CHECK MATE. - 23 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 23

Featured Books
Categories
Share

ચેકમેટ - 23

દોસ્તો ચેકમેટની અત્યાર સુધીની સફરમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા..આલયના ગુમ થવા પાછળ એનો કોઈ મિત્ર કે પછી રિધમ મેહતા જ હશે એમ અનેક શંકાઓ વચ્ચે સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે.શું આ ખરેખર સત્ય છે કે પછી વાત કંઈક જુદી જ છે...શું મૃણાલિની બહેન ખરેખર નિર્દોષ છે કે પછી એ પોલિસ ઇન્સ્પેક્ટરને ગુમરાહ કરી રહ્યા છે.બીજા દિવસે દસ વાગે મળવાનું નક્કી કરીને બધા છુટા પડે છે અને રાજપૂત સાહેબ મનોજભાઈના રૂમમાં આવે છે....

હવે આગળ...

"ઓલ ઇઝ વેલ" શબ્દ ખરેખર બોલવો કેટલો સહેલો છે નહીં સર."મોડી રાતે ગાર્ડનમાં બેસીને શાંતિથી ચર્ચા કરતા કરતા મોક્ષાએ રાજપૂત સાહેબને જાણે ટોન્ટ જ મારી દીધો..

"તો પછી અંકલને સાંત્વના આપવા માટે મારી પાસે અન્ય કોઈ જવાબ નહોતો મોક્ષા તમે સમજો..કાલે આપણે એમને લઈ જઈશું એટલે ઓલ ઇઝ વેલ થઈ જ જશે ને!!!"
મોડી રાત સુધી બધી બાબતો પર ચર્ચા કર્યા બાદ બંને જણા પોતપોતાના રૂમમાં જાય છે.

સવાર થતા જ મોક્ષા ફટાફટ તૈયાર થઈને મનોજભાઈના રૂમમાં આવે છે જ્યાં પહેલેથી જ રાજપૂત સાહેબ અને મનોજભાઈ ચા પીતા પીતા અખબારમાંથી દેશવિદેશની ચર્ચા કરીને ખડખડાટ હસતા હોય છે અને અનાયાસે જ મનમાં બોલી ઉઠે છે કે "પપ્પા એટલા દિવસે આટલું હસ્યાં..બસ હવે આમ જ ખુશ રહેજો."

"અરે બેટા, તું પણ આવી જા આજે તો ચાય પે ચર્ચા ચાલી છે અમારી વચ્ચે...ચાલ ચા પી લે પહેલા.."મનોજભાઈ મોક્ષા માટે ચા કાઢે છે....મોક્ષા ઇશારાથી રાજપૂત સાહેબને જાણે પ્રશ્ન કરે છે કે એમને બધી વાત કરી દીધી છે કે નહી..સામે છેડેથી મુક સંમતિ આવતા તેને ચેહરા પરના હાશકારાના ભાવ ઉપસી જાય છે.

બરાબર દસ વાગે બધા જ બંગલાની બહાર પોતપોતાની કાર પાસે ભેગા થાય છે..મિ. રાજપૂત અને મનોજભાઈ એમની કારમાં જ્યારે મૃણાલિનીબહેન,મોક્ષા અને વિનુકાકા બીજી કારમાં એવી રીતે ગોઠવાઈ ગયા.
કાયમ સતત બોલતો મૃણાલિનીબહેન અને મોક્ષાનો સંબંધ આજે કારમાં સાવ શાંત બેઠો હતો..મૃણાલિનીબહેન એમના વિચારોમાં કાર ડ્રાઈવ કરતા હતા જ્યારે મોક્ષાના મનમાં વારંવાર એક જ વાત ઘુમરાતી હતી કે આંટી એ પોતાનાથી આ વાત કેમ છુપાવી...તેઓ એક પછી એક કેટલા જુઠાણાઓ સિફતપૂર્વક ચલાવ્યે ગયા અને પોતે મૂર્ખ સાબિત થતી ગઈ...પહેલાથી આ વાતથી અજાણ રાખ્યા પછી હવે શું કામ બધું કહી દે છે??શું આ એમની કોઈ ચાલ છે કે પછી એ પોતે પણ પોલીસની યોગ્ય મદદ મળી રહે એની રાહ જોતા હતા.કદાચ પૂરો વિશ્વાસ બેસે પછી જ કહેવું એવું નક્કી કર્યું હશે આવા અનેક વિચારો વચ્ચે મોક્ષા ચૂપ બેસી હતી..રસ્તો ધીરે ધીરે કપાતો જતો હતો.રસ્તો આજે ફરીથી એકવાર દેહરાદૂન તરફ ફંટાયો હતો.હાઈ વે જોઈને જ મોક્ષાએ રાજપૂત સાહેબને મેસેજ કરી દીધો કે "સર, દેહરાદૂન બાજુ ફંટાયા છીએ તમે બહુ પાછળ તો નથી ને?"

"તમે જ્યારે પણ જીવનમાં પાછળ જોશો મને જ ઉભેલો પામશો"આવો એક સ્માઇલી વાળો રાજપૂત સાહેબનો મેસેજ જોઈને મોક્ષા તરત જ સાઈડ મિરરમાંથી જુવે છે તો રાજપૂત સાહેબની કાર પાછળ જ હોય છે.આટલા સ્ટ્રેસવાળા વાતાવરણ વચ્ચે પણ એક હૂંફાળું સ્મિત આવી જ ગયું મોક્ષાના ચેહરા પર અને એણે પણ સામે એક સ્માઇલી વાળી ઇમોજી મોકલી દીધી.

રસ્તો કપાતો જતો હતો.કલાકથી ચાલતા મૌન યુદ્ધનો જાણે અંત આવ્યો હોય એમ મિસિસ મહેતાએ મોક્ષાને પૂછી જ લીધું.."મોક્ષા શું વિચારે છે મારા માટે બેટા??અનેક પ્રશ્નોનું
માનસિક યુદ્ધ સાચવીને બેઠેલી મોક્ષાએ પોતાની લાગણીઓ પર કાબુ રાખીને એક બનાવટી હાસ્ય ચહેરા પર લાવીને "કશું જ નહીં આંટી'કહીને સુખદ રીતે વાત વાળી લીધી.

થોડાક જ કલાકોના સફર પછી એક ખૂબ જ વેરાન છતાં પણ મનોહર એવા બંગલાની બહાર આવીને ગાડી ઉભી રહે છે.આંખો પર વિશ્વાસ ના આવે એવા સુંદર અને ભવ્ય બંગલો અનેક સિકયુરિટીથી સજ્જ હતો.મોક્ષા ગાડીમાંથી ઉતરી સીધી જ મનોજભાઈ તથા રાજપૂતસાહેબ પાસે ગઈ અને આશ્રયચકિત થઈને બંગલાની સામે જોઈ રહી.
"પપ્પા, આલય અહીંયા હશે?? મોક્ષા તરફથી બોલાયેલા પ્રશ્નોના જવાબમાં પોતે જ અચરજ ભર્યું હાસ્ય આપીને કારમાંથી બહાર નીકળ્યા અને રાજપૂત સાહેબને કાર પાર્ક કરીને આવવાનો ઈશારો કર્યો.

થોડીક જ મિનિટોમાં બધા જ એક આલીશાન બંગલાની બહાર ઉભા હતા.મેઈન ગેટ પર સિક્યુરિટી પાસે જઈને દરવાજે પોતાનું એન્ટ્રી કાર્ડ સ્વાઈપ કરીને મિસિસ મહેતાએ બધાને અંદર આવવા ઈશારો કર્યો.પિટ બુલ અને જર્મન શેફર્ડ જેવા કુતરાઓથી સજ્જ એવી સિક્યુરિટી જોઈને એક વખત તો મનોજભાઈ ગભરાઈ જ ગયાં.

"આ જ અસલી વેમ્પ લાગે છે આ સ્ટોરીની" એવું મનમાં જ બોલતા બોલતા રાજપૂત સાહેબ આગળ વધતા હતા.એક થથરતા હૈયે બધા જ વિશાળ બગીચા, ફુવારા અને લીલોતરીથી આચ્છાદિત બંગલા તરફ આગળ વધતા હતા ...એક એક પળ જાણે દિવસોની બરાબર હતી.આંખ સામે આલયનો ચેહરો જ આવતો હતો.એની અદાઓ,એની વાતો..."અરે..રે..કેટલી યાદો છે મારા ભાઈની...ક્યાં છે આલય??...શું ખરેખર અહીંયા જ હશે...શું હાલત હશે એની??"એવા વિચારોમાં જ મોક્ષા આગળ વધતી હતી.થોડીક જ ક્ષણોમાં બધા જ લોકો એક એક વિશાળ દરવાજે આવીને ઊભા રહ્યા.ડોરબેલ વગાડી ...થોડીક જ ક્ષણોમાં એક આધેડ વયની સ્ત્રીએ બારણું ખોલ્યું.એક અજાણ વ્યક્તિ અને એમાં પણ પાછી સ્ત્રી..એટલે થોડા ખચકાટ ના ભાવ સાથે બધા જ જોઈ રહ્યા.

"પાય લાગુ માજીસા"પહેરવેશ પરથી તો એ મહિલા ગુજરાતી નહોતા લાગતા એમાંય મિસિસ મહેતાને રાજસ્થાની ભાષા બોલતા જોઈને ખ્યાલ આવી ગયો કે આ કોઈ નોન ગુજરાતી પણ ઠસ્સાદાર વ્યક્તિત્વ ની માલિક છે.
"કોણ છે માસી??" એ સ્ત્રીની પાછળથી એકદમ જ જાણીતો અવાજ સાંભળીને મોક્ષા અને મનોજભાઈ એક્દમ જ અવાજની દિશામાં દોડવા ગયા ત્યાંતો એક સોહામણો યુવાન હસતો હસતો પણ થોડો લંગડાતો બહાર આવ્યો.

"આલય, બે....ટા....."માંડ બોલી શકતા અવાજને તૂટતો બચાવી આલયની દિશામાં દોડ્યા...
"કોણ છે મૃણાલિનીઆંટી આ લોકો અને મહેમાન લઈને આવ્યા આજે તો??"બહુ દિવસે આવ્યા આંટી.. ચાલો જમવા જ બેસી જાઓ."
મનોજભાઈ એક ધબકાર ચુકી ગયા, મોક્ષા શૂન્યમનસ્ક થઈ ગઈ અને બંને બાહોશ પોલીસ ઑફિસરના જાણે હોશ જ ઉડી ગયા...

"આલય બેટા હું અંદર આવું પહેલા..જો તો ખરો કોને લઈને આવી છું."
"કોણ છે આંટી..?"કહીને આવેલી બધી જ વ્યક્તિઓ સાથે અચરજભરી નજરે જોવા લાગ્યો.
"આલય, ભૈલું... બેટા જો તને લેવા અમે આવી ગયા..ચાલ દીકરા આપણે ઘરે."મોક્ષા આલય સાથે વાત લંબાવવાનો પ્રયત્ન કરતી હતી.

"અરે ,માસી પાણી તો મંગાવો મહેમાન માટે"કહીને આલયે બધાને અંદર આવીને બેસવા આગ્રહ કર્યો.( જાણે એને મોક્ષાની વાત સાંભળી જ નથી.)

મનોજભાઈની આલય તરફની સ્થિર સજળ આંખો જોઈને પારખી જ ગયા કે મનોજભાઈ તબિયત ધીરે ધીરે કથળી જશે અથવા ફરીથી હાઈ પ્રેશરનો હુમલો આવશે.આથી તે મક્કમ પગલે મિસિસ મહેતા તરફ આગળ વધે છે.એક પ્રશ્નસુચક આંખો સાથે મૃણાલિની બહેન પણ આલય તરફ આગળ વધે છે.

"આલય બેટા, આ તારા પપ્પા...તારી બહેન તને શોધતા શોધતા છેક અમદાવાદથી અહીંયા આવ્યા છે.કેમ આવું વર્તન કરે છે દીકરા.."(આગળ વધારે બોલે એ પહેલાં જ મિસ્ટર રાજપુતે એમને હાથ પકડીને એમને અટકાવી દીધા)

શું આલય નાટક કરે છે કે પછી કોઈ સાજીશનો ભોગ બન્યો છે..શું એ પોતાની બહેન અને પપ્પાને ઓળખી ના શક્યો?
કોઈ ઇરાદાપૂર્વકનું મૌન કે પછી કોઈ...ચેકમેટ...

એ માટે વાંચતા રહો...

ક્રમશ...