંદોબસ્ત પણ વધારી દીધો છે. વ્યોમાને લેવા હું કાલે બપોરે આવીશ સવારે અમારે પોલીસ સ્ટેશન રીપોર્ટ કરવાનો છે અમારાં કામ સાથે સાથે એક મર્ડર કેસ ઉકેલવાનો છે.
મીરાંબહેને કહ્યું સાચવજો ભાઇ આવું બંધુ સાંભળી ચિંતાજ થાય છે. દેવાંશે કહ્યું શ્યોર આંટી ચિંતા ના કરો હું જઊં એમ કહી ઉભો થયો અને વ્યોમા સામે જોયું.
વધુ આવતા અંકે - પ્રકરણ - 52