Ayana - 5 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 5)

The Author
Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

અયાના - (ભાગ 5)

દેવયાની અને અયાના થી છૂટા પડીને ક્રિશય હસતો હસતો એની બાઈક તરફ આવ્યો...

બાઈક લઈને હોસ્પિટલ તરફ નીકળ્યો....

હોસ્પિટલ ના પાર્કિગમાં રોજ આવતા લોકો માટે પાર્કિંગ ની વ્યવસ્થા ફિક્સ કરી દેવામાં આવી હતી...
એટલે પાર્કિંગ કરવાની કોઈ માથાકૂટ જ ન હતી...

ક્રિશય અંદર આવ્યો ત્યાં એની નજર એની જગ્યાએ કોઈક ની પાર્ક કરેલી એક્ટિવા ઉપર પડી...

'એક તો લેટ થઈ ગયું છે અને આવા નમૂના પણ...'

" ઓય..." સિક્યુરિટી ને એની પાસે આવવા કહ્યું...

"જી સર.."

"કોન હૈ યે નમૂના ..."

સિક્યુરિટી પણ એની જેમ નટખટ હતો એ બોલ્યો...

"સર , નમૂના નહિ નમૂની..."

"વ્હોટ..."

" કોઈ લડકી થી જિસને હડબડી મે યહાં ગાડી ઠોકી ઓર ઉપર ચલી ગઈ...યે દેખો ના ઈસમે નિશાન કર દિયે..." બાજુની બાઈક ઉપર પડેલા ખરોચ બતાવીને એણે કહ્યું...

" લડકી કેસી થી..." બંને ભવા ઊંચા કરીને અને સ્માઇલ કરીને ક્રિશયે પૂછ્યું...

"ટકાટક સર...એસી તો પહેલે કભી નહિ દેખી ..."

" તો ફિર મિલના પડેગા ઇસ ટકાટક કો..."

બંને હસી પડ્યા ...હસતા હસતા ક્રિશયે એની બાઈક ત્યાં જ મૂકીને ચાવી સિક્યુરિટી ના હાથ માં આપીને કહ્યું...
"ઇસે પાર્ક કર મે મિલકે આતા હું..." બોલીને એ ત્યાંથી દોડીને બહાર નીકળી ગયો...
સિક્યુરિટી નો હસતો ચહેરો ગુમસુમ થઈ ગયો...અને મોઢું બગાડીને પાર્ક કરવા માટે જગ્યા ગોતવા લાગ્યો...

પાર્કિંગ માં ખાલી જગ્યા મળવી ખૂબ મુશ્કેલ હતું કારણ કે આ ગ્લોબલ હોસ્પિટલ ખૂબ વિશાળ અને ખૂબ પ્રસિધ્ધ હતી જેના કારણે દુનિયાભરના લોકો અહી આવતા...દુનિયાભર ના ડોક્ટર , નર્સ અહી જોવા મળતા...ગ્લોબલ હોસ્પિટલ અગિયાર માળની હતી...જેમાં વિવિધ પ્રકારનાં ક્ષેત્રો હતા....બધા પ્રકારની સારવાર અહીં મળી રહેતી....

વીસ મિનિટ સુધી પાર્કિંગ માં રખડ્યા બાદ એક જગ્યા એને મળી એટલે જાણે ચાંદ તારા મળી ગયા હોય એટલી ખુશી થઈ ગઈ...પાર્ક કરીને એના કેબિન તરફ આવ્યો ... બોકસ માં ચાવી મૂકીને પંખો ચાલુ કરીને પવન ખાવા લાગ્યો...

પાર્કિંગ માંથી નીકળીને ક્રિશય ઉપર જવા માટે લિફ્ટ માં આવ્યો...અને સાત નંબર નું બટન દબાવ્યું...

સાતમા માળે આવીને ક્રિશય બહાર આવ્યો અને પોતાની રૂમ નંબર 56 તરફ દોડવા લાગ્યો...
એવામાં એનું ધ્યાન ન રહેતા એ એક છોકરી સાથે અથડાઈ ગયો ...છોકરી ના હાથ માં કોફી હતી જેના કારણે ક્રિશય ના વ્હાઇટ શર્ટ માં વચ્ચે થોડી બ્રાઉન ડિઝાઇન પડી ગઈ...

" વ્હોટ ધ હેલ..."

" જોઇને ચાલો..." પેલી છોકરી એ સામે જવાબ આપીને ત્યાંથી લિફ્ટ તરફ ચાલવા લાગી...

ક્રિશય એને જોવે એ પહેલા એ છોકરી ત્યાંથી નીકળી ગઈ...

"હેય લિસન..." ક્રિશય એની પાછળ આવ્યો પરંતુ એ ત્યાંથી નીકળી ગઈ હતી....

"ક્રિશય......." પાછળ થી કોઈક છોકરાનો અવાજ આવતા એ પાછળ ફર્યો...

ક્રિશય ના વ્હાઇટ શર્ટ ઉપર કોફી થી બનાવેલી બ્રાઉન ડિઝાઇન જોઇને એ છોકરો હસવા લાગ્યો ....

ક્રિશય એની તરફ આવ્યો....

એ છોકરો હસી જ રહ્યો હતો...

"શટ અપ વિશ્વમ ...." ક્રિશયે કહ્યું અને રૂમ ની અંદર ચાલવા લાગ્યો...

"યાર, બે વર્ષ પછી આજે મુહર્ત કર્યું વ્હાઇટ શર્ટ નું એમાં પણ આજે ડિઝાઇન બનાવી દીધી...." બોલીને એ વિશ્વમ પાગલોની જેમ હસતો જ હતો...

એને જોઇને ક્રિશય પણ હસવા લાગ્યો....

"આજે તો ક્રિષ્ના આંટી તને બરાબર નો લેશે....."

" એની પહેલા શર્ટ નું કંઇક કરવું પડશે ....નકર કાંતો શર્ટ નહિ રહે કાંતો હું...."

બંને હસવા લાગ્યા...ત્યાં ઇન્ટરકોમ વાગ્યું....

"શીટ...." વિશ્વમ બોલ્યો અને ઇન્ટરકોમ ઉપાડ્યું...
" હા સર, એ આવી ગયો છે...હું આવું જ છું એને લઈને...." સામે વાળા ને બોલવાનો મોકો ન આપીને એક શ્વાસ માં બોલીને એણે ઇન્ટરકોમ મૂકી દીધું...

ક્રિશય હસવા લાગ્યો....
"આજે ક્લાસ છે એમ ને...." એ હસીને બોલ્યો...

"હા , ચાલ ને ભાઈ તારા લીધે મારે પણ ક્લાસ ભરવો પડશે....આ ત્રીજો ફોન આવ્યો...."

બંને હસવા લાગ્યા ... ક્રિશયે એના ખાના માંથી વ્હાઇટ લાંબો કોટ કાઢ્યો (લેબ કોટ ) અને પહેરીને બંને બહાર આવ્યા...

વિશ્વમ પણ ક્રિશય ની જેમ છ ફૂટ ઊંચો હતો ... એણે પણ ચશ્મા પહેર્યા હતા... ક્રિશય અને વિશ્વમ બંને એ એમ.બી.બી.એસ. નો પ્રવાસ સાથે શરૂ કર્યો હતો... બંને એકબીજા જેવા જ શોખ ધરાવતા અને એકબીજા ની જેમ તૈયાર થતા એટલે બંને થોડાઘણા સરખા જ દેખાતા ....પરંતુ ક્રિશય એના કરતાં થોડો વધારે હેન્ડસમ દેખાતો છોકરો હતો ....વ્હાઇટ કોટ પહેરીને આવેલા બંને કોઈ મોટા ડોક્ટર લાગી રહ્યા હતા....
વ્હાઇટ શર્ટ ઉપર વ્હાઇટ કોટ પહેરેલ ક્રિશય કોઈ સર્જન ડોક્ટર લાગી રહ્યો હતો...લિફ્ટ માં બંને જ્યારે નીચે પાંચમા માળે આવ્યા ત્યારે બધી નર્સ અને આજુબાજુ આંટા મારતા બધા કોઈ હીરો આવ્યો હોય એમ એ બંનેને જોતાં રહી ગયા....

લિફ્ટ માં હતા ત્યારે જ બંનેને જાણ હતી કે બહાર કોઈક હીરા એ એન્ટ્રી મારી હોય એમ એને જોવાના છે આ એનું રોજનું હતું એટલે બંને એ કોલર સરખા કર્યા ....લિફ્ટ ના અરીસા માં પોતાના ચહેરા જોઈ લીધા...અને એકબીજા સામે સ્માઇલ કરીને લિફ્ટ માંથી બહાર આવ્યા ત્યારે ચહેરા ઉપર એક ડોક્ટર તરીકે નો વટ બતાવીને એકસરખી ચાલ કરીને બંને બહાર આવી રહ્યા હતા....

છેલ્લી રૂમ સુધી બંને ને આ રીતે વટ કરવાનો હતો....ત્યાં વચ્ચે જ એક ગુસ્સો ભરેલો લાલ ચહેરો ,અદપ વાળીને ગોઠવેલા હાથ અને વ્હાઇટ કોટ પહેરેલ એક ડોક્ટર ને જોઇને બંને ની હવા ત્યાં જ નીકળી ગઈ અને ત્યાં જ જડ ની જેમ ઊભા રહી ગયા...

"હવે તો ભગવાન જ બચાવશે...." વિશ્વમે ધીમેથી હોઠ ફફડે નહિ એ રીતે ક્રિશય ને કહ્યું...


(ક્રમશઃ)