પ્રકરણ ૩૧
"હા બેટા...." રાહુલએ ઉભા થવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, તેનું શરીર સમય કરતા વહેલું ઘરડું થઇ ગયું હતું અને તેની દાઢી અને માથાના વાળ ખુબજ વધી ગયા હતા.
"પપ્પા...." રાધિ રાહુલને ભેંટીને રડવા લાગી.
"રડ નઈ બેટા, રડ નઈ." રાહુલએ રાધિના માથા પર હાથ ફેરવ્યો.
"રાવિ ક્યાં છે પપ્પા? માયા કોણ છે અને ક્યાં લઇ ગઈ છે રાવિને?" રાધિએ તેની આંખો લૂંછી.
"ચાલ મારી સાથે." રાહુલએ ધ્રુજતા હાથે રાધિનો હાથ પકડ્યો.
ચારેય જણ થોડુંક ચાલ્યા હશે ત્યાં એક ગુફા નજરે ચડી.
રાહુલએ ગુફા તરફ ઈશારો કર્યો, "રાવિ ત્યાં છે."
"હું અંદર જઉ છું, હું બોલવું તો જ અંદર આવજો." રાધિ અવાજ ન થાય એમ અંદર ગઈ, ગુફામાં જઈને જે દ્રશ્ય રાધિએ જોયું એ જોઈને તેના રુંવાડા ઉભા થઇ ગયા.
ગુફાની વચ્ચોવચ્ચ એક વિશાળ મૂર્તિ હતી અને મૂર્તિ સામે રાવિ એક શીલા પર ઊંઘી હતી. એક સ્ત્રી રાધિ સામે પીઠ કરીને બેઠી હતી અને મંત્રોચાર કરી રહી હતી.
"તું તૈયાર છે રાવિ?" તે સ્ત્રી ઉભી થઇ અને રાવિની નજીક ગઈ.
"હા, માયા. હું તૈયાર છું." રાવિએ તેની આંખો બંધ કરી દીધી.
તેણીએ જમણી બાજુ મૂકેલું ખડગ ઉપાડ્યું અને રાવિ પર વાર કર્યો.
"રાધિકા...." માયાએ હવામાં અટકી ગયેલું ખડક જોઈને દાંત પિસ્યા અને રાધિ ઉભી હતી એ દિશામાં જોયું.
રાધિનો હાથ હવામાં હતો અને એમાંથી ઝાંખી ગુલાબી રોશની નીકળી રહી હતી. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું અને કપાળ પર પરસેવો વળ્યો હતો.
તેને જોઈને માયા ખંધુ હસી, "મને રોકવી એ ખાવાના ખેલ નથી રાધિકા."
"રાવિને છોડી દે માયા..." રાધિએ માંડ માયાને રોકી રાખી હતી.
"એ તારે પેલા વિચારવું જોઈતું હતું રાધિકા, તારું કોમાર્ય અકબંધ હોત તો હું રાવિને છોડી દેત પણ તું મારા કોઈ કામની નથી." માયાએ દાંત પિસ્યા.
"રાધિ તું જા અહીંથી, માયાને જે કરવું છે એ કરવા દે..." રાવિએ વિંનતી કરી.
"તું ગાંડી થઇ ગઈ છે? માયા તને મારી નાખવા માંગે છે, હું તને મરવા દઉં?" રાધિએ રાવિ સામે હેરાનીથી જોયું.
"હા, મરી જવા દે. તું અહીંથી જા તને મારી કસમ છે." રાવિએ મોઢું ફેરવી લીધું.
બન્નેની વાતચીતમાં રાધિનું ધ્યાન માયા પરથી ભટક્યું અને માયાએ એ તકનો લાભ લઈને રાધિ પર હુમલો કર્યો.
"આહહહહ......" રાવિ ગુફાની દીવાલ પર તકરાઈને જમીન પર પછડાઈ.
રાધિની ચીસ સાંભળીને રાહુલ, કેરિન અને મેહુલ અંદર દોડી આવ્યા.
"હવે તું નઈ બચે."રાવિએ માયાને ગળેથી પકડી અને તેનું ગળું દબાવી નાખ્યું.
"તારી આ ભૂલની કિંમત હવે તારો આખો પરિવાર ચૂકવશે રાવિકા..." માયાએ રાવિને ધક્કો માર્યો અને ત્યાંથી ગાયબ થઇ ગઈ.
રાવિએ રાધિને જોઈ, તેનું ધ્યાન રાધિ તરફ હતું ત્યારે અચાનક તેને એક ઝટકો લાગ્યો. તેણીએ આજુબાજુ જોયું, કંઈક વિચિત્ર બન્યાનો આભાસ તેને થયો પણ તરત એ વિચાર ખંખેરીને તેણીએ રાધિને ઉભી કરી, બધાએ એકબીજાનો હાથ પકડ્યો અને બધા રાઠોડ હાઉસ પરત ફર્યા.
રાવિ અને રાધિને સલામત જોઈને જીજ્ઞાને હાશ થઇ, તેણીએ બન્નેની નજર ઉતારી અને બન્નેને ગળે લગાવી.
રાવિએ રયાનનો હાથ પકડ્યો અને બોલી, "તમારા માટે એક સરપ્રાઇઝ છે."
"હા, કાકા." રાધિએ રાહુલને લાવીને રયાન સામે ઉભો રાખ્યો.
"ર... રાહુલ....?" રયાનએ તેની સામે ઉભેલા પુરુષનો ચેહરો ધારીને જોયો.
"ભાઈ...." રાહુલએ રયાનને ગળે લગાવી લીધો.
બધાં રાહુલને જોઈને ચોંકી ગયાં હતાં, રાહુલ વારાફરતી બધાંને મળ્યો અને છેલ્લે મીરા પાસે આવ્યો, "મિરું, તું તો ડોશી થઇ ગઈ."
"જીજુ, પ્લીઝ." મીરાએ રાહુલના ખભા પર ઢીંક મારી અને રાહુલને ગળે મળી.
"તું ક્યાં હતો આટલા વર્ષ?" રયાનએ પૂછ્યું.
"તમે વાતો કરતા રહી જશો અને લગ્નનું મુહર્ત નીકળી જશે." રીનાબેનએ ટકોર કરી.
"કોના લગ્ન?" રાહુલએ ફૂલોથી શણગારેલા ઘર પર એક નજર નાખી.
"બીજા કોના? તારી દીકરીઓના." રયાનએ કહ્યું.
"પપ્પા, આ મેહુલ છે." રાધિએ મેહુલને આગળ કર્યો.
"આ કેરિન છે, મારા પતિ." રાવિએ કહ્યું.
મેહુલ અને કેરિન રાહુલને પગે લાગ્યા, રાહુલએ બન્નેના માથા પર હાથ મુક્યો અને બોલ્યો, "તમે બન્ને મારી દીકરીઓને ખુશ રાખજો નહીં તો યાદ રાખજો, મારું નામ એએસપી રાહુલ રાઠોડ છે."
"ડોન્ટ વરી પપ્પા, હું રાધિને બહુજ ખુશ રાખીશ." મેહુલ બોલ્યો, કેરિન પણ થોડું હસ્યો અને બોલ્યો, "હું પણ રાવિને ખુશ રાખીશ."
"હવે ચાલો બધાં નીચે..." મીરાએ કહ્યું.
"ના, પેલા મેહુલના પરિવારને બધું જણાવશું અને પછીજ આ લગ્ન થશે." રાધિએ કહ્યું.
બધાંએ ખુબ સમજાવી પણ રાધિ એકની બે ન થઇ, છેવટે મેહુલના પપ્પા અને દાદાદાદીને બોલાવવામાં આવ્યાં. રાધિએ તેના પરિવારમાં બનેલી ઘટનાઓ અને શ્રાપ વિશે બધું જણાવ્યું, "આ શ્રાપ મારાં બાળકોને પણ વારસાગત મળશે." રાધિએ છેલ્લે ઉમેર્યું.
"આપણે સાથે મળીને કંઈક રસ્તો શોધી લઈશુ બેટા." નવીનભાઈએ રાધિના માથા પર હાથ મુક્યો.
"માં..." રાવિ કઈ બોલવા જતી હતી પણ રીનાબેન વચ્ચેજ બોલી ઉઠ્યા, "તું મારા કેરિનની પત્ની અને મારા ઘરની વહું છે એટલે તારી દરેક પરેશાની અમારી જ પરેશાની છે. સાથે મળીને લડી લઈશુ બેટા."
રાવિ રીનાબેન અને કેશવરામને ભેંટી પડી, "થેંક્યુ માં.. થેંક્યુ બાબા..."
"હવે આવશો નીચે? મેહમાન રાહ જોઈને થાક્યાં અને પેલા મીડિયાવાળાઓ મૂઆ જે ને' તે છાપી દેશે જલ્દી નઈ જઇયે તો." મીરા હસી પડી.
"હજુ એક કામ બાકી છે, તમે બધાં નીચે જાઓ હું ને જીજુ આવીએ છીએ." જીવન રાહુલને તેના ઓરડા તરફ લઇ ગયો.
લગ્નની વિધીઓ ચાલુ થઇ, થોડીવારમાં જીવન અને રાહુલ આવ્યા. ક્લીન શેવ, વ્યવસ્થિત રીતે કાપેલા વાળ અને સૂટબુટમાં રાહુલ વધુંના પિતાની જેમજ શોભી રહ્યો હતો.
બન્ને છોકરીઓના લગ્ન ધામધૂમથી થયા, રાવિનું કન્યાદાન જિજ્ઞાસા-રયાનએ કર્યું અને રાધિનું કન્યાદાન રાહુલએ કર્યું. બધાંને રડતાં મૂકીને બન્ને છોકરીઓ પોતપોતાના સાસરે ચાલી ગઈ, બન્નેના ગયા પછી જિજ્ઞાસાએ આધ્વીકાનો ફોટો છાતીસરસો ચાંપ્યો અને બોલી, "સોનું, મેં મારું વચન નિભાવ્યું. તારી બન્ને દીકરીઓને આશિર્વાદ આપજે."
મેહુલ અને રાધિએ તેમના લગ્નજીવનની શરૂઆત પ્રેમથી કરી હતી જયારે રાવિ અને કેરિન તેમના લગ્નની પહેલી રાતે પણ એક અજનબીના જેમ ઊંઘ્યાં હતાં, કેરિનએ કેટલીયે વાર વિચાર્યું કે તેં રાવિને તેના મનની વાત કરી દે પણ વારંવાર તેં પાછો પડી રહ્યો હતો.
રાવિએ તેને આશ્વાસન આપ્યું હતું કે તેણી ક્યારેય જબરદસ્તી કેરિન પાસે કાંઈજ નઈ માંગે અને આ લગ્ન માત્ર એક ડીલ જ રહેશે, પણ કેરિન જાણતો હતો કે તેણે આ લગ્ન ડીલ નઈ દિલથી કર્યા હતાં.
બીજા દિવસે નિવાસ રાવિને અને નિગમ રાધિને પગફેરા માટે તેડી આવ્યો, બન્ને આવતાંજ રાહુલ પાસે બેસી ગઈ અને રાવિ બોલી, "પપ્પા... મારે તમને ઘણું બધું પૂછવું છે..."
"હું જાણું છું, અહીં હાજર બધાયના મનમાં ઘણા સવાલ છે અને આપણો આખો પરિવાર અહીં હાજર છે તો હું આજે તમારા બધાજ સવાલોના જવાબ આપીશ." રયાનએ એક ઊંડો શ્વાસ લીધો.
બધાંએ કાન સરવા કર્યા અને રયાન બોલ્યો, "હું એએસપી બન્યો અને મારું ટ્રાન્સફર દિલ્હી કરાવડાવ્યું હતું મેં આધ્વીના કેહવા પર......
"આધ્વી કેટલી વાર?" રાહુલએ તેની બેગ ગાડીની ડીકીમાં ગોઠવી.
"આવી ગઈ, આ લે રાધિને લઈને બેસ." આધ્વીકાએ રાધિને રાહુલના હાથમા સોંપી અને ડ્રાયવીંગ સીટ પર ગોઠવાઈ.
"બધા પતિઓની જેમ હું મજાક પણ ન કરી શકું કે તું ગાડી ચલાવીશ તો અમે દવાખાને પહોંચી જઇશુ, કેમકે મારા કરતા તારું ડ્રાયવીંગ સારુ છે." રાહુલએ નકલી આંસુ લૂંછયા.
"મને ખબર છે,તું આ બધું મારું ધ્યાન ભટકાવવા કરી રહ્યો છે. હું ઠીક છું, રાહુલ." આધ્વીકાએ ગાડી ચાલુ કરી.
"તું ઠીક નથી, આમ તો હું પણ ઠીક નથી. આપણી દીકરીથી અલગ થઇ રહ્યાં છીએ...." રાહુલ આગળ કાંઈજ ન બોલી શક્યો.
આધ્વીકા ચુપચાપ ગાડી ચલાવી રહી હતી, ચિત્રાસણી આવ્યું એટલે રાહુલ બોલ્યો, "જયશ્રીફઈએ બાલારામ મંદિર થઈને નીકળવાનું કહ્યું હતું."
આધ્વીકાએ કઈ જ બોલ્યા વગર ચિત્રાસણી તરફ ગાડી વાળી લીધી.
"તું પ્રસાદ લઇ લે હું ગાડી પાર્ક કરીને આવું." આધ્વીકાએ પાર્કિંગ એરિયા તરફ નજર કરી.
"હા, જલ્દી આવજે." રાહુલએ રાધિને તેડી અને મંદિર તરફ આગળ વધ્યો, હજુ તેં દસેક ડગલાં ચાલ્યો હશે ત્યાં જ તેને એક ધમાકો સંભળાયો.
રાહુલએ પાછળ વળીને જોયું અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, "આધ્વીકાઆઆઆઆ......"
ક્રમશ: