નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળના ભાગ મા જોયુ કે મનિષા પરાણે સગપણ કરે છે. જગદાસ અને ભીમાદાસ છોકરાવાળા ના ગયા પછી મનિષા ને વિશ્વાસ અપાવે છે કે એને લગ્ન નથી કરવા તો એ સગપણ તોઙાવી નાંખશે. મનિષા ને પણ વિશ્વાસ આવી જાય છે કે એના લગ્ન અજય સાથે નય થાય. હવે જોઈએ આગળ.........
છોકરાવાળા ના ગયા પછી મનિષા વિરલ વિશે વિચારવા લાગે છે કે બે દિવસ થી એ એને મળવા નય ગઈ એ શુ વિચારતો હશે? પણ કઈ નય કાલે તો બધા પોતાના કામે લાગી જશે એટલે હુ એને મળવા જઈશ. પણ એને ક્યાં ખબર હોય છે કે એ એને મળી નય શકે. બીજા દિવસ સવારે એનો ભાઈ ખેતર જવા નીકળી જાય છે. પણ એના બાપુ ઘરે જ હોય છે. એ ઘણા બહાના કરે છે બહાર નીકળવા માટે પણ એ નીકળી નય શકતી. આ બાજુ વિરલ પણ મનિષા ને મળવા અને જોવા બેચેન થઈ જાય છે. પણ બંન્ને એકબીજા ને મળી શકતા નથી. આમ ને આમ ચાર પાંચ દિવસ વિતી જાય છે. એ પછી અજય પણ મનિષા ના ઘરે આવે છે. એને જોઈને મનિષા ઉદાસ થઈ જાય છે. મનિષા એના બાપુ અને ભાઈ નુ વર્તન જોઈને સમજી જાય છે કે નક્કી કોઈ તો વાત છે જ લાગે છે કે આ લોકો મારા લગ્ન કરાવી ને જ રહેશે. એ એક યુક્તિ બનાવે છે એ અજય સાથે મીઠી મીઠી વાતો કરી ગામ મા ફરવા જવા માટે રાજી કરી દે છે. અજય એના બાપુ ને બહાર ફરવા જવા ની રજા લે છે. મનિષા તૈયાર થવા જાય છે અને એ વિરલ માટે એક ચીઠ્ઠી લખીને એની પાસે સંતાઙી દે છે. અજય અને મનિષા બહાર નીકળે છે. ગામ ના પાદરે પહોંચે જ છે કે મનિષા ની નજર વિરલ પર પડે છે. એ ત્યાં કપઙા વહેચવા બેઠો હોય છે. મનિષા અજય ને કપઙા જોવા નુ કહે છે. અજય પહેલા આના કાની કરે છે. પણ પછી માની જાય છે. મનિષા કપઙા જોવા ના બહાને અજય થી બચાવી ને ધીમે રહીને ચીઠ્ઠી વિરલ ને આપી દે છે. પછી મનિષા અને અજય ત્યાં થી જતા રહે છે. વિરલ મનિષા ની ચીઠ્ઠી વાંચવા માટે જલ્દી પોતાનો ધંધો બંધ કરી ઘરે જાય છે. ઘરે જઈ ચીઠ્ઠી ખોલે છે. મનિષા એ ચીઠ્ઠી મા લખ્યું હોય છે કે વિરલ મને માફ કરી દેજે કે હુ આટલા બધા દિવસ થી તને મળવા ના આવી શકી હુ મજબુર હતી મારા ઘરવાળા એ દગા થી મારી સગાઈ કરાવી દીધી. પણ હુ તારા સિવાય બીજા કોઈ ની પણ સાથે લગ્ન નય કરુ છેલ્લે હુ મારો જીવ પણ આપી દઈશ પણ બીજા કોઈ ની સાથે લગ્ન નય કરુ. આજે જે મારી સાથે આવ્યા હતા એમની સાથે મારી સગાઈ કરાવી છે. વિરલ હુ તને ફક્ત એટલુ જ કહુ છુ કે આજે રાત્રે હુ ભાગી ને તારી પાસે આવતી રહીશ આપણે અહીં થી દુર ચાલ્યા જઈશુ. બસ રાત્રે તુ મારી વાટ જોજે હુ જરુર આવીશ.
મનિષા ને એના ઘરવાળા બધા જમી કરી ને સુઈ જાય છે. મોઙી રાત્રે મનિષા ઉઠીને દબાયેલા પગે ઘર ની બહાર નીકળે છે. બધા ઊંઘતા હોય છે એટલે મનિષા જલ્દી જલ્દી ભાગે છે. એટલા મા અજય બાથરુમ ની બહાર નીકળે છે અને એ કોઈ ને ભાગતા જોવે છે. એ ઽરી જાય છે કે આટલી મોઙી રાત્રે કોઈ સ્ત્રી જઈ રહી છે. એ થોઙીવાર વિચાર કરે છે. આ બાજુ મનિષા ગામ ના પાદરે પહોંચે છે. વિરલ ત્યા જ એની રાહ જોતો હોય છે. મનિષા જોઈને એ દોઙી ને એને વળગી પડે છે.
મનિષા : વિરલ ચાલ જલ્દી આપણે અહીં થી જતા રહી નહિ તો કદાચ મારા ઘરવાળા મને જોવે નય તો શોધવા નુ શરુ કરશે તો આપણે અહીં પકડઈ જઈશુ તો બોબ મોટી મુસિબત આવી જશે.
વિરલ : હા આપણે જતા રહીશુ પણ પહેલાં આપણે લગ્ન કરી લઈએ કેમ કે એકવાર આપણા લગ્ન થઈ જશે અને પકઙાઈ પણ જઈ શુ તો તારા ઘરવાળા આપણુ કંઈ નય બગાઙી શકે.
મનિષા : પણ વિરલ બધી તૈયારી કરતા વાર લાગશે ને આપણી પાસે એટલો સમય નથી.
વિરલ : તુ ચિંતા ના કર હુ બધી જ તૈયારી કરીને આવ્યો છુ.
મનિષા એની વાત માની લે છે. એ બંન્ને વિરલ ના તંબુ બાજુ જાય છે જ્યાં વિરલે પહેલેથી જ બધી તૈયારી કરી રાખી હોય છે. બીજી બાજુ અજય વિચારો કરી ને થાકી ને જગદાસ ને જગાઙે છે અને એણે કોઈ સ્ત્રી ને ભાગતા જોઈ એની વાત કરે છે. જગદાસ ઉઠીને સીધો મનિષા ના ખાટલા બાજુ જાય છે. મનિષા ને ત્યા ન જોતા તરત જ ભીમાદાસ ને જગાઙે છે પછી બધા મનિષા ને શોધવા નુ નક્કી કરે છે.
ક્રમશ : ............................................