CANIS the dog - 50 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 50

Featured Books
Categories
Share

CANIS the dog - 50

ત્રિભુજીય સવાના એમેઝોન ની બ્લેક indexly દેખાય છે ,અને તે સાથે જ પરપઝ વેન ના આગલા વ્હિલ ચીંતીત ગતિથી સ્ટોપ્ડ થાય છે. અને તેવી જ અજ્ઞાત ચિંતા વાળી ગતિથી ફોરેસ્ટ ઓફિસર વેન ની બહાર નીકળીને જંગલમાં આમતેમ જુએ છે.


થોડીક સેકન્ડ માં વન ટુ થ્રી ના નાદ સંભળાય છે અને તેની બીજી જ સેકન્ડે ત્રિભુજીય હાઇવેના પ્રથમ માર્ગ પરથી અશ્વ ની ટાપ ના અજ્ઞાત કોણીએ અવાજો સંભળાવા લાગે છે.અને આકાશ તારામંડળ ના પ્રકાશથી છવાવા લાગે છે.


મેગ્નેટિક લાઇટના પ્રકાશથી વચ્ચે ફરીથી એકવાર બ્લેક એન્ડ વાઈટ વેનીશા મંદ વાયુ ની ગતિથી સામેથી આવતી દેખાઇ રહી છે અને દ્રશ્ય ની પુર્ણાહુતી ની પાંચમી જ સેકન્ડે એક કક્ષ નો નો ડોર ઓપન થાય છે અને ધમાકા સાથે બંધ પણ થાય છે.


"CANIS," આ એક એવું નામ છે જેના છત્ર ની નીચે કમસે કમ પાંચ થી સાત પ્રજાતિઓનો સમાવેશ છે. અર્થાત jackal ,fox ,wolf ,dog ઈત્યાદી બધી જ જાતિઓનો ને કોમનલી "CANIS" ના નથી ઉચ્ચારી શકાય છે.

પરંતુ સવાલ એ પણ છે જ કે આ બધા જ જીવો કેનિસ વંશી જ છે તો તેમ છતાં પણ શ્વાન તેના મૂળ અનુવંશ થી અલગ થઈને સ્વતંત્ર રીતે વફાદારી અને માનવ રક્ષણ વાળા અનુવંશ માં ક્યારે અને કેવી રીતે પ્રવેશી ગયો!!! પરંતુ તે જે હોય તે, એક વાત તો નિશ્ચિત થઈ હતી કે કેનિસ વંશી ઓને કદાચ એકબીજા સાથે ફ્રેન્ડલી મિક્સચર કરાવી શકાય , પરંતુ કેનિસ પરિવારથી આનુવંશિક રીતે ભીન્ન થઈ ગયેલા શ્વાનના મિક્સચરો માટે નકાર જ પડી રહ્યો છે. કેમ કે શ્વાન થી અતિ રીકત અન્ય બધા જ કેનીસો ને માનવ પ્રત્યેના પ્રેમની સાથે દૂર દૂર સુધી કોઇ જ રીસ્તો નાતો નથી. અને એ પણ વણમાગી સલાહ આપવા યોગ્ય તો ખરી જ કે જ્યારે જ્યારે ડૉગ ના જિનેટિકલ મિક્સચર કરો થાય ત્યારે ત્યારે ડૉગની સાથે ડૉગ ને જ મિક્સચર કરવો,અન્ય કેનિસ મેં ક્યારેય નહીં. કેમકે ડોગ થી અતીરિક્ત અન્ય બીજા બધા જ કેનિસ માનવ શત્રુ જ છે આદમખોર જ છે.

દોસ્તો, સાયન્સ વિશે હજુ ઘણું બધું સમજવા નું બાકી છે.

અર્થાત સંસારમાં જેટલા પ્રાણીઓ છે તેટલા જ તેમના જીન્સનો પણ છે. અને આ જ પ્રાણીઓએ તેમના ઝોન અને કેટેગરી અનુસાર તેમના વંશને આગળ વધારવાનો હોય છે.એવુ પ્રકૃતિ ના હજારો વર્ષ ના ક્રમથી અતિરિક્ત ક્યારેય નથી બનતું કે કોઈ બે ભીન્ન જાતિ ના જીવ ની વચ્ચે સંસર્ગ થાય છે અને કોઈક નવી જ જાતિની ઉત્પત્તિ થાય છે. હવે થોડાક આગળ વધીને મનુષ્યની વાત કરીએ તો overall મનુષ્ય નો મૂળ અનુવંશ શોધવો હવે કદાચ થોડુંક મુશ્કેલ છે. કેમ કે મનુષ્ય જાતિની ઉત્પત્તિ હજારો અને કદાચ લાખો વર્ષ પહેલા થઈ હતી. અને ત્યારબાદ મનુષ્યએ પોતાની બુદ્ધિ અને પુરુષાર્થ થી frequently આ સંસારને બદલતો આવ્યો છે. અને હજુ પણ આગળ તે બદલ તો જ રહેશે.અને તેની જ સમાંતર તે જીવનધોરણ ના સાધનો અને ઉપકરણો ને વિકસિત કરીને ભોગવતો આવ્યો છે.અને એટલે જ તે સંભાવનાને નકારી નથી શકાતી કે માનવી પોતે જ પોતાના જ પ્રાકૃતિક અને મૂળ અનુવંશ ને જ ભૂલી ગયો છે અને લગાતાર પ્રગતિની તેની દોડ જારી છે.

કથા સરિતા "CANIS" તેના અંતિમ ચરણમાં પ્રવેશ કરવા જઈ રહી છે, એટલે તે પૂર્વ આટલી ચર્ચા તો થવી જ જોઇતી હતી,અને જે કદાચ આપણો અધિકાર પણ છે જ.પરંતુ હવે થોડાક અંતિમ ચરણ ના આધ્યમાં પણ બેસીને વિચારવું અનિવાર્ય છે કે અંતિમ અધ્યાય કેવો હોઇ શકે છે!!