The Author वात्सल्य Follow Current Read પાવાગઢની ભદ્રકાળી માઁ.... By वात्सल्य Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books नफ़रत-ए-इश्क - 7 अग्निहोत्री हाउसविराट तूफान की तेजी से गाड़ी ड्राइव कर 30 मि... स्मृतियों का सत्य किशोर काका जल्दी-जल्दी अपनी चाय की लारी का सामान समेट रहे थे... मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२ मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२मुनस्यारी से लौटते हुये हिमाल... आई कैन सी यू - 41 अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां... मंजिले - भाग 4 मंजिले ---- ( देश की सेवा ) मंजिले कहान... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share પાવાગઢની ભદ્રકાળી માઁ.... (8) 2.9k 6.4k હમણાં થોડા દિવસમાં આપણા બધાંને ગમતી નવરાત્રી આવી રહી છે.મારે આ લેખમાં નવરાત્રી વિશે નહીં પરંતુ પાવાગઢની માતા મહાકાળી અને ચાંપાનેર રાજ્ય વિશેની વાત કરવી છે.અમદાવાદથી દક્ષિણ તરફ 125 km અને વડોદરા શહેરથી પૂર્વ તરફ 25 km સ્થિત પાવાગઢનો પર્વત છે.અનંત કાળ પહેલાં કોઈ જવાળામુખીને કારણે અસ્તિત્વમાં આવ્યો હોય તેવું માનવું છે.આખો ડુંગર કાળા ક્લરનો પત્થર છે.એવું કહેવાય છે કે તે પહાડ ઉપસેલા ભાગનો ત્રણ ભાગ ભૂમિ અંદર છે.કિવદંતિ છે કે પહેલાં આ પહાડ પર દારૂણ નામનો દૈત્ય તપસ્વી,ડુંગરવાસી, ઋષિ,પ્રાણીને જીવતાં મારી ખાઈ જતો હતો.સર્વત્ર ત્રાહિમામ હતો.સૌ એકત્ર મળી દેવાધિદેવ ઋષિઓના તારણહાર બ્રહ્મા પાસે પ્રાર્થના કરી. તેમણે ચિંતન કરી જોયું તો આ દાનવ દેવથી નહીં મરે તેવું વરદાન હતું.માટે સ્ત્રીનું રૂપ લઇ બ્રહ્મા દારૂણને હરાવવા ગયા પણ પરાજિત આવવું પડ્યું.બ્રહ્મા એ દેવાધિદેવ મહાદેવને વાત કરી,મહાદેવે આ કામ ભગવતી પાર્વતીને સોંપ્યું. પાર્વતીજીએ એક સ્ત્રી ઉત્ત્પ્ન્ન કરી અને શ્યામવર્ણ સ્ત્રીના કપાળે અર્ધ ચંદ્ર અને હાથમાં શત્રુના સંહાર કરે એવું ખપ્પર હતું.આવું ભાયાવહ રૂપથી દૈત્યો નાસભાગ કરવા લાગ્યાં.બધા શત્રુઓનો ખાત્મો બોલાવતાં એક શત્રુ એટલે "રક્તબીજ" કોઈ કાળે મરતો ન્હોતો.જેને કાલીમાઁ મારે તે રક્તબીજ લોહી છાંટી દસ ગણા શત્રુ તૈયાર કરતો હતો.તેને અત્યંત ક્રોધિત ચહેરે ત્રિશુળ થી રક્તબીજને હણ્યો ત્યારથી 'કાળી' મા મહાકાળી નામથી ઓળખાવા લાગ્યાં.રાક્ષસોનો સંહાર પછી માતા ખુબ ક્રોધાયમાન હતાં તેમને કેમેય કરી ને ક્રોધ ઓછો થતો ન્હોતો.ફરી ઋષિઓ મહાદેવજી પાસે ગયા અને માતાજીનો ક્રોધ ઓછો કરવા પ્રાર્થના કરી. ભોળાનાથ મહાદેવજી ખુદ જયાં રાક્ષસો ની લાશો પડી હતી ત્યાં આવી ને સુઈ ગયા. બીજી બાજુ માતા કાળી કોઈ રાક્ષસ જીવતો નથી તેની તપાસ કરતાં કરતાં મહાદેવની છાતી પર પગ મુક્યો.કોઈ રાક્ષસ જીવે છે તેમ સમજી ખપ્પર ઉગામે છે ત્યાં મહાદેવજીને જોઈ ભોંઠા પડે છે.અને પસ્તાવો કરી મહાદેવજીની ક્ષમા માગે છે.ત્યારથી કાલિકા મા ખપ્પર જોગણી કહેવાયાં.અને અંચાંબા માં મોઢામાંથી રક્તરંજીત જીભ બહાર નીકળી ગઈ.આ ભૂમિમાં ઘણા તપસ્વી પુનઃ આવીને તપ કરવા લાગ્યા. તેમાંના એક મહાન ઋષિ વિશ્વામિત્ર હતા.એવું કહેવાય છે કે આ ભૂમિમાં જગતના મહાન સંગીતકાર બૈજુબાવરાનો જનમ થયેલો. ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢની ઊંચી ટેકરી પર માતા કાલિકાની મૂર્તિરૂપ પ્રતિષ્ઠા કરી.બે તળાવ ની રચના કરી તે પૈકી નું એક દૂધીયું તળાવ કહેવાય છે. અને આ તળાવથી વહેતુ ઝરણું વિશ્વામિત્રી નદી નામથી વડોદરા શહેર મધ્યે વહેતી સમુદ્રને મળે છે.કાળ વીતતો ગયો ત્યાં રાજા જયવિજયરાજસિંહ નામનો રાજા ચંપાનેર નામના રાજ્યમાં રાજ કરતો હતો.આપણે તેમને "પતાઈરાજા" નામથી જાણીએ છીએ. ખુબ બુદ્ધિશાળી અને ધર્મપ્રિય માં કાળી નો પરંભક્ત હતો.તેના રજદારબારમાં સંજાણના રાજાની કુંવરી પટરાણી હતી. સંજાણ ના આ રાજા મોત ને ભેટ્યા.સંજાણના આ રાજાને એક પુત્ર હતો.તેને મળેલી સંપત્તિ શરાબ સુંદરી માં વેડફી દેતાં.સંજાણસિંહને સુધારવા તેની બહેને ચંપાનેર બોલાવી લીધો.અને તેને એક નાનકડી ઓરડીમાં નિવાસ આપ્યો.તે ઓરડીની નજીક એક બ્રાહ્મણ રહેતો હતો જે મહાકાળીની પૂજા કરવા જવાનો નિયમ હતો.અવસ્થા થતાં તે બીમાર થતાં મોત ને ભેટતા તેની દીકરી "ભદ્રા" દરરોજ માતાજી ની પૂજા કરવા જતી. આ સમયે ભદ્રા ના ભાઈ ને સાપ કરડતાં મોતને ભેટ્યો. માતાજી ને પ્રાર્થના કરી કે મારો આધાર મારો ભાઈ છે તેને સજીવન કરો.. આજીજી થી માઁ પ્રસન્ન થયાં. માતાજીએ કીધું કે તું આજીવન લગ્ન ના કરે તો જ તારા ભાઈ ને સજીવન કરું.ભદ્રા વચને બંધાઈ.અને ભાઈ ને સજીવન કર્યો,પછી ભદ્રાએ લગ્ન કર્યાં ન્હોતાં.નજીક ઓરડીમાં રહેતાં સંજાણસિંહને આ સુંદર છોકરી ખુબ ગમી ગઈ.ગમે તે રીતે તેને પોતાની બનાવવા તે ભદ્રાને બનમાં લેતો અને ભદ્રા આ વાત કેતી હું માતાજીના વચને બંધાયેલી છું, હું લગ્ન નહીં કરી શકું.ચંપાનેર રાજ્યની તમામ ખટપટ કે રાજા દ્વારા લેવાતા નિર્ણયોનો તે સાક્ષી અને પટરાણીનો ભાઈ (તેનો સાળો )હતો.એટલે પતાઈ ને વિશ્વાસ હતો.હવે આ સંજાણબાવાએ રાજ્યમાં ચાલતી પ્રવૃત્તિ,તોષાખાનું,ખાનગી જગ્યાઓની વિગતો અમદાવાદના તત્કાલીન બાદશાહ મહમદ બેગડા જોડે મોકલી દેતો."ઘર ફૂટે ઘર જાય" તેમ સંજાણબાવો બધીજ માહિતી બેગડા ને મોકલી દેતો. બીજી બાજુ પૂજા કરી ને નિયમિત સાંજે નીચે ઉતરતી "ભદ્રા"નું શિયળ લૂંટવા ભદ્રાનો પાલવ પકડતાં તેણે શ્રાપ આપ્યો જા... ફટ... ભૂંડા તારું નખ્ખોદ જશે પણ તું જે રાજ ના રોટલા ખાય છે તે રાજ પણ ગુમાવી બેસીશ.આટલું બોલતાં તે પોતાના નિવાસ સ્થાને માતાજી ને પ્રાર્થના કરી અને માતાજીમાં લિન થઇ ગઈ. ત્યારથી મહાકાળી માતા ભદ્ર કાળી નામથી પૂજાવા લાગ્યાં.આ બાજુ થોડાજ દિવસોમાં બેગડો પોતાનું લશ્કર લઇ ચાંપાનેર સર કર્યું.તે જ દિવસે પાવાગઢના પતાઈ રાજાએ પોતાની બંદૂકથી પોતાનું ધડ ગોળી થી મોત વહાલું કર્યું. બાકી ના મંત્રી, સચિવો લડતાં લડતાં મર્યા, જીવ લઇ ને જંગલમાં વસ્યા તે "વસાવા" કહેવાયા. બધી રાજની રાણીઓએ સમૂહ માં હાલના બસ સ્ટેન્ડ પાસે પહાડ ઉપરથી મોતને વહાલું કરી સતીઓ થઇ. આ શાપિત ભૂમિ ગુજરાતની રાજધાની ચંપાનેર મુસ્લિમ બાદશાહ મહંમદબેગડાના હાથમાં જતું રહ્યું."ઘર ફૂટે ઘર જાય" અને પોતાના ભાઈ ને "બહેન પોતાની પાસે ક્યારેય ના રાખે"તથા કોઈ સ્ત્રીના મન વગર વસ્ત્રાહરણ થાય તો આ દશા થાય તેમ નક્કી માનજો.દ્રૌપદીના વસ્ત્રાહરણ ના કારણે મહાભારત થયું તેમ. આભાર... જય મહાભદ્ર કાળી માં..(મારી વાર્તા વાચન કરી અભિપ્રાય આપવા વિનતી. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App