Jaadui Pustak ane Shivansh - 9 in Gujarati Thriller by Mittal Shah books and stories PDF | જાદુઈ પુસ્તક અને શિવાંશ - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જાદુઈ પુસ્તક અને શિવાંશ - 9

9

સૂરજ દિવસ ઉગે અને સાંજે આથમે ત્યાં સુધીમાં કેટલા જીવનને પોષે, કેટલાને પણ નવી ઉમ્મીદ આપે.

એમ જ લીલા પણ પરણીને સાસરે આવી, એ પણ મનથી માનેલા પ્રિયતમ જોડે. તેનું સાસરીમાં ગૃહપ્રવેશ સરસ રીતે થયો. નવા નવા દિવસો જેમ જલ્દી જલ્દી પસાર થાય, તેમ જ લીલા અને રામલાલના લગ્નને ચાર દિવસ કયા પૂરા થયા, એ ખબર ના પડી.

ત્યાં તો શેઠ ગોરખનાથે મગન જોડે કહેવડાવ્યું કે,

"કાલથી વાડીએ આવી જજે, કામનું ભારણ વધી ગયું છે."

રામલાલની જોડે જોડે લીલા પણ કામે ચડી ગઈ. મહેલમાં જયંતી શેઠાણીએ લીલાને કામ કરતી જોઈને નવાઈ લાગી. તેમણે લીલાને પોતાની જોડે બોલાવી અને કહ્યું કે,

"એ લીલા, હજી તો તારા હાથમાંથી મહેંદી પણ ઉતરી નથી. અને તું કામે કેમ ચડી ગઈ."

"બા હું તમારી જોડે બોલવાની જ નથી! તમે કેમ મારા લગ્નમાં ના આવ્યા?"

"લીલા તને ખબર છે ને કે હું કયાંય નથી નીકળતી. વળી, તારા શેઠ પણ નહોતા એટલે કેવી રીતે આવું? ચાલ માફ કરી દે... "

"ના, બા એમ નહીં, પણ તમે આવ્યા હોત તો મને સારું લાગત."

"એ તો કહે પહેલા કે તારું સાસરે આગમન કેવું થયું, સારું ને? ફાવી ગયું ને સાસરે?"

"હા, બા બધું બરાબર છે. અને બા એ તો એવું છે ને કે એમને વાડીએ કામે જવાનું હતું."

"કેમ..."

"શેઠે કામ પર ચડવાનું કહ્યું હતું, એટલે એમની જોડે હું એ કામે ચડી ગઈ? તમારા માટે તમારી ભાવતી ચા બનાવી લાઉં."

"સારું જા, અને બા દાદાને મળી આવ અને તેમને પણ ચા આપી આવજે."

લીલા રસોડામાં ચા બનાવી શેઠાણી જોડે આવી અને કહ્યું કે,

"બા તમે મારી આગળ ખોટું કેમ બોલ્યા? રસોઈયા કાકા કહેતા હતા કે,

'પાંચ દિવસ પહેલા શેઠે તમને માર્યા હતા? વધારે માર્યું હતું? બા તમે બોલતા કેમ નહીં?"

"હોય બેટા, તારા શેઠનો સ્વભાવ જ નથી સારો, શું થાય?"

'મારી વાત મૂકને અને એ કહે કે રામલાલના ઘરના લોકો તને બરાબર રાખે છે ને?"

"હા, બા..."

"સારું હું શેઠને પૂછી આવું છું કે તેમને કંઈ જોઈએ છે ખરું?"

"એ હા, બા..."

જયંતી શેઠાણી શેઠની રૂમમાં ગયા અને કહ્યું કે,

"સાંભળો છે, તમે?"

"બોલો સાવ ઢંગધડા વગરના છો? ખબર નથી પડતી કે દરવાજો ખખડાવો, કોઈ જરૂરી કામ પણ ચાલતું હોય?"

"તમે હાલ તો કંઈ કામ નથી કરતાં ને?"

જયંતીએ ડરતાં ડરતાં જવાબ આપ્યો.

"સારું, બહુ જીભ ચાલે છે આજ કાલ?"

જયંતી તેમની સામે જોઈ જ રહી.

"બોલો... શું વાત છે?"

"તમે લીલા જોડે...? કંઈ નહીં, તમે રાભલાલને કેભ કામ પર બોલાવી લીધો? હમણાં તો તેના લગ્ન થયા છે."

"કામ વધારે હોય તો બોલાવો પડે, તને આમાં ખબર ના પડે. અને એક વાત સમજી લો કે તે સગી દિકરી નથી તમારી, માટે તેના પ્રત્યે માયા મમતા ના રાખો અને મારા કામ આડે નહીં આવવાનું.'

"અને એટલું યાદ રાખજો કે આ હવેલી મારી છે. અને અહીં મારી હૂકમત ચાલે છે. તમને એક બાળકને હજી સુધી નથી થયું અને મને સલાહ આપવા આવ્યા છો. તમને વળી, તે છોકરી માટે માની મમતા જાગી છે અને એટલું યાદ રાખજો કે લીલા જોડે પણ હું તે જ કરીશ, જે હું કરવાનો જ, સમજયા.'

"તેનો બાપ પણ કશું કરી શકે એમ નથી, કેમ કે તેના બાપાએ જમીનના કાગળ પર અંગૂઠો મારી દીધો છે. અને રામલાલ વિશે તો તમે જાણો જ છો? જાવ અહીંયાથી... અને હા, તમારે કોઈને બચાવવાની જરૂર નથી અને દયા ખાવી હોય તો મારી ખાવ, મારી પત્ની છો, એ યાદ રાખજો.'

"ભૂલો નહીં કે હું તાંત્રિક છું, મારે અમર થવું છે."

જયંતી ચૂપચાપ સાંભળી રહી અને ઓરડાની બહાર નીકળી ગઈ. સાસુ સસરાના ઉંહકારાના અવાજને સાંભળી તેમના રૂમમાં ગઈ અને રોવા લાગી. ગંગા બાએ તેમના માથા પર પ્રેમથી હોય થ ફેરવે રાખ્યો અને રડવા દીધી. થોડી વારે શાંત થઈ અને બોલી કે,

"બા ખબર નહીં, દરેક વખતે પોતાની જ મનમાની કરે છે. કયારેય કોઈની વાત સમજતા જ નથી અને હું સમજાવવા જાઉં તો મને મારે છે. તમે જ કહો બા, આમ કયાં સુધી ચાલશે?"

"મને ખબર છે..... કે.... એ કોઈનું નહીં સાંભળે. નહીંતર અમારી આવી...હાલત હોત, બોલને બેટા?... હવે તો ભગવાન કરે તે જ સાચું...'

"તારા સસરા તાંત્રિક હતા, પણ સારા કામ કરતા હતા. પણ ખબર નહીં આને કયાંથી અમર થવાનું ભૂત વળગ્યું."

ત્યાં જ લીલા આવી ગઈ અને એ હાંફતી હાંફતી જ બોલી કે, "બા.... બા... તમને ખબર છે કે શેઠ અઘોરી છે."

"શાંત લીલા... શાંત... તને કેવી રીતે ખબર પડી?"

"બા, શેઠને હું ચા દેવા ગઈને તો શેઠ મગનને કહેતા હતા કે,

'આજે રાતે પેલી છોકરી જોડે હત્યા કરાવી પડશે. નહીંતર આ અમાસે ૫૦૦વ્યક્તિ પૂરાં નહીં થાય. એટલે તૈયારી બરાબર કરો, આજથી તે માટે કામે લાગી જાવ. બા તમને ખબર નથી...."

જયંતી નીચું જોઈ ગયા, એમની આંખોમાં આસું હતા.

"હા, લીલા મને ખબર છે અને રામલાલ પણ તાંત્રિક છે. એ પણ ખબર છે."

"બા, એ પણ તાંત્રિક... તો પછી તે મને પણ મારી નાખશે."

"ના, નહીં મારી નાખે. હું છું ને તને બચાવીશ.ગંગા બા પણ બોલ્યા કે,

"લીલા તું તો અમારી.... પૌત્રી જેવી છે,... તને એમ થોડી મારી કાઠશે એ ર....હો... હું કહીશ તેને."

લીલાના મનનું સમાધાન તો ના થયું, પણ તે માથું હલાવીને ઓરડાની બહાર નીકળી ગઈ.

જયંતી તેને જતી જોઈ રહ્યા અને બોલ્યા કે,

"બા આને બચાવવા હું ગમે તેમ કરીશ, મને આર્શીવાદ આપો કે, મારું મન ડગમગાય નહીં."

"જા બેટા, ભલે મારા દિકરાને જે થવું હોય તે થાય પણ, બીજાઓને પણ એનાથી તો બચાવ."

જયંતીના સસરા સોમાભાઈએ પણ આંખોથી તેને આર્શીવાદ આપ્યા. આંખો બંધ કરીને કંઈક વિચાર્યું ને ઓરડાની બહાર નીકળી. તેને મગનને પૂછ્યું કે,

"પેલો ભાઈ જે સાફસફાઈ કરવા આવ્યા હતા તે કયાંથી આવ્યા હતા. તે તને ખબર છે."

"ના, બા ખબર નથી...."

મગને જવાબ આપ્યો.

સાધુ શિવદાસ મહારાજની જોડે પરેશ, સારિકા અને શિવાંશ બેઠા હતા. પરેશે કહ્યું કે,

"બાપજી.... હું ફરી પાછો જાઉં, કદાચ.... "

"ના... તારું કામ નથી, તું નહીં કરી શકે."

"તો પછી..."

"શિવાંશ બેટા, અહીં આવ, તું જા ઘરમાં કોઈના પણ નજરે ના ચડે તેવી રીતે. પરેશભાઈ તમે શિવાંશને ઘરનો નકશો દોરીને લાવ્યા છો ને તે બતાવો અને પુસ્તકની જગ્યા પણ બતાવો."

"હા લાવ્યો છું, બાપજી. પણ... મને એવું લાગે છે કે આ વખતે પુસ્તક ત્યાં નહીં હોય."

"મેં એટલું તો જોયું છે કે પુસ્તક હવેલીમાં જ છે. કયાં, તે જ શિવાંશને શોધવું પડશે?"

"અને હા, શિવાંશ ત્યાં શેઠાણી ભલા હતા અને કદાચ તે મદદ કરે."

"શિવાંશ પ્રયત્ન કરી જોજે બેટા, પણ એકદમ ના જતો, પહેલા તે જોજે કે શેઠાણી મદદ કરે એવા છે કે નહીં."

સાધુ શિવદાસ મહારાજે શિવાંશને કહ્યું. પરેશ, સારિકા અને શિવાંશ જવાબની રાહ જોઈ રહ્યા હતા.