Modhera suntemple in Gujarati Travel stories by Chaula Kuruwa books and stories PDF | મોઢેરા સૂર્યમંદિર .....

Featured Books
Categories
Share

મોઢેરા સૂર્યમંદિર .....

અમદાવાદથી ૧૧૦કિમિ દૂર મહેસાણા પાસે મોઢેરા ગામના પાદરે આ સૂર્યમંદિર આવેલું છે.

પ્રવાસીઓમાં લોકપ્રિય અને ઇતિહાસમાં પ્રસિદ્ધ સૂર્યમંદિર તેના બેનમૂન શિલ્પસ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે.

પ્રાચીન સમયમાં ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત હતી. મન્દિર શિલ્પ સ્થાપત્યમાં સૂર્યના અનેક મંદિરોમાં આ મોઢેરાનું સૂર્યમંદિર કલા અને સ્થાપત્યનો ઉત્તમ નમુનો પશ્ચિમ ભારતમાં મનાય છે.


કહેવાય છે કે સદીઓ પૂર્વે મોઢેરા ગામ સમૃદ્ધ બંદરને શહેર હતું. સ્કંદ પૂરાંણ અને બ્રહ્મ પૂરાંણ મુજબ મોઢેરા અને તેની અlસપાસનો વિસ્તlર ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો.

,પુરાણો મુજબ કહેવાય છે કે રાવણને હરાવ્યા પછી બ્રહ્નહત્યાના પાપના પ્રાયશ્ચિત તરીકે રામે મુનિ વશિષ્ઠને કોઈ પવિત્ર ભૂમિ નો નિર્દેશ કરવા જણાવ્યું .

જવાબમાં મુનિ વશિષ્ઠએ મોઢેરા પાસેની જગ્યાનો ધર્મારણ્ય તરીકે નિર્દેશ કર્યો. રામે ધર્માંરણયમાં મોઢેરક ગામ વસાવ્યું અને પવિત્ર યઘન કરાવ્યો.

આ જ મોઢેરક ગામ પાછળથી મોઢેરા તરીકે સમય જતા ઓળખાયું.

નવમી સદીમાં મોઢેરા ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ બન્યું. ત્યારબાદ રાજા ભીમદેવના સમયમાં ૧૦૨૨ થી ૧૦૬૩ દરમ્યાન પવિત્ર સૂર્યમંદિર અસ્તિત્વમાં આવ્યું.


અl સૂર્યમંદિરની રચનl પૂર્વાભિમુખ છે .જેથી સૂર્યના કિરણો સીધાજ ગર્ભગૃહ ઉપર મૂર્તિના સ્થાન ઉપર પડે.અને મદિર પ્રકાશી ઉઠે. મોઢેરાનું સૂર્યમંદિર મંદિર

શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે બંધાયેlલ પ્રથમ વર્ગની કક્ષાના મદિર જેવુ હતુ.


લગભગ બે દાયકાની ખ્યાતિ પછી તેનો ધવસ મુસ્લિમ શહેનશાહના હાથે થયો.

કહેવાય છે કે આક્રમણખોરોએ મન્દીરના ભોંયરામાં ,ભૂગર્ભમાં દારૂગોળો ભરીને તેને ઉડાવવાનો પ્રયાસ કર્યો જેથી તેનો શુશોભીત શિખર શુદ્ધl નાશ પામ્યુ છે. મન્દીરની અંદર સૂર્ય ભગવાનની મૂર્તિ હયાત નથી.

થાંભલાઓની કોતરણી હાલે ખંડિયેર બની ગઈ છે .

આમ છતાં ખંડીયેર હાલતમાં પણ આ મન્દિર ગુજરાતની પ્રાચીન શિલ્પકલાનો બેનમૂન વારસો સાચવતું હાલ ઉભું છે. સમગ્ર મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલું છે. અંદરનો ભાગ ગર્ભગૃહ કે પ્રસાદ તરીકે તે પછીનો ભાગ સભામંડપ કે હોલ તરીકે અને છેલો ભાગ કુંડ તરીકે ઓળખાય છે. સમગ્ર મંદિર ૫૧ ફૂટ ૯ ઇંચ લાબું અને ૨૫ ફૂટ ૮ ઇંચ પહોળું છે .


પ્રથમ ભાગ ગર્ભગૃહ કે પ્રાસાદનો છે જેમાં એક સમય સૂર્યની પ્રતિમા હતી જે હાલ હયાત નથી . ગર્ભ ગૃહનો ભાગ આઠ જેટલા સુંદર કોતરણીવાળા થાંભલાઓ ઉપર રચાયેલો છે.

ગર્ભ ગૃહની દીવાલો સુંદર કોતરણીથી ભરપૂર છે .પ્રવેશદ્વારે સુંદર અને આકર્ષક કોતરણી વાળું તોરણ છે . સૂર્યની પ્રતિમા પ્રસાદ ઉપર એટલે ગર્ભગૃહની દીવાલો ઉપર કોતરાયેલી છે.


છ મૂર્તિઓ પ્રદક્ષિણાની દીવાલો ફરતે , અન્ય છ મૂર્તિઓ મંડપની દિવાલો ઉપર ગર્ભ ગૃહની બહારની દીવાલો ઉપર કોતરાયેલી છે.


મન્દીરની બહારની દીવાલનો ભાગ શિલ્પકળા કોતરણી થી ભરપૂર છે . મંડપની કોતરણી આડી રેખામાં છે જયારે શિખર પરની કોતરણી ઉભી રેખા માં છે .

ગર્ભ ગૃહના ઉત્તર તરફના પ્રવેશ દ્વાર તરફની મોટી મૂર્તિઓમાં એક જેને લોકો કાળ ભૈરવ કહે છે તે છેં. અl મૂર્તિ થી એકદમ ખૂણા માં ભગવાન શિવની નંદી સાથેની મૂર્તિ ઉભી છે.

સમગ્ર બહારની દીવાલ આકર્ષક કૃતિઓ , વિવિધ માનવાકૃતિઓ , હાથીની,કમળની વગેરે કૃતિઓથી ભરપૂર છે.

એ પછીનો સહેજ અલગ પડી જતો કે ભુતકાળમા સાથે જ હશે તેમ લાગતો આગળનો સૌથી આકર્ષક ભાગ સભા મંડપ કે હોલનો છેં .

સુંદર ને આકર્ષક કોતરણી વાળા થાંભલાઓ ઉપર રચાયેલા આ સભાગૃહનો ઉપયોગ પ્રાચીન સમય માં દેવ દેવીઓની પ્રસન્નતા માટે નાચ ગાન કે સઁગીતનાં જલસા ,ભજનો વગેરે માટે કરવામાં આવતો હતો .

સભાગૃહની દીવાલો ઉપરની કોતરણી માં રામાયણ, મહાભારત કામશાસ્ત્ર વગેરે ના દ્રશ્યો દર્શાવે છે.

સભા ગૃહની બહારની દીવાલ પણ ગર્ભ ગ્રહ ની બહારની દીવાલોની માફક જ સુંદર કોતરણીઓથી શુશોભીત છે.

મંદિરનો ત્રીજો અને છેલ્લો ભાગ કુંડનો છે .જે હાલ રામકુંડ તરીકે જાણીતો છે. કુંડના પાણી તરફ જતા પગથિયાઓ ચારે તરફ આવેલા છે.

આ પગથીયા ઓ ઉપર નાની મોટી જુદા જુદા દેવ દેવીઓની મૂર્તિઓની ૧૦૮ દેરીઓ આવેલી છે. આ પગથિયાઓની રચના અર્ધચંદ્રાકાર રીતે કરવામાં આવેલી છે .

જેને માટે કહેવાય છે કે પ્રાચીન સમયમાં મંદિરમાં જતા પહેલા યુગલ આ દેરીઓની બને બાજુના અર્ધચંદ્રાકાર પગથીયાઓ સાથે જ ઉતરીને કુંડના પાણીમાં સ્નાન કરવા જતા અને પાછા ફરતા પણ સાથે જ પગથીયા ચઢીને મંદીરમાં પ્રવેશ કરતા .

આમાં અન્ય નાની મૂર્તિઓની સાથે ચાર મુખ્ય મોટી મૂર્તિઓ આવેલી છે.

જેમાં મંદીરની સામે પૂર્વ તરફ શેષશાયી વિષ્ણુની , પશ્ચિમ તરફ નટરાજની ,દક્ષિણ તરફ શીતળા માતાની અને ગણેશની મૂર્તિઓ છે.

આ રlમ કુંડના પાણી ને હાલ તો સ્વચ્છ રાખવામાં આવે છે જે ક્યારેક ગંદુ રહેતું હતું.

અlમl કરેલા સ્નાનને ધાર્મિક રીતે ઘણું પવિત્ર માનવામાં આવે છે. મંદિર ના આ ત્રણે ભાગો ખંડીયેર હાલતમાં પણ સુંદર રીતે જળવાયેલા છે.

પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે 11 મી સદીનું આ પ્રાચીન મંદિર ઉતમ શિલ્પકલા કારીગરીનો એક બેનમુન નમુનો અને આકર્ષણ છે.

ધર્માંરણયના સ્કદ્પુરlણ અને બ્રહ્મ પુરાણમાં અલૌદ્દીનના સમયમાં મોઢેરા ઉપરના આક્રમણ ના વિવિધ વર્ણનો છે.૧૮૦૯માં આ મંદીરની મુલાકાત લેનાર સર્વેયર જનરલ શ્રી કોલોનલ મોનીયર વિલિયમ્સ લખે છે , પ્રાચીન હિંદુ સ્થાપત્યકળામાં મોઢેરા જેવો સુંદર ને શ્રેષ્ઠ નમુનો મેં બીજો એકપણ જોયો નથી.

તે આજના પેગોડા જેવા આકારનું છે. પણ તેને એટલી તો સુંદર રીતે શણગારવામાં આવ્યું છે કે તેના સ્થાપકો તેને માનવીય કળાના ઉતમ નમુના તરીકે પ્રદશિત કરવા માંગતા હોય તેમ જણાય છે.

સૂર્યમંદિર સિવાય માતંગી મોઢેશ્વરી માતાનું વિશાળ મંદિર પણ ગામમાં છે. એનું મૂળ મંદિર તો પ્રાચીન વાવમાં છે જે પણ પાસે જ આવેલી છે.

આ બને જોવાલાયક છે. આ માતા ને મોઢ બ્રાહ્મણો , મોઢ વાણીયl ઓ અને મોઢ ઘાંચી ઓની કુળ દેવી માનવામાં આવે છે.

મોઢેરા વિષે એમ પણ કહેવાય છે કે તે મોઢ બ્રાહ્મણોનું મૂળ સ્થાનક હતું.

રl મ અને સીતાના લગ્ન પ્રસંગે તેને કૃષ્ણાર્પણ તરીકે મોઢ બ્રl હ્મણો ને આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં મોટી સંખ્યામાં જોવામાં આવતા મોઢ બ્રlહ્મણો મોઢ વાણીયl ઓ નું ગોરપદુ કરે છે.

જેનાચાર્ય શ્રી હેમ્ ચંદ્રજી મહારાજ સાહેબ મોઢ વંશ ના હોવાનું કહેવાય છે. હાલ તો આ સૂર્યમંદિર એક રક્ષિત સ્મારક છે.

જેની ભારત્ સરકાર ના અlર્કીયોલોજી વિભાગ દ્વારા જાળવણી થાય છે. અહી રહેવાની વ્યવસ્થા મહેસાણા પાસે છે. ગુજરાત સરકારની એક કાફેટેરિયા માત્ર છે.

મહેસાણા જ નજદીક નું મુખ્ય શહેર હોઈ બધી સુવિધા ત્યાં મળી રહે છે. અમદાવાદથી સવારે આવી ને સાંજ સુધી પરત જઈ શકાય છે.

પ્રદશિત કરવા માંગતા હોય તેમ જણાય છે.

સૂર્યમંદિર સિવાય માતંગી મોઢેશ્વરી માતાનું વિશાળ મંદિર પણ ગામમાં છે. એનું મૂળ મંદિર તો પ્રાચીન વાવમાં છે જે પણ પાસે જ આવેલી છે. આ બને જોવાલાયક છે. આ માતા ને મોઢ બ્રાહ્મણો , મોઢ વાણીયl ઓ અને મોઢ ઘાંચી ઓની કુળ દેવી માનવામાં આવે છે. મોઢેરા વિષે એમ પણ કહેવાય છે કે તે મોઢ બ્રાહ્મણોનું મૂળ સ્થાનક હતું. રl મ અને સીતાના લગ્ન પ્રસંગે તેને કૃષ્ણાર્પણ તરીકે મોઢ બ્રl હ્મણો ને આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં મોટી સંખ્યામાં જોવામાં આવતા મોઢ બ્રlહ્મણો મોઢ વાણીયl ઓ નું ગોરપદુ કરેછે.

જેનાચાર્ય શ્રી હેમ્ ચંદ્રજી મહારાજ સાહેબ મોઢ વંશ ના હોવાનું કહેવાય છે. હાલ તો આ સૂર્યમંદિર એક રક્ષિત સ્મારક છે. જેની ભારત્ સરકાર ના અlર્કીયોલોજી વિભાગ દ્વારા જાળવણી થાય છે. અહી રહેવાની વ્યવસ્થા મહેસાણા પાસે છે. ગુજરાત સરકારની એક કાફેટેરિયા માત્ર છે. મહેસાણા જ નજદીક નું મુખ્ય શહેર હોઈ બધી સુવિધા ત્યાં મળી રહે છે. અમદાવાદથી સવારે આવી ને સાંજ સુધી પરત જઈ શકાય છે.

પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે 11 મી સદીનું આ પ્રાચીન મંદિર ઉતમ શિલ્પકલા કારીગરીનો એક બેનમુન નમુનો અને આકર્ષણ છે.

ધર્માંરન્યના સ્કદ્પુરlણ અને બ્રહ્મ પુરાણમાં અલૌદ્દીનના સમયમાં મોઢેરા ઉપરના આક્રમણ ના વિવિધ વર્ણનો છે.૧૮૦૯માં આ મંદીરની મુલાકાત લેનાર સર્વેયર જનરલ શ્રી કોલોનલ મોનીયર વિલિયમ્સ લખે છે , પ્રાચીન હિંદુ સ્થાપત્યકળામાં મોઢેરા જેવો સુંદર ણે શ્રેષ્ઠ નમુનો મેં બીજો એકપણ જોયો નથી. તે આજના પેગોડા જેવા આકારનું છે. પણ તેને એટલી તો સુંદર રીતે શણગારવામાં આવ્યું છે કે તેના સ્થાપકો તેને માનવીય કળાના ઉતમ નમુના તરીકે પ્રદશિત કરવા માંગતા હોય તેમ જણાય છે.

સૂર્યમંદિર સિવાય માતંગી મોઢેશ્વરી માતાનું વિશાળ મંદિર પણ ગામમાં છે. એનું મૂળ મંદિર તો પ્રાચીન વાવમાં છે જે પણ પાસે જ આવેલી છે. આ બને જોવાલાયક છે. આ માતા ને મોઢ બ્રાહ્મણો , મોઢ વાણીયl ઓ અને મોઢ ઘાંચી ઓની કુળ દેવી માનવામાં આવે છે. મોઢેરા વિષે એમ પણ કહેવાય છે કે તે મોઢ બ્રાહ્મણોનું મૂળ સ્થાનક હતું. રl મ અને સીતાના લગ્ન પ્રસંગે તેને કૃષ્ણાર્પણ તરીકે મોઢ બ્રl હ્મણો ને આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં મોટી સંખ્યામાં જોવામાં આવતા મોઢ બ્રlહ્મણો મોઢ વાણીયl ઓ નું ગોરપદુ કરેછે.

જેનાચાર્ય શ્રી હેમ્ ચંદ્રજી મહારાજ સાહેબ મોઢ વંશ ના હોવાનું કહેવાય છે. હાલ તો આ સૂર્યમંદિર એક રક્ષિત સ્મારક છે. જેની ભારત્ સરકાર ના અlર્કીયોલોજી વિભાગ દ્વારા જાળવણી થાય છે. અહી રહેવાની વ્યવસ્થા મહેસાણા પાસે છે. ગુજરાત સરકારની એક કાફેટેરિયા માત્ર છે. મહેસાણા જ નજદીક નું મુખ્ય શહેર હોઈ બધી સુવિધા ત્યાં મળી રહે છે. અમદાવાદથી સવારે આવી ને સાંજ સુધી પરત જઈ શકાય છે.