VAYUVIRONE SALAM in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વાયુવીરોને સલામ

Featured Books
Categories
Share

વાયુવીરોને સલામ

ભારતીય વાયુસેના સ્થાપના દિન

ભારતીય વાયુસેનાનો ભગવતગીતા સાથે ખાસ સંબંધ છે. તેનું આદર્શ વાક્ય नभ:स्‍पृशं दीप्‍तम् ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના મહાયુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો તેનો જ આ અંશ છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી રહ્યા હતા.ભગવાનનું આ વિરાટ સ્વરૂપ આકાશ સુધી વ્યાપક છે. અર્જુનના મનમાં આ જોઈને ભય જાગ્યો અને તે આત્મ નિયંત્રણ ગુમાવવા માંડ્યો. આ જ રીતે ભારતીય વાયુસેના રાષ્ટ્રની રક્ષામાં આંતરિક્ષ શક્તિનો ઉપયોગ કરીને શત્રુઓના દમનનું લક્ષ્ય રાખે છે. नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम् । दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथ‍ितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो ।। આનો અર્થ છે, “હે વિષ્ણું આકાશને સ્પર્શ કરનાર, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફેલાવેલા મુખ અને પ્રકાશમાન નેત્રો વાળા તમને જોઈને ભયભીત અંતઃકરણ વાળા મને ધીરજ અને શાંતિ નથી મળતી.

8 ઓક્ટોબર 1932ના દિવસે 4 વેસ્ટ લેન્ડવાળા વિમાનો, 5 પાઇલટ ,19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેનાનો આજે 89 માં વાયુસેના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. આમ તો એની સ્થાપના બ્રિટિશ દળોની સુરક્ષા માટે થઈ હતી, 1945માં એના પ પોતાનું આધિપત્ય સ્થાપવા માટે રોયલ ઇંડિયન એરફોર્સ નામકરણ કરવાં આવ્યું પણ 2 વર્ષ બાદ 1947માં ભારત આઝાદ થતાં ફરી તેનું નામ ઇંડિયન એરફોર્સ થ ગયું.

જના દિવસે Indian Air Force Day મનાવવામાં આવે છે.ભારતીય વાયુસેના વિશ્વની ચોથી સહુથી મોટી વાયુસેના છે. આખો દેશ ગૌરવ પ્રદ બાબતને તથા દેશની આન, બાન, શાન ગણાતા વાયુવીરોને સલામ કરી રહ્યો છે. દેશની રક્ષા કરવા માટે આકાશમાં પહેરો આપતા વાયુસેનાના વીર જવાનો સાથે આખો દેશ આજે વાયુસેના દિવસ મનાવી રહ્યો છે. વાયુસેના દિવસ પર લોકો એરફોર્સના યોગદાનને સલામ કરી રહ્યા છે. વાયુસેના આ દિવસે ભવ્ય પરેડ અને એર શોનું આયોજન કરે છે. સ્થાપના પછી 1 એપ્રિલ વર્ષ 1933ના દિવસે વાયુસેનાના પહેલા દસ્તાનું ગઠન થયું છે. તેમાં 6 RAF- ટ્રેન્ડ ઑફિસર અને 19 હવાઈ સિપાઈઓે શામેલ કરવામાં આવ્યા હતા. આઝાદી પહેલા ભારતમાં વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતું હતું. ભારતીય વાયુસેનાને બીજા વિશ્વયુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આઝાદી પહેલા વાયુસેના પર ભૂમિદળનું નિયંત્રણ હતું. ત્યાર પછી તેને અલગ અંગ બનાવવામાં આવ્યું. તેનો શ્રેય ભારતીય વાયુસેનાના પહેલા કમાન્ડર ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. તે 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ પર હતા.આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું. આઝાદી પછી ભારતીય વાયુ સેના 4 મોટા યુધ્ધ લડી ચૂકી છે .જેમાં 3 પાકિસ્તાન સાથેના યુધ્ધમાં આપણી વાયુસેનાએ ભવ્ય વિજય અપાવી શાન વધારી છે. તો એક ચીન સામે જેમાં ધાર્યું પરિણામ ન મેળવી શકી. એ ઉપરાંત ગોવાનો કબ્જો ન છોડતા પોર્ટુગલના સકંજામા ફસાયેલા ગોવાને આઝાદ કરવા ઓપરેશન વિજયના નામે ગુપ્ત ઓપરેશન કરી, ગોવાને 36 કલાકમાં આઝાદી આપવી હતી.

ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. જોધપુર,અંબાલા,કોઇમ્બતૂર,બેંગલો,હૈદરાબાદ,આગ્રા વગેરે સ્થળોએ તાલીમ આપવામાં આવે છે. વાયુસેનાના વડાને ચીફમાર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખના વડા હોવાથી વાયુસેનાના પણ વડા છે. આપણા વાયુદળમાં હટર નેટ, મિગ,જગુઆર,મિરાજ જેવા અતિ આધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. હિંદુસ્તાન એરોનેટિકલ લિમિટેડ નામની જાહેર કંપની હવાઈ જહાજોનું ઉત્પાદન કરે છે. જે મિગ 21 જાતના વિમાનોનું નાસિક ખાતે ઉત્પાદન કરે છે. ઉપરાંત તાલીમી વિમાનો અને મુસાફરી માટેના વિમાનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આકાશમાં બળતણ ભરાવી શકાય એવી જોગવાઈવાળા વિમાનો છે.

એરફોર્સ એટલે હવાઈ દ. યુધ્ધના મેદાનમાં લડતા આપણા લશ્કરને રક્ષણ આપે છે.ભૂમિદળને ન દેખાતા હથિયારોને આકાશમાંથી બોમ્બ કે મિસાઇલ વડે નાશ કરી આપે છે. એટલે જ કોઈ પણ દેશ માટે હવાઈદળ ખૂબ મહત્વનુ હોય છે.આમ તો હવાઈદળની રચના યુધ્ધ માટે જ થઈ છે, પણ ભારતનું હવાઈદળ આફતના સમયે નાગરિકોને મદદ કરવા તત્પર હોય છે. તેલંગાણા જીલ્લામાં ગોદાવરી નદીના પૂરની હોનારત સમયે ભારતીય હવાઈ દળના જવાનો પહોચી એરફોર્સનું ચેતક હેલિકોપ્ટર લઈ પહોચી ગયા હતા.ત્યાં વરસાદ અને તોફાની પવન હોવા છતાં ત્યાં બાંધકામમાં ફસાયેલા 23 મજૂરોને બચવ્યા હતા.

વાયુસેનાની પરંપરા અનુસાર આ દિવસે અને પછી સપ્તાહભર સુધી વિવિધ સામાજિક કાર્યક્રમો યોજાય છે જેમાં સેવા નિવૃત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. આ દિવસે સિનિયર સ્ટાફ ઓફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. ત્યારપછી રાષ્ટપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાન મંત્રી, રક્ષા મંત્રી, રક્ષા રાજય મંત્રી, વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે.

સફળતાનો ભવ્ય વારસો ધરાવતા આપણા ગૌરવ સમા ભારતીયવાયુદળના વાયુવીરોને સેલ્યુટ સાથે જન્મદિન શુભકામનાઓ.