My Loveable Partner - 1 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 1 - ઉત્સાહ

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 1 - ઉત્સાહ

હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી.
મમ્મી પપ્પાને આ જ બે નામ મળ્યા હતા રાખવા માટે??
મારું નામ ધારા.
સાવ ઘસાયેલું અને જુનું નામ.
જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ કેટલું!!
અને આટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે??
ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે.
એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો.
હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં.
તો જરા મને પણ સારું લાગે.
એક તો ધારા નામ જ નથી ગમતું અને....
ચાલો, છોડો મારા નામ ની વાત.
મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે.
હવે આટલું મોટું અને ભારી નામ રાખવાની શું જરૂર હતી વળી??
અને એના નામનું શું અને કેવું પેટનેમ બની શકે યાર??
પરંપરા ને તો તમે પરું નહી જ બોલાવી શકો ને.
એ કેવું લાગે વળી??
એટલે એને તો એના પૂરા નામ થી જ બોલાવી પડે.
પરંપરા જરીવાળા.
કેટલું લાંબુ નામ ભઈ.
માંદા માણસ ને તો એને બોલવાની જ આળસ આવે.

આજથી તેના લગ્ન ના પ્રસંગો ની શરૂઆત થઈ રહી છે.
અને એને સજી - ધજી ને તૈયાર થવાનો જરા પણ શોખ નથી.
એને છોકરીઓ ની જેમ તૈયાર થવાનો બહુ એટલે બહુ કંટાળો આવે.
હા, ગળામાં એ પાતળી ચેન કાયમ પહેરે છે.
રોજ બુટ્ટી પહેરવી ગમે છે.
કાજલ અને પરફ્યુમ કર્યા વગર ઘરની બહાર નથી નીકળતી.
પણ એ વાત જુદી છે અને સજવા - ધજવા ની વાત જુદી છે.
પણ અત્યારે તે ફસાય ગઈ છે.
કારણ કે લગ્ન તો 4-5 પ્રસંગ વાળા જ કરવાના.
મમ્મી પપ્પા અને બધાને ઉત્સાહ હોય કે નહી??
અને બીજું કારણ કે આપણા પરિવારમાં કોર્ટ મેરેજ નહી થાય.
કેમ??
બસ, નહી થાય એટલે નહી થાય.

એને જેટલા શોખ નથી.
એટલા મને છે.
મને તો ડર લાગે છે અને હસવું પણ આવે છે કે ક્યાંક લગ્ન ના દિવસે એના કરતા વધારે હું તૈયાર ના થઈ જાઉં.

ચાલો, હવે આપણી વાતો બહુ થઈ ગઈ.
હવે અટકીશ નહી તો અમારા જરીવાળા પરિવારમાંથી ચોક્કસ કોઈ આવીને મને કહેશે કે તારા નહી તારી બહેનના લગ્ન છે.
તારા સપના ની ગાડીને હમણાં અહીં અટકાવ અને જરા જઈને તારી બહેનને તૈયાર થવામાં મદદ કર.
એટલે હું જાઉં.
અને મને ખાત્રી છે કે....
તમે હવે સમજી ગયા હશો.

ધારા : દુલ્હન જી ઓ દુલ્હન જી....
કહેતા તે રૂમમાં દાખલ થાય છે.
પરંપરા : આ તારી વિડિયો ડાયરી શૂટ કરવાનું બંધ કર હમણાં.
ધારા : નહી.
પરંપરા : અચ્છા, મારો મેકઅપ કેવો લાગી રહ્યો છે જરા કહે??
ધારા : અરીસામાં તો સારો લાગી રહ્યો છે.
પરંપરા : 5 મિનિટ માટે તારો કેમેરા મૂક અને સરખું મારી સામે જોઈને કહે.
ધારા : ઓકે.
તે પોતાનો કેમેરા બાજું પર મૂકે છે અને ધ્યાનથી પરંપરા તરફ જોવા લાગે છે.
ધારા : વાહ રે મેરી દુલ્હનિયા....!!
તું સારો મેકઅપ કરી લે છે યાર.
પરંપરા : મને મારા નામથી બોલાવ ને.
ધારા : તારું નામ બહુ લાંબુ છે.
પરંપરા : તો??
પરંપરા : તારું કોઈ પેટનેમ પણ બની શકે એમ નથી.
પરંપરા : તું રહેવા દે.
તારી પાસે 26 વર્ષ હતા.
મારા માટે પેટનેમ શોધવા માટે.
ધારા : 24.
હું 24 વર્ષ ની છું.
પરંપરા : વિચાર્યું કેમ નહી??
ધારા : બસ, નહી વિચાર્યું.
પરંપરા : યાર, હું આ બહુ મીસ કરીશ.
એક બીજાના નામને લઈને આપણી આર્ગ્યુમેન્ટ્સ.
તે હસે છે.
ધારા : હું પણ.
પરંપરા : હવે તારા આંસુ લૂછી લે.
મારી ઇમોશનલ ડોલ.
પરંપરા ધારા ના આંસુ લૂછે છે.
ધારા હસી પડે છે.
ધારા : મીસ યુ.
પરંપરા : હજી જવા તો દે.
ધારા : હંમ.
ચાલ નીચે મારી દુલ્હનિયા.
બધા પૂજા માટે તમારી રાહ જોઈ રહ્યા છે.
પરંપરા : ચાલો.
બંને ઉભી થાય છે.
ધારા : તું ખુશ છે ને??
પરંપરા : બહુ.
એટલે તો જો મને તૈયાર થવાનું પણ સારું લાગી રહ્યું છે.
ધારા : ઓહ હો.
બંને ફરી હસી પડે છે અને નીચે આવી જાય છે.

* * * *


~ By Writer Shuchi



.