લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ પહોંચીને ક્રિશયે બાઈક પાર્ક કરી...
અયાના એની રાહ જોયા વગર અંદર ધસી આવી...
"હેય તે મને કીધેલું કે તું મારું કામ કરીશ..." દોડીને ક્રિશય એની પાસે આવ્યો અને એનો હાથ પકડીને કહ્યું...
" મારે પણ અંદર એક કામ છે હું હમણાં આવી..."
" ના , એ ગમે ત્યારે આવતી હશે ...ચાલ આજે તારે મને મદદ કરવી જ પડશે..."
ઉદાસ ચહેરો બનાવીને અયાના ત્યાં જ ઉભી રહી ગઈ...
"ચાલ ત્યાં જઈએ..." લીલાછમ વૃક્ષ તરફ આંગળી ચીંધીને ક્રિશયે કહ્યું...
બંને વૃક્ષ પાસે આવેલા બાંકડા ઉપર જઈને બેઠા....
અયાના ના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો પરંતુ અંદરથી એ પણ ઘણી આતુર હતી ક્રિશય ની પ્રેમિકા ને જોવા માટે...આજુ બાજુ નજર કરતી એ ત્યાંથી નીકળતી દરેક છોકરી ને જોતી હતી....
ફોનમાં મોઢું નાખીને બેઠેલો ક્રિશય જોક્સ વાંચી ને હસી રહ્યો હતો...
" ક્યારે આવે છે ...કે પછી તું મારો ટાઇમ વેસ્ટ કરે છે..."
" હમણાં આવતી જ હશે...પરંતુ એ નહિ આવે..."
"તો ..."
"બીજું કોઈક આવશે ...."
"શું બોલે છે તને પણ સમજાય છે કે નહિ...."
" અરે સાચું કહું છું બેસને હમણાં જ આવશે ...આવા સમયે જ એ આવે છે...."
અયાના ને એક એક મિનિટ ભારે પડતી હતી... ક્રિશય ની પ્રેમિકા ને જોઇને પોતે કંઈ રીતે વર્તશે એ પણ મનમાં ગોઠવવા લાગી હતી...
" હેય ફ્રેન્ડસ...." પાછળ થી એક છોકરી આવી અને તાળી પાડવા ક્રિશય તરફ હાથ ઉગામ્યો...
"હેય ...." ક્રિશયે બોલીને તાળી પાડી...
અયાના બંનેને જોતી રહી...
" વન.... ટુ....થ્રી....." ક્રિશય અને એ છોકરી સાથે બોલ્યા...
કબૂતર ની જેમ બંનેને જોતી અયાના કંઈ સમજતી ન હતી...
" એપ્રિલ ફૂલ...." બંને એકસાથે બોલ્યા....અને જોર જોરથી હસવા લાગ્યા...
ત્યારે અયાનાને યાદ આવ્યું કે આજે એપ્રિલ મહિના નો પહેલો દિવસ હતો...છેલ્લા ત્રણ વર્ષ થી અયાના બધાને એપ્રિલ ફૂલ બનાવતી હતી પહેલી વાર આજે એ પોતે બની ગઈ હતી એટલે થોડો ગુસ્સો આવ્યો પરંતુ એનાથી હસવાનું કંટ્રોલ ન થયું...
એ પણ જોર જોરથી હસવા લાગી ...
" શું દેવયાની તુ પણ આની સાથે મળી ગઈ..."
" એટલા વર્ષ થી તું અમને કંઇક ને કંઇક બહાનું કરીને એપ્રિલ ફૂલ બનાવવામાં પહેલો નંબર લાવતી આજે અમે તને બનાવી દીધી ..."
"હા, મને એમ થયું આ પ્લાન કામ નહિ કરે ...."ક્રિશય બોલ્યો..
"પણ મને ખબર હતી કે આ પ્લાન બરોબર કામ કરી જશે..." અયાના તરફ આંખ મારતી દેવયાની બોલી...
"વેલ , હું નીકળું મારે સમય થઈ ગયો છે ..." ક્રિશય બોલ્યો...
" બાય...." બંને એ સાથે ક્રિશય ને કહીને ત્યાંથી ત્રણેય છૂટા પડ્યા...
અયાના અને દેવયાની ગળે મળ્યા...
એ બંને કોલેજ સમય ની ફ્રેન્ડ હતી ....દેવયાની અને અયાના બંને એકબીજા વિશેની રગેરગ ની માહિતી રાખતા....
દેવયાની પણ જાણતી હતી કે અયાના ક્રિશય ને પસંદ કરે છે....પરંતુ ક્રિશય ને કહેવાની ના પાડી હતી...
ક્લાસ પૂરા કરીને લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ થી અયાના ઘર તરફ આવી રહી હતી ત્યારે એ ખૂબ ખુશ હતી...
આજે એ ક્રિશય ની બાઈક ઉપર આવી હતી એટલે પોતાની એક્ટિવા ઘરે જ હતી જેથી રિક્ષા માં જાવાનું ટાળીને ચાલતા જવાનું પસંદ કર્યું...
દેવયાની ઇન્સ્ટિટ્યૂટ ની નજીક જ રહેતી હતી એટલે બંને ચાલતા ત્યાંથી નીકળી પડ્યા...
દેવયાની એના ઘર તરફ વળી ત્યારે અયાના એકલી હતી...
અયાના તો જાણે વાદળો માં ફરતી હોય એમ ચાલી રહી હતી...એ ખૂબ જ ખુશ હતી....દેવયાની ક્યારે ઘર તરફ નીકળી ગઈ એની પણ એને જાણ ન રહી...
ક્રિશય ના જીવનમાં બીજું કોઈ નથી એ જાણીને એની ખુશીનો કોઈ પાર રહેતો ન હતો....
ઘર સુધીનું અંતર એણે ક્રિશય ને યાદ કરીને ગાળ્યું...
વચ્ચે મંદિર આવતા એ મંદિરે દર્શન કરવાનું વિચારીને મંદિર તરફ ચાલી આવી...
આમ તો એ એક્ટિવા લઈને નીકળતી ત્યારે એક્ટિવા ઉપર થી જ દર્શન કરી લેતી પરંતુ આજે ચાલીને જ આવી છે તો દર્શન કરતી જાય એવું વિચાર્યું....
" હે ભગવાન તમે અત્યાર સુધી માંગ્યા વગર જ બધું આપી દીધું છે....હું એ પણ જાણું છું મારા પ્રેમ ને તમે મારા પ્રેમી સુધી પહોંચાડશો....તો પણ આજે હું એ વ્યક્તિ ને તમારી પાસે માંગી રહી છું... ક્રિશય ને મારો જીવનસાથી રૂપે હું પામવા માંગુ છું બસ એ એક જ કામ હું તમને આપી રહી છું..."
દર્શન કરીને એ ત્યાંથી નીકળી ગઈ...
ઘરે આવીને એના મમ્મી ને વળગી પડી...
જે અયાના ઘરેથી નીકળી હતી અને જે આવી છે એમાં ઘણો ફરક હતો ....એને ખુશ જોઇને કુમુદ પણ ખુશ થઈ ગઈ...
પોતાની રૂમમાં આવેલી અયાના અરીસા માં જોઇને સવાર માં કરેલી ફરિયાદ યાદ કરી રહી હતી....
એને હસુ આવી ગયું ....
'આઈ એમ સો સો સોરી માય મીરર ...હું જે છું એ જ તુ બતાવે છે.... ક્રિશય મને પ્રેમ કરે છે કે નહિ એ નથી જાણતી પરંતુ મારો પ્રેમ એને મારા તરફ જરૂર ખેંચી લાવશે....'
અરીસા ની નજીક આવીને પોતાને જ એક કિસ કરી લીધી અને બેડ ઉપર આડી પડી...
(
ક્રમશઃ)