૩૬
"તેં મારી સાથે દગો કર્યો..." ભાવનાબેન મોહનલાલને મારવા ધસ્યાં.
મોહનલાલએ ભાવનાબેનનું ગળું દબાવ્યું અને બોલ્યો,"હવે મને તારી જરૂર નથી, તો તારે જીવવાની પણ જરૂર નથી."
મોહનલાલની પકડથી ભાવનાબેનનું ગળું રૂંધાઈ રહ્યું હતું, તેં મોહનલાલની પકડ છોડાવવા તરફડી રહ્યાં હતાં પણ મોહનલાલએ તેની પકડ વધું મજબૂત કરી દીધી.
"તું ઘણું બધું જાણી ગઈ છે ભાવના, તો હજુયે એક વાત જાણી લે. તારી દીકરીને વિધવા મેં બનાવી, મેં અરજણને કામથી ફોન કર્યો હતો ત્યારે તેં સિંહનિવાસ જઈ રહ્યો હતો. તેણે મને એ દિવસે સિંહનિવાસમાં થયેલા તમાશા વિશે અને રતનની યોજના વિશે જણાવ્યું, એજ સમયે મારા મગજમાં સોલિડ યોજના આવી અને મેં તારા જમાઈ નીરજને મરાવી નાખ્યો." મોહનલાલએ બંદૂક ફેંકી દીધી અને બન્ને હાથથી ભાવનાબેનનું ગળું દબાવી દીધું.
ભાવનાબેનના ડોળા બહાર આવી ગયા હતા અને તેમનો શ્વાસ બંધ પાડવાને આરે હતો ત્યાંજ મોહનલાલની પકડ ઢીલી પડી, ભાવનાબેનએ તકનો લાભ લઇ મોહનલાલને ધક્કો માર્યો.
"અહીં બેસો." રતનએ ભાવનાબેનને પરસાળના ઓટલા પર બેસાડ્યા અને મોહનલાલ પાસે આવીને તેની પીઠમાં ખોપેલું ચાકુ બહાર કાઢ્યું.
"તું.... તને છોડીશ નઈ.... તું હજુ મને ઓળખતી નથી....."મોહનલાલએ ઉભા થઈને બંદૂક લેવાનો પ્રયત્ન કર્યો પણ રતનએ પગથી લાત મારીને બંદૂક દૂર ફેંકી દીધી અને મોહનલાલના પગમાં ચાકુ માર્યું.
"આહહહહ..." મોહનલાલની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં.
રતન સાંજ જોડે આવી અને તેના ગાલ થપથપાવ્યા,"બેનબા.... બેનબા ઉઠો. ઠાકોરકાકા અને નીરજની મોતનું કારણ છે આ આદમી, તમારા હાથેજ આ નારધમનું મોત થવું જોઈએ.... ઉઠો બેનબા..."
"બેટા.... ઉઠ સાંજ બેટા... આ આદમીએ આપણા નીરજને આપણી પાસેથી હંમેશા માટે છીનવી લીધો છે. તારા ભાઈને ન્યાય તું જ અપાવીશ, ઉઠ સાંજ બેટા...." ભાવનાબેનએ સાંજના બન્ને હાથ પકડીને તેને હલાવી નાખી.
"સાંજ હવે નઈ ઉઠે, કેમકે હું તેને તેના બાપુ અને ભાઈ પાસે મોકલી રહ્યો છું." કોઈનું ધ્યાન નહોતું તેથી મોહનલાલ ઘસડાતો ઘસડાતો બંદૂક પડી હતી ત્યાં ગયો અને બંદૂક સાંજ સામે તાકી.
"મોહન, તેં ભૂલ કરી અને તું હવે ફરી ભૂલ કરવા જઈ રહ્યો છે. અરે તારે તો સાંજની મા..." ભાવનાબેનની વાત વચ્ચેજ કાપીને મોહનલાલ બોલ્યો, "માફી માંગવી જોઈએ એમજને? જરૂર, એકવાર સાંજને તેના પરિવાર પાસે મોકલી દઉં પછી બધાયની માફી માંગી લઈશ ભેગી."
મોહનલાલએ ગન લોડ કરી, રતન અને ભાવનાબેનએ તેમની આંખો બંધ કરી દીધી અને મોહનલાલએ ટ્રીગર દબાવી નાખ્યું.
ધમાકાનો અવાજ ન આવ્યો એટલે રતન અને ભાવનાબેનએ આંખો ખોલીને સાંજ સામે જોયું, સાંજ એક પગ વાળીને તેના ઘૂંટણ પર હાથ મૂકીને બેઠી હતી.
મોહનલાલએ બંદૂક સામે અને સાંજ સામે વારાફરતી જોયું, સાંજ લુચ્ચું હસી અને તેના જે હાથમાં ગન હતી તેં હાથ ઉપર કર્યો,"કાં? કેવું રહ્યું?"
મોહનલાલ સાંજ તરફ ધસ્યો, સાંજએ તેના પગમાં ગોળી મારી અને બોલી, "ઊહુ.... બહાદુરી નઈ... જ્યાં છે ત્યાં જ રે નહીં તો નેક્સટ ટાર્ગેટ તારું હૃદય હશે."
મોહનલાલ જ્યાં ઉભો હતો ત્યાંજ થીજી ગયો અને તેના હાથમા જે ગન હતી એ તેણે નીચે ફેંકી દીધી.
"આ બધું કેવી રીતે થયું એજ વિચારે છે ને? એ ચિઠ્ઠી મેં લખી હતી, રામપાલએ નઈ. સાંજને બધી ખબર પડી ગઈ છે અને તેં ભાવનાભાભીને ફસાવીને તેમની પાસેથી તમારા વિરુદ્ધ પુરાવા કઢાવવાની છે, વહેલી તકે જઈને સાંજનું કામ તમામ કરી દેજો.... એજ લખેલું હતુંને ચિઠ્ઠીમાં? એ મેજ લખી હતી અને હું જાણતી હતી કે તું અહીં આવીશ એટલે મેં એક વધારાની બંદૂક મારી પાસે રાખી હતી. હવે ઉપર જઈને માફી માંગજે મારા બાપુ અને મારા ભાઈ પાસે." સાંજએ ગન લોડ કરી અને છએ છ ગોળીઓ મોહનલાલના હૃદયમાં ધરબી નાખી.
સુરજ અને સાંજ આઈસીયુમાં હતાં, ભાવનાબેન અને રતન આઈસીયુની બહાર બેઠાં હતાં. અચાનક અરુણ ત્યાં દોડી આવ્યો,"હું ઘરે આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે આટલુ બધું થઇ ગયું. સંજુ ઠીક તો છે ને?"
એજ સમયે ડોક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા અને ભાવનાબેનને ઉદેશીને બોલ્યા,"સુરજના બચવાના ચાન્સ છે પણ સાંજ....."
"શું થયું સાંજને?" ભાવનાબેનને ફાળ પડી.
"અમે પુરા પ્રયત્ન કર્યા છે પણ ચાંસીસ બહુ ઓછા છે. લોહી ખુબજ વહી ગયું છે, સમયસર ઈલાજ થયો હોત તો ચાંસીસ હતા પણ તમે આવવામાં મોડું કરી દીધું " ડોક્ટર નીચું માથું કરીને બોલ્યા.
"સાંજ......" ભાવનાબેન અને રતન આઈસીયુ તરફ દોડ્યાં.
"કોઈને બોલાવવાનાં હોય તો બોલાવી લો." ડોક્ટરએ અરુણના ખભા પર હાથ મુક્યો અને ત્યાંથી નીકળી ગયા.
અરુણએ શિવાનીને ફોન કરીને હોસ્પિટલનું એડ્રેસ આપ્યું અને સાંજ પાસે જઈ રહ્યો હતો ત્યાંજ અચાનક તેને કંઈક સુજ્યું હોય એમ તેં પાછો વળીને ડોક્ટર પાસે ગયો.
થોડીવારમાં અરુણ સાથે બે વોર્ડબોય સુરજનું સ્ટ્રેચર લઈને આવ્યા, સુરજનું સ્ટ્રેચર સાંજની બાજુમાં ગોઠવ્યું અને બન્ને વોર્ડબોય ત્યાંથી નીકળી ગયા.
ભાવનાબેન અને રતન સાંજને ઉઠાડવાના પ્રયત્ન કરી રહ્યાં હતાં, અરુણએ બન્નેને ચૂપ રહેવાનું કહ્યું અને સાંજનો હાથ સુરજના હાથમા મુક્યો, "સુરજ, મારા ભાઈ. તારી સાંજ ઉઠતી જ નથી, ઉઠાડને તેને...."
"એય સંજુ, કેટલા વર્ષ તારી રાહ જોઈ છે, ખબર છે? જયારે પણ ગામમાં આવતો, હંમેશા મંદિર પાસે ઉતરી જતો એ આશાએ કે તું ક્યારેક તો મળીશ. ઉઠને સંજુ, હું કદી તને હેરાન નઈ કરું અને તારાથી દૂર ચાલ્યો જઈશ. બસ તું ઉઠી જા..." સુરજ માંડ આટલુ બોલી શક્યો.
"તું દૂર ચાલ્યો જઈશ તો હું ઉઠીને શું કરું?" સાંજએ ધીમે રઈને તેની આંખો ખોલી.
"તું મને પ્રેમ નથી કરતી અને હું તને મારો પ્રેમ બતાવી બતાવીને હેરાન કરું છું." સુરજની આંખોમાંથી એક આંસુ સરી પડ્યું.
"હું તને પ્રેમ કરું છું, ખુબજ પ્રેમ કરું છું સુરજ." સાંજએ ઉઠવાનો પ્રયત્ન કર્યો, અરુણએ તેની મદદ કરી અને તેને સુરજ પાસે બેસાડી.
સાંજએ સુરજની છાતી પર માથું ઢાળ્યું અને તેને આલિંગન આપ્યું,"મને છોડીને નઈ જાયને? હંમેશા મારી સાથે રઈશ ને? મને વચન આપ કે તું તારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રઈશ."
"વચન આપું છું કે હું મારો છેલ્લો શ્વાસ તારી પાસે જ લઇશ.." સુરજએ સાંજના હાથમા તેનો હાથ મુક્યો અને તેને વળતું આલિંગન આપ્યું.
"મતલબ? આવું કેમ બોલે છે?" સાંજએ સુરજ સામે જોયું.
સુરજએ સાંજનો ચેહરો તેના હાથમાં લીધો અને બોલ્યો, "સાંજના અસ્તિત્વ માટે સુરજનું આથમવું જરૂરી છે."
"સુરજ...." સાંજ આગળ કઈ બોલે એ પહેલાંજ સુરજના હાથ તેના ચેહરા પરથી હટીને નીચે પડ્યા, સુરજનું હૃદય બંધ પડી ગયું હતું અને તેની આત્મા અનંતની સફરે ચાલી નીકળી હતી.
સુરજને ગયાને આજે પૂરું એક વર્ષ વીતી ગયું હતું, સાંજ ડૂબતા સુરજ સામે જોઈને બેઠી હતી,"તારા વગરનું આ એક વર્ષ એક યુગની જેમ વીત્યું છે, હજુ તો તારા વગર આખી જિંદગી કાઢવાની છે. કેમ ગયો તું? કેમ?"
"સાંજ બેટા, જમવા ચાલો." દેવજીકાકાએ સાંજના માથા પર હાથ મુક્યો.
"કાકા... સુરજ કેમ ચાલ્યો ગયો?" સાંજએ દેવજીકાકા સામે ભીની આંખે જોયું.
"આ પ્રશ્ન તમે છેલ્લા એક વર્ષથી પૂછો છો બેટા, પણ આજે મારી પાસે જવાબ છે. મેં થોડું ધ્યાન રાખ્યું હોત, તો મોહનલાલએ આપેલી દવાને કારણે હું બેભાન ન થયો હોત અને કદાચ સુરજ દીકરો બચી ગયો હોત." દેવજીકાકાના અવાજમાં અફસોસ અને પસ્તાવો હતો.
"બદલો લેવાની જીદ મારી સૌથી મોટી ભૂલ હતી, હું જાણતી હતી કે હું જે કરું છું એની કિંમત મારે ચૂકવવી પડશે પણ આટલી મોટી કિંમત ચૂકવવી પડશે એ નહોતી જાણતી." સાંજએ ડૂબી ગયેલા સુરજ સામે જોયું.
આકાશમાં ડૂબી ગયેલા સુરજની લાલીમામાં ઉડતા પક્ષીઓ ને કારણે સુરજ હસી રહ્યો હોય એવુ ચિત્ર બન્યું હતું, સાંજએ તેના આંસુ લૂંછયા અને બોલી,"હવે ક્યારેય કોઈ સુરજ નઈ આથમે, ક્યારેય કોઈનું લોહી નહીં વહે અને નહીં લખાય કોઈ રક્તચરિત્ર."
સમાપ્ત