Jivanshaili - 1 in Gujarati Motivational Stories by Jinal Vora books and stories PDF | જીવનશૈલી - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

જીવનશૈલી - 1

જીવનશૈલી નો અર્થ એ કે આપણા રોજિંદા જીવનમાં ચાલતો પ્રવાસ. પ્રવાસ શરૂઆત થી લઈ ને જીવન ના અંત સુધી પહોંચવા નો પ્રવાસ...જીવનમાં આવતી મુશ્કેલી, પરિશ્રમ, સમાધાન આવી અનેક જે દરેક ના જીવન માં હોય છે.આ બધાનો ઉકેલ કેવીરીતે લાવવો? એને વિસ્તાર માં દર્શાવેલું છે.જેમ કે રોજીંદા જીવનમાં કસરત કરવી, આપણા માં કેટલી સ્થિરતા છે કે નઈ? પરિવર્તન લાવો છો કે નઈ? સહનશીલતા છે કે નઈ? આવી અનેક વિશે ઉદાહરણ સાથે લખું છું. એના ઉકેલો વિશે પણ લખવામાં આવ્યું છે.એની શરૂઆત કસરત થી કરવામાં આવી છે.
"કસરત"

કસરત નો અર્થ "કર કસર" એટલે કે મેહનત કરવી પોતાના શરીર માટે કસરત.રોજીંદા જીવનમાં આનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે."યોગી" લોકો પણ કહેતા આવ્યા છે,કસરત તો આપણા શરીર ને મજબૂત બનાવે છે.તકલીફોનો સર્વનાશ કરે છે.રોજ વધારે નહિ પણ માત્ર પોતાના માટે ૧૦ મિનિટ આપી ને પણ કરશો ને તો ધીમે ધીમે એ મિનિટ વધતી જશે એની તમને ખ્યાલ પણ નઈ હોય.

કસરત ના અલગ અલગ પ્રકાર હોય છે,જેમ કે
શીર્ષાસન,યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર એવા અનેકો પ્રકાર હોય છે. તેમાંથી થોડા થોડા કરવાની શરૂઆત કરવી જોઈએ.તેના અમુક નિયમો પણ હોય છે.એને ધ્યાન માં રાખી ને કરવામાં આવે છે. કસરત ની બીજી રીત પણ હોય છે, જીમ માં જઈ ને પણ કરી શકો છો.એવું નથી હોતું કે છોકરા ઓ જ જીમ માં જાય, છોકરીઓ પણ જતી હોય છે.તેનાથી એક નવી ઊર્જા ઉત્પન્ન થાય છે. "સકારાત્મક ઊર્જા" એટલે એક એવું ઊર્જા જે નેગેટિવ ઊર્જા નો નાશ કરી નવી ઊર્જા ઉત્પન્ન કરે છે.

"સકારાત્મક ઊર્જા" થી આપણા જીવન માં પણ ફેરફાર જોવા મળે છે.જેમ કે તાકાત મળવી, થકાન દૂર થવી,મન શાંત રહે છે એવા ઘણા ફેરફાર જોવા મળતા હોય છે.
જીવનમાં આને પણ એક મહત્વનો પાર્ટ (જીવન જરૂરી) સમજી ને કરવું જોઈએ.દરેક ને નાના થી લઇ મોટા વ્યકિત ને કરવી જોઈએ.એના "કેમ્પ" પણ આયોજિત કરવામાં આવતું હોય છે.જેથી કરીને બધા શીખી શકે. સહેલું નથી કરવું પણ એટલું મુશ્કેલ પણ નથી કે ના થાય.એવી આશા રાખવી જોઈએ. જેટલું મુશ્કેલ સમજશો એટલું એ મુશ્કેલ લાગશે જ એમ સમજી ને કરવી કે કેટલું સહેલું છે હું કરી શકીશ.એવું કંઈ નથી જે આપડે કરી ના શકીએ, બધું જ કરી શકીએ છીએ બસ મન માં વિચારી લઈએ છીએ.મન તો સ્થિર ક્યાં હોય છે એતો વિચલિત હોય છે. હમણાં આ વિચાર કરશે બીજી બાજુ બીજો વિચાર આવી જશે.મન ને કાબુ માં કરી એક નિશ્ચિત કરવાનું એ મહત્વનું છે. સમય પાછો નહિ આવે, તમે એમ વિચારશો પછી થઈ જશે પણ એવું ક્યારે નહિ થાય.એ પસાર થઈ જશે એની તમને ખબર પણ નઈ પડે.

જીવન
જીવન જીવવાની પણ અલગ અલગ રીત હોય છે. કહેવાનો અર્થ. કોઈ " દરેક પળ ને માણી ને જીવે છે.,કોઈ બસ દિવસો પસાર કરતા હોય છે.કોઈ તણાવ માં જીવતા હોય છે.આમ અલગ અલગ રીતે વ્યતીત કરતા હોય છે. દરેક તો સરખા નથી હોતા સાચું છે પણ એને પણ એક જીવનનો રૂપ સમજી ને પસાર કરો દેવો.કહેવત છે ને "ખરાબ દિવસો એ નવા સારા દિવસો તરફ જવાનો માર્ગ છે." જીવન માં કયારેય એવું લાગે ને કોઈ માર્ગ નથી મળતો ત્યારે કુદરત ના ખોળે જતું રહેવું તે તમને નવી દિશા તરફ જવાનો માર્ગ અવશ્ય બતાવશે.જીવન તો આવું જ હોય છે.એની માણવાની પદ્ધતિ વિશે ધ્યાન આપવું જોઈએ. કેવીરીતે જીવવું છે. લક્ષ્ય રાખવું જોઈએ.
To bee continue....