આગળ જોયું આરોહી, યુગ અને નિહાન ની દોસ્તી અને લાગણીઓ વિષે ને એમના પરિવાર વિષે..
હવે આગળ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આરોહી યુગ ને નિહાન વિશે ની બધી જ વાતો જણાવતી..યુગ ને તકલીફ થતી છતાં પણ તે એ વાતો સાંભળતો.. ને જરૂર પડે ત્યાં મદદ પણ કરતો.. એ એને સમજાવતો પણ કે હવે નિહાન ને જણાવી દે બધું.. પરંતુ આરોહી કહી નતી શકતી
યુગ ના ઘરમાં બધા જાણતા હોય છે કે એ આરોહી ને પ્રેમ કરે છે.. બધા કેતા હોય છે કે એના મનની વાત એ આરોહી ને જણાવી દે.. પણ એ જાણતો હોય છે કે આ વાત નો કોઈ અથૅ જ નથી.. એ જાણતો હતો કે જો આ વાત આરોહી ને ખબર પડશે તો એ દુખી થશે.. માટે એ બધા ને પોતાની કસમ આપીને કહે છે કે આ વાત કયારેય આરોહી સામે ના આવી જોઈએ.. બધા દુખી મને પણ માની જાય છે..
આમ ને આમ એમની બધાની જિંદગી ચાલતી હોય છે.. કોલેજમાં આવે ત્રણ થી ચાર મહિના જેવું થઇ જાય છે.. એ ત્રણ ની મસ્તી એમ જ ચાલતી હોય છે.. એ ત્રણ તો એકબીજામાં જ ઉલજેલા રહેતા જાણે કોઈ ચોથા ની જરૂર જ ના હોય..
આમ તો એ મસ્તીખોર ખરા પણ સાથે સાથે એ હોશિયાર ભી એટલા જ...ભણવામા હમેશા અવ્વલ જ હોય.. એકબીજા ની આગળ પાછળ જ હોય છતાં ભી કયારેય એકબીજા ની ઇષૉ ના કરે.. હમેશા એકબીજાની મદદ કરે સ્ટડી હોય કે કોઈ બીજી વાત હમેશા એકબીજાનો પડછાયો બનીને જ રહે.. ભણવાની સાથે એ બીજી પ્રવૃતિઓમાં પણ મોખરે હોય..
આમ જ એ ત્રણ ની દુનિયા ચાલતી હતી ..નિહાન અને યુગ જયાં સુધી આરોહી ની આજુબાજુ હોય ત્યાં સુધી કોઈ તેની આગળ પાછળ ભટકે નહીં..આરોહી હતી પણ એટલી સુંદર.. નાજુક ને નમણી.. જે એને એકવાર જોવે તો બીજી વાર જોયા વિના ના રહે.. પણ આરોહી હતી પણ અલગ ..એને કોઈ
કામ વિનાની મગજમારી કરવી બિલકુલ ના ગમે..એ કામ વિના કોઈ સાથે વાત ના કરે..પણ હા એ કયારેય કોઈને મદદ કરવામા પાછી ના પડે..એને બસ સબંધો ઓછા બનાવવા ગમતા..પરંતુ જેની સાથે બનાવે એની સાથ કયારેય ના તોડે..
માટે જ એની દુનિયામા નિહાન અને યુગ સિવાય એની એક જ બીજી દોસ્ત એટલે પ્રિયા.. જે એની એક જ ફીમેલ દોસ્ત.. પણ એની સાથે ભી એની ખપપુરતી જ વાત કરે..હા પણ પ્રિયા એને સમજતી માટે એ હમેશા એનો સાથ આપતી..એ આરોહી વિશે બધું જ જાણતી હોય છે માટે એ જાણતી કે આરોહી નો સ્વભાવ એવો છે પરંતુ એ દિલ ની બવ જ સારી છે..
આરોહી હતી જ કંઈક એવી.. એ કયારેય એના જન્મદિવસે ખોટા ખૅચા કે દેખાડા ના કરે.. એ કેક ને એની પાછળ પૈસા વેડફવા કરતાં એ કોઈ અનાથૅઆશ્રમ જઈને એ નાના છોકરાઓ સાથે ખુશીઓ બટોરે.. એમની માટે રમકડાં કપડાં ને જમવાનું ને એ લઈને ત્યાં જાય ને ત્યાં જ એનો સમય વિતાવે.. આ વાત બધા જાણતા માટે બધા એને આમાં સાથ આપતા.. એના ધરના તો ઠીક પણ નિહાન અને યુગ પણ એ દિવસે ત્યાં એની સાથે જ હોય ને બધા સાથે ત્યાં ખૂબ
મજા કરતાં..
આરોહી આમ પણ પોતાની સાથે વધુ રહેનારી..
આરોહી એટલે જાણે એક આમ અલગ જ છોકરી..
જયાં બીજી છોકરીઓ લિપસ્ટિક ને નેલપોલિશ ને મેકઅપ ના થપેડામા પડી હોય ત્યાં આરોહી પોતાના કેમેરામાં કુદરતને કેદ કરવામાં પડી હોય.. તેને પક્ષીઓ, પવૅતો, જાનવરો , કુદરતથી એને વિશેષ લગાવ.. એ કયાં ભી જાય પણ એનો કેમેરો હમેશા એની સાથે હોય.. એના પોતાના ફોટા કરતાં તો આના ફોટા
વધુ હોય..
એના ધરમાં એની પર કોઈ જ રોકટોક નહીં.. હમેશા એના મનનું ધાર્યું કરનારી.. એના મનને જે ગમે એ જ કરે.. એના ધરમાં એ સૌથી નજીક એની ભાભી.. જેને એ હમેશા ભાભીમા કહીને જ બોલાવે.. એ એની દરેક વાત એની ભાભીમા ને
કહે..
સામે એની ભાભીમા પણ એવી જે આરોહી ને પોતાની છોકરી ને જેમ જ માને.. આરોહી ની સવાર જ એના ભાભીમા ના હાથની કોફી થી થાય.. કોફી એટલે જાણે એનો જીવ.. એ કોફી માટે કંઈ ભી કરી શકે.. એટલો પ્રેમ કે એ રાત્રે ત્રણ વાગે
પણ પી શકે.. એનો પહેલો પ્રેમ એટલે એની કોફી
આરોહી માટે એના પપ્પા ને વિશેષ લગાવ.. એના પપ્પા માટે આરોહી જ એમની જિદગી.. એ આટલી મોટી હોવા છતાં પણ એના પપ્પા ના ખોળામાં સૂતી હોય.. ધણીવાર એના મમ્મી કહે કે આરુ હવે મોટી થા કયાં સુધી આમ નાના છોકરા જેવી રહીશ.. ત્યારે એના પપ્પા કહેતા કે એ ગમે તેટલી મોટી થાય હું એને આમ જ લાડ લડાવીશ.. ત્યારે આરોહી એની મમ્મી ને ઠેન્ગો બતાવીને પજવતી..
એનો ભાઈ હમેશા કહે કે હું હોવ કે ના હોવ પપ્પા ને કોઈ ફેર ના પડે પણ જો આરોહી કલાક ધરમાં ના હોય તો પપ્પા નો જીવ ઉચો થઇ જાય.. તો ત્યારે આરોહી કહે કે કેમ ના થાય એમનો જીવ હું છું તો.. ને પછી બાપ ને દિકરી બંને હશે.. એ એના ભાઈને બહુ ચીડવે..
આરોહી ને એનો ભાઈ ખૂબ જ પ્રેમ કરતો હોય છે.. એના ભાઈ માટે તો આરોહી જાણે એનું જ બચ્ચુ હોય.. એ હમેશા એને રાજકુમારી કહીને જ બોલાવે.. એના પપ્પા એને હમેશા બચ્ચા જ કહે ને એની મમ્મી ને ભાભીમા લાડો કહીને જ બોલાવે.. ટૂંકમાં એ ધર ની જાન એટલે આરોહી..
એના પપ્પા ને એ જીવ થી વધુ વ્હાલી હતી માટે એની જવાબદારી યુગ ને સોંપી હતી.. કોલેજમાં કે કયાં ભી હોય યુગ એને હમેશા સાચવતો.. એ એને પ્રેમ કરતો હતો માટે નહીં પણ એના પપ્પા ને એના પર જે વિશ્ર્વાસ હતો ને એના લીધે..
એકવાર નિહાન અને યુગ બંને એમના કોઈ કામમાં એવા ફસાયા હોય છે કે એ બંનેમાંથી કોઈ એક પણ કોલેજ પોહચી નથી શકતું... એ દિવસે આરોહી એકલી જ કોલેજમાં હોય છે.. એ આમ તો નિડર હોય છે.. એ કોઈ થી ગભરાતી નથી હોતી.. પરંતુ આમ કયારેય એકલી જવાનું થયું નથી હોતું એટલે એ મુજાતી હોય છે..
~~~~~~~~~~~~~
શું થશે આગળ..?? શું આરોહી કોલેજમાં સુરક્ષિત રહી શકશે..?? કે પછી કોઈ અણધારી વાત થશે.. ?? જાણવા માટે જોડાયેલા રહો આગળના ભાગ માટે.. !!