Kabrasthan - 16 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | કબ્રસ્તાન - 16

The Author
Featured Books
Categories
Share

કબ્રસ્તાન - 16

દ્રશ્ય ૧૬ -
અંતિમ ભાગ
કેદ ખાના ના દરવાજા ખોલવાથી એક અજાણી શાંતિ ચારે બાજુ છવાઈ જાય છે. ઓરડી માંથી એક દુબળી પાતળી સ્ત્રી બહાર આવે છે. હાડકા જેટલું પાતળું શરીર ખુલ્લા વાળ અને મોટી આંખો હતી. તે જેવી બહાર આજે છે કૂવાની આત્મા ના પગ પાછા પાડવા લાગે છે. એક બાજુ તે ધીમે ધીમે કૂવાની આત્મા તરફ નીચું માથું કરી ને ચાલતી જાય છે. તે એની નજીક આવે તેની પેહલા કૂવાની આત્મા ગાયબ થયી જાય છે.
કાળો છાયો ગામ માં લોકો ને પોતાના વશ માં કરી ને એમની મૃત્યુ નો ખેલ ખેલતો હતો. એ ફરી થી લોકો ને પોતાને મારવા માટે મજબૂર કર્યા હતાં. ગામ માં લોકો લાચારી માં વિવશ થયી ને મન પર થી કાબૂ ગુમાવી પત્થર પર માથું મારતા. ઘણા લોકો પોતાના ખેતર માં ઉપયોગ માં લેવાતા સાધન થી પોતાને નુકશાન કરતા હતા. ધીમે ધીમે ચલતા એ કેદ ખાના માંથી નીકળેલી સ્ત્રી ગામ માં આવી અને કાળા છાયા ને એનો આવવા નો અનુભવ થઈ જાય છે. કાળો છાયો ત્યાં એની સામે આવી ને હસવાનું ચાલુ કરે છે. " સબિના તું આવી ગઈ ......મને ફરી થી કબર માં પૂરવા આવી છે....હું હવે તારા થી કાબૂ માં આવું એટલો નિર્બળ નથી..." એટલું બોલી ને તે કેદ ખાના ની આત્મા ને એક હાથ થી પકડી ને દૂર ફેકી દે છે. કેદ ખાના ની આત્મા ત્યાંથી ઊભી થયી ને ફરી થી ધીમે થી ચાલતી એની સામે આવી ને ઉભી થયી જાય છે.
કાળો છાયો એને પકડી ને ફરી થી દુર ફેદિ દે છે તે જવાબ માં કઈ કર્યા વિના ફરી થી ધીમી ચાલે આવી ને એની સામે ઉભી રહે છે. કાળો છાયો એને પકડી ને ઉઠાવવા જાય છે...એની પેહલા કેદ ખાના ની આત્મા એને પકડી ને ઉઠાવી ને દૂર ફેકી દે છે. કાળો છાયો ત્યાંથી ઊડી ને એની પાસે આવે છે. અભિમાન સાથે લડવાનો પ્રયત્ન કરે છે કેદ ખાના ની આત્મા તેને પકડી ને એની ધીમી ચાલે કબ્રસ્તાન તરફ ચાલવાનું શરૂ કરે છે. કાળો છાયો પોતાને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે ગામ ના બધાને એ કેદ ખાનની આત્મા ને રોકવા માટે એની સામે ઊભા કરી દે છે. તે લોકો ના શરીર માંથી પસાર થતી આગળ વધી જાય છે. કબ્રસ્તાન માં આવી ને તે કાળી તૂટેલી કબર ખોલી કાળા છાયા ને એમાં પૂરી દે છે. કબર ની ઉપર ના કાળા પત્થર ને ઢાંકી ને એની તિરાડો પોતાની શક્તિ થી પુરે છે. ત્યાંથી બહાર આવી ને તે કૂવાની આત્માની શોધ માં કૂવાની પાસે જાય છે. કૂવાની આત્મા મગન અને કાળુ ને પકડી ને તેને ધમકી આપડે છે. " હું જાણતી હતી કે તને હરાવી મુશ્કેલ છે...જો આ બંને જીવતા જોયતા હોય તો પાછી કેદ ખાના માં જઈ ને પુરાઈ જા નઈ તો આમાંથી કોય વ્યક્તિ જીવતું નઈ બચે અને ગામ ના લોકો પણ જીવતા નઈ બચે." કેદ ખાના ની આત્મા મગન અને કાળુ ને ઉઠાવી ને દૂર ફેકી દે છે અને કૂવાની આત્માને પકડવા જાય છે. તે ત્યાંથી ગાયબ થઈ ને એની પાછળ આવી જાય છે. પાછળ થી એને દૂર ફેકી ને ફરી થી એ ત્યાંથી ગાયબ થયી જાય છે.
કેદ ખાના ની આત્મા કાળુ અને મગન ની પાસે આવી ને પૂછે છે. " મુસ્કાન નું શરીર ક્યાં સંતાડ્યું છે....એને રોકવા માટે એના શરીર ને વિધિ સાથે દફનાવવું જરૂરી છે." મગન અને કાળુ મુસ્કાન નામ સંભળી ને વિચાર કરવા લાગ્યાં. ત્યાં કેદ ખાના ની આત્મા કૂવા બાજુ ઈશારો કરી ને સમજાવે છે. કાળુ અને મગન સમજી ને કાળુ ના ઘરે લઈ ને આવે છે. જ્યાં કાળુ ઘર માંથી કૂવાની આત્મા ના બચેલા હાડકા વડું શરીર લઈ ને આવે છે." મુસ્કાન પોતાના શરીર ને અડી શકતી નથી માટે તે હજુ સુધી તમારી પાસે છે." કેદ ખાના ની આત્મા આટલું બોલી ને કાળુ અને મગન ને લઈ ને કબ્રસ્તાન માં આવે છે. કાળી કબર ની બાજુ વળી કબર ને ખોલી ને કૂવાની આત્મા નું શરીર એમાં મૂકવાનું કહે છે અને કાળુ પણ એની વાત માની ને એવું જ કરે છે. પોતાના શરીર ને કબર માં મૂકેલું જોઈ ને કૂવાની આત્મા એમને રોકવા માટે આવી જાય છે. કેદ ખાના ની આત્મા ને રોકવા માટે એને ઉઠાવી ને કબ્રસ્તાન ની બહાર ફેફી દે છે કેદ ખાનની આત્મા ત્યાંથી ઊભી થયી ને ધીમે ધીમે ચાલતી ફરી થી કબ્રસ્તાન માં આવવા જાય છે પણ કૂવાની આત્મા તેને ત્યાંથી ઉઠાવી ને દૂર ફેકે છે. કૂવાની આત્મા મગન સાથે કાળુ ને જેવી મારવા આગળ વધે છે ત્યાં કેદ ખાના ની આત્મા આવી ને એમની વચ્ચે ઉભી થયી જાય છે અને તેને પકડી ને કબર માં પૂરવા જાય છે. કૂવાની આત્મા પોતાની બધીજ શક્તિ નો ઉપયોગ કરી ને કેદ ખાનની આત્માને રોકવા જાય છે. કેદ ખાનની આત્મા એને પકડી ને કબર માં કેદ કરી અને કબર ને ઉપર થી બંધ કરી દે છે.
મગન અને કાળુ ત્રીજી કબર ને ખોલે છે જેમાં પેહલા થી સબિના નું શરીર હોય છે અને તે પોતેજ એ કબર માં જઈ ને કહે છે. "જ્યારે જરૂર પડશે ત્યારે હું ગામ ની રક્ષા કરીશ." કાળુ અને મગન તે કબર બંદ કરી ને નીચે બેસી જાય છે. " શું આપડે બધાને કેદ કરી લીધા....આપડું ગામ સુરક્ષિત છે." કાળુ આટલું બોલી ને મગન ની સામે જોવે છે અને બંને જણા દોડતા ગામમાં આવે છે અને ગામ ના લોકોને ભાનમાં જોઈ ને ખુશ થયી જાય છે. થોડા દિવસ પછી કાળુ અને મગન કબ્રસ્તાન માં સબીનાની કબર ને સફેદ પત્થર ની બનાવે છે. કબર પર સબિના નું નામ લખાવી ને તે ઘટના ને કબ્રસ્તાન ની બહાર એક પત્થર પર લખાવે છે.