love trejedy - 47 in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ ની ભવાઈ - 47

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 47

હવે આગળ ,
જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ બસની ગતિથી તેજ દોડવા લાગ્યા શુ કાલે હું ભાવેશ કરતા સારો દેખાવ કરી શકીશ ? શુ ભાવેશ મને ખાઈ છે તે સાચું છે ? શું ભાવેશની સલાહ મુજબ મારી ખૂબીને મારે શોધવી જોઈએ? શુ ભાવેશ ના કહેવા મુજબ શુ મારે મારી ખામી શોધવી જોઈએ ? જેમ બસ આગળ વધતી ગઈ તેમ દેવના વિચારો પણ અલગ અલગ આવવા લાગ્યા . ક્યારે દેવની મંજિલ આવી ગઈ તે ખબર જ ન પડી ગામ આવી ગયું દેવને ખબર જ ન પડી કે ગામ કેમ આવી ગયું . દેવ બસ સ્ટોપ પર ઉતરી ઘર તરફ ચાલવા લાગ્યો . તે હજી ઘર તરફ ચાલતો તો હતો પણ તેના વિચારો હજી રોકાવાનું નામ લેતા ના હતા ઘર આવી ગયુ . ઘર ની અંદર પ્રવેશ્યો ત્યારે તેના વિચાર રોકાયા . સામેથી જ્યારે દેવના મમ્મી બોલ્યા ત્યારે દેવ પોતાના વિચાર છોડી હકીકતમાં પ્રેવશ કર્યો . ત્યાં સુધી તો તેને શું શું વિચાર્યું તે દેવને પણ યાદ ના રહ્યું
દેવના મમ્મી : આવી ગયો બેટા ? કેમ આજે કાઈ થયું છે ?
દેવ : હા મમ્મી આવી ગયો . કાઈ થયું નથી કેમ એવું પૂછ્યું ?
મમ્મી : એમ જ બેટા ટેરો ચહેરો ચાડી ખાય છે ?
દેવ : ના મમ્મી એવું કંઈ જ નથી !
મમ્મી : સારું ચાલ હાથ મો ધોઈ લે હુ તારા માટે ગરમા-ગરમ રોટલી બનાવી આપું .
દેવ : હા મમ્મી મને પણ બોવ જ ભૂખ લાગી છે ( બહાનું બનાવતા )
મમ્મી : હા
દેવ હાથ મો ધોવા ચાલ્યો ગયો આ તરફ દેવ માટે તેના મમ્મી રસોડા તરફ પગ ઉપાડ્યા . રોટલીનો લોટ બાંધી દેવ માટે ગેસ પર લોઢી મૂકી દેવને સાદ કર્યો
મમ્મી : કેટલી વાર છે દેવ હવે તારે રોટલી બનવા લાગી ?
દેવ : બસ જો આવ્યો જ મમ્મી .
મમ્મી : હા ચાલ
દેવ : રસોડામાં આવીને ક્યાં મમ્મી રોટલી બની છે ?
મમ્મી : મને ખબર છે તું ના આવે એટલે કીધું મેં તને ?
દેવ : મમ્મી હું આવી તો જાવ છું એવું શું કરતી હશે તું ?
મમ્મી : આ લે બસ જો બની ગઈ લે હવે જમવા માંડ ઝડપથી
દેવ : તે ના પાડી હોત તો પણ જમવા જ લાગી ગયો હોત ભૂખ બહું લાગી હતી તો તારી રાહ ના જોત તું ક્યાં હવે હાથે ખવરાવે છે ?
મમ્મી : હવે તું મોટો થઈ ગયો છે તો તારે હવે તારા હાથે જમવું જોઈએ.
દેવ : જમતા જમતા એટલે તો જો હાથે જ ખાઈ લવ છું આમ પણ હું હમણાં જતો રહીશ પછી તારે જમવાનું બનાવી નહીં આપવું પડે પછી હું આવું ત્યારે ખબર નહીં તું બનાવી આપે કે નહીં ?
મમ્મી : શા માટે ના બનાવી આપું મારો દીકરો છે તું , બનાવી તો આપવું પડે ને એમાં પણ તું બહારનું ખાઈને બગડી જશે ,તો ઘરે આવે ત્યારે ઘરનું જ જમવાનું બહારનું નહીં !
દેવ : હું ત્યારે ઘરનું નહીં ખાવ બહારનું જ ખાઇશ .
મમ્મી : મારે તારી જોડે કોઈ માથાકૂટ કરવી નથી તું ખાઈ લે હું રોટલી બનાવું .
દેવ : હા પછી જોજે મારી તને યાદ આવશે અહીં નહીં હોય ને ત્યારે ?
મમ્મી : યાદ તો આવે ને દીકરો છે મારો ? ભૂલી થોડી જવાનુ છે .
દેવ : મને તો લાગે છે તું ભૂલી જ જઈશ ( મમ્મી ને ચીડવતા )
મમ્મી : સારું તો ભૂલી જ જઈશ બસ બીજું શું તારે અહીં ના આવવાના બહાના જ જોઇતા હોય છે બીજું કાંઈ જોઈતું જ નથી તું બહાર કેમ રખડી શકે તે જ તારે જોઈતું હોય છે .
દેવ : હા તને ખબર તો છે કે મને ફરવાનો કેટલો બધો શોખ છે ?
મમ્મી : હા હો બીજું કાંઈ ખાઈ લે છાનોમાનો.
દેવ : હા
દેવ વાતો બંધ કરી જમવા લાગે છે દેવના મમ્મી દેવને ગરમાં ગરમ રોટલી પીરસતા જાય છે દેવ જમીને પાણી પીને પોતાની થાળી ઓશરીની કોરે મૂકી શોપ તરફ જવા લાગે છે .
શુ દેવ ઘરથી કંટાળી ગયો છે ? શું દેવ ફરી કયારે પોતાના ગામ માં આવવા નથી માંગતો ? શુ દેવ સાચે જ બધાથી દુર રહેવા માંગે છે ? શું દેવ તેના ફેમિલીથી નારાજ છે ? શું દેવ કાલની પ્રીપેરેશન માં સારો દેખાવ કરી શકશે કે ભાવેશ ના કહેવા મુજબ પોતાની ખૂબી અને ખામી શોધશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઈ.