Kudaratna lekha - jokha - 43 in Gujarati Fiction Stories by Pramod Solanki books and stories PDF | કુદરતના લેખા - જોખા - 43

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કુદરતના લેખા - જોખા - 43


આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી મયુરના ઘરે જ રહેવાનું નક્કી કરે છે અને સાગરને પણ ફોન કરીને જણાવી દે છે કે તે તેની કોઈ મદદ નહીં કરી શકે. ભોળાભાઈ મીનાક્ષી ને રડતા મોકલીને દુઃખી થયા હતા એટલે જ તે બધા પ્રશ્નો પૂછવા મયુરને મળવા જાય છે..
હવે આગળ........

* * * * * * * * * * * * * * * *

ભોળાભાઈ ખૂબ જ કઠણ હૃદયના હતા છતાં આજે તે મીનાક્ષી ના આંસુને જોઈને દ્રવી ઉઠ્યા. તેણે આજે તેની વફાદારી પર ગુસ્સો આવી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે એવી વફાદારી નિભાવીને શું ફાયદો જેમાં તેની બહેનના આંસુ પર પગ મૂકીને ચાલવું પડે. તે પોતાના આંસુઓ લૂછીને થોડા ગુસ્સા મિશ્રિત ભાવો સાથે મયુરની રૂમમાં પહોંચ્યા.

મયુર તેના રૂમમાં આરામથી સૂઈ રહ્યો હતો. ભોળાભાઈ પલંગની સામે રાખેલી ખુરશી પર એવી રીતે બેઠા જેથી મયુર જાગી ના જાય. આવા સમયે પણ ભોળાભાઈ તેની વફાદારીનો ગુણ ભૂલ્યા નહોતા. જ્યાં સુધી મયુરની આંખના ખુલ્લી ત્યાં સુધી ભોળાભાઈ નિઃશબ્દ બેઠા રહ્યા. મયુરે જેવી આંખ ખોલીને ભોલાભાઈને સામે જોયા તો તેને આશ્ચર્ય થયું. કારણ કે આજ પહેલા ક્યારેય ભોળાભાઇ ને આવી નજરે તાકતા નહોતા જોયા.

અચરજ ભેર મયુર પલંગમાં બેઠો થયો અને ભોળાભાઈને પૂછ્યું "કંઈ થયું છે?"

"હા, ચાર જિંદગી મારી નજર સામે રજેળાતી હોય એવું મને લાગે છે અને એના જવાબદાર માત્રને માત્ર તમે છો. હું મારી નજર સામે આ બધું નથી જોય શકતો." થોડા કડક શબ્દોમાં ભોળાભાઇ એ મયૂરને કહ્યું.

"હા, તમારી વાત કદાચ સાચી હશે પરંતુ હું ખોટો નથી એ મને પાક્કી ખબર છે. એનો જવાબ પણ તમને થોડા દિવસોમાં મળી જશે." આત્મવિશ્વાસથી મયુરે પ્રત્યુતર વાળ્યો.

"મારામાં આ બધું જોવાની તાકાત નથી બચી. તમે મને તમારી ફરજમાંથી મુક્ત કરો. હું હવે તમને મળવા આવનાર કોઈ વ્યક્તિને રોકવા સક્ષમ નથી." ભોળાભાઈ એ મયૂરને હાથ જોડીને કહ્યું.

"હવે તમે ચિંતા ના કરો હવે મને મળવા કોઈ નહિ આવે અને કોઈ આવી પણ જાય તો તમારે એને રોકવાની જરૂર નથી. મને પૂછ્યા વગર એને મોકલી દેજો. પણ તમારી જરૂર મને પડશે જ એટલે તમારે અહી જ રહેવું પડશે." આદેશાત્મક સૂરથી મયુરે કહ્યું.

"પણ તમે આ બધું શા માટે કરો છો? શા માટે બધા ના દિલ દુખાવો છો? મને એટલી તો ખબર છે કે તમે કંઇક મુશ્કેલીમાં છો પણ એવી કંઈ મુશ્કેલી છે જેને તમે બધાથી છુપાવો છો? હું જાણું છું ત્યાં સુધી તમે કોઈને દુઃખ ના જ આપી શકો પણ આમ અચાનક તમારો સ્વભાવ બદલાઈ ગયો એટલે વધારે ચિંતા થાય છે." ભોળાભાઈ એ તેની અંદર મુંઝવતા બધા પ્રશ્નો મયૂરને પૂછી નાખ્યા.

"જો તમને ખબર જ છે કે હું કોઈને દુઃખ ના આપી શકું તો એ વાત પર વિશ્વાસ રાખો. આગળ હું તમને કંઈ નહિ કહી શકું. થોડી ધીરજ રાખો તમારા બધાં પ્રશ્નોના જવાબ તમને મળી જશે."

ભોળાભાઈ જેટલા જ ગુસ્સાથી અંદર ગયા હતા એટલા જ શાંત થઈને બહાર આવી ગયા. મયુરે કોઈ સ્પષ્ટ શબ્દોમાં કંઈ કહ્યું નહોતું પરંતુ તેને બધા જ પ્રશ્નો ના ઉતરો મળી ગયા હોય એવો અહેસાસ થવા લાગ્યો કારણ કે તેને મયુર પર પૂર્ણ ભરોસો હતો. તે હવે વધુ જનુન સાથે પોતાની વફાદારી નિભાવશે એવું નક્કી કરીને બહારની બેન્ચ પર બેસી ગયા.

* * * * * * * * * * *

સાગરે ઘણા વિચારો કર્યા છતાં તે કોઈ નિર્ણય પર નહોતો આવ્યો. તે થોડી વાર મયુર સાથે ના યાદગાર દિવસને યાદ કરતો તો થોડી વાર સંસ્કૃતિ સાથે કરેલી મીઠી મધુર વાતોને યાદ કરતો. સાગર માટે બંને વ્યક્તિ બે આંખો સમાન હતા. તે કોઈને પણ છોડવા નહોતો માંગતો. પણ મયુરે કરેલી સખ્ત માંગણીના કારણે કોઈ નિર્ણય લેવો જ પડે એમ હતો. આખરે ભારે હૈયે તેણે એક નિર્ણય લીધો. એ નિર્ણય પ્રમાણે મયુરે અત્યાર સુધી નીભાવેલી સાચી મિત્રતા સામે સાગરનો પ્રેમ હારી ગયો હતો. મયુરના એહસાનોને યાદ કર્યા વગર તેણે નીભાવેલી સાચી મિત્રતાના કારણે સાગર સંસ્કૃતિ સાથે સગાઈ તોડી નાખશે તેવું નક્કી કર્યું. તેણે આ નિર્ણય તેના મમ્મી પપ્પાને ફોન પર જણાવી દીધો. એના મમ્મી પપ્પાએ બહુ રોકકળ કરી છતાં સાગર એક નો બે ના થયો. એના મમ્મી પપ્પાએ સગાઈ તોડવાનું કારણ પૂછ્યું તો સાગરે કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વગર સંસ્કૃતિ સાથે જિંદગી નહિ વિતાવી શકે એવું કહીને વાતને પૂરી કરી નાખી. આખરે એના મમ્મી પપ્પા સાગરની જીદ સામે હારી ગયા.

સાગરના મમ્મી પપ્પા સાગરના નિર્ણયથી ઘણા દુઃખી થયા. એ લોકોએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે સાગર આ સગાઈ તોડવાનું કહેશે. સાગરના સગાઈ તોડવાના કોઈ સ્પષ્ટ કારણો પણ નહોતા જેમાં એ લોકો સમર્થન આપી શકે. દીકરાની આવી જીદથી એ ઘણા ઉદાસ થયા હતા છતાં હવે દીકરો કહે તેમ કરવું જ પડશે એવું નક્કી કરી તે લોકોએ સંસ્કૃતિના પરિવારને આ બાબતની જાણ કરી. સંસ્કૃતિનો પરિવાર પણ અચાનક આવેલા માઠાં સમાચારથી હતપ્રત થઈ ગયો. એ લોકો પણ થોડી વાર ગંભીર થઈ ગયા પણ એ લોકો પરિસ્થિતિને પારખી સાગરના પરિવાર સાથેના બધા સબંધો કાપી નાખ્યાં અને સગાઈ તોડી નાખી. સૌથી વધુ ખરાબ હાલત સંસ્કૃતિની હતી તેને એક વાર એમ થયું કે તે સાગર સાથે વાત કરીને આ સગાઈ તોડવાનું કારણ પૂછી લે પણ તેના પરિવારે તેને ફોન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને એના મોબાઈલમાંથી સાગરનો નંબર પણ ડિલીટ કરાવી દીધો. સંસ્કૃતિ એ પણ મૂંગા મોઢે બધી વાત સ્વીકારી લીધી.

* * * * * * * * * * * * *

સાગરે પોતાનો નિર્ણય મયૂરને કહેવા માટે તેની રૂમ તરફ ગયો. તેના આશ્ચર્ય વચ્ચે આ વખતે તેને ભોળાભાઇ એ અંદર જતા અટકવાયો નહિ. તે મયુરના પલંગની સામે રાખેલી ખુરશી પર બેસી ગયો અને મયૂરને કહ્યું કે "મે નિર્ણય લઈ લીધો છે."

"વાહ, બોલ શું નિર્ણય લીધો છે." મયુરના ચહેરા પર વાત જાણવાની આતુરતા સ્પષ્ટ વર્તાતી હતી.


"મે તારા વચનને નિભાવ્યું છે. મે સગાઈ તોડી નાખી છે." સાગરે અચકાતા સ્વરે કહ્યું.

"તે મારા માટે ખૂબ સારું કાર્ય કર્યું છે એ માટે હું તારો આભાર માનું એટલો ઓછો છે અને તારો આ ભોગ હું જિંદગીભર નહિ ભૂલું."

"હવે બોલ તારા માટે હું બીજું શું કરી શકું?"

"તે જે કર્યું એ જ સૌથી મોટું દાન છે હવે તારી કોઈ જરૂર પડશે તો જરૂર કહીશ. હવે તારે જવું હોય તો જઈ શકે છો."

સાગરે રૂમમાંથી વિદાય લેતા જ મયુરે કોઈને ફોન કરીને અડધી કલાકમાં અહી હાજર થવાનું કહ્યું.

થોડો સમય વીતતાં જ ભોળાભાઈ ની સામે સૂટ બૂટ થી સજ્જ એક વ્યક્તિ હાથમાં સુટકેસ લઈને ઉભો રહ્યો અને ભોળાભાઈ ને ખુબ જ વિનમ્રતાથી પૂછ્યું "મયુરે મને મળવા બોલાવ્યો છે. મયુર મને ક્યાં મળશે?"


એટલી જ વિનમ્રતાથી ભોળાભાઇ એ તેને થોડી રાહ જોવાનું કહ્યું અને પોતે મયૂરને પૂછીને આવે ત્યાં સુધી બેસવાનું કહ્યું.

મયુરે તે વ્યક્તિને આવવા દેવાની પરવાનગી આપી એટલે ભોળાભાઇ એ તે વ્યક્તિને અંદર જવાનું કહ્યું.

મયુરે ખૂબ જ આદરથી તે વ્યક્તિને પોતાના પલંગની સામે રાખેલી ખુરશીમાં બેસવા કહ્યું. એ સાથે જ તેના માટે ચા અને નાસ્તો ની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી. ચા નાસ્તો કર્યા પછી તે વ્યક્તિએ પોતાની સુટકેસ મયુરના પલંગ પર રાખીને અમુક કાગળો મયુર સામે ધર્યા. મયુરે આછડતી નજર બધા કાગળિયા પર કરી લીધી અને સામે વાળી વ્યક્તિને કહ્યું "મે કીધા હતા તે બધા જ ફેરફાર કરી નાખ્યાં છે ને?"

"હા, તમે કીધું હતું તેમ બધા જ ફેરફાર કરી નાખ્યાં છે. તમે બધા જ કાગળ વાંચી લો પહેલા અને પછી બધામાં તમારી સહી કરવાની છે."

"હા એમ તો મે જોય લીધા બધા કાગળ હવે મને કહો મારે ક્યાં સહી કરવાની છે." મયુરે ફરી પાછા બધા કાગળિયા પર નજર કર્યા પછી કહ્યું.

"જ્યાં ક્રોસનું નિશાન છે ત્યાં બધે સહી જોઈશે તમારી." આવેલ વ્યક્તીએ એક કાગળ પર ક્રોસની નિશાની બતાવતા કીધું.

મયુરે બધી જગ્યા પર સહી કરી આપી. પછી પેલા ભાઈ એ બધા જ કાગળ તેની સુટકેટમાં રાખી દીધા અને ત્યાંથી જવાની મયુર પાસે રજા માંગી.

પેલા ભાઈના ગયા પછી મયુર ખૂબ ખુશ હતો. આજે તેણે સંકલ્પ કરેલા બંને કાર્યો પૂર્ણ થયા હતા. એણે આજે કોઈ જંગ જીતી લીધો હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. તે આ ખુશી કોઈની સાથે વહેંચવા માંગતો હતો એટલે તેણે એક નંબર પર ફોન લગાવ્યો. સામે વાળી વ્યક્તિને આ બંને ખુશીની વાત કરી ત્યારે તે વ્યક્તિ પણ ખૂબ ખુશ થયો. અને મયૂરને કહ્યું કે "મયુરભાઈ તમે જે ઇચ્છતા હતા તે સપનું આજે પૂર્ણ થતું નજર આવે છે. ભગવાન કરે આગળના કાર્યમાં પણ કોઈ વિઘ્ન ના આવે."

"તમે મારી સાથે છો એટલે આગળ પણ કોઈ મુશ્કેલી નહિ જ આવે એ મને વિશ્વાસ છે."

"હા, હું હર હંમેશ તમારી સાથે છું તમે નિશ્ચિંત રહો." સામે વાળી વ્યક્તિએ પ્રત્યુતર વાળ્યો.

પછી બંનેએ આગળ શું કરવું તે બાબતની ચર્ચાઓ કરી અને પછી ફોન મૂકી દીધો.

ક્રમશઃ

પ્રમોદ સોલંકી

સુટ બૂટ થી સજ્જ આવનાર વ્યક્તિ કોણ હતા?

મયુરે પોતાની ખુશી કોની સાથે વ્યક્ત કરી હશે?

હવે મયુર આગળ શું કરશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏