Krupa - 11 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 11

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કૃપા - 11

(કૃપા એ ગનીભાઈ ની દાળ ગળવા દીધી નહિ,અને બંને વચ્ચે એક ઔપચારિક મુલાકાત થઈ.આ તરફ રામુ પણ કૃપાથી પીછો છોડાવવા કોઈ ને મળવા જાય છે.હવે આગળ...)

રામુ તે કેબીન માં અંદર ગયો,અંદર એક મોટું બધું કાચ નું ટેબલ હતું જેની એક તરફ બે ખાલી ખુરશી હતી,અને બીજી તરફ બે વ્યક્તિઓ બેઠેલા હતા.જેમાં એક સ્ત્રી હતી,અને એક પુરુષ.બંને ના પહેરવેશ પર થી જ તેમની અમીરી નો ખ્યાલ આવતો હતો.સ્ત્રી એ લાલ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો,અને ગળા માં મોટા હીરા ના પેન્ડલ વાળી સોનાં ની ચેન,તેના બંને હાથ ની આંગળીઓ માં હીરા ની વીંટી હતી.અને પુરુષ ના ગળા માં પણ એક જાડો ચેન, અને બંને હાથ ની બે બે આંગળીઓ માં મોટી મોટી હીરાજડિત સોના ની વીંટી હતી.બંને ની ઉમર લગભગ ત્રીસ ની આસપાસ હશે.પુરુષ નું કસરતી અને સ્નાયુબદ્ધ શરીર જોઈ, રામુ તેનાથી ઘણો પ્રભાવિત થયો.તે કેબીનની અંદર થોડા વલ્ગર ફિલ્મો ના પોસ્ટર લાગેલા હતા.અને અમુક બોલિવૂડ સ્ટાર ના પણ હતા.

તેઓ એ રામુ ને બેસવા ઈશારો કર્યો.તેમને રામુ ને પોતાની ઓળખાણ આપતા જણાવ્યું કે સ્ત્રી નું નામ લીલી હતું,અને પુરુષનું નામ હતું વિક્રાંત.અને પછીતે બંને એ તેના મોબાઈલ માં કૃપા ના ફોટા જોયા.

"આ છોકરી માટે નહીં,પણ તારા માટે કામ છે.જો તું તૈયાર હોય તો!"પેલી સ્ત્રીએ રામુ ને ઉપર થી નીચે સુધી જોતા કહ્યું.

ત્યારબાદ બંને એ એકબીજા સામે જોયું,અને ખંધુ હસ્યા.રામુ જરા મૂંઝાય ગયો.

"મારે શું કામ કરવાનું છે?"જરા ધીમેથી એને પૂછ્યું.

"જો ડાર્લિંગ આ ઇન્ડસ્ટ્રી માં કામ મેળવવા કંઈક તો કરવું પડે,એ તો તને ખબર છે ને."

"હા...પણ કેવું કામ?"રામુ એ આશ્ચર્ય થી પૂછ્યું

પેલી સ્ત્રી પોતાની ખુરશી માંથી ઊઠી ને રામુ ની નજીક આવી,પોતાની આંગળીઓને રામુ ના ચેહરા પર ફેરવી અને કહ્યું,"બસ એક એડનું શૂટિંગ કરવાનું છે.તું કરીશ ને મારી જાન"

રામુ ને એસી માં પણ પરસેવો આવી ગયો.પણ તેને મન માં રાજી થઈ ગયો. અને હા કહી ને ત્યાં થી નીકળવા જતો હતો કે..

"અરે સંભાળ સ્વીટહાર્ટ કાલે સાંજે આઠ વાગ્યે અહીં આવી જજે"પેલા પુરુષે કહ્યું.

રામુ હકાર માં માથું હલાવી ને બહાર નીકળી ગયો.

રામુ ખુશ હતો .તેને થયું કે ચાલો ક્યાંક થી શરૂઆત તો થઈ.તે આ ખુશ ખબરી કૃપા ને દેવા ઘરે પહોંચ્યો.

" કૃપા એ.....કૃપા"રામુ એ કૃપા ને બૂમ મારી

કૃપા અંદરથી બહાર આવી "આ રહી બોલ શુ કામ છે?"

"જો મારી મહેનત રંગ લાવી મને એક એડ માં કામ મળ્યું છે"રામુ એ હરખાતા કહ્યું.

"શુ? તને એડ માં કામ !વાહ "કોને આપ્યું કૃપા મસ્તી કરતા બોલી

"અરે છે બહુ મોટી કંપની.તને એમા ખબર ના પડે.અને કાલે જ મારે શૂટિંગ માં જવાનું છે".

" ઓહો....સારું જઇ આવજે"કૃપા એ કાંઈક વિચારી ને કહ્યું.

કૃપા એ કાના ને મેસેજ કરી ને આ વાત જણાવી દીધી.
એટલે બીજા દિવસનો એક પ્રોગ્રામ કેન્સલ રાખવો પડ્યો.
કાનો તો ઉમંગ માં જ સવારે વહેલો ઉઠી ગ્યો.તેને તો સાંજ થાય તેની ઉતાવળ હતી.કૃપા છાની છાની તેને જોયા કરતી,રામુ અરીસા સામે વારે વારે કોઈ એકશન કર્યા કરતો,કે ડાયલોગ બોલ્યા કરતો.ઘડીક હસતો તો ઘડીક રોતો.કૃપા ને તેને જોઈ ને હસવું આવતું...

અને અંતે રામુ ની ઇન્તેજારી નો અંત આવ્યો.કૃપા ના વારંવાર કહેવા છતાં રામુ તેને સાથે ના લઈ ગયો અને બરાબર સાત વાગ્યે તે ઘરેથી નીકળી ગયો.કાલે તે જ્યાં ગયો હતો તે થોડી દૂર હતી.અને મુંબઇ ના ટ્રાંફિક માં ક્યારે મોડું થાય.રામુ પહેલા દિવસે સમયસર પહોંચવા માંગતો હતો.કૃપા ને પણ રામુ ને કોને કામ આપ્યું એ જાણવાની તાલાવેલી હતી.એટલે તે છુપાઈ ને એનો પીછો કરતી હતી.

રામુ તેની નક્કી કરેલી જગ્યા એ પહોંચી ગયો.કેબીન પાસે આગલા દિવસે મળેલો માણસ હતો.તેને જરાવર રાહ જોવાનું કહ્યું.આ તરફ કૃપા દૂરથી રામુ ની હિલચાલ પર નજર રાખતી હતી.થોડીવાર માં જ રામુ કેબીન માં અંદર ગયો,અને અંદર જતા જ તેના હોશ ઉડી ગયા.....

( એવું તે શું જોયું રામુ એ કેબીન માં?ક્યાંક કૃપા જ અંદર નથી ને!જોઈશું આવતા અંક માં...)

આરતી ગેરીયા...