Krupa - 9 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 9

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 9

(કૃપા અને કાનો ગનીભાઈ ને મળવા ગયા હતા.ગનીભાઈ તો કૃપા ની ખુમારી જોઈ ને આભા બની ગયા.અને કૃપા તેમને જોરદાર જવાબ આપી ને ત્યાંથી નીકળી ગઈ.હવે આગળ...)

કૃપા બીજા દિવસે મોડે સુધી સૂતી હતી,રામુ જાગી ને તૈયાર પણ થઈ ગયો,તેનું ધ્યાન કૃપા ની કાલ ની સાડી પર ગયું,ત્યાં જ કૃપા જાગી એટલે રામુ એ તરત પૂછ્યુ "ક્યાંય ગઈ હતી કાલે?"
કૃપા તેનો પૂછવાનો અંદાઝ સમજી ગઈ એટલે બોલી"હા તું તો ફરવા નથી લઈ જતો,તો એકલી ગઈ હતી,મંદિરે"

કૃપા ના કટાક્ષથી રામુ નું માન ઘવાયું,અને તે ત્યાંથી બહાર નીકળી ગયો..

કૃપા કાલ ની રાત વિશે વિચાર કરતી હતી.તેને થયું કે હું ધારતી હતી,અને કાનો વાત કરતો હતો,એટલો આ ગનીભાઈ ખતરનાક નથી લાગતો.તેને કાલે ગનીભાઈ નું પોતાની સામે જોવું યાદ આવી ગયું.તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું.અને તે પોતાના કામે વળગી.

આ તરફ ગનીભાઈ પણ એ જ વિચાર કરતા હતા,કે આજ સુધી ભલભલા પુરુષો મારા થી ડરી ગયા,અને આ છોકરી એને મારી બીક જરાપણ નહતી.અને શું એનો ઠસ્સો શુ એનો રુઆબ.લાગે છે આને પાછું મળવું જોશે.

ગનીભાઈ એ એના માણસો ને કૃપા ની અને કાના ની માહિતી મેળવવા નું કહ્યું.અને એ બંને વચ્ચે શુ સબંધ છે, એ પણ માહિતી મેળવવી એવું કહ્યું.કેમ કે ગનીભાઈ ને આખી મિટિંગ દરમિયાન એક જ વાત ખૂંચી,એ હતી કૃપા નું કાના નો હાથ પકડી ને ખેંચી જવું.આટલા હક થી એ એને ખેંચી ગઈ તો બંને વચ્ચે શુ સંબંધ હશે?એ જ વાત ગનીભાઈને પરેશાન કરતી રહી.

લગભગ સાંજ સુધીમાં તો ગનીભાઈ ના માણસો એ બંને વિષે બધી માહિતી મેળવી લીધી.જેના આધારે ગનીભાઈ ને ખબર પડી કે કૃપા ને રામુ એ ફસાવી છે,અને તેનો ઉપયોગ કરે છે,જ્યારે કાનો તો માત્ર એનો પાડોશી છે,તેમની વચ્ચે ફક્ત નિર્દોષ મિત્રતા માત્ર છે.આ સાંભળી ગનીભાઈ રાજી થયા,અને સાથે એ પણ વિચાર આવ્યો કે મને કેમ આટલી ખુશી થઈ?મારે એની સાથે શુ સંબંધ?.

આ તરફ કાના એ પણ એ અનુભવ્યું કે હજારો ને ધમકાવતો,અને ડરાવતો ગની,કૃપા પાસે ઢીલો પડ્યો.નક્કી એના મગજ માં કંઈક છે.

ગનીભાઈ એ ફરી એકવાર કૃપા ને ફોન કર્યો.

હેલ્લો કૃપા જી !કેમ છો

શુ વાત છે,મુંબઇ ના રાજા ને ફરી મારુ શુ કામ પડ્યું?

કેમ કામ સિવાય હું તમને ફોન ના કરી શકું.

બિલકુલ નહિ,કેમ કે ના તો આપડે મિત્ર છીએ,ના તો શત્રુ,તો પછી ફોન કરવાનું કારણ શું હોઈ!

તમને જે લાગે તે,પણ હું તો તમને મારા મિત્ર માનું છું.

હવે સીધી વાત પર આવીએ,શુ કામ છે બોલો!.

કૃપા જી તમને મળવું છે,જો આવી શકો તો,અને મને વધુ ગમશે જો તમે એકલા આવસો તો.આવસો ને?

લૂંટાવા ની બીક એક વાર હોઈ,જે વારે વારે લૂંટાઈ ગયા હોય એને શુ બીક?પણ તમે એકલા આવસો કે તમારી ફોજ લઈ ને?કેમ કે તમારી વાતો અને આંખો પર એટલો તો વિશ્વાસ કરી શકું,કે હું એકલી આવું.પણ શું તમે પણ એકલા જ આવસો.

કૃપા જી હું રાજા છું,અને રાજા ને શેની બીક?ચિંતા ના કરો હું પણ એકલો જ આવીશ..

જોજો આપડી બીજી જ મુલાકાત છે,અને બીજી વાર માં જ કોઈ પર આટલો વિશ્વાસ સારો ના કહેવાય.

ગનીભાઈ હસ્યો,અને જગ્યા નું અડ્રેસ કહી ફોન મૂકી દીધો..

કૃપા એ કાના આ વાત કરી,કાના એ પહેલાં તો ના જ કહી કે હું તને એકલી ના જાવા દઉં.પણ પછી કૃપા એ તેને વિશ્વાસ આપાવ્યો કે તે પોતાનું ધ્યાન રાખશે,અને કોઈ શંકા જણાતા કાના ને ગમે ત્યારે ફોન કરશે.

ગનીભાઈ એ કૃપા ને મુંબઇની એકમોટી રેસ્ટોરાં માં બપોરે જમવાનું આમંત્રણ આપ્યું હતું.જે મુંબઇ ના એક સારા એરિયા માં આવેલી હતી.ગનીભાઈ લગભગ એક કલાક વહેલા ત્યાં પહોંચી ગયા,આજે તેમની સાથે તેમનો કોઈ પણ માણસ નહતો,હા નજીક ના એરિયા માં તેઓ છુપાયેલા હતા,જેથી કોઈ ગડબડ થાય તો તરત પહોંચી જવાય.ગનીભાઈ એ પોતાના અને કૃપા માટે એક ટેબલ નહિ પણ આખુ રેસ્ટોરન્ટ બુક કરાવ્યું હતું.અને તે પોતે પણ એક સજ્જન માણસ ની જેમ તૈયાર થઈ ને કૃપા ની રાહ જોતા હતા.

નિયત સમયે કૃપા ત્યાં પહોંચી ગઈ.ફરી એકવાર ગનીભાઈ તેનો ઠસ્સો જોતા રહી ગયા.કેમ કે કૃપા એ આછી ગુલાબી ફૂલો ની પ્રિન્ટ વાળી એકદમ સાદી સાડી
પહેરી હતી.કૃપા એ વાળનો બન બનાવી તેમાં ગજરો નાખ્યો હતો.અને કપાળ માં લાલ કલર ની મોટી બિંદી કરી હતી.સાડી નો પલ્લું તેના ખભા પરથી કવર કરી પોતે સલામત રીતે તે રેસ્ટોરાં માં પ્રવેશી.ગનીભાઈ ને તો તેમાં સાક્ષાત લક્ષ્મી ના દર્શન થયા.

(શુ અંજામ હશે આ મુલાકાત નો?ક્યાંક ગનીભાઈ એ કૃપા ને મારવા માટે તો એકલી નથી બોલાવી ને?જોઈસુ આવતા અંક માં)

આરતી ગેરીયા....