LOVE BYTES - 82 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-82

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-82

લવ બાઇટ્સ
પ્રકરણ-82
દર્શન કરીને નીકળ્યાં પછી સ્તવન અને આશાએ આવનાર ભવિષ્યમાં જાણે ભય જોયો હોય એમ ચિંતામાં પડેલાં. આશાતો રડીજ ઉઠી પછી મીહીકાનાં સમજાવ્યાં પછી આશા થોડી નિશ્ચિત થઇ મયુરે વાતાવરણ બદલવા બધાને સારો મૂડ કરવા કહ્યું હવે દર્શન થઇ ગયાં આપણે હવે કુંભલગઢ ફરવા જવા નીકળીએ છીએ બધી ચિંતા બાજુમાં મૂકો અને હવે મજા કરીએ.
સ્તવને કહ્યું મને ખબર છે આશાએ એટલેજ મોટો થરમોસ લેવરાવ્યો છે. એવું સાંભળતા બધાં એક સાથે હસી પડ્યા અને સ્તવને આશાને કહ્યું આશા જે આવશે સામે એ સાથે મળીને સામનો કરીશું અને સાથે છે એવું કહીએ છીએ એ પુરુવાર કરીશું.
આશાએ કહ્યુ હું બધું સમજું છું પણ એકવાત મને નથી સમજાઇ મને ખટકે છે કે આ પાર્સલમાં પાઘડી આવી અમને કેમ ના જણાવ્યું ? શા માટે છુપૂ રાખ્યું ? અને કોણે મોકલી ? કેમ મોકલી ? એ મને અત્યારે સ્પષ્ટ બધુ જણાવો. તમે કાર ઉભી રાખો પ્લીઝ ત્યાં સુધી મારાં મનને ચેન નહીં પડે. એમ માત્ર હસી દેવાથી મન હળવું નહીં થાય. મારાંથી કુત્રિમ આનંદ નહીં લેવાય. મને ચહેરા પર મ્હોરુ પહેરવું પસંદ નથી.
સ્તવને કહ્યું આશા અમુક વાત છૂપાવવા પાછળ કોઇ ખરાબ આશય નથી હોતો. એનાં ઉપર મોકલનારનુ નામ લખેલું છે પણ ઓળખતો નથી સ્તવન જૂઠુ બોલ્યો પછી કહ્યું કેટલીવાત ન જાણવામાં વધારે હીત સમાયેલું હોય છે અને મેં મહાદેવને ચઢાવીને બધાને બતાવ્યુંજ. મોકલનારે કહ્યું છે કે તમે કુંબલગઢ જાવ છો તો આ પાઘડી ત્યાં પહેરજો એટલે બધાં રહસ્ય ખૂલી જશે. મને મારાં ગતજન્મની વાતોનો ડર હતો એટલે તને નહોતું જણાવ્યું હવે મહાદેવે ધારણ કર્યા પછી એ ડર પણ જતો રહ્યો છે. હું પહેરીશ અને જે થાય તને જાણીશ અને કાયમ માટે તારી સામે બધાં રહસ્ય ખૂલી જશે અને મને એમાંજ રસ છે. તારાથી કંઇ છૂપાવવા નથી માંગતો એમ કહી કાર સાઇડમાં ઉભી રાખી. એણે આશાની સામેજ નજર માંડી રાખી.
આશા એની આંખમાંજ જોઇ રહી હતી સ્તવનની આંખમાં કોઇ ડર કે ગ્લાની નહોતી એણે કહ્યું સ્તવન મોકલનાર સ્તુતિ કોણ છે ? તમારે શું સંબંધ છે ? અને તમનેજ શા માટે મોકલી ? ક્યાં રહસ્ય હજી ખુલ્લા કરવાનાં છે ? આગત જન્મનાં ઋણ હવે પુરા કરી દો. આ જન્મે તો તમે મારાંજ છો. મારે આમ બે જીંદગી વચ્ચે પીડાઇને નથી જીવવું પણ તમને સાથ જરૂર આપીશ.
સ્તવને કહ્યું આવું જીવવું અને બાળપણથી જે પીડાઓ મને થાય છે એનો ઉકેલ મારે પણ લાવી દેવો છે. હું તને પણ પીડામાં નાંખી રહ્યો છું હું પણ પીડાઇ રહ્યો છું ગત જન્મનો જીવ પણ પીડાય છે મારે આમાંથી બહાર નીકળવું છે. મેં અઘોરીજી પાસે પણ આ પ્રશ્ન મૂકેલ તે પણ એમની પાસે જઇને સમાધાન માંગેલું છે. તને પણ જવાબ મળી ગયો છે હવે આગળ જે આવશે થશે એ જોઇ લઇશું. અત્યારે તો ખાસ સાથની જરૂર છે. હું તારી સામે છૂપાઇ ને કંઇ રાખવાજ નથી માંગતો પણ એજ યોગ્ય સમયે તારી સમક્ષ બધુજ ચોખ્ખું થઇ જશે એનું વચન આપુ છું.
મીહીકા અને મયુર આર્શ્ચયથી બંન્નેના સંવાદ સાંભળી રહેલાં. મયુરે કહ્યું તમારી બંન્નેની વાત સાંભળી એમાં એવું સ્પષ્ટ થાય છે કે તમારી સાથે જે બનવાનું છે એ કુંભલગઢમાં બનવાનું છે અમે તમારાં લોકોની સાથે છીએ. સાક્ષી બનીશું જે થાય એ જોઇશું. અને જ્યાં જરૂર લાગે અમે વચ્ચે રહીશું. કલ્પનાઓ કરી અત્યારથી શા માટે દુઃખી થાવ છો ? લેટ્સ સી શું થવાનું છે. પણ અત્યારે તમારી વાતચીતથી સંતોષ થયો હોય તો આગળ વધીએ ?
આશાએ કહ્યું ઘણુ સ્પષ્ટ થઇ ગયું મને જવાબ મળી ગયાં ભલે અધુરા છે પણ કલ્પના કરીને મારે દુઃખી નથી થવુ નથી સ્તવનને કરવા એ મારાં સાથમાં છે એમાં બધુ આવી ગયું.
મયુરે કહ્યું વાહ ધેટ્સ ધ સ્પીરીટ બહેન તું ચિંતા ના કરીશ આપણે ચાર જણાં જાણીએ છીએ એકબીજાનાં સાક્ષી છીએ. સ્તવનજીજાનાં જીવનમાં જે તોફાન આવશે એનું સાચુજ સમાધાન આવશે. અમે પણ જોઇશું. આ ગતજન્મનું ઋણ, સંબંધ કે પ્રેમ શું છે ? જે જન્મો પછી પણ જાગ્રત રહે છે. મારો તર્ક એવું પણ કહે છે કે જો સ્તવનજીજુનો ગત જન્મનો કોઇ પ્રેમ છે જે એ મને સતત એહસાસ કરાવે છે જન્મો પછી પણ પીછો નથી છોડતો તો એ પ્રેમ કેવો હશે ? તો આ જન્મે કેમ ના મળ્યા ? એનું શું કારણ ? આ જન્મે બહેન આશા સાથે કેમ મેળાપ થયો ? શા માટે આ જન્મે તમે જોડાયા અને આટલો પ્રેમ કરો છો ? એનું કારણ પણ ગતજન્મ સાથે જોડાયચેલું હશેને ? એમતેમ ક્યાં કોઇનો સાથ કે પ્રેમ મળે છે ?
હું અને મીહીકા મળ્યા જોડાયાં મિલન પછી પ્રેમ થયો તો અમારે પણ ગત જન્મમાં કોઇ સંબંધ હશેને ? કોઇ ઋણાનુબંધ હશેને ? પણ આટલાં ઊંડા ઉતરીને શા માટે પ્રશ્ ઉભા કરવા ? જે હશે એ સામે આવે ત્યારે જોઇશું એમનેમ ક્યાં સંબંધ થાય છે ? મીહીકાને જોયાં પ્હેલાં ઘણી વાતો આવી મેં બધી જ નકારી અને મીહીકાને જોતાં જ હા પાડી દીધી અને સંબંધ બંધાયા પછી એનાં વગર એક પળ નથી જતી.
મીહીકા બધુ મયુરનાં મુખેથી બોલેલુ આષ્ચર્યથી સાંભળી રહેલી એને થયું મયુર કેટલુ બધુ સાર્થક વિચારી શકે છે. એણે કહ્યું મયુરની વાત સાચી છે. હવે ચિંતા અને વિચારો છોડો આનંદથી કુંભલગઢ જઇએ મહાદેવે કોઇ કારણસરજ આપણને કુંબલગઢ જવાનું સ્કુરાવ્યું છે મહાદેવ પર વિશ્વાસ રાખો બધુ સારુ થશે.
આશા અને સ્તવન પણ મયુરને સાંભળી રહેલાં અને એની તર્કબધ્ધ વાતો સાંભળીને સારું લાગ્યું આશાએ કહ્યું મયુરની વાત સાચી છે અને મીહીકાબેન કહ્યું એમ મહાદેવ પર છોડીએ બધું સારુંજ થશે.
સ્તવનને પણ આનંદ થયો મયુર સરસ સમજાવ્યું આશા પણ માની ગઇ. એણે કહ્યું કાર ઉભી જે રાખી છે તો મયુર આશાએ મંગાવેલ થરોમોસનો ઉપયોગ કરીએ. એમ કહી પાછળની સીટ પર પડેલી બોટલ લઇને થરમોસમાં આખી ખાલી કરી નાંખી અને એમાં પાણી ઉમેરી દીધું. આશાએ કહ્યું પત્યું હવે આ હાથમાં નહી રહે એણે કહ્યું. ઓ મારાં મહાદેવ હું આઇસક્યુબ પણ લાવી છું અને અમારાં માટે ફેન્ટાની બોટલ છે. લો આઇસ ક્યુબ કહી એણે એટેચીમાંથી એકદમ ઠંડો થયેલો વેક્યુમ વાળો પ્લાસ્ટીકનો ડબ્બો કાઢી સ્તવનને આપ્યો.
સ્તવન હસી પડ્યો વાહ જે તૈયારી અમારે કરવાની હતી તે બધીજ કરી દીધી થેંક્યુ ડાર્લીગ. આશાએ સ્તવનને કોઇ શરમ વિના બધાની સામે ચૂમી લીધો અને બોલી આ જીવ પર ન્યોછાવર છે મારાં માલિક. મજા કરવી હોય તો પુરી કરવી એટલે મેં બધુ યાદ કરીને લીધુ છે કદાચ લલિતામાસી એ પણ જોયેલું. બધુ મૂકતાં એમણે હસતાં હસતાં મને કીધુ પણ ખરુ અલી આશા તેં તો ઘણી તૈયારી કરી છે સાથે બધા નાસ્તો લીધો છે ને ? અને હસી પડેલાં. પછી મને સલાહ પણ આપી ચાલુ ડ્રાઇવીંગે કશુ પીવા ખાવા ના દઇશ એટલું ધ્યાન રાખજો ત્યાંનાં રસ્તાં સર્પાકાર અને ચઢાણવાળા છે મને ખબર છે.
મેં કીધેલું માસી નહીં ચિંતા કરો તમારો છોકરો બહુ તૈયાર છે અને ડ્રાઇવીંગ પર ખૂબ કાબૂ છે મેં એમને તમારો છોકરો કીધુ એમાં એટલાં ખુશ થઇ ગયાં હતાં મારુ કપાળ ચૂમીને કહેલું લાખોમાં એક છે મારો છોકરો. એમને તમારા માટે ખૂબ લાગણી અને પ્રેમ છે સાથે સાથે ખૂબ વિશ્વાસ પણ છે.
સ્તવને કહ્યું હું સાચેજ નસીબદાર છું કાકીનાં રૂપમાં બીજી માં મળી છે એમનો વિશ્વાસ કહી નહીં તૂટવા દઉ.
મીહીકા બોલી હવે તમારી તૈયારી કરો નહીતર અહીંજ સાંજ પડી જશે.
મયુરે બે ગ્લાસ તૈયાર કર્યા એમાં મોટાં થરમોસ ડ્રીંક ભર્યું અને એણે અને સ્તવને ચીયર્સ કહ્યું અને સ્તવન એકી શ્વાસે આખો ગ્લાસ પી ગયો મયુરે કહ્યું જીજુ આમ કેમ કરો છો ? ધીમે ધીમે પીઓ. તમારે ડ્રાઇવીંગ કરવાનું છે.
સ્તવને કહ્યું કંઇ વાંધો નહી હવે મને મૂડ આવશે. તમને સલામત લઇ જઇશ ચિંતા ના કરો. અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -83