અર્પણ
ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ,
મારી મિત્ર-જીવનસાથી ઉર્વીશાને ,
મારા તમામ વાંચક મિત્રોને .
ખૂબ ખૂબ આભાર
(૧) શ્રી રામ મોરી :-
મહોતુ , કોફી સ્ટોરીસ જેવી વાર્તાના લેખક અને મોન્ટુ કી બીટુ જેવી ફિલ્મના લેખક કે જેઓ નેશનલ એવોર્ડ વિનર લેખક છે . ખૂબ ખૂબ આભાર શ્રી રામ મોરી સર .
(૨) શ્રી મિત્તલ પટેલ :-
શ્રી મિત્તલ પટેલ એક સામાજિક કાર્યકર છે . જેમને વિચારતા સમુદાય સમર્થન મંચ નામે NGO ચલાવે છે . શ્રી મિત્તલ પટેલને ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે . 8 માર્ચ 2018ના રોજ રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદના હાથે સર્વોત્તમ એવો ' નારીશક્તિ એવોર્ડ ' મળેલો છે . ખૂબ ખૂબ આભાર ..
ટૂંકસાર :- અપેક્ષા , આમતો એક નાનકડો શબ્દ છે પરંતુ કોઈના ઉપર રાખેલી અપેક્ષાથી કેવી રીતે કોઈ માણસને માનસિક રીતે ભાંગી નાખે છે અને એ કેવા પગલા ભરી બેસે છે એના વિશેની એક ટૂંકી વાર્તા છે .
આ મારી ત્રીજી વાર્તા છે આના પહેલા મેં એક લઘુનાવલકથા ' ધરતી અને આકાશ ' અને નવલકથા ' ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ' લખી ચુક્યો છું જેમાની મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક હાલ પ્રતિલિપિ પર પ્રકાશન ચાલુ છે . બસ તમારા સમર્થનો અભિલાસી છુ .
લી.
તમારો વ્હાલો પાર્થિવ
●●●●●●●●●●●●●●●●●●●
મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને સાથે વાદળોના ગડગડાટ અને વીજળીની તો શું વાત જ કરવી ...!? બારે મેઘ ખાંગા થઈને વરસી રહ્યા હતા જાણે જાણે કુદરત પોતાનો કહેર વરસાવી રહી હોય , પાસ પાસે ઉભેલા બે માણસના મોઢા પણ સ્પષ્ટ રીતે ન જોઈ શકાય એવી હાલત હતી અને સુરજ ગરજતા વાદળો અને ઝબુકતી વીજળીની વચ્ચે પોતાના મિત્ર પાસેથી ઉધાર લીધેલા બાઇકને લઈને રસ્તો કાપતો આગળ વધી રહ્યો હતો . વરસાદના મોટા મોટા ફોરા કોઈ ભારે કાંકરીની જેમ શરીર સાથે અથડાતા અને ચામડી પર ઝણઝણાટી ફેલાવતા હતા . આટલા ભારે વરસાદમાં અમદાવાદના એસ.જી. હાઇવે જેવા હંમેશા ભરચક રહેતા રસ્તા પણ જાણે થંભી ગયા હતા . રસ્તા પર એકલ-દોકલ વાહનો ક્યાંય ક્યાંક નજરે ચડતા હતા . આવા મુશળધાર વરસાદમાં સુરજ ધીમે-ધીમે આગળ વધી રહ્યો હતો . થોડી થોડી વારે બાઇકમાં પોતાની આગળ ટાંકી ઉપર પ્લાસ્ટિકની બેગથી લપેટાયેલું એક નાનું બેગ ઠીક કરી રહ્યો હતો , ફરી વરસાદ અને પવનના લીધે એ લપસી જતું અને ફરીવાર એ બેગને સરખું કરતો .
એસ.પી. રિંગરોડ વટાવી હવે સુરજે એસ.જી. હાઇવે પકડ્યો હતો , એના ઉપર પણ નહિવત વાહનો દેખાતા હતા સુરજ સિવાય બીજું કોઈ પણ બાઇક સવાર દૂર દૂર સુધી નજરે ચડતું નહોતો . એવું તો શું જરૂરી કામ હશે કે જેના લીધે સુરજ આટલા હાહાકાર મચાવતા વરસાદમાં પણ પોતાના મિત્રની બાઇક ઉધાર માંગીને નીકળવું પડ્યું ...? અને એવું તો શું હશે પેલી પ્લાસ્ટિક લપેટાયેલી બેગમાં ? આવો આગળ જોઈએ .
●●●●●●●●●●●●●●●●●●●●
અમદાવાદ શિવરંજનીથી ઇસ્કોન ક્રોસ રોડ અને એનાથી આગળ જતાં બોપલ નામનું ગામ છે જ્યાંથી દસેક મિનિટના રસ્તે નાનકડું ગામ ઘુમા આવેલું છે .
આમતો હવે બોપલ અને ઘુમા બંને વિસ્તરતા અમદાવાદનો જ એક ભાગ બની ગયેલા છે . આ જ ઘુમા ગામના મુખ્ય રસ્તાઓ પર મોટા મોટા આલીશાન બંગલાઓ , એપાર્ટમેન્ટસ , શોપિંગ સેન્ટરો જોઈને ઘુમા કોઈ વૈભવશાળી ગામ હોય એવું પ્રતીત થાય પરંતુ આજ ગામના બીજા એક ખૂણામાં એવો વિસ્તાર હતો કે જ્યાં કોઈને પગ મુકવો પણ ન ગમે , હરોળબંધ લગભગ ૫૦-૬૦ ઝૂંપડપટ્ટી કહી શકાય એવા મકાનોની હરોળ છે . અમુક અમુક મકાન જોકે સિમેન્ટના પણ છે જ્યારે એના સિવાયના મોટા ભાગના મકાન હજી પણ ગાર-માટી અને ઉપર વિલાયતી કે દેશી નરીયા અને અમુક અમુક જગ્યાએ પતારના છાપરા વાળા છે .
મુખ્ય શહેરી વિસ્તારની દ્રષ્ટિ આર્થિક રીતે આવી પછાત વસ્તીથી પોતાનું જીવન ન ડોહડાય એના માટે એ વિસ્તારમાં એક અલાયદી સરકારી પ્રાથમિક શાળા ફાળવવામાં આવેલી અને એમાં એજ વિસ્તારમાંથી શિક્ષકોને નિમાયા હતા . કારણ કે બીજા કોઈ શિક્ષકો આવા ' પછાત ' વિસ્તારમાં વધારે ટકતા નહતા .
કમળ જેમ કાદવ માંથી ખીલે છે એમ અનેક તેજસ્વી તારલાઓ આજ શાળા માંથી પાપા પગલી કરતા શીખતાં અને આજે અનંત આકાશમાં ઉડી રહ્યા હતા અને પોતાના જુના માળાને ( જૂની વસ્તી ) ત્યજીને નવી જગ્યાએ સ્થળાંતર થઈ ગયા હતા . શહેરના લોકો પૈસા આવવાના અને જીવનધોરણ સુધરવાને લીધે એમને પોતાની સાથે અપનાવી પણ લેતા !
પરંતુ આજ ગામમાં અમુક એવા માણસો પણ હતા કે જેને તન-મન-ધન પોતાના ગામને સમર્પિત કરી પોતાના ' આર્થિક રીતે પછાત ' ગણાતા વિસ્તારને શહેરની સમકક્ષ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું એમાનો એક માણસ એટલે ' સુરજ પંચોલી '
ગામની જ શાળામાં ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો અને અભ્યાસ દરમિયાન જ કલેકટર બનવાનું સપનું જોયું. બસ , એનો એક જ ઉદેશ્ય હતો , કેલેક્ટર બનીને પોતાના ગામને શહેરની માફક સુખ-સુવિધાથી સંપન્ન બનાવવું અને પોતાના ગામને એક અલગ જ ઓળખ આપવી . ત્રણ વર્ષ કોલેજ કરી આ દરમિયાન પોતાનો હાથખર્ચ - કોલેજનો ખર્ચ કાઢવા નહિ જેવી ફિસમાં ટ્યૂશન કરાવ્યા . આનો ફાયદો એ થયો કે બધું જ રિવિઝન થઈ જતા પહેલાજ પ્રયત્નમાં GPSCની પ્રિલીમ પરીક્ષા પાસ કરી અને હાલ તે ઇન્ટરવ્યૂ માટે જઇ રહ્યો હતો .
●●●●●●●●●●●●●●●●●●●●●