Prem - 1 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પ્રેમ - પ્રકરણ-1

Featured Books
Categories
Share

પ્રેમ - પ્રકરણ-1

આરતી માટે કૉલેજનો આજે પહેલો દિવસ હતો. શહેરની ખૂબજ સારી કૉલેજમાં આરતીને એડમિશન મળી ગયું હતું. તે પોતાનો ક્લાસરૂમ શોધવા માટે આમ થી તેમ ડાફોળિયા મારી રહી હતી.

અને દરેક ક્લાસની ઉપર વાંચતા વાંચતા આગળ ચાલતી જતી હતી.
અચાનક ક્લાસમાંથી એક છોકરો બહાર નીકળ્યો અને આરતી ડાફોળિયા મારતી મારતી તેને ટકરાઈ ગઈ.

અને "સૉરી સૉરી" બોલવા લાગી. પેલો છોકરો પણ તરત જ બોલી પડ્યો, "ઈટ્સ ઓકે" અને પછી તેણે આરતીને પૂછ્યું કે, "બાય ધ વે, તમે શું શોધી રહ્યા છો ?"

આરતીએ એક સેકન્ડ વિચાર કર્યો અને પછી બોલી કે, "જી, હું ફર્સ્ટ ઈયરનો ક્લાસ શોધી રહી છું."
ઉમંગ: આજ છે ફર્સ્ટ ઈયરનો ક્લાસ રૂમ
આરતી: ઑહ, સોરી હોં. મેં તમને ડિસ્ટર્બ કર્યા
ઉમંગ: ના ના એવું કંઈ નથી. તમે એકલા એ જ આ કૉલેજમાં એડમિશન લીધું છે, તમારા કોઈ ફ્રેન્ડ્સે નથી લીધું ?
આરતી: (થોડું અજાણ્યું અને એકાકી ફીલ કરે છે) એટલે અમે પહેલા બરોડા રહેતા હતા પરંતુ મારા પપ્પાની ટ્રાન્સફર અહીં અમદાવાદમાં થઈ છે એટલે આ શહેર અને અહીંનું બધુંજ મારા માટે નવું છે.
ઉમંગ: અચ્છા એવું છે.
આરતી: જી.
ઉમંગ: મારી ઓળખાણ આપું તો, મારું નામ ઉમંગ છે. હું જન્મથી જ અહીંયા અમદાવાદમાં રહું છું એટલે તમારે અમદાવાદ વિશે કંઈપણ પૂછવું હોય કે ક્યાંય પણ જવું હોય તો તમે મારી હેલ્પ લઈ શકો છો.
આરતી: ઓકે.

પછી બંને ક્લાસરૂમમાં બેઠા અને લેક્ચર ચાલુ થઈ ગયું. પછી તો દરરોજ આરતી કંઈ ને કંઈ ઉમંગને પૂછ્યા કરતી અને ઉમંગ તેને જવાબ આપ્યા કરતો. કંઈપણ કામથી બહાર જવાનું થતું તો પણ ઉમંગ તેની સાથે જતો અને પોતાનાથી બનતી બધી જ મદદ તે કરતો.

ઉમંગને ભોળી-ભાળી અને દેખાવમાં સુંદર આરતી પહેલી વાર જ્યારે તેને ક્લાસરૂમની બહાર અથડાઈ ગઈ હતી ત્યારથી જ ખૂબ ગમી ગઈ હતી. પણ તે આરતીને પ્રપોઝ કરવા માટે યોગ્ય સમયની રાહ જોતો હતો.

અચાનક એક દિવસ ઉમંગ આરતીને લઈને કૉલેજની બુક્સ લેવા માટે જતો હતો અને ઉમંગનું બાઈક સ્લીપ થઈ ગયું. ઉમંગને થોડું ઘણું વાગી પણ ગયું, આરતી એકદમ ગભરાઈ ગઈ અને રડવા લાગી.

ઉમંગ તેને સમજાવ્યા કરતો હતો કે, " મને કંઈ નથી થયું આરતી, હું સહી સલામત છું, તું આટલું બધું રડ્યા ન કરીશ "

પણ આરતીના ગળામાં ડૂમો બાઝી ગયો હતો અને તે ખૂબ ગભરાઈ ગઈ હતી. તે દિવસે આરતીએ સ્વિકાર્યું કે, " તને જો કંઈ થઈ ગયું હોત તો મારું કોણ..?? "
ઉમંગ: એટલે તું કહેવા શું માંગે છે..??
આરતી: એ જ કે હું તારા વગર નહીં જીવી શકું. હું તને ખૂબજ પ્રેમ કરું છું.
અને ઉમંગને વાગ્યું હતું તેના દુઃખ કરતાં આરતીએ જે કહ્યું તેનાથી વધુ આનંદ થતો હતો.

આરતી ઉમંગને હૉસ્પિટલમાં લઈ ગઈ અને ત્યાં તેની પાટા-પીંડી કરાવીને તેનાં ઘરે તેને મૂકવા માટે ગઈ.

ઉમંગના મમ્મી-પપ્પા ઉમંગની આ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગયા પણ પછી ખબર પડી કે ઉમંગને બહુ નથી વાગ્યું એટલે તેમને થોડી રાહત થઈ.

તેઓ પણ આરતીને મળીને ખૂબ ખુશ થઈ ગયા અને આરતીને પોતાના દિકરાની વહુ તરીકે સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા.

આરતી અને ઉમંગ બંને ખૂબજ ખુશ હતાં. જોત જોતામાં કૉલેજના ત્રણ વર્ષ ક્યાં પૂરા થઈ ગયા તેની ખબર પણ ન પડી.

અને આરતી અને ઉમંગને વિખૂટા પડવાના દિવસો આવી ગયા. આરતી ખૂબ રડ્યા કરતી હતી પણ ઉમંગે તેને સમજાવી અને પોતાના મમ્મી-પપ્પાને આરતીને ઘરે લગ્ન માટે માંગુ લઈ જવા કહ્યું.

પણ આરતીના પપ્પા ચુસ્ત જ્ઞાતિવાદી હતાં તેથી તેમણે આ લગ્ન માટે ધરાર "ના" પાડી દીધી અને આરતીને છેતરીને પોતાના સંબંધીને ત્યાં રહેવા માટે મોકલી દીધી.

આરતી ક્યાં છે તેની ઉમંગને ખબર પડશે કે નહીં પડે...?? આરતીના લગ્ન ઉમંગ સાથે થશે કે નહીં થાય...?? જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ