Krupa - 10 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 10

(આગળ ના અંક માં જોયું કે ગનીભાઈ કૃપાથી પ્રભાવિત થઈ,અને તેને એકલી મળવા બોલાવે છે,એ પણ મુંબઇ ની એક મોટી રેસ્ટોરાં માં હવે જોઈએ એમની મુલાકાત શુ રંગ લાવશે..)

કૃપા ને જોઈ ને ગનીભાઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.અને આવડો મોટો અને કહેવતો ખૂંખાર માણસ તેની સામે કાઈ બોલી ના શકતો.

કૃપા ગનીભાઈ બેઠા હતા એ ટેબલ પર આવી, ગનીભાઈ એ તેનું સસ્મિત સ્વાગત કર્યું.બંને એ દસ મિનિટ તો ચૂપચાપ કાઢી.પછી કૃપા એ જ તેને બોલાવવાનું કારણ પૂછ્યું.

"કૃપા તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે રામુ એ,તું કહે તો એને સજા આપું"ગનીભાઈ એ કહ્યું

"રામુ મારો વર છે,અને અમારી અંગત બાબત માં પડવાનો કોઈ ને અધિકાર નથી તો માફ કરજો,અને તમે એ બાબત થી દુર જ રહેજો"કૃપા એ બિન્દાસ જવાબ આપ્યો.

"તને ખબર છે ને હું રાજા છું,અને મને બધી ખબર છે,કે રામુ અને તારા વચ્ચે શુ સંબંધ છે.તમે તો લગ્ન જ નથી કર્યા,અને ઘરે થી ભાગેલા ને વર ના કહેવાય"ગનીભાઈ એ એક લુચ્ચા હાસ્ય સાથે કહ્યું.

" ઓહહ લાગે છે,મારા વિશે ઘણું જાણો છો.તો તમને એ પણ ખબર હશે કે ભાગવાનો નિર્ણય મારો પણ હતો.અને બાકી રહી એના વર્તન ની વાત, તો એ બદલો તો હું મારી રીતે લવ જ છું.અને એટલે જ આપડે મળ્યા છીએ."

જોવો કૃપા જી તમે ચાહો ત્યારે હું તમને મદદ કરવા તત્પર છું.મને તમારો સારો મિત્ર જાણજો.

કૃપા એ ફક્ત ગનીભાઈ સામે કોઈ પણ પ્રકાર ના ભાવ વગર જોયું.કદાચ એની એવી આંખો ગનીભાઈ સહન ન કરી શક્યા અને નીચું જોઈ ગયા.

ગનીભાઈ એ જોયું કે કૃપા ના વર્તન કે અવાજ માં ક્યાંય દુઃખ કે બિચારપણું નથી.તેમને જમવાનો ઓર્ડર આપ્યો.જમી ને કૃપા એ જવાની રજા માંગી.

" તો હવે હું જઇ શકું છું.લાગે છે તમને જે કામ હતું,એ તમે ભૂલી ગયા.કેમ કે હજી એવી કોઈ વાત આપડે કરી નથી."

"આજ સુધી હું ઘણા લોકો ને મળ્યો. નેતા, અભિનેતા, મોટા મોટા સાહેબો,પણ તમારા જેવું કોઈ મળ્યું નથી.મને જે વ્યક્તિ મળ્યા તેમની આંખો માં લાલચ અને લોલુપ્તા જોઈ,ઈર્ષ્યા અને અહમ જોયા.તેઓ પાસે એટલું ધન હોવા છતાં મારી પાસે લાચાર હતા.પણ તમે કંઈક અલગ માટી ના બનેલા છો.ના તો તમારી આંખ માં દયા ,લાચારી કે ડર ના તો તમારા અવાજ માં રુદન.ખરેખર મને તમારી કંપની ગમશે."ગનીભાઈ એ ખૂબ જ વિનમ્ર અવાજે કહ્યું.

"જ્યારે મને ગમશે ત્યારે ચોક્કસ મળીશું.અત્યારે હું જાવ"એમ કહી ને કૃપા ત્યાંથી નીકળી ગઈ.

ગનીભાઈ કૃપા ને જતી જોઈ રહ્યા.તેમને લાગ્યું કંઈક તો છે આ છોકરી માં જે મને એની તરફ ખેંચે છે.એક તો બહાદુર છે,અને ઉપર થી ચોખ્ખું મન જે હોઈ તે મોઢે જ કહી દે છે.

આ તરફ કાનો પરેશાન હતો,કેમ કે એને ગનીભાઈ નો વિશ્વાસ નહતો.ત્યાં જ એને કૃપા ને ઘર માં પ્રવેશતા જોઈ. તેને તરત જ કૃપા સાથે વાત કરી,અને કૃપા એ કઈ પણ ના હોવાનું જણાવ્યું.પણ કાના ના મન માં આ વાત બેસી નહિ.

કાનો સારી રીતે જાણતો હતો,કે કૃપા સાવ સીધી કે મૂરખ નથી.નક્કી એ કંઈક છુપાવે છે,નક્કી એના મનમાં કઈક ચાલી રહ્યું છે.હમણાં ગનીભાઈ ની લપ માં રામુ ની કોઈ સાથે મિટિંગ નહતી.એટલે કૃપા અને કાનો મળી શક્યા નહતા.પણ જે રીતે કૃપા કાના ની વાત ઉડાડી દેતી, કાના ને શંકા હતી કે નક્કી કૃપા ના મનમાં કઈક વાત ચાલે છે.

કૃપા વિચારતી હતી કે મારા જેવી છોકરી ને મળવા એ ગનીભાઈ એ મુંબઇ નું એક સરસ મજાનુ અને આખે આખું રેસ્ટોરન્ટ બુક કરાવ્યું હતું.માન્યું કે એ મારા પર થોડો લટ્ટુ છે જો આને થોડો નચાવીએ તો ઘણા કામ પાર પડે!!

એવામાં એકવાર રામુ બહાર ગયો હતો,કાના ને કૃપા સાથે વાત કરવાનો મોકો મળી ગયો,પણ કૃપા એ કઈ ખાસ જવાબ ન આપ્યો.આ તરફ રામુ કોઈ દલાલ કૃપા ને કાઈ કામ આપવા કે પોતાની પાસે કાયમ રાખવા તૈયાર થઈ જાય તો પોતે પોતાની લાઈફ માં આગળ વધે.એ વિચાર બજાર માં એક વ્યક્તિ ને મળ્યો.રામુ એ પોતાના મોબાઈલ માં કૃપા ના લીધેલા ફોટા બતાવવાનું ચાલુ કર્યું.તે વ્યક્તિ ઉપર થી નીચે સુધી રામુ ને જોઈ રહ્યો.અને તેને આ બાબત તેના બોસ નક્કી કરશે કહી ને રામુ ને તેના બોસ ને મળવા લઈ ગયો.

તે માણસે રામુ ને એક મોટી એસી. કેબીન ની બહાર બેસાડ્યો.રામુ તેની વૈભવતા જોતો રહ્યો,અને ત્યાં જ રામુ ને અંદર બોલાવવામાં આવ્યો.રામુ જેવો અંદર ગયો કે...

( કોણ હશે એ બોસ?શુ એ રામુ ને કોઈ મદદ કરશે કે પછી ....જોઈશું આવતા અંક માં)

આરતી ગેરીયા...


"અંશ -1", ને પ્રતિલિપિ પર વાંચો :

https://gujarati.pratilipi.com/series/%E0%AA%85%E0%AA%82%E0%AA%B6-1-vcbekkxzrxod?utm_source=android&utm_campaign=content_series_share

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!