> વૃત્તાંત : ૦૭ (છેલ્લો વૃત્તાંત)
એકતરફ મનોમન શ્રેય વિચારે છે કે હવે હું સજાગ થઈ ગયો છું ફરી એ દિશામાં નહીં જાઉં જ્યારે માત્ર એકતરફી આશા સાથે અકળામણ છે. આ તરફ નિધિ હજી પણ શ્રેય છે મનાવવા પ્રયાસ કરે કે નહીં તે માટે વિચારોના વમળમાં ઘૂમી રહી છે. સઘળી હિંમત સાથે નિધિ બોલે છે,
નિધિ : શ્રેય... તમારો હાથ મારા હાથમાં છે તમે આજીવન જાલી રાખજો ને... તમારા સ્પર્શમાં મને અંગત સ્પર્શ કરાવી મને તમારા શ્વાસમાં શ્વસી જવા દો ને મારું સર્વસ્વ તમને સોંપી મને તમારી સાથી બનાવી દો ને...
" મારા સ્પર્શથી ખૂબ દૂર રાખીશ બનશે તો હું કદી નહીં મળું જો સામે આવશો તો હું માર્ગ બદલી નાખી પણ મારો પડછાયાની પાશ પણ પડવા નહીં દઉં.. મને નફરત નથી શીખવી એટલે હું એ નહીં કરું મને આવડતી પણ નથી ( નિધિ : જાણું છું મારા શ્રેય ને પ્રેમ સિવાય કશું નથી આવડતું મારા શ્રેય તો મારાં પ્રાણ છે મારાં શ્રેય.....) મને આવું ના કહો મને વાગોળોમાં, પવિત્ર જ્યારે કોઈ પવિત્ર પાત્ર ને પછડાટ આપે અને બીજા પાત્ર માં પવિત્રતા શોધવા નીકળે ત્યારે એ પોતે પવિત્ર નથી રહેતું પોતાના સ્પર્શ અને પ્રાણ બંને થી તે અપવિત્ર સમાન થઈ જાય છે. ગમતું પાત્ર એ સમયે પવિત્ર હતું આજે એ અન્યના સ્પર્શ ના શણગાર માં સજીને રાખ થઈ ગયું છે જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે પુનઃ પવિત્ર થવા તે ફરી પવિત્ર પાત્ર ને પામે એ મને મંજૂર નથી. હું આજે પણ પવિત્ર છું મારે મારી પવિત્રતા સાચવી રાખવી છે. " આવા ગૂઢ સંવાદ સાથે શ્રેય રડી પડે છે.
નિધિ : તમે ના રડો હું નથી જોઈ શકતી ( તરત શ્રેય ને છાના રાખે છે.)
એવામાં ટિકિટ માસ્ટર એક પછી એક આવતા સ્ટોપ પર બસ ઊભી રાખવા માંડે છે. બંને ખૂબ ભાવુક થઈ જાય છે, શ્રેય નિધિના આંસુ લૂછવા લાગે છે અને કહે છે તમે રડતાં નહીં અમે સાચેજ તમારા ચહેરે સ્મિત જોવા માંગીએ છીએ. આ તરફ નિધિ પણ શ્રેયની આંખોને લૂછતા કહે છે મારો વલોપાત તમારી વાણીમાં દેખાય છે તમે વલખાં ના મારતા હવે મારી ભૂલ છે હું સ્વીકારું છું. તમે ખુશ રહો એમાં મને ખુશી મળે છે. હું પાત્રતાને પારખી ના શકી મારી ભૂલ થઈ ગઈ જો શક્ય હોય તો મને માફ કરી દેજો મારા પ્રાણ... મારા શ્રેય.
નિધિનું સ્ટોપ નજીક આવે છે એ સીટ છોડતી વેળા કહે છે, " ચાલો હવે હું જાવ છું...મને માફ કરી દેજો...મને છેલ્લા શ્વાસ સુધી તમારી રાહ રહેશે તમે આવશો ને...?"
શ્રેય કહે છે, " તમે તો વખત પેલા ચાલ્યા ગયા હતા શું એ વેળા તમે જણાવ્યું હતું... આજે નવું નહીં લાગે આજે વેદના નહીં વરસે આજે આંસુ નહીં આવે... જયશ્રી કૃષ્ણ તમે તમારા જીવનમાં ખુશ રહો એવી અમે પ્રાર્થના કરીશું. "
શ્રેય પોતાના હાથમાંથી હાથ છોડાવતા બોલે છે તમે પણ એક પ્રાર્થના કરજો કે આ જન્મે ફરી આપણે કદી ના મળીએ નહિતર... નહિતર સંસ્મરણો સાથે ફરી સ્નેહની સરવાણી ફરી સ્થાપિત થવા લાગશે જે હવે હું નથી ઈચ્છતો...( આટલું બોલતાં શ્રેય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે આ જોઈ નિધિ પણ રડવા લાગે છે પણ બસમાં અન્ય મુસાફરોને જાણ ના થાય એ માટે શ્રેય વલોપાતની વરાળ તે ફરી આંખથી વરસાવ્યા વગર હ્રદયની વેરાન વહેણમાં તેને સમાવી લે છે.
અમદાવાદની દિલચસ્પ સફર આજે શ્રેયને અંગત જીવનમાં આવેલી અણધારી પરિસ્થિતિની પારાવાર બાહોપાશમાં ફરી એકવાર ગરકાવ કરી ગઈ........
આશા રાખું છે કે, આપ સૌને મારી “ દિલચસ્પ સફર ” નવલકથા ગમી હશે. આપ સૌ છેક સુધી મારી નવલકથા સાથે જોડાય રહ્યાં તે બદલ હું આપ સર્વે નો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનો પ્રતિભાવ ( Rate & comment) દ્વારા આપવાનું ચૂકશો નહીં. આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણાસ્ત્રોત છે.
વાચક મિત્રો, તમારી જોડે થયેલી કોઈ યાદગાર સફરને એક વાકયમાં કોમેન્ટમાં લખી તમારું સંસ્મરણ યાદ કરો એવી વ્હાલી વિનંતી.
ફરી મળીશું ભવિષ્યમાં એક નવી નવલકથા સાથે માતૃભારતીની સુંદર વ્યાસપીઠ પર....
સૌ માતૃભારતી વાચકમિત્રોને મારાં જયશ્રી ક્રિષ્ના, જય સ્વામિનારાયણ.
સમાપ્ત.
*******