Milky Way Milky Way in Gujarati Adventure Stories by Arti Geriya books and stories PDF | મિલકી વે ની મિલકી

Featured Books
Categories
Share

મિલકી વે ની મિલકી

મિલ્કી એક ચંચળ અને ખુશમિજાજ રાજકુમારી હતી,તેને ફરવું ખૂબ જ ગમતું,પણ દરેક સમયે રમવા કૂદવા ની છૂટ નહતી,એટલે તેને આ રોકટોક પસંદ નહતી,તેના પપ્પા તેને ઘણી વાર સમજાવતા કે રાજકુમારીઓ એ પોતાની દરેક ક્રિયા એક ખાસ અલગ અંદાજ અને લેહકા થી કરવાની,રાજકુમારીઓ નું જીવન ફક્ત મોજશોખ થી જ નહીં,પરંતુ રાજપાઠ કરવાના દરેક પાસા શીખવા માટે હોઈ છે,પણ મીલ્કી ને એ વાત બિલકુલ ના ગમતી,તેને તો અવનવી જગ્યા એ ફરવું ગમે,એને દુનિયા જોવી હતી,પણ મહારાજ એ વાત ની છૂટ ના આપે કેમ કે મીલ્કી હજી એટલી સક્ષમ ના હતી,અને બસ આવી રોકટોક થી એનું નાનું એવું મન દુભાઈ જાય,બસ આજ વાત ને મન માં લઇ એકવાર મીલ્કી ઘર છોડી ને ચાલી ગઈ..

મીલ્કી એ મીલ્કી વે ગેલેક્સી ની રાજકુમારી હતી,તેનો પ્લાનેટ નામ પ્રમાણે જ સુંદર હતો,આકાશ માં ચમકતો એક સુંદર તારાઓનો ઝુંડ અને તેમાં તેનો આ પ્લાનેટ,પણ મીલ્કી જિજ્ઞાશું હતી,તે પોતાનું એમ વી 53 રોકેટ લઈ ને નીકળી ગઈ,તેના આ રોકેટ માં તેને આરામ ની બધી જ સુવિધા હતી સાથે જ તે ખૂબ ઝડપી પણ હતું, એટલે જ મીલ્કી ખૂબ જ ઝડપ થી પોતાના પ્લાનેટ પર થી નીકળી ગઈ .લગભગ એક કલાક પછી તેને એક બીજી ગેલેક્સી દેખાઈ જે ઘણી ખરી તેની ગેલેક્સી જેવી લાગતી હતી, તેને કુતુહુલ થયું,અને તે ત્યાં પહોંચી ગઈ...

મીલ્કી એ દૂર થી જોયું કે એ પ્લાનેટ ની બાહ્ય રચના બિલકુલ તેના પ્લાનેટ જેવી જ હતી,પણ અંદર થી એ બિલકુલ અલગ હતો,તે પ્લાનેટ મીલ્કી વે જેટલો સુંદર નહતો,એ ઉપરાંત અહીં ધૂળ અને ઝેરી ગેસ નું પ્રમાણ પણ વધુ હતું,અહીં ના રહેવાસી એ પોતાના ચેહરા પર કશુક બાંધેલું હતું,અને અહીં બધા ના ચેહરા નિસ્તેજ અને ફિક્કા હતા,આંખો નાની અને નાક ચપટા,મીલ્કી તો બધા ને જોતી રહી..કોઈ સાથે વાત કરવા અહીં ની ભાષા પણ જાણવી પડે,અને મીલ્કી નો પહેરવેશ અને દેખાવ આ બધા થી અલગ હતો,એટલે એ પણ મીલ્કી ને શંકા ની નજરે જોતા હતા.

તેમાં થી એક જાડા, ચપટા નાક વાળા એ આવી ને મીલ્કી ને કંઈક પૂછ્યું,અને એ સાથે જ મીલ્કી એ એની ભાષા નો ડેટા પોતાની ભાષા માં ટ્રાન્સફર કરી લીધો,તેને સમજાય ગયું કે તે શું કેવા માંગે છે! અને તેની ભાષા પણ સમજાઈ ગઈ.

" તમેં કોણ છો?અમારા રાજા તમને મળવા માંગે છે!અત્યારે જ મારી સાથે ચાલો ,નહિ તો તમને કેદ કરી ને લઇ જઈશ" પેલો બોલ્યો

મીલ્કી એ તેની સાથે જવાની મંજૂરી આપી અને તેઓ રાજા ને મળવા નીકળી પડ્યા..મીલ્કી ની નજર આસપાસ
ચારોતરફ ફરતી હતી,તેને જોયું કે અહીં નું વાતાવરણ ખૂબ જ પ્રદુષિત છે,અને જાણે ચારેતરફ કોઈ ભભૂકતો અગ્નિ હોઈ એવો તાપ છે..

મીલ્કી એક ખૂબ જ ઉંચા અને લોઢા ના બનેલા દરવાજા ને પાર કરી રાજા ના મહેલ માં પહોંચી તેને જોયું કે અહીં બહાર કરતા ઓછો તાપ છે,કેમ કે રાજા ના એ મહેલ ની આસપાસ નાના નાના ઝરણાં હતા,જેમાંથી આવતું પાણી મહેલ ને ઠંડક પહોંચાડતું.મીલ્કી એ જોયું ત્યાં એક રાજા હતો,જે લગભગ તેના પપ્પા ની ઉમર નો હતો..

તું કોણ છે,અને અહીં કેમ આવી છે?રાજા એ પૂછ્યું

હું મીલ્કી વે ની રાજકુમારી મીલ્કી છું, ફરતા ફરતા ભૂલ થી તમારા પ્લાનેટ પર આવી ચૂકી છું!મીલ્કી એ કહ્યું

રાજા એ જોયું કે મીલ્કી નો રંગ એના નામ ની જેમ દૂધ જેવો ,તેને મીલ્કી ને શાહી મહેમાનગતિ માણવા રોકી રાખી,પણ મીલ્કી ને ત્યાં રહેવું બરાબર ન લાગ્યું,એટલે તેને ત્યાં થી જવાની રજા માંગી તો તે રાજા ગુસ્સે થયો,તે મીલ્કી ને પોતાની ગુલામ બનાવી અને મીલ્કી વે પર કબજો કરવા માંગતો હતો,પણ મીલ્કી અહીં થી જવાની વાત કરતા તેને ગુસ્સો આવ્યો,રાજા એ તેને કેદ કરવાનો હુકમ આપ્યો,પણ મીલ્કી તેના મહેલ માંથી ભાગી નીકળી,મીલ્કી નું રોકેટ તો ઘણું દૂર હતું,એટલે તે એક ઘર જેવું દેખાતા ત્યાં સંતાઈ ગઈ,તે ઘર માં એક તેના જેવડી જ છોકરી હતી,જેનું નામ હતું યાના.

મીલ્કી એ યાના ને પૂછ્યું કે આ કઈ ગેલેક્સી છે?ત્યારે યાના એ કહ્યું આ બ્લેક આઈ ગેલેક્સી છે,અહીં ના માણસો ઘણા ક્રૂર અને ઘાતકી છે,કેમ કે ના તો અહીં શુદ્ધ હવા છે,ના તો પ્રદુષણ રહિત વાતાવરણ,એટલે અહીં ના લોકો માં પણ કોઈ જાત ની હકારાત્મક ઉર્જા નથી,અને કોઈ પ્રત્યે કરુણા પણ નથી.મીલ્કી સમજી ગઈ કે અહીં વધુ સમય રહેવાથી તેના મન પર પણ અસર પડી શકે ,પણ તેને બહુ ભૂખ લાગી હતી,એટલે તેને યાના પાસે કંઈક જમવાનું માંગ્યું..

યાના એ મીલ્કી ને રહેવા તથા જમવા આપ્યું,મીલ્કી એ પોતે ક્યારેય પણ ના ખાધેલી વસ્તુ અહીં જોવા મળી, મીલ્કી એ જોયું કે યાના એ આપેલું જમવાનું બે નાની લાકડી થી ખાવાનું છે,પેલા તો તેને હસવું આવ્યું પણ ત્યારબાદ તે પણ એ રીતે જમવા લાગી,યાના અહીં ના લોકો ને રહેણીકરણી થી પરેશાન હતી,એટલે મીલ્કી એને પણ પોતાની સાથે લઈ ગઈ,અને બન્ને રાત ના અંધારા માં જ મીલ્કી ના રોકેટ માં ભાગી ગયા.

રોકેટ માં મીલ્કી વિચારતી હતી,કે આજ સુધી પપ્પા કહેતા હતા એ એકપણ વાત હું માની કે સમજી નહિ,પણ હવે સમજાય છે કે,આ બ્રહ્માંડ માં કેવી કેવી જાત ની પ્રજાતિ રહે છે.અને દરેક સારા નથી હોતા..ત્યાથી તે પોતાના રોકેટ ને લઈ ને બીજી એક ગેલેક્સી તરફ ઉપડી..

યાના એ પહેલીવાર કોઈ આટલું આધુનિક રોકેટ જોયું હતું,તે ખૂબ જ જિજ્ઞાસા થી આ બધું જોતી હતી , અને ત્યાં જ મીલ્કી બોલી

અરે આ કઈ ગેલેક્સી છે,જે બિલકુલ મીલ્કી વે જેવી છે?
યાના પણ એ જોવા માટે આવી બંને ને એ ગોળ અને સ્પાઇરલ આકાર ની જોડિયા દેખાતી ગેલેક્સી ગમી,અને મીલ્કી એ રોકેટ તે તરફ લીધું..

મીલ્કી એ પોતાના રોકેટ ને સુરક્ષિત જગ્યા એ છુપાવી દીધું,અને બંને એ ગેલેક્સી જોવા નીકળી પડી,આ ગેલેક્સી બ્લેક આઈ કરતા બિલકુલ અલગ હતી,અહીં ની હવા સારી હતી,અહીં પ્રદુષણ પણ ઓછું હતું,અહીં પાણી ઘણું હતું,અને એટલે થોડી હરિયાળી પણ હતી,અહીં ઉંચા પહાડો પણ હતા.અને એટલે જ અહીં ના રહેવાસી પણ દેખાવ માં મજબૂત ખડતલ હતા,એમના ચેહરા પર નૂર હતું,મીલ્કી અને યાના બંને નો પહેરવેશ અલગ હતો,એટલે બધા તેમની સામે જોતા હતા,પણ તેમને જોઈ ને તેમના ચેહરા પર એક સુંદર હાસ્ય આવતું, મીલ્કી અને યાના ને પણ તે ગમ્યું સામે તેઓ પણ જરા હસી દેતા.

ચાલતા ચાલતા બને ત્યાં ના રાજા ના મહેલ પાસે આવ્યા,તેમને પુરા સન્માન પૂર્વક અંદર લઈ જવા માં આવ્યા,ત્યાં ના રાજા એ સૌપ્રથમ તો તેમને આરામ થી બેસવા નું કહ્યું,રાજા ની ભાષા ખૂબ જ સૌમ્ય અને મધુર હતી,મીલ્કી અને યાના એ પોતાનો પરિચય આપ્યો આ સાંભળી રાજા ખુશ થયો અને બોલ્યો

"મીલ્કી વે ની રાજકુમારી હું ઘણો ખુશ છું કે આપ અહીં પધાર્યા,પરંતુ બ્લેક આઈ ના લોકો સાથે અમારો સારો વ્યવહાર હોવા છતાં ત્યાં ના રાજા નો વ્યવહાર અમારા પ્રત્યે ક્રૂર છે,હું યાના ને કોઈ તકલીફ આપવા નથી માંગતો પણ મારી પ્રજા ને જો એમના તરફ થી કોઈ નુકશાન ના પહોંચે તેવી બાહંધરી તે આપે તો હું ખુશી ખુશી તેમને મારા મહેમાન બનાવવા તૈયાર છું,"

આ સાંભળી યાના દુઃખી થઈ પણ તે સમજી ગઈ કે મારા રાજા નું વર્તન કેટલું ખરાબ હશે કે અમને એની સજા ભોગવવી પડે છે,યાના એ રાજા ને વિશ્વાસ આપાવ્યો કે તે
કોઈ ને પણ કોઈ જાત નું નુકશાન નહિ પહોંચાડે,આ વાત થી રાજા ખુશ થયો,અને બંને ને ત્યાં શાહી મહેમાન બનાવ્યા..

અહીં મીલ્કી એ ત્યાં ના સ્થાનિક ઉગતા ઝાડ નું ગરમ પીણું પીધું,તેને તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક અને ગુણકારી લાગ્યું,ત્યારબાદ એક નાના વાસણ માં કોઈ ઠંડી વસ્તુ પણ ખાધી જેને ત્યાં ના લોકો યુઝક્રીમ કહેતા હતા,મીલ્કી અને યાના ને તે ખૂબ જ પસંદ આવી,તે રાતે તે બંને ત્યાં જ રહી ગયા.ત્યાં તેમને જાણ્યું કે આ વર્લપુલ ગેલેક્સી છે,

પણ અચાનક અર્ધી રાત્રે જ જાણે કોઈ ધડાકા ભેર અવાજ સંભળાયો,તે બંને જાગ્યા,અને જોયું તો ત્યાં એક તેજ લીસોટો દેખાયો,અને તે જમીન પર પડતા જ એકદમ ધડાકાભેર ફૂટ્યો.

" ઓહહ આ તો બ્લેક આઈ નું રોકેટ છે" યાના બોલી

શું !તે લોકો અહીં કેમ પહોંચ્યા?ક્યાંક તેજ એમને સંદેશો નથી મોકલ્યો ને?

તને ખરેખર એવું લાગે છે!હું ત્યાં થી ત્રાસી ને તારી સાથે આવી છું અને હું એમને જાણ કરું?

ત્યાં જ વર્લપુલ ગેલેક્સી ના રાજા ત્યાં આવ્યા તેને ગુસ્સા થી યાના તરફ જોયું,

" ના મહારાજ આમ યાના નો વાંક નથી હોઈ સકે કોઈ અમારો પીછો કરતા હોય અને અહીં પહોંચી ગયું હોય?"

" મહારાજ મેં તમને વાયદો કર્યો છે,તો હવે આ મુસીબત માં થી હું જ તમને બહાર કાઢીશ"અને યાના એ બહાર ની તરફ દોટ મૂકી મીલ્કી અને રાજા બને તેની પાછળ ગયા,
પણ ત્યાં તો બે વિશાળકાય રોકેટ હતા,જેમાં થી સેકન્ડ ના છઠ્ઠા ભાગ માં એક બૉમ્બ છૂટતો હતો,મીલ્કી યાના ને સાથે લઈ પોતાના રોકેટ સુધી પહોંચી,ત્યાં થી તેને પોતાના પિતા ને મદદ નો સંદેશો પહોંચાડ્યો,અને તે પોતાનું રોકેટ લઈ જ્યાં પેલા બે રોકેટ હતા ત્યાં પહોંચી..

મીલ્કી તેનું રોકેટ લઈ ને આવી ત્યારે વર્લપુલ ના રાજા પણ પોતાના બે શક્તિશાળી રોકેટ થી આ બંને રોકેટ નો સામનો કરતા હતા,પણ એ લોકો પાસે વિનાશક બૉમ્બ હતા,એટલે થોડી મુશ્કેલી વધી હતી,રાત ના અંધકાર માં આ એક પછી એક ફૂટતા બૉમ્બ જાણે કોઈ આતશબાજી જેવા લાગતા હતા,અચાનક મીલ્કી એ પોતાનું રોકેટ બ્લેક આઈ ના રોકેટ ની એકદમ નજીક લઇ લીધું અને તેમાંથી યાના એક મોટી લાકડી જેવી લાઈટ લઈ ને બહાર આવી, અને સીધી તે રોકેટ માં ઘુસી ગઈ..

વર્લપુલ ના રાજા સમજી ન શક્યા કે આ શું થાય છે?યાના અંદર જઇ ને ત્યાં નો ઓક્સિઝન પ્લાન્ટ પોતાની એ લાકડી થી તોડી પાડ્યો,અને એ સાથે જ ત્યાં ના બધા માણસો દસ જ મિનિટ માં ઢળી પડ્યા,યાના એ પોતે ઓક્સિઝન માસ્ક પહેર્યું હોવાથી તે બચી શકી,તે જલ્દી થી તે રોકેટ ની બહાર નીકળી ગઈ અને તે સાથે જ એક મોટા ધડાકા સાથે તે રોકેટ બ્લાસ્ટ થઈ ગયું,પોતાના રોકેટ ની આ દશા જોઈ ને બીજા રોકેટ માં રહેલા ને ખૂબ ગુસ્સો આવ્યો,સાથે જ તેમને યાના ને તેમાંથી બહાર નીકળતા જોઈ,એટલે જેવી યાના મીલ્કી ના રોકેટ માં પ્રવેશ કરે એ પહેલાં જ બીજા રોકેટ માંથી કોઈ યાના જેવી જ લાંબી લાઈટ વાળી લાકડી લઈ ને નીકળ્યું,અને તેને યાના ને પાછળ થી પકડી લઈ ને પોતાના રોકેટ માં લઇ ગયા..

મીલ્કી અને રાજા એ આ જોયું,તે પણ સમજી ગયા કે હવે યાના મુસીબત માં છે,મીલ્કી એ હવે હિંમતભેર પોતાનું રોકેટ જેવું એ રોકેટ ની નજીક લીધું એ સાથે જ આકાશ માં રહેલા બધા તારા જાણે બુઝાઈ ગયા,એકદમ અંધકાર છવાઈ ગયો, અને એક એકદમ સફેદ રોશની થી આકાશ ઝગમગી ઉઠ્યું,એક મોટું રોકેટ આવ્યુ,અને તેમાંથી થોડા રોબોટ નીકળ્યા,જેમને બ્લેક આઈ ના રોકેટ પર કબજો જમાવી લીધો અને તેને પોતાની કેદ માં રાખી લીધું,મીલ્કી પોતાના રોકેટ માંથી બહાર આવી ને તે રોકેટ માં પહોંચી ત્યાં યાના ને બંદી બનાવી હતી,અને મીલ્કી એ તેને છોડાવી,તે દરમિયાન એક વ્યક્તિ એ તલવાર થી મીલ્કી ને મારવાની કોશિશ કરી ને તરત જ મીલ્કી એ યાના ની તલવાર થી તેને પછાડી કેદ કરી લીધો.અને એ સાથે જ યુદ્ધ શાંત થયું...

યાના એ બ્લેક આઈ ની રહેવાસી હતી,અને ત્યાં ના દરેક રહેવાસી પાસે આ એક જાદુઈ તલવાર રહેતી,જે કોઈ પણ ધાતુ કે હથિયાર ને કાપી શકે,ત્યાં ના લોકો ઓક્સિઝન વગર ના રહી શકે,એટલે યાના ને જાણ હતી,કે રોકેટ માં એ માટે ની વ્યવસ્થા તોડી પાડવામાં આવે તો તેમને હરાવી શકાય,અને પોતે બધા નો વિશ્વાસ જીતી શકે
મીલ્કી વે ના રાજા પાસે એવા રોબોટ હતા જે દરેક મુસીબત નો સામનો કરી શકે,એટલે જ મીલ્કી નો સંદેશ મળતા જ તેઓ ત્યાં પહોંચી ગયા,અને ત્યારબાદ મીલ્કી વે
અને વર્લપુલ ના રાજા સારા મિત્રો બની ગયા,અને બ્લેક આઈ ના રાજા ને તેમના કર્યા નું પરિણામ ભોગવવું પડ્યું.

યાના મીલ્કી સાથે તેની ગેલેક્સી માં જ રહેવા લાગી, અને મીલ્કી ને પણ સમજાઈ ગયું,કે રાજકુમારી ઓ નું જીવન ફક્ત મોજશોખ માટે નહિ પરંતુ બધા ની મદદ તથા
કુદરત ને બચાવવા માટે હોઈ છે.અને તેમના થકી જ આ ગેલેક્સી માં સુપર પાવર બચી શકે છે...

આરતી ગેરીયા.....