Rahasya - 2 in Gujarati Detective stories by Jasmina Shah books and stories PDF | રહસ્ય - ભાગ-2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રહસ્ય - ભાગ-2

આપણે ગયા પ્રકરણમાં જોયું કે,
નીશા તેની દીદીના સ્યુસાઈડના એક મહિના બાદ દીદીનું વોરડ્રોબ ફેંદી રહી હતી કે, દીદીએ કોઈ ચીઠ્ઠી કે કોઈ લખાણ તો ક્યાંય મૂક્યું નથીને..??

અને બન્યું પણ એવું જ નીશાને તેની દીદીની લખેલી રોજનીશી મળી આવી અને તેમાં જે લખ્યું હતું તે વાંચીને નીશાના પગ નીચેથી તો ધરતી જ ખસી ગઈ હતી. આ વાત તેણે પોતાના મિત્ર નિકેતને કરી.

અને પછી બંને મળીને નિકેતના પપ્પાના મિત્ર પીએસઆઇ શ્રી પટેલ સાહેબ પાસે જવાનું નક્કી કર્યું અને તેમની સલાહ લેવાનું નક્કી કર્યું.

બંને નક્કી કર્યા મુજબ પોલીસ સ્ટેશને પહોંચી ગયા, પીએસઆઇ શ્રી પટેલ સાહેબે નીશાની દીદી નીતાની લખેલી રોજનીશી વાંચી અને નીશાને પૂછ્યું કે, મયંક કોણ છે..?? સમીર કોણ છે..?? આ બધાને તું ઓળખે છે..??

એટલે નીશાએ મયંક અને સમીરની ઓળખાણ આપી અને પોતાની દીદીના સ્યુસાઈડ પાછળનું કારણ પણ સમીર જ હોઈ શકે છે તેમ પણ જણાવ્યું..!!

નીશાએ પોતાની દીદીના જીવનની વાત કરતાં જણાવ્યું કે, અમે ત્રણ ભાઈ બહેન હતાં દીદી અમારા બંનેથી મોટી હતી, મારા ભાઈનું બાઈક ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું પછી અમે ઘરના બધા જ સભ્યો ખૂબજ દુઃખી રહેતા હતા પરંતુ દીદી કૉલેજના ફર્સ્ટ ઈયરમાં હતા અને મયંક સાથે તેમની મુલાકાત થઈ, મયંક ખૂબજ ખાનદાન ઘરનો, વ્યવસ્થિત, ડાહ્યો અને દેખાવડો છોકરો હતો. દીદી અને મયંક બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી, ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંને વચ્ચે ગાઢ પ્રેમની ગાંઠ બંધાઈ.

સમીર પણ દીદીના ક્લાસમાં જ હતો તે પહેલેથી જ દીદીની પાછળ પડ્યો હતો પરંતુ દીદી તેને પસંદ કરતાં ન હતાં. તેથી તે મયંક અને દીદી ઉપર ખૂબજ ખીજે ભરાયેલો રહેતો હતો.તેનાથી દીદી અને મયંકનો પ્રેમ જોયો જતો ન હતો.

મયંકના મિલનસાર સ્વભાવને કારણે અમારા ઘરના બધાને મયંક ખૂબ પસંદ હતો. ભાઈના મૃત્યુ પછી મયંકે અમારા ઘરમાં દિકરાનું સ્થાન મેળવી લીધું હતું.

દીદી અને મયંકના અમે, ઘરેથી જ એન્ગેજમેન્ટ કરાવી આપવાના હતા આ વાતની સમીરને જાણ થતાં જ તેણે દીદીને એક રેસ્ટોરન્ટમાં મળવા માટે બોલાવી હતી અને તે દિવસે તેણે દીદીને ધમકી પણ આપી હતી કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને બીજા કોઈની પણ નહીં થવા દઉં અને બંને વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી પરંતુ પછીથી સમીરે વાત વાળી લીધી હતી અને દીદીની માફી પણ માંગી લીધી હતી અને બંને છૂટાં પડ્યાં હતાં આ બધીજ વાતોની નોંધ દીદીએ આ રોજનીશીમાં કરેલી છે.

ત્યારબાદ દીદી મયંકને સમીરથી દૂર રહેવા માટે અને સાવચેત રહેવા માટે કાયમ ચેતવણી આપતાં રહેતાં હતાં પરંતુ સમીર ખૂબજ ઉસ્તાદ હતો તેણે મયંક સાથે પાક્કી દોસ્તી બનાવી દીધી હતી અને એકદિવસ પોતે એકલો થોડા કામથી બહાર જઈ રહ્યો છે અને એકલો પડી રહ્યો છે ના બહાના હેઠળ મયંકને પોતાની સાથે શહેરથી થોડે દૂર લઈ ગયો અને ચિક્કાર દારૂ પીવડાવ્યો અને પછી નદીમાં ધક્કો મારી ફેંકી દીધો.

ત્યારબાદ નદીમાંથી મયંકની સીધી લાશ જ મળી આવી હતી અને તેણે દારૂ પીને સ્યુસાઈડ કર્યો છે તેવું સમીરે પોતાની બુદ્ધિ તેમજ લાગવગના જોરે સાબિત કરાવી દીધું હતું.જેથી કોઈ પણ વાતમાં તેનું નામોનિશાન ન આવ્યું. અને મયંકના મૃત્યુના આઘાતથી દીદીએ પણ સ્યુસાઈડ....અને નીશા ખૂબજ રડવા લાગી...

નિકેતે તેને પાણી પીવડાવ્યું અને શ્રી પટેલ સાહેબે કહ્યું કે, " આ વાતની પૂરેપૂરી તપાસ હું મારા હાથમાં લઈ લઉં છું અને આપણે ગુનેગારને પકડીને જ રહીશું તેવી ખાતરી પણ આપી.

ગુનેગાર સમીર પકડાશે કે નહીં જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ