Shwet Ashwet - 18 and 19 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૧૮ અને ૧૯

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

શ્વેત, અશ્વેત - ૧૮ અને ૧૯

આજથી બીજો અંક શરૂ થયો. હેં? આટલી જલ્દી? આ અંક કદાચ થોડોક નાનો લાગ્યો હશે. અને હજી પહેલા ભાગના કેટલાંક પ્રશ્નના જવાબ પણ તો નથી મળ્યા. તો શું હતો પેલો આઇડીયા? શું હતો શ્રુતિનો પ્લેન? આ બધુ તો કોઈ જાણતુંજ નથી. હવે શું? હવે જવાબ? તો તે જવાબ આપવા માટે અંક બદલીએ? ના. એમ તો જવાબ નથી મળી જતાં. કોઈ નવો ટ્વિસ્ટ? બિલકુલ.

શ્રુતિતો તેના ધ્યેય સુધી પોહંચવાની છે. અને પછી જીવશે કે નહીં, તે તો મને પણ ખબર નથી. પણ બંધુ, શું તમને ખબર છે, કે આ કથાનો એક પહેલું તો ખબર કોઈને ખબર પણ નથી.

હવે તમારી સામે એક દરવાજો લાવો, મોટો, લાંબો લીલા રંગનો દરવાજો. હાથતે દરવાજા પર સિહં મુખના જે હેન્ડલ છે તેમની પર મૂકો. અને જોરથી દરવાજો ખોલો. સામે થી સુર્ય પ્રકાશ આવે છે. સાંજ નો પ્રકાશ. ત્યાં કોઈ માણસ આ દરવાજા આગળ દેખાય છે. એક પુરુષ છે. તમારો કદ તો મને ખબર નથી, પણ તેનું કદાચ દરવાજાથી ત્રણ - ચાર ફિટ ઓછું હશે. તેણે એક દરવાજા જેવો લીલો સૂટ પહર્યો છે. અંદર કાળો શર્ટ છે. તેનુ મુખ પ્રકાશથી વંચિત છે. પણ વાળ થોડાક લાંબા તીક્ષ્ણ, તેલ લગાવ્યું હોય તેવા ચળક્તા અને કાળા છે. ઘઉ જેવી ચામડી છે. થોડાક નજીક જાવ, એ નથી હલી રહ્યો. તે મૂર્તિ જેવો છે. અને ત્યાં ઊભો છે. જાણે મીણનુ પૂતળું.

પાછળ ફરો, દરવાજે કોઈ ઊભું છે. આ સિયા છે. પહેલા એપિસોડ વાળી સિયા. દીશાંતની બહેન નહીં. તે ત્યાં ઊભી છે. બે પગ અંદર મૂકે છે. સામે જોવે છે. તમારી નહીં. તમે અદ્રષ્ય છો. તે છોકરાની. એ લોકો કશુંક વાત કરી રહ્યા છે. ભાગો. અહીં થી ભાગો. જલ્દી. જલ્દી. ભૂત પાછળ પળ્યું છે. હવે અહીં રાત છે. ઘોર રાત. હાંફી જશો, ધીમા પડો. ચાર રસ્તા છે. અહીં કોઈ નથી. ધીમો ધીમો વરસાદ પડે છે. કપડાં ભીંજાય પણ તરત સુકાય જાય, તેવો વરસાદ. કાળા અવકાશમાં રખ્યા રંગના વાદળા છે. તમારી સામે એક છોકરી ઊભી છે. તે પણ સિયાની ઉંમરની હશે. તેના કપડાં પર લોહી છે. ના, “અહીં છે” વાળું છે નહીં, તમને”એવું દેખાય છે”. લોહીના ડાઘા વધી રહ્યા છે. હવે એક કાળા રંગની વેન આવશે. તે છોકરી આગળ ઊભી રહશે. વેનના કાચમાં તમે તમારું મુખ જોઈ શકો છે. તમે શ્રેષ્ઠ છો. અહીં ઊભા રહેતા પગ દુખશે. પગ તમારા ઘાસ પર છે. અને આંખો તમારા પ્રતિબંબ ઉપર. તે વેન જાતિ રહી. પણ હવે ત્યાં તે છોકરી નથી. ત્યાં સિયા છે. થોડીક દૂર પણ ત્યાંજ. દીશાંતની બહેન સિયા. તેનું મુખ જોતાં લાગે છે કે હમણાં જોરથી ચીસ પાડશે.

અને પાળી.

આહ!

પણ આ ચીસ તો કોઈ નાના છોકરાની હોય તેમ લાગે છે. આ એક નાની છોકરી ની જ છે.

સિયા. પેલી સિયા. કોઈ મારી ગયેલી લોહી લુહાણ છોકરી. અને સિયાનો ભાઈ.

આ બધા.. વચ્ચે કોઈ સંબંધ છે? હા, છે.

સિયા અને તેના ભાઈ વચ્ચે તો છે જ. પણ પેલી છોકરી અને આ સિયા?

એ ક્યાં આવે?

શ્રુતિ અત્યારે ઊંઘી રહી હતી. તેના સપનામાં તે પડી રહી હતી. મસ્ત લીલા - લીલા લાંબા પથ્થરો વાળી ખાઈમાં તે નીચે જઈ રહી હતી. પણ હવે ત્યાં શ્રુતિ નથી, હવે ત્યાં તમે છે. તમે નીચે પડી રહ્યા છો.

કોણ છે તમારા મગજમાં, કોની યાદ આવે છે?

શ્રુતિ ઉઠી ગઈ. તે ઉઠી ત્યાં તેણે કઇક અવાજ આવ્યો. બારીની બહાર થી કઇક અવાજ આવી રહ્યો હતો. તે ઉઠીને જોવા ગઈ.

ત્યાં કોઈ છોકરી હતી. પિન્ક કલરનું ગાઉન પહર્યુ હતું, અને હાથમાં એક પાવડો હતો. તે જમીન ખોદી રહી હતી. હેં? એ સપનું જોવે છે કે શું?

ત્યાં તો તે છોકરી પાછી ફરી શ્રુતિની આંખોમાં આંખો નાખી જોવા લાગી. તે સિયા હતી. દીશાંતની બહેન.

દાંત કાઢી આંખો પહોળી કરી કોઈ ગુસ્સે થઈલી બિલાડી જેવુ મુખ કરી તે જમીન પર પાવડો પછાડવા લાગી. શ્રુતિ તરત જ પછી ફરી ગઈ. તે હાંફવા લાગી.

અને તરત જ નીચે ગઈ. ત્યાં લાઇટ કરતાં કરતાં તે દરવાજે પહોચી અને જોરથી તેને ખોલતા તે બહાર આવી ગઈ. સિયા તેની માટે ઊભી હોય તેમ સીધા - સાદા માણસો જેવી રીતે ત્યાં પાવડા ના ટેકે ઊભી રહી.

‘વોટ ઇસ ઇટ?’

સિયાએ તે પાવડો જોરથી શ્રુતિના માથા પર ફેંક્યો. અને શ્રુતિ એ ચીસ પાડી.

આહ!

તેના માથા માંથી લોહી નીકળવા લાગ્યું. વહેવા લાગ્યું. લોહીનું સામ્રાજ્ય સ્થાપિત થયું. ઘણા જમીનના જીવો તેમાં રહેવા આવ્યા. એમાંથી એક ગરીબ જીવ તેનું ગુજરાન લોહી પીને ચલાવતું હતું, તેની પરિસ્થિતિ ખૂબ જ..

રહેવા દો. આ જાણીને શું કામ છે?

સિયા પાવડો લઈને ચાલવા લાગી. જ્યારે તે તેની લાંબી, જૂના જમાનાની વાદળી રંગની વિંટેજ કારમાં બેસી ત્યારે તે ઘરની એક લાઇટ ચાલુ થઈ. પાવડો બાજુની સીટ પર બેસ્યો હતો.

અને તે નીકળી પડી

શરૂઆતના સફરમાં તેનું ધ્યાન રસ્તા પર હતું. તેની આંખો પર ધૂળ ઊડતી હતી. આજુ બાજુનો હાઇવે..

૫ વાગ્યા અને તે રડવા લાગી. શાંતિથી આંખો માંથી આંસુ જતાં હતા. લોહી તેની ગાડીમાં હતું. અને તેના હાથોમાં.

અને તેના સર્વત્રમાં. એમતો આપણાં સર્વત્રમાં પણ લોહી હોય છે, પણ આ તો શ્રુતિનું હતું.

શ્રુતિ! આ નામથી તેણે નફરત હતી.

હવે તે આ નામ ભૂલવા માંગતી હતી. તે થોડીક આગળ વધી ત્યાં કલાક જતો રહ્યો.

અને સવાર પળી. સવાર પળતા

તે ગાડીમાંથી ઉતરી. અને કોઈ હાઇવેના છોળે આવી દીશાંતને ફોન કરવા લાગ્યું.

reached. calld yu, didn repli. thought shud let yu 9o.

અને પાછી ગાડીમાં બેસી ગઈ. હવે તેની આંખો સુકાઈ ગઈ હતી. તેણે એક ઘૂંટડો પાણી પીધુ અને પછી ગાડી શરૂ કરી.

હવે ચાર કલાક થઈ ગયા હતા. આજુ બાજુમાં કોઈ માણસો રહેતા હોય તેમ લાગતું હતું. બિલકુલ. અહીં કોઈ શહેર હોય તેમ લાગતું. તે શહેરની શરૂઆતમાં જ એક સફેદ બંગલામાં ગઈ. આ તેનું ઘર હતું. એક માળ, સાવ સાદું સફેદ ઘર, ઝાંપાની અંદર તેની ગાડી હતી.

પછી તેણે દરવાજો બંધ કરી દીધો.