પ્રકરણ ૨૬
રાધિ પાછી તેના ઓરડામાં આવી ત્યારે આધ્વીકા પહેલેથી ત્યાં હતી, આધ્વીકાને જોઈને રાધિ દોડતી જઈને તેને વળગી પડી, "મમ્મા તમે રાવિ સાથે આવું વર્તન કેમ કર્યું? રાવિને જિજ્ઞા માસીએ ઉછેરીને મોટી કરી છે તો તેનો જિજ્ઞામાસી તરફનો લગાવ સ્વાભાવિક નથી?"
"છે, પણ રાવિ જે કરી રહી છે એ ખોટું છે." આધ્વીકાનો ચેહરો ગંભીર હતો.
"શું કરી રહી છે રાવિ?" રાધિ મુંજવણમાં હતી.
"રાવિ તારા હકની મિલકત જીયાને આપી દેવા માંગે છે, સ્નેહ તેની સાથે જ હોય જેની સાથે સૌથી વધારે સમય ગાળ્યો હોય અને રાવિએ તેની આખી જિંદગી જિજ્ઞા, રયાન અને જીયા સાથે ગાળી છે. એ જીયા અને તારામાંથી જીયાને જ ચૂઝ કરશે. એટલે જ કઉં છું, સાવધાન થઇ જા." આધ્વીકા ગાયબ થઇ ગઈ.
"રાવિ, હું કંઈક માંગુ તો તું આપીશ?" રાધિએ નાસ્તાના ટેબલ પર બેસતા જ પૂછ્યું.
"હા, કેમ નઈ? શું જોઇએ છે તને?" રાવિએ નાસ્તો કરતાં કરતાં પૂછ્યું.
"મારે આપણી કંપનીમાં મારા હકનો ભાગ જોઇએ છે." રાધિએ રાવિના ચેહરા પર નજર ઠેરવી.
"તારા હકનો ભાગ? તને કોણે કહ્યું કે આપણી કંપનીમાં તારા હકનો ભાગ છે?" રાવિએ રાધિ સામે જોયું.
"તો આપણી કંપનીમાં મારો કોઈ ભાગ નથી?" રાધિએ ફરી પૂછ્યું.
"આ કંપની જિજ્ઞામાસીએ ઉભી કરી છે, અને એ કંપનીને મેં અને જીયાએ આગળ વધારી છે. આ કંપની કોઈને વારસામાં નથી મળી રાધિ, તારે કંઈક જોઇએ છે તો તારે મેહનત કરવી પડશે." રાવિ ફરીથી નાસ્તો કરવા લાગી.
"તો તું મારા હકની સંપત્તિ અને સતા જીયાને આપી દેવા માંગે છે, એમજ ને?" રાધિ ઉભી થઇ ગઈ અને ટેબલ પર હાથ પછાડ્યા.
"જીયાને સંપત્તિ અને સતા તેની માં તરફથી વારસામાં જ મળી છે, મારે કે તારે જીયાને કાંઈજ આપવાની જરૂર નથી." રાવિને રાધિના ગુસ્સાથી વધારે કંઈ ફર્ક ન પડ્યો.
"તું જીયાની બેન છે, એટલે જીયા માટે આ બધું કરી રહી છે ને? પણ યાદ રાખજે રાવિ, જે મારું છે એ હું લઈને જ રઈશ." રાધિ પગ પછાડીને ત્યાંથી નીકળી ગઈ.
"રાધિ..." રીનાબેનએ રાધિને રોકવા બુમ પાડી અને તેની પાછળ જવા ઉઠ્યાં પણ રાવિએ તેમનો હાથ પકડી લીધો અને બોલી, "જવા દો એને, હાલ ગુસ્સામાં છે એ એટલે કંઈ નઈ સાંભળે. હું પછી તેની સાથે વાત કરીશ."
"પણ વહિની, રાધિકાતાઈની ગેરસમજ તો દૂર કરવી જ પડશે ને? ગેરસમજમાં માણસ ખોટા રસ્તે ચડી જતો હોય છે." મિથિલા થોડા દિવસમાં રાધિ અને રાવિ સાથે લાગણીને તાંતણે બંધાઈ ગઈ હતી તેથી તે રાધિ માટે પરેશાન હતી.
"હા, મિથિલા સાચું કહે છે બેટા. રાધિકાની ગેરસમજ તો દૂર કરવી જ પડશે. તું જલ્દીથી જલ્દી રાધિકા સાથે વાત કરજે, હો?" કેશવરામએ કહ્યું.
"હો બાબા, ચિંતા ન કરો." રાવિએ બધાંને ચિંતા ન થાય એટલે સ્વસ્થ હોવાનું નાટક તો કરી લીધું પણ તે અંદરથી ખુબજ પરેશાન હતી.
"તું રાધિ માટે પરેશાન છે?" કેરિનએ રાવિને એકાંતમાં લઇ જઈને પૂછ્યું.
"હા, થોડી ઘણી. સાચું કહું તો બઉજ, ખબર નઈ એને અચાનક શું સુજ્યું આજે." રાવિ હજુયે રાધિ વિશે વિચારી રહી હતી.
"ઇટ્સ ઓકે, રાધિ ક્યારેય ખોટે રસ્તે નઈ ચડે અને ભુલથી એ ખોટે રસ્તે ચડી પણ ગઈ તો તું છે ને." કેરિનએ રાવિના ખભા પર હાથ મુક્યો.
"મારી પરેશાની સમજીને મને સમજાવવા બદલ આભાર." રાવિએ કેરિનને આલિંગન આપ્યું અને કેરિનના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.
રાવિ આમ તો કેરિનની કમજોરી હતી, પણ રાવિનો સ્પર્શ કેરિનને પરેશાન કરી મુકતો હતો. રાવિ તેની આસપાસ હોય તો પણ કેરિનના દિલની ધડકનો વધી જતી હતી જ્યારે હાલતો રાવિએ કેરિનને ગળે લગાવ્યો હતો, તેનું દિલ ફાટી પડશે એ બીકે કેરિન ત્યાંથી જલ્દીમાં નીકળી ગયો.
રાધિ દેશમુખ નિવાસથી નીકળીને સીધી જુના રાઠોડ હાઉસ પહોંચી, મેઈન ગેટ ખોલીને એ હજુ અંદર પગ મૂકે એ પહેલાંજ આધ્વીકા તેની સામે આવી.
"મમ્મા, તમે સાચું કહેતાં હતાં. રાવિ મારો હક જીયાને આપવા માંગે છે, પણ હું એવુ નઈ થવા દઉં મમ્મા." આધ્વીકાને જોતાંજ રાધિ બોલી ઉઠી.
"શાબાશ બેટા, મને વિશ્વાસ છે કે તું તારા હક માટે લડીશ અને જીતીશ." આધ્વીકાએ રાધિના માથા પર હાથ ફેરવ્યો.
"મમ્મા, તમે હમેંશા આમજ મારી સાથે રહેશો ને? આપણે સાથે મળીને રાવિને હરાવીશું ને?" રાધિએ આધ્વીકાનો હાથ પકડ્યો.
"હા, પણ તું હાલ જા અહીંથી." આધ્વીકા વારંવાર રાઠોડ હાઉસ તરફ જોઈ રહી હતી.
"શું થયું મમ્મા?" રાધિને આધ્વીકાના ચેહરા પર એક વિચિત્ર પ્રકારનો ડર દેખાયો.
"હું જલ્દી તને મળવા આવીશ, પણ આજ પછી તું અહીં નઈ આવે અને રાવિને પણ અહીં નઈ આવવા દે. આ જગ્યા તમારા માટે સલામત નથી, તું જા." આધ્વીકાએ મેઈન ગેટ બંધ કરી દીધો અને ગાયબ થઇ ગઈ.
છેક રાત્રે રાધિ પાછી આવી ત્યારે રાવિ તેના ઓરડાના કોરીડોરમાં ચાલતાં ચાલતાં કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી, રાધિ પોતાના ઓરડા તરફ જઈ રહી હતી ત્યાંજ તેણીએ રાવિને મોઢે પોતાનું નામ સાંભળ્યું.
રાધિએ રાવિ શું કહે છે એ જાણવા માટે એક જગ્યાએ છુપાઈને કાન માંડ્યા.
"રાધિને ખબર નઈ શું થઇ ગયું છે પણ હાલ એની વાત છોડો માસી, તમે હાલ મેં કીધું એના વિશે વિચારો.
"...................."
"હું મારો નિર્ણય નથી બદલવાની માસી, મેહરાઝ સાથેનો જે પ્રોજેક્ટ છે એ હવે જીયા સંભાળશે."
"....................."
"મેહુલ એક સારો છોકરો છે માસી, જીયાને તેની સાથે કામ કરવામાં મજા આવશે." રાવિએ થોડી આડીઅવળી વાતો કરીને ફોન મૂકી દીધો.
"જીયા અને મેહુલ એકસાથે કામ કરશે?" રાધિ મનોમન બોલી અને આંખો બંધ કરીને મેહુલને યાદ કર્યો.
"તું અહીં ક્યારે આવી?" મેહુલનો અવાજ રાધિને કાને પડ્યો.
"મેહુલ ફેહુલનો અવાજ કેમ સંભળાય છે મને?" રાધિએ આંખો ખોલીને જોયું તો એ એક અજાણ્યા ઓરડામાં મેહુલની સામે ઉભી હતી.
"હું ક્યાં છું?" રાધિએ આખા ઓરડાનું નિરીક્ષણ કર્યું.
"મારા ઘરમાં, મારા ઓરડામાં." મેહુલએ રાધિ સામે જીણી આંખો કરીને જોયું.
"હું અહીં ક્યારે આવી? કેવી રીતે આવી? કેમ આવી?" રાધિ ચોંકી ગઈ હતી.
"મારે પણ જાણવું છે કે તું અહીં ક્યારે આવી? કેવી રીતે આવી? કેમ આવી? અને એ પણ આ સમયે જ કેમ આવી?" મેહુલએ અદપ વાળી.
રાધિએ હવે જોયું કે મેહુલ માત્ર શોર્ટ્સ પહેરીને ઉભો હતો, હમણાંજ નહાઈને આવ્યો હોવાથી તેના કસયેલા શરીર પર પાણીના રેલા ઉતરી રહ્યા હતા.
"સિક્સ પેક...." રાધિના મોઢામાંથી અચાનક જ આ શબ્દો સરી પડ્યા, પરિસ્થિતિનું ભાન થતાંજ તેણીએ આંખો બંધ કરીને તેના માથા પર ટપલી મારી અને ત્યાંથી ભાગી રહી હતી ત્યાંજ મેહુલએ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી.
"હાથ છોડ...." રાધિએ બે ડગલાં પાછળ લીધાં.
"તેં મને હજુ જવાબ નઈ આપ્યો, તું અહીં ક્યારે અને કેમ આવી?" મેહુલ બે ડગલાં આગળ વધ્યો.
"હું અહીંથી નીકળતી હતી તો વિચાર્યું કે તને મળતી જઉં." રાધિ થોડી પાછળ ગઈ અને દીવાલને અડીને ઉભી રહી ગઈ.
"તને કેમ ખબર પડી કે આ મારું ઘર અને આ મારો ઓરડો છે? અને એનાથીયે વિશેષ સવાલ, આપણી વચ્ચે શું સબંધ છે કે તું મને અહીં મળવા આવી છે?" મેહુલએ તેના હાથ દીવાલ પર ટેકવ્યા અને રાધિની નજીક આવ્યો.
"હું.... મને ખબર... પડી... પડી ગઈ અને તું રાવિ સાથે કામ કરે છે તો આપણો સબંધ...." રાધિએ શબ્દો ગોઠવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.
"આપણો સબંધ?" મેહુલએ રાધિના ગાલ પર હાથ મુક્યો અને તેની નજીક આવ્યો.
"તું મને જ.....જવા... જવા... દે." રાધિને નવાઈ લાગી રહી હતી કે તેં એક પુરૂષ સામે આટલી કમજોર કેમ પડી રહી છે.
"તારી આંખો, બઉજ સુંદર છે." મેહુલએ રાધિકાની લીલાશપડતી માદક આંખોમાં જોયું.
રાધિનું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું હતું, એક પરપુરૂષનો આ પ્રથમ સ્પર્શ હતો જે રાધિને ગમી રહ્યો હતો.
"હવે થોડીવાર આને જોઇશ તો મારું દિલ બહાર આવી જશે." રાધિએ મનોમન વિચાર્યું અને તેણીએ તેની આંખો બંધ કરી દીધી.
"પ્રેમ તો તને થઇ જ ગયો છે." મેહુલએ રાધિનો ચેહરો તેના બન્ને હાથમાં લીધો અને રાધિના હોઠ પર તેના હોઠ મૂકી દીધા.
ક્રમશ: