The Tales of Mysteries
ધ ઇનવિઝીબલ કિલર
પ્રકરણ 5
પૂર્ણિમા ના લેપટોપ માં થી મળેલી તમામ વિગત ના આધારે એ બાર છોકરા ઓ ને એક પછી એક સ્ટેશન એ બોલાવવા માં આવ્યા અને તમામ ની અલગ અલગ થી પૂછપરછ થઈ જેના અંતે સમાન્ય રીતે એક જ જવાબ મળ્યો અને એ કે " અમે સહુ થી પહેલા ફેસબુક પર મળ્યા અને પછી સમસરી વચ્ચે દોસ્તી બંધાઇ, એ વાતો માં ફ્રી માઇન્ડેડ હતી , ઓપન થીંકીંગ વાળી બોલ્ડ છોકરી હતી એટલે એ મિત્રતા બોલ્ડ ફ્રેન્ડશીપ માં પરિણમી અને પછી આગળ જતાં એ ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ ના રીલશન માં પરિણમી. અમે અમુક સમયે ઇન્ટિમેટ થયા સને અમારૂ રિલેશન વધુ ઊંડું ઉતર્યું પણ અચાનક ન એનો કોન્ટેકટ તૂટી ગયો. ન ફોન લાગે અને ન ફેસબુક પર એક્ટિવ દેખાઈ , કોઈ કરતા કોઈ જ રીતે એનો કોન્ટેકટ ના થાય . પછી અમે પણ સમય રહેતા ભૂલી ગયા. પણ અચાનક એક દિવસ અમારા વ્હોટ્સ એપ પર લગભગ 3 એક વિડિઓ આવ્યા જે અમારી ઇન્ટિમેટ ટાઈમ ના હતા. એ જોઈ ને અમે ખૂબ ડરી ગયા અને એ વિડિઓ ની નીચે લખ્યું હતું 30 લાખ . (આ રકમ દરેક છોકરા માટે અલાયદી હતી.)"
અહીંયા થી હવે ગોહિલ ની ગડભાંજ ચાલુ થઈ ગૈબકે આ બાર માં થી કયો છોકરો કે એનો બાપ કે કોઈ જાણીતું આ કરાવી શકે. કારણ મેં મર્ડર થયું છે એ નક્કી અને એના પછી લેપટોપ માં થી છેડછાડ પણ થઈ છે જેમા થી આ તમામ વિડિઓઝ અને રેકોર્ડિંગસ ઉડાડી દેવા માં આવ્યા હતા પણ કારણ કે પૂર્ણિમા એ પોતાના રેકોર્ડ ની એક પેરેલલ સેફટી બેકઅપ રાખ્યું હતુ એના લેપ્ટોપ માં જેથી એ રિવાઇવ થઈ શક્યા બટ હજી પણ કોન્ક્રીટ એવીડન્સ કોઈ પણ છોકરા ઓ વિરુદ્ધ ન હોવા થી એમને માત્ર અંડર સર્વિલન્સ રાખવા નો ઓર્ડર આપ્યો.
બારે બાર છોકરા ઓ ના ફોન રેકોર્ડસ , મેલ બોક્સ અને ફેસબુક , ઇન્સ્ટાગ્રા.જેવા તમામ સોશિયલ સાઇટ્સ પર નજર રાખવા મંડી અને બધા ડીલીટેડ ડેટા પણ સરવર ઓફીસ માંથી કઢાવવા માટે ના આદેશ આપ્યા. અને એના આધારે ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવા માં આવ્યું.
આ બાજુ મર્ડર કઇ રીતે થયું હશે એ જાણી લેવાય તો હત્યારા ને પકડી શકાય એવી ગણતરી થી ગોહિલ સાહેબ ફરી દિક્ષિત પાસે ગયા અને ગહન વિચાર વિમર્શ કરી રહ્યા હતા ત્યાં દીક્ષિત ને કાંઈક સુજ્યું અને એને લેબ ની લાઇટસ બંધ કરી અને મેગ્નિફાઇન ગ્લાસ વિથ લાઇટ વડે આખી બોડી સ્કેન કરી અને એમાં એમને જે મળ્યું એના થી એમને હત્યા કઇ રીતે અને હત્યાર શુ હશે એનો અણસાર મળી ગયો.
એ જોઈ ને પાછી લાઇટ ચાલુ કરી ને ગોહિલ તરફ જોઈ ને એક દમ ઢીલા સ્વરે કહ્યું "સોરી ફોર ઇનકન્વીનિયન્સ, હું આ ચુકી ગયો હતો "
"શુ" આશ્ચર્ય થી ગોહિલ એ પૂછ્યું.
"ઈફ્લેમેશન માર્ક. જાણે કોઈ જીવાત એ કરડયું હોય એવું."
"યુ મીન ટુ સે કોઈ માખી કે મચ્છર એ કરડયું જેમાં થી ઝેર આ છોકરી માં ગયું અને એ મારી ગઈ"
"જી"
"નેચરલ કે આર્ટિફિશયલ"
"ઓબીવીયસ છે આર્ટિફિશયલ જ હશે."
"સર તમે ક્યાં તો cid વધુ જોવા ન શોખીન ચી અથવા સાઉથ ના મુવીસ ના વધુ શોખીન છો" ટોન્ટ મારતા ગોહિલ સાહેબ એ કહ્યું .
"તમને પણ ખબર છે કે મને ટીવી સિરિયલ કે મૂવીઝ માં વધારે રસ નથી કે નથી એની માટે ટાઈમ મળતો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ બટ યસ જો મૂવીઝ કે સિરિયલ્સ માં સસવું આવતું હોય તો એ પણ સમાજ નું એક પ્રતિબિંબ જ છે. બને કે સત્ય ઘટના ને આધારે એ સ્ટોરીઝ માં કહેવા માં આવ્યું હોય ઓર માત્ર કોરી કલ્પના જ હોય પણ એમાં થી કોઈ એ સત્ય માં એને એક્સપેરિમેન્ટ કર્યું હોય. એવરિથિંગ ઇસ પોઝિબલ. "
ગોહિલ ને વાત માં દમ લાગી એટલે આવી માઈક્રો આર્ટ વળી માખી કે મચ્છર કે જીવડું કોણ બનાવી શકે એની માટે ગોહિલ સાહેબ એ ઇન્સ્પેકટર રાજગોર સાથે હિરેન અને રાજેશ ને શોધવા ઓર્ડર આપ્યો અને ત્રણે જણ એ કામ ઉપર લાગી ગયા.
અમદાવાદ ની સાથે ગુજરાત આખા ના માઈક્રો આર્ટિસ્ટ ને ખનગોળી નાખ્યા છતાં કઇજ નક્કર ન મળ્યું.
3 મહિના ગુજરી ગયા પણ કોઈ કોન્ક્રીટ એવીડન્સ ના મળ્યા ને એને લીધે કેસ ને ક્લોઝ કરી દઇ ફાઇલ બંધ કરી દેવા માં આવી.
એન બીજા બે મહિના બાદ...
વસ્ત્રાપુર ના રોયલ હાઇટ્સ ના 7 માં માળ ના 703-704 ના પેન્ટ હાઉસ ના બેડ રૂમ માં થી રાજગુરૂ એ એક મેસેજ લખ્યો.
સામે બોપલ ની આરોહી સોસાયટી માં ઘર નમ્બર 4 ના પોતાના ઘર ના ડાઇનિંગ એરિયા માં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા ચા પી રહ્યો હતો ત્યાં મેસેજ બલિંક થ્યો "થેન્કસ ટુ યુ એન્ડ યોર રાજસ્થાની માઈક્રો આર્ટિસ્ટ કે જેમણે મારા અને મારા જેવા બીજા 11 નામાંકિત માણસો ના છોકરા ઓ ની જિંદગી બચાવી લીધી. બાકી નું પેમેન્ટ વાત થયા મુજબ ઇન્સ્ટોલમેન્ટ માં પહોંચતું રહેશે. "
ત્યાં કિચન માં થી એક લેડી ની બૂમ સંભળાય છે " હિરેન જલ્દી ચા પતાવો , તમારો યુનિફોર્મ ઈસ્ત્રી થઈ ગયો છે. પાછા સ્ટેશન એ પહોંચશો તો ગોહિલ સાહેબ નોં ગુસ્સો સહન કરવો પડશે. "
અને હિરેન શાંતિ થી ચા પીતા પીતા મેસેજ વાંચી ને ખુશ થઈ રહ્યો હતો.
************** સમાપ્ત ************