I Hate You - Can never tell - 57 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-57

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-57

આઇ હેટ યુ
પ્રકરણ-57
વિરાટે નંદીનીએ ફરીથી ફોન કર્યો. નંદીનીએની ફ્રેન્ડ જયશ્રી સાથે વાત કરતી હતી એટલે વાર લાગી પછી નંદીની સાથે બધી વાતો કરી અને પછી કહ્યું તમારાં પાપાનું આખુ નામ શું ? નંદીનીએ આષ્ચર્ય સાથે પૂછ્યું કે... કેમ ભાઇ તને ખબર નથી ? એકદમ પાપાનાં નામની શું જરૂર પડી ?
વિરાટે કહ્યું દીદી મને તો ખબરજ છે નંદકિશોર પણ છતાં આખું નામ કન્ફર્મ કરવું હતું ખાસ કામ છે અને નંદીનીએ કહ્યું હાં એજ નામ છે. નંદકિશોર અધ્વર્યું
વિરાટ બે મીનીટ ચૂપજ થઇ ગયો. એને શું બોલવું અને શું પૂછવું સમજાયું નહીં. નંદીનીએ કહ્યું કેમ ચૂપ થઇ ગયો ? શું થયું ? શું કામ પડ્યું ? આગળ બોલે તો મને ખબર પડે ને..
વિરાટ અસમજસમાં પડી ગયો એને થયું હવે કહેવું કે ના કહેવું ? નામ તો એજ છે જે રાજ બોલેલો. આમ તો બધુજ મળતું આવે છે. કંઇ નહીં કહીજ દેવા દે.
વિરાટે કહ્યું દીદી એતો મારો એક બીજો રૂમ પાર્ટનર છે એનાં મોઢેં મેં તમારાં નામ જેવું નામ સાંભળ્યું એટલે કન્ફર્મ કરવાજ તમને પૂછ્યું પણ એ કહે છે એ તમે નહીં. હોવ છોડો વાત એમજ તમને પૂછી લીધું.
નંદીનીનાં હૃદયમાં જાણે ઝબકારો થયો એણે વિરાટને સીધુંજ પૂછી લીધું એ રાજ છે તારો પાર્ટનર ? વિરાટ તો સાંભળીને સડક થઇ ગયો એણે કહ્યું દીદી તમને કેવી રીતે ખબર પડી કે એ રાજ છે ? આઇ મીન એનું નામ રાજ છે મેં તો તમને કીધુ નથી કે નથી તમારી ઓળખાણ કરાવી ?
નંદીનીને શું બોલવું ના સમજાયું ? લૂંટાયેલો ગરાસ જાણે સામેથી મળી ગયો. એણે એકદમજ એક્સાઈટ થઇને બોલી દીધું. વિરાટ એ મારો રાજ છે હું એની નંદીની... રાજ સિવાય કોઇનાં મોઢે આ નામ ના આવે એ ક્યાં છે ? ઓહ.. વિરાટ તું મારાં માટે દેવદૂત બનીને આવ્યો છે. રાજ અને હું... વિરાટ એ રાજનીજ હું નંદીની છું...
વિરાટ અવાચક બનીને બધું સાંભળી રહેલો. એણે કહ્યું દીદી રાજ આજે તમારીજ બધી વાત કરી રહેલો પણ એ વાતોમાં નંદુ નંદુ બોલી રહેલો. સાચુ કહું તમારાં નામનીજ માળા જપી રહેલો. એટલે જે વાતો કરતો હતો એમાં મેં એને પૂછ્યું આખુ નામ તો બોલ કોઇ રીતે શોધી કાઢીશું એણે મને કહ્યું એનો ફોન નંબર બદલાઇ ગયો છે ફોનથી સંપર્ક નથી થઇ રહ્યો. પછી એણે એનાં કોઇ ડોક્ટર અંકલને તારી માહીતી પૂછવા ફોન કર્યો પણ એમણે પણ કોઇ માહિતી ના આપી એટલે નિરાશ થઇ ગયેલો. એણે જ્યારે આખુ નામ કીધુ કે નંદીની નંદકિશોર. ત્યારે મારાં મનમાં ટ્યૂબલાઇટ થઇ કે મારાં દીદીજ તો નથી ને ?
સાચુ કહું એણે જે રીતે તમારી વાત કીધી હતી એ રીતે તમારો ખ્યાલજ ના આવ્યો કારણ કે તમે તો મેરીડ છો અને એવી કોઇ વાત ના કરી એણે કહ્યું એનાં પાપા ખૂબ બિમાર રહેતાં હતાં અને મારાં પાપાનાં ખાસ ફ્રેન્ડ ડોક્ટર અંકલ એમની ટ્રીટમેન્ટ કરતાં હતાં.
નંદીનીએ મેરીડ શબ્દ સાંભળ્યો અને અને હૃદયમાં શૂળ ભોંકાયું. એની આંખમાં આંસુ આવી ગયાં. અચાનકજ રાજની ભાળ મળશે અને આવી રીતે સામનો થશે કદી વિચારેલુંજ નહીં. નંદીની ચૂપ થઇ ગઇ આવેલો ઉમળકો ઠંડો પડી ગયો. માં -પાપાની અને બધી વાતો એક સાથે યાદ આવી ગઇ. નજર સામે વરુણનો ચહેરો આવી ગયો. એને સખત પસ્તાવો થઇ પાપાતો રહ્યા નહીં. હવે રાજનો સામનો કેવી રીતે કરશે.
વિરાટે કહ્યું દીદી... દીદી શું થયું ? કેમ કંઇ બોલતા નથી ? કંઇ તો કહો હમણાં તો તમે રાજની ઓળક આપી અને હવે કંઇ કહેતા નથી ?
નંદીની ફોન પર ધુસ્કે ને ધુસ્કે રડી પડી ક્યાંય સુધી એનાં હીબકા સંભળાયા કર્યા. નંદીની આગળ કંઇ બોલીજ ના શકી એણે ત્રુટક ત્રુટક કહ્યું સોરી વિરાટ એ તારાં રાજને હું ઓળખતી નથી સોરી કહી ફોન કટ કરી દીધો.
************
વિરાટ વિચારમાં પડી ગોય કે દીદીએ આવું કેમ કર્યું ? પહેલાં સામેથી રાજનું નામ દીધું. પછી ખૂબ રડ્યાં અને પછી બોલ્યાં કે રાજને ઓળખતી નથી સોરી.. આ બધું શું છે ? શું ગરબડ છે ? રાજને કહું કે નહીં ? ના ના હમણાં રાજને કંઇ નહીં કહેવાય. પહેલાં દીદી સાથે ફરીથી વાત કરી બધી ચોખવટ કરી લઊં કે દીદી સાચી વાત શું છે ? એમ વિચારી એણે ફરીથી નંદીનીને ફોન લગાવ્યો. નંદીનીએ ઉપાડ્યોજ નહીં બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ ફોનનો રીસ્પોન્સજ ના મળ્યો. થાકીને એણે પ્રયત્ન કરવો છોડી દીધો. વિચાર્યુ કાલે એકલો પડ્યું પછી ફરીથી ફોન કરીશ. કંઇક તો રહસ્ય છેજ.
રાજની નંદીની ચોક્કસ દીદીજ છે નહીંતર પહેલાં એવુ નાજ બોલે કે એ મારોજ રાજ છે એનાં મોઢેજ મારું નામ આવે બીજાનાં મોઢે બોલાયજ નહીં... કંઇ નહીં પછી વાત કહીને એ ઉભો થયો અને એણે રસોઇની તૈયારી કરવા માંડી...
*****************
વિરાટ જોડે વાત કર્યા પછી નંદીનીએ ફોન કાપી નાંખ્યો અને એ બેડ પર આવીને ખૂબ રડી સૂતા સૂતા બધાં સંવાદ વિરાટ સાથેનાં યાદ કરી અહીં. એનું આખુ ઓશીકું એનાં આંસુથી ભીંજાઇ ગયું હતું. નંદીનીને પાકી ખાત્રી થઇ ગઇ કે એ રાજ જ છે પણ વિરાટે જે કીધું કે તમે તો મેરીડ છો એટલે કન્ફર્મ કરવા નામ પૂછેલું.
હું મેરીડ છું ? આવાં કેવાં લગ્ન હતાં મારાં ? કોઇ સંબંધ વિના મને લેબલ લાગી ગયું ? રાજને હું શું જવાબ આપીશ ? વિરાટને તો મારી બધી ખબર છે મેરીડ છું. પણ તદ્દન પવિત્ર છું.. મારે કેમ લગ્ન કરવા પડ્યાં ? રાજ એ બધું માનશે ? મને પવિત્ર ગણશે ? એનાં મનમાં મારાં માટે કેવા વિચાર આવશે ? કે હું રાજની રાહ જોયાં કરું છું નંદીની નંદીની કહી તપડી રહ્યો છું અને તેં કોઇ અજાણ્યાનો હાથ પકડી લીધો ? પરણી ગઇ ? લગ્ન કરી લીધાં પછી તું પવિત્રજ કેવી રીતે રહી શકે ? મને ફોન પર વાત કરવાની પણ ના પાડી સમ આપ્યાં. મારાં નંબર મેં બંધ કરી દીધાં. મારી વિવશતા સમજશે ? હું સાવ ચોખ્ખી અને પવિત્ર છું એ સ્વીકારશે ? મારાં માથે કેવી કેવી જવાબદારીઓ આવી એકલી એકલી કયાં ક્યાં ઝઝૂમી એને કેવી રીતે ખબર પડશે ? હું કહીશ તો એ માનશે ?
એને થશે મેં વચન આપેલું ભણીને તારી પાસેજ આવીશ. મારી રાહ જોજે. ભલે જોબ કરવી પડે કરજે પણ... એણે મારાં પાપાની આડકતરી રીતે કેટલી કાળજી લીધી કેટલાં પૈસા ખર્ચ કર્યા ? એનાં માંબાપને મારી સાથે સંબંધ માટે મનાવ્યાં.
ના હવે ફરીથી હું વિરાટ સાથે વાત નહીં કરુ હું રાજને ફેસ નહીં કરી શકું એણે ક્યાંય મારાં પ્રેમ માટે શંકા કરી હું નહીં સહી શકું ?.. ઓહ આ મારાથી શું થઇ ગયું ? અત્યાર સુધી રાજ સાથે વાત કરવા માટે તડપતી હતી એક નજરે એને જોઇ લેવાં તરસતી હતી. આજે જ્યારે અચાનક મારી સામે આવી ગયો છે ત્યારે હું સામનો કરવા માટે શક્તિમાન નથી.
હે ઇશ્વર આવી કેવી પરીક્ષા ? એમ બોલતી ફરીથી ખૂબ રડી. એણે વિચાર્યુ પણ મારે રાજ સામે સ્પષ્ટ બધી વાત કહેવીજ પડશે. એ સ્વીકારે કે ના સ્વીકારે મારે કહીજ દેવું જોઇએ.
વિરાટને બધીજ ખબર છે મારી એટલે એ પણ એને કહેશેજ વિરાટનેજ પ્રશ્ન થયેલોને કે દીદીનો મેરીડ છે તો એ આ નંદીની... રાજની નંદીની ના હોય. ના... ના.. મારે વિરાટ અને રાજ બંન્ને સામે બધી સ્પષ્ટતા કરવીજ પડશે. રાજને આઘાત લાગશે મેં એને દગો દીધો વિશ્વાસઘાત કર્યો પણ જે છે એ વાસ્તવિક્તા છે.. પણ વરુણ હજી મને છોડી નથી રહ્યો ભલે હું છોડીને ભાગી આવી છું મારે પહેલાં એની સાથે પતાવવું પડશે. છૂટો કરવો પડશે કોઇ મેરેજની લીગલ એન્ટ્રી નથી પણ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-58