એક પૂનમની રાત
પ્રકરણ-49
અનિકેત કબ્રસ્તાનમાં એણે જે નરી આંખે જોયેલું એ બધાને કહી સાંભળાવી રહેલો. બધાનાં જાણે હોંશ ઉડી ગયેલાં અનિકેત પોતે કહેતાં કહેતાં ખૂબ ગભરાયેલો. પછી દેવાંશની મંમીની બૂમ પડી જમવા અંગે એટલે વ્યોમાં અને અંકિતા ત્યાં ગઇ અને અનિકેત દેવાંશનો હાથ પકડી લીધો અને બોલ્યો દેવાંશ મારે એ લોકો સામે નહોતું કહેવું અંકિતા ડરી જાય એણે દેવાંશને હું બહાર નીકળવાની તૈયારી કરતો હતો અને ત્યાં પેલી છોકરીનું પ્રેત મારી પાસે આવી ગયું અને મારી સામે જોઇ ખડખડાટ હસી પછી બોલી એય ક્યારનો શું જોયા કરે છે ?મારુ નામ ફરીદા છે મારાં પર પેલાં શેતાને રેપ કરેલો મેં ખુદકુશી કરેલી અને અપમૃત્યુને વરી હતી પણ હવે મને આ રૂપમાં આ જંગલી લાવ્યો છે એ પણ શેતાન છે એ કેહેવું નથી પણ હું તારી મદદ કરીશ.... તું મારી મદદ કરજે એમ કહીને જતી રહી પછી પાછળ જોવાની મારી. હિંમતજ ના થઇ હું ચૂપચાપ બહાર નીકળી ગયો. મારાં નીકળી ગયાં પછી એ લોકોને મારી ખબર પડી ગઇ કે નહીં મને નથી ખબર પણ મેં જે એનું રૂપ જોયુ છે... ઓહનો એ પછી હું સરખુ ઊંધી નથી શક્યો. દેવાંશ અઘોરીબાબા પાસે જઇશું. નહીતર હું ડરીને જ મરી જઇશ. આ લોકોને કોઇ વાત ના કરીશ. આપણે બે એકલાંજ બાપુ પાસે જઇશું.
દેવાંશે કહ્યું અરે અનિકેત હું તારાં સાથમાંજ છું પણ આવી વાત આટલો વખત દબાવી કેમ રાખી ? મને કહ્યું કેમ નહીં ?
અરે દેવાંશ પછી વાવ પર આગ લાગી આપણે બધાં એની દોડધામમાં હતાં અમારે રીપોર્ટ ઓફીસમાં આપવાનો હતો. પણ હવે આપણે સાથેજ રહીશું. આપણે કેવલજીત સરને રીક્વેસ્ટ કરીશું કે આપણાં બંન્નેનાં પ્રોજેક્ટ આપણે ચારે સાથે કરીશું. પ્લીઝ તું કોઇ પણ જેક લગાવજે મને સાચેજ ખૂબ ડર લાગે છે.
દેવાંશે કહ્યું અનિકેત હું ચોક્કસ એવી રજૂઆત કરીશ જરૂર પડે સિધ્ધાર્થ અંકલ પાસે કહેવરાવીશ મારાં પાપાને પણ કહીશ આમ પણ આપણે આ વાત સિધ્ધાર્થ અંકલને કરવાનીજ છે ખૂબ ડર લાગે એવુંજ બધુ બન્યું છે.
દેવાંશે અનિકેતને આશ્વાસન આપતાં કહ્યું આ લોકોને કોઇ વાત કહેવાની નથી આપણે નીપટાવી લઇશું કંઇ નહી હવે તું બધાં વિચાર અને ડર ખંખેરી નાંખ આપણે જમવા જઇએ.
બંન્ને જણાં ડાઇનીંગ રૂમમાં ગયાં. વ્યોમાએ કહ્યું હજી કેટલી વાતો કરો છો ? ક્યારની થાળીઓ પીરસીને મૂકી છે મંમીએ બધુ ગરમ ગરમ બનાવુ છે ઠંડુ થઇ જશે આવી જાવ.
તરુબહેને કહ્યું વાહ વ્યોમા બરોબર તૈયાર છે વ્યોમા તું બધાને બરાબર પીરસીને જમાડજે અને તું પણ બરાબર જમજે હું ગરમ ગરમ પુરી બનાવીને મોકલું છું મને આજે એટલું સારું લાગે છે કે મારુ ઘર ભર્યુ ભર્યુ લાગે છે તારાં પાપા પણ હોત તો એ પણ ખૂબ ખુશ થઇ જાત.
વ્યોમા શરમાઇ ગઇ કહ્યું ના મંમી હું બરોબર પીરસીશ. ત્યાં હાથ ધોઇને દેવાંશ અને અનિકેત આવી ગયાં અનિકેત હવે સ્વસ્થ દેખાતો હતો. બધી વાત કહીને એ જાણે હલકો થઇ ગયો બધાં જમવા બેઠાં.
*****************
સિધ્ધાર્થ કાળુભાને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો. જઇને તરતજ વિક્રમસિહજીની ચેમ્બરમાં ગયો. એમની સાથે બધી વાત કરી રીપોર્ટ આવ્યાં અને કહ્યું મીલીંદનો કેસ ગૂંચવાતો જાય નવા નવા પુરાવા અને નવી વાતો જાણવા મળે છે હવે મીલીંદની કોઇ સ્ત્રી મીત્ર કોઇ છોકરી પણ ટેરેસ પર હતી હું કેમેરા લઇને આવ્યો છું બધુ જોઊં છું અને તારણ કાઢું છું ત્યાં સુધીમાં રામુનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી જશે અને મીલીંદનાં બેન બનેવીનાં બ્લડ સેમ્પલનાં રીપોર્ટ પણ આવી જશે જે લેડીઝ રૂમાલ હતો એ મીલીંદની બહેનનોજ હતો એણે ઓળખી બતાવ્યો છે. એ રૂમાલ પરનાં બ્લડ રીપોર્ટ આપણી પાસે છે એની સાથે મેચ કરી લઇશ.
સર ! ખાસ વાત એ છે કે એ મીલીંદની ફ્રેન્ડ કોણ હતી ? અને ત્યારે આવી ક્યારે ગઇ કોઇને નથી ખબર એની ખાસ તપાસ કરવી પડશે.
વિક્રમસિહજીએ કહ્યું તું રાઇટ ટ્રેક પર છે તું તપાસ આગળ ચલાવ હજી ઘણી નવી વાતો આવશે એવું લાગે છે. આતો દેવાંશ પુરાત્વ ખાતાનાં કામમાં છે કે ખૂન કેસમાં ? એજ નથી ખબર પડતી. વાવ પરની આગ, ત્યાં સર્પ-નાગ બળેલાં હતાં પછી અદશ્ય થયાં. આ છોકરીની નવી વાત કંઇ સમજાતું નથી ખૂબ કાળજીથી આમાં આગળ વધવું પડશે તું બધીજ કડીઓને એકત્રીત કર પછી કોઇ તારણ નીકળશે. અને પેલી છોકરી દેવાંશને કેમ મળવા માંગતી હતી ? દેવાંસ સાથે પણ વાત કરી લેજે. એને અહીં બોલાવી લેજે. આ કેસ મને લાગે ખૂબ અગત્યનો છે.
સિધ્ધાર્થે કહ્યું હાં સર હું બધીજ કડીઓને મેળવી રહ્યો છું તમે કહ્યું એ પણ સારું છે હજી ઘણી નવી વાતો આવશે મને આ કેસ ખૂબ ઇન્ટરેસ્ટીંગ અને ચેલેન્જીંગ લાગે છે પણ હું રસપૂર્વક કામ કરી રહ્યો છું. હું બધુ એકત્ર કરી તારણ નીકળશે પછી આપને રીપોર્ટ કરીશ. મને ખબર છે તમારાં હાથમાં ઘણાં કામ છે... વળી નવરાત્રી બે ત્રણ દિવસમાં આવે છે વળી PM પણ વડોદરાની મુલાકાતે આવે છે ઐતિહાસિક વારસાની ગેલેરીનું ઉદ્ધાટન કરવા એમનાં બંદોબસ્તમાં પણ નજર નાખવી પડશે ઘણાં કામ છે તમે બીઝી હશો પણ તમે નિશ્ચિંત રહેજો.
નવરાત્રીમાં કોઇ કોની અથડામણ ના થાય અને લુખ્ખા તત્વો ક્યાંય કળા ના કરી જાય એ પણ જોવું પડશે આ પુરાત્વ ખાતુ અને ખૂન કેસ બંન્ને હું જોઇ લઇશ.
વિક્રમસિંહ કહ્યું PMનો કાર્યક્રમ અચાનક બન્યો છે એટલે એ વધારાની જવાબદારી આવી છે. કમીશ્નર રીટાયર્ડ થાય છે એટલે એ પણ મારે બધુ સંભાળવાનું આવશે પ્રમોશન સાથે ચિંતાઓ પણ શિરમોર થશે.
સિધ્ધાર્થે કહ્યું કંઇ નહીં સર બધુ સરસ રીતે થશે તમે આવતા મહીને કમીશ્નર થવાનાં ગ્રાન્ડ પાર્ટી રાખીશું. વિક્રમસિહજીએ હસતાં હસતાં કહ્યું એ વાત એ વખતે હમણાં બધાં કામ જોઇએ.
સિધ્ધાર્થ એમની ચેમ્બરમાંથી નીકળી એની પોતાની કેબીનમાં આવ્યો. એણે તુરંત કાળુભાને બોલાવ્યો કાળુભાને કહ્યું કાળુભા પેલા બધાંના વીડીઓ જેં તમને આપ્યાં છે એ ફોટો વીડીઓ બધાં ચેક કરો. અને એમાં કંઇ પણ અજુગતુ દેખાય મને રીપોર્ટ કરો અને કાંબલેને બોલાવે એને પણ કામ સોંપી બધાં રીપોર્ટ એકડાં કરાવો. ત્યાં મનીષ કાંબલે આવી ગયો. સિધ્ધાર્થે કહ્યું કાંબલે તમે રામુનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ, આજે જે બ્લડ સેમ્પલ મીલીંદનાં ઘરેથી લીધાં છે એનાં રીપોર્ટ મંગાવી ફાઇલ બનાવો પછી મારી પાસે આવો. આજે ઘરે જતાં થોડું મોડું થશે એમણે અમારે ઘરે જાણ કરવી હોય કરી દો.
મનીષે કહ્યું હાં સર હું કરી દઊં છું પણ સર મારે તમને એક વાત કરવી છે. આ કેસનાં સંદર્ભમાંજ. સિધ્ધાર્થ કાંબલેની સામે આર્શ્ચયથી જોઇને પૂછ્યું બોલ શું વાત કરવી છે.
કાંબલે એ કહ્યું સર દેવાંશભાઇની સાથે જે બીજા છોકરાં એટલે કે કાર્તિક અને એમની ઓફીસનો પ્યુન ભેરોસીંહ એ બંન્નેમાં કંઇક ગરબડ લાગે છે કોઇ રહસ્ય ચોક્કસ છે એ લોકોની વર્તણૂક વાતચીત અને બોડીલેગ્વેજથી મને શંકા ગઇ છે.
સિધ્ધાર્થ હસતાં હસતાં કહ્યું વાહ તું પણ આવો અભ્યાસ કરે છે ? વેલડન તારી વાત સાચી છે એ લોકો પર નજર રાખવાની જરૂર છે મને પણ શક પડ્યો છે એ લોકો એમની જોબ સાથે કોઇ બીજી ગુન્હાહીત પ્રવૃત્તિ કરતાં હોય એવું લાગે છે. પણ મારી બધે નજર છે. ચિંતા ના કર પણ તું જેમ નજર રાખે છે એમ રાખજે જરૂરી છે. જા કામ પતાવ.
કાળુભા અને કાંબલેનાં ગયાં પછી સિધ્ધાર્થે ચેર પરજ આળસ ખાધી હાથ પગ હલાવી છૂટા કર્યા અને ફોન કરી ચા મંગાવી અને વિચારમાં પડી ગયો.
ચા આવી ગઇ એણે કહ્યું આટલી ઝડપથી ? ચાવાળા રમેશે કહ્યું બનાવીને તરતજ ઓર્ડર આવ્યો એટલે સીધી અહીં લઇ આવ્યો.
સિધ્ધાર્થે કહ્યું અલ્યા મગન અહીં જે બધાં આવે જાય એની પર તારી નજર રહેતી હશે ને ? તને પણ ટેવ પડી ગઇ હશે બધાની પર નજર રાખવાની હું તને એક પ્રશ્ન કરું છું હમણાં ત્રણ-ચાર દિવસમાં પોલીસ સ્ટેશનમાં એવું કોઇ આવ્યું કે તને આષ્ચર્ય થયું હોય ?
મગન થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો સર હું તો ચા વાળો મને શું ખબર પણ એક જણ મેં જોયું અને....
વધુ આવતા અંકે - પ્રકરણ - 50