Dashing Superstar - 28 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-28

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-28



(કિઆરા અને આયાન લોનાવાલામાં હર્ષવદનની મુવીના સેટ પર ગયા.ત્યાં તેમને તેમના પ્રોજેક્ટ વિશે ઘણું બધું જાણવા મળ્યું.કિઆરાએ અકિરાના મેકઅપમાં કઇંક ઉમેરી દીધું હતું અને એલ્વિસ આયાનને જબરદસ્તી વડાપાઉં ખવડાવ્યું.થોડીક મિનિટો પછી સેટ પર અફરાતફરી મચેલી હતી.એલ્વિસ અને કિઆરા એકબીજાને ગુસ્સામાં શોધી રહ્યા હતાં.)

એકથી દોઢ કલાક પહેલા.....

અકીરાના મેકઅપ અને મેકઅપ બ્રશમાં ગોલમાલ કર્યા પછી બહાર આવી.તેને તેના પ્રોજેક્ટ માટે ઘણીબધી માહિતી મળી ગઇ હતી.
"આ આયાનને આટલી બધી વાર કેમ લાગી રહી છે?"કિઆરા કંટાળતા બોલી.

અહીં વડાપાઉં તે પણ મુંબઇની પ્રખ્યાત જગ્યાનાં વડાપાઉં આયાનની કમજોરી હતાં.આ વાત એલ્વિસ સારી રીતે જાણતો હતો.એક પછી એક વડાપાઉં એલ્વિસ આયાનના મોંમાં ઠુસી રહ્યો હતો.આયાન પણ ભુલી ગયો હતો કે વડાપાઉં ભલે સ્વાદિષ્ટ છે પણ તે પારકા છે અને તેનું પેટ તેનું પોતાનું છે.
છેલ્લા વડાપાંઉમાં એલ્વિસે એક તીખું મરચું આખું મુકાવેલું હતું.

આયાન તેની કમજોરી વડાપાઉં સામે હારી ગયો અને પાંચમું વડાપાઉં પેટ ભરાઈ ગયું હોવા છતાં ખાઇ ગયો અને પછી તેણે જોરથી ચિસ પાડી.તે ચિસ એટલી જોરદાર હતી કે બહાર પાણી પી રહેલી કિઆરાના હાથમાંથી બોટલ ધ્રુજી ગઇ અને બધું પાણી તેના મોઢા પર ઢોળાઇ ગયું.તે એલ્વિસની વેનિટી વેન તરફ ભાગી.

આયાન પાણી માંગતો હતો પણ એલ્વિસના રૂમમાં પાણીની બોટલ ખાલી હતી.ભીનાં મોંઢા અને વાળ વાળી કિઆરા ભાગીને અંદર આવી.

"આયાન,શું થયું ?ચિસો કેમ પાડે છે?"ગુસ્સે થયેલી કિઆરાએ પુછ્યું.

"એણે પાંચ વડાપાઉં ખાધા એ પણ બટર વાળા અને છેલ્લુ તીખું લાગ્યું તો ચિસો પાડે છે."વિન્સેન્ટ માંડમાંડ હસવાનું ખાળતા બોલ્યો.

"તો પાણી આપોને તેને.આમ ઊભા ઊભા એનું મોઢું શું જોવો છો?"કિઆરાએ કહ્યું.

"પાણી નથી.આ દારૂની બોટલ છે."વિન્સેન્ટની વાત પર કિઆરાએ મોઢું બગાડ્યું.

"આ કોલ્ડ ડ્રિન્કની બોટલ?"કિઆરાએ પુછ્યું.આયાન પાણીના નામની ચિસો પાડી રહ્યો હતો.વિન્સેન્ટ કઇ બોલે તે પહેલા કિઆરાએ તે કોલ્ડ ડ્રિન્કની બોટલ આયાનના મોઢે મંડાવી.વિન્સેન્ટ અને એલ્વિસે એકબીજાની સામે જોયું અને ગભરાઇ ગયાં.

આખી બોટલ પી ગયા પછી આયાનને રાહત થઇ અને તે બોલ્યો,"આમા શું હતું ?થોડો વિચિત્ર ટેસ્ટ હતો પણ સારું લાગ્યું."

"સોરી,તને તકલીફ પડી આયાન."એલ્વિસે કહ્યું.
"અરે એલ્વિસ સર તેમાં તમારો શું વાંક?વડાપાઉં માટે આટલું તો હું સહન કરી જ શકું.ચલ કિઆરા."આટલું કહીને આયાન કિઆરા સાથે બહાર જતો રહ્યો.

એલ્વિસ અને વિન્સેન્ટ એકબીજાની સામે જોયું.વિન્સેન્ટ બોલ્યો,"એલ,આ થોડું વધારે પડતું થઇ ગયું.તેને ખબર પડશે કે કોલ્ડ ડ્રિન્કમાં ડ્રિન્ક મળેલું હતું તો ધમાલ થશે."

અહીં અકીરા તેના કોશચ્યુમમાં તૈયાર હતી.તેણે મીની સ્કર્ટ અને શોર્ટ ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું.તેને મેકઅપ અને હેર સેટ કર્યા પછી ટકોમ્પેક્ટ પાવડર પેટે,પગે અને હાથે લગાવી સ્કિનટોન ઇવન કર્યો.કિઆરાએ અકીરાના હેર બ્રશને પણ લાભ આપ્યો હતો.

અંતે અકીરા તૈયાર થઇને આવી.બહાર સેટ પર બધાં સોંગના શુટીંગ માટે તૈયાર હતાં.અજયકુમાર પણ તૈયાર હતા.એલ્વિસ પણ તૈયાર હતો.અંતે મ્યુઝિક શરૂ થયું અને એલ્વિસે કોરીયોગ્રાફી બતાવતા શુટીંગ શરૂ કર્યું બે મિનિટ એકદમ બરાબર ચાલ્યું પણ ત્રીજી મિનિટે કિઆરાનો પ્રતાપ દેખાવવા લાગ્યો.અકીરાને ખંજવાળ શરૂ થઇ.

"અકીરા,શું કરે છે?કેટલું સરસ ચાલી રહ્યું હતું.ચલ ધ્યાન આપ.આ લાસ્ટ પાર્ટ જ બાકી છે.અજયકુમારને એક કલાક પછી બીજા સ્થળે શુટીંગ માટે જવાનું છે."એલ્વિસ ગુસ્સામાં બોલ્યો.

સોરી કહીને અકીરા ફરીથી શુટીંગ કરવા લાગી પણ આ વખતે ખંજવાળ વધુ જોરથી આવવા લાગી.તેણે હવે લાજ શરમ અને મેનર્સ છોડીને સેન્ડલ ફેંક્યા અને જોરજોરથી બે હાથો વડે માથે,મોંઢે,પગે અને પેટે ખંજવાળવા લાગી.તેની હેરસ્ટાઇલ,તેનો મેકઅપ અને ડ્ર્રેસ ખરાબ થઇ ગયો.તેના ચહેરા પરના મેકઅપ સાથે કાજલ મીક્ષ થવાથી તેનો ચહેરો અતરંગી લાગી રહ્યો હતો.તે કોઇ સર્કસના જોકર જેવી લાગતી હતી.

આજુબાજુ બધાં તેને જોઇને હસી રહ્યા હતાં.કિઆરા અને આયાન પણ પોતાના પ્રોજેક્ટની ડિટેઇલ લેપટોપમાં નાખતા હસી રહ્યા હતાં.અચાનક અકીરાનો હાથ સજાવટ માટે રાખેલા લાઇનસર નાના થાંભલા પર વાગ્યો અને ધડાધડ એક પછી એક પડવા લાગ્યાં.છેલ્લો થ‍‍ાંભલો સાઈડ કેમેરા પર પડ્યો.સેટ પર નાસભાગ મચી ગઇ.હવે કિઆરાને પણ ગભરામણ થઇ.

"આ તો વધારે થઇ ગયું."તે મનોમન બોલી.બરાબર તે જ સમયે પાંચ વડાપાઉં અને તેની પર દારૂ મિશ્રિત કોલ્ડ ડ્રિન્કની વિપરીત અસર ‍આયાન પર શરૂ થઇ.તેને ક્યારની બેચેની અને અકળામણ લાગતી હતી.હવે તે ત્યાં જ ઊલ્ટીઓ કરવા લાગ્યો.

કિઆરા સમજી ગઇ કે આ એલ્વિસનું કામ હોઇ શકે અને એલ્વિસ સમજી ગયો કે આ કિઆરાનું કામ હોય.તે બંને એકબીજાને શોધી રહ્યા હતા.

અત્યારે .....

"આ શું કર્યું તે?આ અકીરાની હાલતની જવાબદાર તું જ છેને?તું કેમ તેની પાછળ પડેલી છો?"એલ્વિસે ગુસ્સામાં પુછ્યું.

"હા,મે કર્યું અને આ તમારું ઘર નથી કે મને ધમકાવો.તે અકીરાએ મને ખૂબ ખરીખોટી સંભળાવી હતી તો તેનો જવાબ તો આપવો પડેને મારે.આમપણ તમે તો છો તેના મોટા સપોર્ટર."કિઆરાએ મોઢું બગાડ્યું અને બોલી.

"હા,હું છું તેનો સપોર્ટર તું શું કરીશ?આ કરીને તે હર્ષવદન સરનું નુકશાન કર્યું છે."એલ્વિસે કહ્યું.

"તમે આયાન સાથે શું કર્યું ?શું ખવડાવ્યું બિચારાને તે ક્યારનો ઉલ્ટી કરે છે?આ છેલ્લા વડાપાઉંમાં મરચું તમે મુકાવ્યું હતુંને એટલિસ્ટ આઇડિયા તો પોતાના વાપરો.તેમા પણ મારી કોપી કરવાની?હવે કોણ જેલસ થઇ રહ્યું છે?અાયાન પણ તમારો મહેમાન જ છે.મહેમાન સાથે આવું કરાય."કિઆરા દલીલ કરતા બોલી.

"એ તારી નજીક આવશે તો મને તો જેલસી થશે જ.આમપણ દુર રહેવાનો નિર્ણય તારો છે.હું તેમા સહમત નથી.હું તારી પાસે ,તારી સાથે એકદમ નજીક રહેવા માંગુ છું."આટલું કહીને એલ્વિસ કિઆરાની નજીક આવ્યો.તેના ચહેરાની નજીક પોતાનો ચહેરો લાવીને તેની આંખોમાં જોવા લાગ્યો.કિઆરાના હ્રદયના ધબકારા વધી ગયાં.એલ્વિસના શ્વાસ તેના ગાલને અડી રહ્યા હતાં.તેણે પોતાની આંખો બંધ કરી દીધી.એલ્વિસ કિઆરાનો આ નિર્દોષ ચહેરો જોઇને સંમોહિત થઇ ગયો અને તેના ગાલ પર પોતાના હોઠને હળવેથી સ્પર્શ કરાવ્યો.

દુરથી આ જોઇ રહેલા આયાનને અણગમો થયો.તેણે કિઆરાના નામની બુમ પાડી.કિઆરાને જાણે ભાન આવ્યું હોય તેમ તે ત્યાંથી જતી રહી.
"ચલ કિઅારા જઇએ."આયાન હવે અહીં વધારે રોકાવવા નહતો માંગતો.તેની ઇચ્છા હવે અહીં અાવવાની નહતી પણ હજી એક જણની વિશેથી માહિતી લેવાની બાકી હતી તેથી કાલે આવવું પડે તેમ હતું.

*****


બીજા દિવસે કોલેજમાં લેકચર પત્યાં પછી કિઆરા અહાના સાથે બેઠેલી હતી.કિઆરાએ કાલે બનેલી ઘટનાઓ જણાવી.

"વાઉ કિઆરા,ડેશિંગ સુપરસ્ટાર તારા પ્રેમમાં છે.આ સાંભળીને જ મને કેટલી એક્સાઇટમેન્ટ થાય છે.એક વાત છે તું એલ્વિસથી દુર નહીં રહી શકે.લાગે છે તું પણ તેમના પ્રેમમાં છે.નહીંતર તારા ગાલે કોઇ કિસ કરી શકે?"અહાનાએ કહ્યું.

કિઆરા એલ્વિસના વિચારોમાં ખોવાઇ ગઇ.તેટલાંમાં આયાન આવ્યો અને બોલ્યો,"કિઆરા,આજે તું નહીં આવે તો ચાલશે.એક જ વ્યક્તિ સાથે વાત કરવાની છે.તું ઘરે રહીને પ્રેઝન્ટેશન બનાવી લે."આયાને કહ્યું.તે નહતો ઇચ્છતો કે કિઆરા અને એલ્વિસ નજીક રહે.

"ના હું પણ આવીશ.આજે આપણું કામ જલ્દી પતી જશે પછી આપણે શુટીંગ જોઇશું.આમપણ આટલા દિવસથી ભણીભણીને થોડી થાકી ગઇ છું."કિઆરાએ ભારપૂર્વક કહ્યું.આયાન નાછુટકે તેને લઇ ગયો.આજે એલ્વિસ કિઆરાની રાહ આતુરતા પૂર્વક જોઇ રહ્યો હતો.કિઆરા અને આયાનને આવતા જોઇ તેને ખૂબજ ખુશી થઇ.કિઆરા અને એલ્વિસની નજર મળી.કિઆરાએ તેની પલકો ઝુકાવી દીધી.

"કિઆરા,કામે લાગીએ.હું એલ્વિસ સરને મળીને આવું,તું તે સ્પોટ દાદાને મળી આવ."આયાને કિઆરાને એલ્વિસથી દુર રાખવા કહ્યું.
આયાન અને કિઆરાનું કામ પતી ગયું હતું,અહીં એલ્વિસના સોંગનું બાકી શુટીંગ આજે શાંતિપૂર્ણ રીતે પતી ગયું.

કિઆરાએ હર્ષવદન સામે આજે શુટીંગ દેખવાની ઇચ્છા વ્યક્ત કરી.કિઆર,એલ્વિસ,વિન્સેન્ટ અને આયાન શુટીંગ જોવા બેસ્યાં.કિઆરા અને આયાનને કાચના ગ્લાસમાં જ્યુસ આપવામાં આવ્યું હતું.

"કિઆરા,આ સીનમાં હિરોઈનને ખબર પડે છે કે તેના પતિનો વર્ષોથી કોઇ પરસ્ત્રી સાથે સંબંધ છે અને તેને આ વિશે પ્રશ્ન પુછી રહી છે."ડાયરેક્ટરે કિઆરા અને આયાનને સમજાવ્યું.
સીન વિશે સાંભળતા જ કિઆરાના ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા.તેના કાનમાં અકીરાના બોલાયેલા ડાયલોગ્સ પોતાની માઁના અવાજમાં સંભળાતા હતાં.

"તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો?આપણા પ્રેમલગ્ન હતા.શું કમી રહી ગઈ મારા પ્રેમમાં?કોઇનું નહીં તો આપણા બાળક વિશે તો વિચારવું હતું.તેના નાનકડા મન પર શું વિપરીત અસર પડશે?તેનો પ્રેમ અને લગ્નસંબંધ પરથી વિશ્વાસ ઉઠી જશે." પોતાની માઁ શિનાની આ વાત હંમેશાં તેના કાનમાં ગુંજ્યાં કરતી.

તેને સામે અજયકુમાર અને અકીરાની જગ્યાએ પોતાના માતાપિતા દેખાયા.મજબૂત મનોબળવાળી કિઆરા કે જેને માનસિક અને શારીરિક રીતે હરાવવી ખૂબજ અઘરી હતી.તે કિઆરાનો આ એક જ નબળો પાસો હતો.તેની દુખતી નસ હતી આ જે આજે અજાણતા જ કોઇની પણ ભુલ વગર દબાઇ ગઇ હતી.

કિઆરાની આંખમાં આંસુ દળદળ નીકળી રહ્યા હતાં.તેના હાથમાં રહેલા કાચના ગ્લાસ ફરતે તેની પકડ ખૂબજ મજબૂત બની અને ગુસ્સાના કારણે તે કાચનો મજબૂત ગ્લાસ કિઆરાના મજબૂત હાથ સામે હારી ગયો અને તુટી ગયો.

કાચ તુટવાનો અવાજ આવતા બાજુમાં બેસેલા આયાન,વિન્સેન્ટ અને એલ્વિસનું ધ્યાન કિઆરા તરફ ગયું.કિઅારાને આ હાલતમાં જોઇને તે લોકો આંચકો પામ્યાં.કિઆરા ગુસ્સાથી અજયકુમાર અને અકીરા સામે જોઇ રહી હતી.તેણે ગુસ્સાથી તુટેલા ગ્લાસનો નાનો કાચનો ટુકડો જોરથી હાથમાં દબાવ્યો.તેના હાથમાંથી લોહીની ટશરો ફુટી નીકળી.

તે ત્રણેય સખત આઘાતમાં હતાં.કિઆરા દોડીને ત્યાંથી જતી રહી.તે ત્રણેય પણ તેની પાછળ ભાગ્યા.કિઆરા પાછળ એક ટેબલ પર રાખેલા કાચના ગ્લાસને એક પછી એક પોતાના હાથમાં દબાવીને તોડી રહી હતી.તે પોતાની જાતને ખૂબજ પીડા આપી રહી હતી.તેને ખૂબજ લોહી નીકળી રહ્યું હતું.

"કિઆરા,સ્ટોપ ઇટ."એલ્વિસ કિઆરા પાસે જતા બોલ્યો.કિઆરાએ તેને તુટેલા કાચનો ટુકડો બતાવીને કહ્યું,"ખબરદાર,તમારા ત્રણેય માંથી કોઇ મારી પાસે આવ્યું તો હું મારી નસ કાપી લઇશ."કિઆરા ખૂબજ રડી રહી હતી.

તે ત્રણેય ત્યાં જ અટકી ગયા.હવે આગળ શું કરવું?કેમ કરીને કિઆરાને શાંત કરવી?તે વિચારતા તે એકબીજાની સામે નિસહાયતાથી જોઇને વિચારતા હતાં.

શું કિઅારા અને એલ્વિસની પ્રેમકહાની આ ઘટના બાદ અટકી જશે?
શું કિઅારાનો પ્રેમ પર પાછો આવી વિશ્વાસ ફરીથી તુટી જશે?
કિઆરાને શાંત કરવા તે લોકો શું કરશે?
જાણવા વાંચતા રહો.