નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે બધા વિચાર જ કરતા હોય છે કે હવે શુ કરી એ કે ત્યા દરવાજા પાસે એક પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને એક જોરદાર હાસ્ય કરતુ ધઽ વગર નુ શરીર દેખાય છે. બધા ખુબ જ ઽરી ને એકબીજા ની નજીક આવી ને ઊભા થઈ જાય છે. હવે જોઈએ આગળ .................
ધીરે ધીરે એ પ્રેત નુ મો દેખાય છે ખુબ જ ભયાનક રીતે સઙી ગયેલુ. એ જોર થી બોલે છે કે મનિષા ચાલ હુ તને લેવા આવ્યો છુ. ઘણા વર્ષો થી તારી રાહ જોઉ છુ પણ હવે આપણને કોઈ અલગ નય કરી શકે.ચાલ હવે આપણે આપણી દુનિયામા જઈએ.
મેઘના : જો હુ માનુ છુ કે તુ વર્ષો થી તારા પ્રેમની રાહ જોવે છે, હુ પહેલા જન્મ મા તારો પ્રેમ હતી પણ આ જન્મ મા હુ બીજા ને પ્રેમ કરુ છુ. અને આપણો સંબંધ પણ શક્ય નથી કેમ કે તુ એક પ્રેત છે અને હુ મનુષ્ય છુ. મને માફ કર અને મને જવા દે.
વિરલ (ગુસ્સામા) : મનિષા આ શક્ય નથી તુ મારી નહિ તો કોઈ ની નહીં. હુ તને કોઈ ની નય થવા દઉ હુ બધા ને બરબાદ કરી નાંખીશ.
તાંત્રિક : તુ એવુ કશુ નય કરે આ નિર્દોષ લોકો ને તુ નુકશાન નહીં પહોચાઙી શકે અને આ છોકરી ને પણ તુ નય લઈ જઈ શકે.
વિરલ : કોણ મને રોકશે મારી મનિષા ને હુ લઈ જઈશ એ મારી પ્રિત મારી પત્નિ છે.
કરણ : એ તારી પત્નિ નથી કેમ કે તમારા લગ્ન પુરા નથી થયા.
વિરલ : એ તો હવે પુરા લગ્ન કરી લઈ શુ.
એટલુ કહી વિરલ મનિષા બાજુ આગળ વધતો હતો ત્યાં જ વચ્ચે તાંત્રિક આવી ને ભભુતિ નાંખી વિરલ ની ચારે બાજુ આગ સળગાવી દે છે અને મંત્રોચ્ચાર ચાલુ કરી દે છે અને સાથે સાથે કરણ ને કહે છે કે હુ આને વધારે સમય સુધી નય રોકી શકુ. તુ જ હવે એ વસ્તુ શોધ જલ્દી અને એને નષ્ટ કરી દે. તો જ આ પ્રેત થી છુટકારો મળશે. કરણ અને એના બધા જ મિત્રો જંગલ બાજુ જાય છે. કરણ બોબ વિચાર કરે છે ત્યારે એને યાદ આવે છે કે પાછલા જન્મ મા વિરલ જ્યારે મનિષા ને મંગળસુત્ર પહેરાવે છે ત્યારે એને ભાલો વાગે છે, અને મંગળસુત્ર પહેરાવાનુ રહી જાય છે.
કરણ : મેઘના તુ પાછલા જન્મ ને યાદ કરવાની કોશિશ કર કે તમે કઈ જગ્યા એ લગ્ન કરતા હતા. કારણ કે તમારા વચ્ચે જોડાયેલી એક કઙી જે મંગળસુત્ર છે એ ત્યાં જ કશે હશે આપણે એને શોધી ને નષ્ટ કરવુ પડશે.
મનિષા ધ્યાન થી યાદ કરે છે એને એ જગ્યા દેખાય છે એ બધા ને ત્યા લઈ જાય છે. બધા ત્યા જઈને મંગળસુત્ર શોધવા લાગે છે. અચાનક જ એમને તાંત્રિક નો અવાજ સંભળાય છે.
તાંત્રિક : દિકરાઓ હુ હિમ્મત હારી ગયો હુ એને ના રોકી શક્યો હવે તમે જલ્દી કઈ કરો નહિ તો એ કોઈને નય છોઙે.
મેઘના : મારા પપ્પા ને મમ્મી તો સુરક્ષિત છે ને.
તાંત્રિક : એ તો હુ નય કહી શકતો ,હુ તો તમને લોકો ને અહીં ચેતવવા આવ્યો છુ. હવે મારો સમય પુરો થયો હવે હુ જાઉ છુ ભગવાન તમારા બધાની રક્ષા કરે.
આટલું કહી તાંત્રિક મૃત્યુ પામે છે. મેઘના ને એના મમ્મી પપ્પા નુ ટેન્શન હોય છે. પણ કરણ એને આશ્વાસન આપે છે. ફરી બધા મંગળસુત્ર શોધવા વળગે છે. ત્યા અચાનક જ પ્રચંડ વેગે વાયરો ફુંકાય છે. વાદળો ગરજવા માંઙે છે. વિજળી ના કઙાકા થાય છે. કાળા ભમ્મર વાદળો માથા પર ફરવા માંડે છે અને ત્યા જ વિરલ અચાનક આવી જાય છે.
ક્રમશ: ..............................