અનિકેત ને વિશાખા
ની સાથે થયેલી મુલાકાત નો એ પહેલો દિવસ બરાબર
યાદ હતો .આજ થી લગભગ ૧ વર્ષ પહેલા દીવ માં થયેલી એ પ્રથમ મુલાકાતે અનિકેત ની જિંદગી
બદલી નાખી હતી .
અનિકેત સવારે ૬ વાગે
પોતાની હ્યુન્ડાઇ કાર લઈને મુંબઈ થી દીવ પહોંચ્યો હતો . તેને મુંબઈ ના મેઈન
બાઝાર માં હોટેલ માર્વેલ માં પોતાનો રૂમ બુક
કરાવ્યો હતો તેને હોટેલ ના પાર્કિંગ માં કાર પાર્ક કરી અને ઘડિયાળ માં જોયું તો સવારના ૬ વાગ્યા હતા. તે આખી રાત સેલ્ફ ડ્રાઈવ કરીને મુંબઈ થી દીવ આવ્યો હતો
તેને ફોટોશૂટ નો ટાઈમ ૯ વાગ્યા નો રાખ્યો
હતો . તે પહેલા પોતાના રૂમ માં જઈને ફ્રેશ થયો ને બ્રેકફાસ્ટ કર્યો અને બરાબર ૮.૩૦
વાગે તે ફોટોશૂટ ના સ્પોટ પાર જવા નીકળ્યો આ પહેલા પોતાના કેમેરા ચેક કરી લીધા હતા
અનિકેત બરાબર ૯ વાગે ફોટોશૂટ ના સ્પોટ પર પહોંચ્યો .એ દરિયા કિનારો થોડો પથરાળ હતો. ત્યાં સાઈડ ઉપર બે મોટી છત્રી લગાડેલી હતી ..વિશાખા નો મેક અપ મેન અને વિશાખા નો મેનેજર ત્યાં પહોંચી ગયા હતા ..સવારના તીખા સૂરજ ના કિરણો દરિયાના મોજા પર થી પરાવર્તિત થઇ ને ચારેય બાજુ ઉજાસ ફેલાવતા હતા ..અનિકેતે વિશાખા ના મેક અપ મેન પાટીલ અને મેનેજર ઉલ્લાસ તાવડે જોડે ઔપચારિક મુલાકાત કરી ..અનિકેત ચારેય બાજુનું ઝીણવટ થી નિરીક્ષણ કરી રહ્યો હતો સવારનું વાતાવરણ ખુબ સરસ હતું એટલે એને ફોટો શૂટ કરવાની માજા આવવાની હતી જોકે એ વિશાખા સાથે પહેલી વાર કામ કરી રહ્યો હતો ..એ હજી વિશાખા ને મળ્યો સુધ્ધાં ના હતો એને તો ફક્ત વિશાખા ના ફોટા જ જોયા હતા ..એને ક્યારે વિશાખા નો પહેલો ફોટો જોયો ત્યારે જ તેને કૈક અલૌકિક અનુભૂતિ થઇ હતી .
અનિકેત આ બધા વિચારો માં જ હતો ને એને ખબર જ ના રહી કે એકદમ સાઈલેન્ટલી ગ્રીન મર્સીડીઝ તેની બાજુ માં આવીને ઉભો રહી સૂર્ય ના કિરણો થી ગાડી નો રંગ એકદમ ચમકતો હતો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો ને અનિકેત ના વિચારો ને બ્રેક વાગ્યો ..અનિકેતે તરત જ અવાજ ની દિશા માં જોયું ને જાણે તે અવર્ણીય દ્રશ્ય જોતો હોય તેમ એની આંખો સ્થિર થઇ ગઈ ..વિશાખા ગાડી માંથી નીચે ઉતરી તેને માથે પિન્ક કલર ની હાટ પહેરી હતી .તેના પર લાલ ગુલાબ બેનમૂન લગતી હતું નીચે તેને બ્લુ મેક્સી પહેરી હતી ..તેની ગુલાબી રંગ ની ચામડી જાણે હમણાં સુરજ ના તડકામાં બળી જશે એવું લાગતું હતું તેને પગમાં પેન્સિલ હિલ વાળા સફેદ સેન્ડલ પહેર્યા હતા વિશાખા ને જોઈને અનિકેત ના મન નો ફોટોગ્રાફર સજીવન થઇ ગયો તેની નજર વિશાખા ની તીણી આંખો ..અર્ધગોળાકાર ભ્રમરો અને રતુમડાં હોઠો પર ઝડપથી ફરી વળી એવું ન હતું કે અનિકેતે ક્યારેય સુંદર છોકરીયો જોઈ ન હતી પણ જાણે વિશાખા માં એક અજબનું ખેંચાણ હતું અનિકેત na વિચારો અટક્યા એ ઝડપથી ચાલીને વિશાખા ની નજીક ગયો વિશાખા એક ધ્યાન થી દૂર દરિયા ના ઉછળતા મોજા જોઈ રહી હતી .
" હેલો મેમ અનિકેત " અનિકેતે હાથ લાંબો કરીને પોતાનું ઈન્ટ્રોડ્યૂકશન આપ્યું.
" ઓહ આઈ એમ વિશાખા બજાજ " વિશાખા એ અનિકેત સાથે હાથ મિલાવ્યો અને એક અજબ પ્રકાર ની અનુભૂતિ બંને ના હાથ માં થઇ .એટલામાંજ વિશાખા નો મેનેજર ઉલ્લાસ તાવડે એ બંને ની નજીક આવ્યો તાવડે એ જ વિશાખા ને ફોટો શૂટ કરવા માટે અનિકેત નો પ્રેફરન્સ આપ્યો હતો.
" મેડમ ફોટો શૂટ માટે બધી તૈયારી થઇ ગઈ છે " તાવડે એ અનુપચારિક્તા વાપરી .
અનિકેત ની નજર વિશાખા પરથી હટતી જ નહોતી.
" લેટ'સ વી સ્ટાર્ટ મી અનિકેત " વિશાખા એ એકદમ માદક અવાજે કહ્યું
" ઓહ શ્યોર મેમ " અનિકેત એટલું જ બોલી શક્યો તે વિશાખા ના વ્યક્તિત્વ માં એક ખેંચાણ અનુભવતો હતો. એવું ન હતું કે એને ક્યારેય સુંદર છોકરીયો જોઈ નહતી એને મુંબઈ ની ટોપ મોડલ્સ અને બોલિવૂડ ની હેરોઇન્સ સાથે કામ કર્યું હતું પણ એ આજે વિશાખા માં કોઈ અજબ પ્રકારનું ખેંચાણ અનુભવતો હતો
. " તો આપડે શરુ કરીશુ મી.અનિકેત " વિશાખા ફરીથી ધીમા અને માદક અવાજ માં બોલી .
અનિકેત ની જાણે તંદ્રા તૂટી હોય એમ ભોંઠો પડી ગયો
" ઓહ શ્યોર મેમ .. અને જો તમને વાંધો ના હોય તો ફોટો શૂટ માટે થોડું ચાલવું પડશે " અનિકેત સપાટ સ્વરે બોલ્યો
.
વિશાખા અનિકેત ની નજીક આવી બંને એટલા નજીક હતા કે તેમના શ્વાસ સામાને અથડાતા હતા
" ફોટો શૂટ કરવા માટે તમે કહો એ બધું જ કરવા તૈયાર છું પણ આજનું ફોટો શૂટ બેનમૂન જોવું જોઈએ તમે એવા ફોટોગ્રાફ્સ લો લે તમારા ફોટોગ્રાફ્સ મને બોલિવૂડ ની ટોપ ની હેરોઇન બનાવી દે " વિશાખા અનિકેત ની આંખોમાં જોઈને માદક તથા મક્કમ સ્વરે બોલી
" શ્યોર " અનિકેત ફક્ત એટલું જ બોલી શક્યો અનિકેત અને વિશાખા બંને સાથે ચાલવા લાગ્યા તેમની પાછળ થોડે દૂર મેનેજર તાવડે અને મેક અપ મ એન પાટીલ જરૂરી સમાન લઈને ચાલતા હતા .
દરિયા ના પટ ની રેતી થોડી ગરમ થઇ ગઈ હતી વિશાખા અને અનિકેત લગભગ જોડે જ ચાલતા હતા ક્યારેક એકબીજાના હાથ પણ એકબીજાને સ્પર્શી જતા ..બંને ચાલતા હતા ત્યારે બંને ને ક્યાં ખબર હતી કે બંનેની ચાલ ની સાથે એક્. રહસ્ય મયિ સમય ની શરૂઆત પણ થઇ ગઈ છે !!! અનિકેત વિશાખા ને લઈને નારિયેળી ના એક ઝુંડ આગળ ઉભો રહ્યો પાટીલ અને તાવડે બહુ દૂર ઉભા હતા અનિકેત એક પછી એક પોઝ માં વિશાખા ના ફોટોસ લેવા લાગ્યો અનિકેત ને આજે ફોટોસ લેવાની જે માજા આવતી હતી એવી માજા એને ક્યારેય નહતી અનુભવી ..સામે વિશાખા પણ ખુબ જ સરસ રિસ્પોન્સ આપતી હતી તેનું શરીર રબર કેવું હતું તેનું ગિફ્ટ પણ આ કલ્પનીય હતું .અનિકેત જેમ સમજાવતો તેમ એ પોતાના અંગોને વળતી અને પોઝ આપતી
..અનિકેત તેને ફોટોશૂટ ના પોઝ સમજાવતો વખતે સ્પર્શ તો અને આજ સ્પર્શ બંને ને ખૂબ જ નજીક લાવી દીધા .બંને સાંજ સુધી માં એક બીજા ને " અનુ
" અને " વિશુ " બોલાવતા થઇ ગયા એનું બંને ને ભાન ના રહ્યું અનિકેતે વિશાખા ના સવાર ના તપતા સુરજ થી લઇ ને ઢળતી
સાંજ ના સુરજ માં બેનમૂન ફોટો ગ્રાફ લીધા હતા
વિશાખા અને અનિકેત જયારે પાર્કિંગ ની જગ્યા પાર પાછા આવતા હતા ત્યારે બંને એકબીજાના હાથ પકડીને ચાલતા હતા ..બંને પાર્કિંગ ની જગ્યા પાર આવ્યા ત્યાં સુધી પાટીલે અને તાવડે એ બધું આટોપી કીધું હતું . અનિકેત અને વિશાખા મર્સીડીઝ આગળ આવી ને ઉભા રહ્યા ..અનિકેત વિશાખા થી સહેજ ઉંચો
હતો .
વિશાખા એ પોતાના બંને હાથ અનિકેત ના બંને ખભા પર મૂક્યા અને બોલી " અનુ હું મારી હોટેલ માં તારી રાહ જોવું છું મારે તારું એક ઈમ્પોર્ટન્ટ કામ છે "
બંને
ની નજરો એકબીજા માં લિન હતી
" બાય " વિશાખા આટલું બોલીને ગાડી માં બેસી ગઈ
અનિકેત એક નજરે ગાડી ને ક્યાં જોઈ રહ્યો ..ગાડી ના ગયા પછી અનિકેત ને યાદ આવતું કે આજના આખા દિવસ માં પોતે એક પણ સિગારેટ પીધી ન હતી ..કદાચ આજે અનિકેત ને બીજો જ નશો ચડ્યો હતો ..તેને પોકેટ માંથી એક સિગારેટ કાઢી ને સળગાવી ત્યાંજ એક વ્યક્તિ બાઈક લઈને તેની નજીક આવીને ઉભો રહ્યો તેને બ્લૅક ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યા હતા ..તેને માથે હાલમાટે પહેર્યું હોવાથી અનિકેત તેને ઓળખી નહતી શક્યો ..તેને બાઈક સ્ટેન્ડ પર ચડાવ્યું તે હેલ્મેટ કાઢીને અનિકેત ની નજીક આવ્યો અનિકેત તેને ઓળખતો નહતી તે બેઠા ઘાટ નો થોડો જાડિયો કહી શકાય તેવો હતો તેની ચહેરો ગોળાકાર હતો તેને ફ્રેન્ચ કટ દાઢી હતી તે અનિકેત ની નજીક
આવીને ઉભોરહ્યો .અનિકેતે મોઢા માંથી ધુમાડો છોડ્યો .
." વેલ તમે મને ઓળખતા નથી મી અનિકેત પણ હું તમને ઓળખી છું " પેલા વ્યક્તિ એ રહસ્યમય અવાજે કહ્યું " “તમે ઓળખાણ આપશો તો ઓળખી જઈશ "
" મારુ નામ ગુડ્ડુ શાસ્ત્રી ..હું સનરાઈઝ ડેઈલી માં નાનો રિપોર્ટર છું ..પણ કામ ઘણા મોટા કરું છું " ગુડ્ડુ એ કહ્યું
" હું કઈ સમજ્યો નહીં " અનિકેતે સિગારેટ નું ઠુંઠુ પગ નીચે મશાલતા કહ્યું ..
" મેં તમને
સવારે વિશાખા બજાજ જોડે જોયા હતા એટલે એક વણ માંગી સલાહ આપું છું તમે વિશાખા બજાજ થી દૂર રહેજો નહીંતર આખી જિંદગી પસ્તાશો " ગુડ્ડુ હેલ્મેટ પહેરી ને બાઈક ચાલુ કરીને જતો રહ્યો
અનિકેત તેને જોઈ જ રહ્યો