સંવાદ
આજે રવિવાર હતો એટલે ઉમંગભાઈને ઓફિસમાં રજા હતી, આરતીબેને આજે બધાની મનગમતી
વાનગીઓ બનાવી હતી, મૃદુલ માટે મેક્સિકન રાઈસ, ઉમંગભાઈ માટે ખાંડવી અને પોતાને
ભાવતી પુરણપોળી પણ બનાવી હતી, રસોઈમાંથી એટલી સરસ મહેક આવતી હતી કે બાજુવાળા
પ્રભાદાદી તો આરતીબેનને મેનું પૂછવા પણ આવ્યા હતાં, ત્યારે આરતીબેને પ્રભાદાદી
અને પંકજદાદા માટે બધું થોડું થોડું થાળીમાં ભરીને આપ્યું પણ હતું, આટલું સરસ
જમણ ડાયનીંગ ટેબલ પર હતું છતાં ખાવાના શોખીન એવા મૃદુલનું ચિત્ત જમવામાં ન હતું
આ વાત ઉમંગભાઈએ નોટીસ કરી અને મૃદુલની રમુજ કરવા માટે તેને પૂછ્યું “ મૃદુ
બેટા, જમવાનું બહુ સરસ બન્યું છે ને ?
પોતાના વિચારોમાં મગ્ન મૃદુલ પાસેથી જયારે કોઈ જવાબ ન આવ્યો ત્યારે ઉમંગભાઈએ
તેને ઢંઢોળીને પૂછ્યું ,“બેટા, ચાઈનીસ રાઈસ અને પાત્રા બહુ સરસ બન્યા છે ને ?
ત્યારે મૃદુલ એકદમથી બોલી પડયો, “ હા, હા, પપ્પા, સુપર્બ છે, મમ્મીના હાથમાં
તો જાદુ છે, શું મસ્ત જમવાનું બનાવે છે, હું તો આજે ડબલ ખાવાનો છું “
ત્યારે ઉમંગભાઈથી રહેવાયું નહી અને બોલી પડ્યા, “શું વાત છે ? એવું શું વિચારે
છે કે તું શું ખાઈ રહ્યો છું તેની પણ તને ખબર નથી ? આજે તો તારા મનપસંદ
મેક્સિકન રાઈસ બનાવ્યા છે તારી મમ્મી એ જેને તું અડયો પણ નથી અને ક્યારનો એકલી
પુરણપોળી જ ખાય છે ?
મૃદુલ થોડું અચકાતો અચકાતો બોલ્યો, “પપ્પા, વેકેશનમાં મેં અને મારા ફ્રેન્ડ
શેખરે બહાર અઠવાડિયા માટે ફરવા જવાનું નક્કી કર્યું છે’
ઉમંગભાઈએ જવાબ આપ્યો, “હા તો આતો સારી વાત છે, તે ૧૦માં ધોરણમાં ખુબ મહેનત કરી
છે, તારી બહેન શ્રદ્ધા, હેમાંમાસીની છોકરી,એના લગ્નમાં જવાની તારી કેટલી ઈચ્છા
હતી પણ ૧૦મુ હતું એટલે તે લગ્નમાં મુંબઈ આવવાનું પણ ટાળ્યું એટલે હવે તું
વેકેશન તો અવશ્ય ડીસર્વ કરે છે અને મને ખબર છે તું અને શેખર કેટલા ક્લોસ છો, તો
સાથે સાથે તમને તમારી ફ્રેન્ડશીપ ગાઢ કરવાનો ચાન્સ પણ મળશે, તો તેમાં આટલો બધો
વિચાર અને ખચકાટ શાનો બેટા ?
મૃદુલે જવાબ આપ્યો, “આય લવ યુ પપ્પા , તમારા જેવા લવિંગ અને કરીંગ પપ્પા મળ્યા
એટલે હું બહુ લકી છું, હંમેશા તમે મને એક ફ્રેન્ડની જેમ સમજી શકો છું,એટલે જ
શેખરે જે જગ્યા પસંદ કરી છે એ કહેવામાં મને ખચકાટ થાય છે”
ઉમંગભાઈએ થોડો શ્વાસ લઇને પૂછ્યું,” એવી તે વળી કઈ જગ્યાએ જવાના છો કે તને
તારા પપ્પાને, તારા ફ્રેન્ડને કહેતા પણ રોકે છે ?
મૃદુલે ઝટથી જવાબ આપ્યો, “ પપ્પા, ગોવા”
ઉમંગભાઈનું પહેલું રીએક્સન હતું, “ શું ગોવા ? આર યુ સ્યોર તારે ગોવા જવું છે
? શું ખબર છે તને ગોવા વિશે ? ત્યાનાં એટમોસફીયર વિશે ? તને ખબર પણ છે કેવા
લોકો ત્યાં જાય છે ? અને ત્યાં કેવી કેવી પ્રવૃતિઓ થાય છે ? તારા જેવા નાના
છોકરાઓ માટે આ જગ્યા નથી બેટા , હજી તો તે બહારની દુનિયા જોઈ નથી,બહારની
દુનિયાની આતીઘુટીઓથી તું અજાણ છે, મારી વાત સંભાળ અને ગોવા જવાનું રહેવા દે,
તારી ઈચ્છા કાશ્મીર જવાની હતી તો આવને ત્રણે કાશ્મીરનો પ્લાન બનાવીએ ,આપણે
ત્યાં બરફમાં ખુબ મજા કરશું ? “
મૃદુલએ એક્દમ શાંતિથી જવાબ આવ્યો, “હું તમારી વાત સમજું છું પપ્પા, પણ તમે
ચિંતા ન કરો હું એકલો નથી શેખર પણ મારી સાથે છે અમે તેની ગાડીમાં જ જવાના છીએ,
અમે બન્ને એકબીજાનું ધ્યાન રાખશું , પપ્પા , શેખરની બહુ જ ઈચ્છા છે ગોવાની
ગ્લેમરસ લાઇફ જોવાની અને હું તેનું દિલ કેવી રીતે તોડી શકું ? તમને ખબર છે ને
મારા દરેક ઉતારચઢાવમાં એ હંમેશા મારી પડખે ઉભો રહ્યો છે ? તો તેને હું એકલો
કેવી રીતે છોડી દઉં ? પપ્પા, મને તમારા અને મમ્મીના સંસ્કાર પર પુરો ભરોસો છે
જે મને કોઈ અવળા રસ્તે નહિ જવા દે અને હું શેખરની સાથે હોઈશ તો તેને પણ સાંભળી
લઈશ. પપ્પા,તમને મારા પર ટ્રસ્ટ છે ને ?
ઉમંગભાઈએ એટલી જ શાંતિથી જવાબ આવ્યો, “હા બેટા, તારા પર તો પુરો ભરોસો છે અને
અમારા સંસ્કારો પર પણ, પણ આ નિર્ણય હું એકલો લઉં એ યોગ્ય નથી , તારી મમ્મી સાથે
વાત કરીને તને સાંજ સુધી કહીએ અમે, મને પુરો વિશ્વાસ છે તું અમારા બંનેના
નિર્ણયને જરૂર માન આપીશ”
મૃદુલ એ જવાબ આપ્યો, “સ્યોર પપ્પા, મેં મારા દિલની વાત મારા ફ્રેન્ડને કહી
દીધી છે, હવે તે જે ડીસીજન લેશે તે મને મંજુર હશે”
આમ વાત અને જમવાનું પૂરું કરી બન્ને પોતાના રૂમમાં જતા રહ્યા અને મૃદુલ તેનાં
પપ્પાનાં જવાબની વાટ જોતો રૂમમાં હિચકા પર બેસી મનોમંથન કરી રહ્યો હતો કે “
શું હશે મમ્મી પપ્પાનો જવાબ? "