Ek Pooonamni Raat - 46 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-46

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-46

એક પૂનમની રાત
પ્રકરણ-46
સિધ્ધાર્થ અભિષેક અને વંદના સાથે પ્રશ્ન પૂછી ચર્ચા કરી રહેલ છે. અભિષેક મીલીંદની કોઇ ફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો અને સિધ્ધાર્થને એમાં રસ પડ્યો હતો. એ વંદનામાં ફોનમાં કોઇ રેકોર્ડીંગમાં કે ફોટામાં એ છે નહીં એ જોવા કહ્યું અને મીલીંદનો કેમેરા પોતે સાથે રાખ્યો. ત્યાં સીટી હોસ્પીટલમાંથી બ્લડ સેમ્પલ લેવાં આવી ગયાં. સિધ્ધાર્થની હાજરીમાંજ વંદના અને અભિષેકનાં બ્લડ સેમ્પલ લીધાં અને કહ્યું સર આનાં રીપોર્ટસ કાલે આપને મળી જશે. સિધ્ધાર્થે કહ્યું ઓકે. એ લોકોનાં ગયાં પછી સિધ્ધાર્થે કહ્યું મી. અભિષેક તમારાં ફોનમાં કોઇ ફોટાં કે વીડીયો છે ? અભિષેકે કહ્યું ના સર મારી પાસે તો આ કેમેરા હતાં હું એમાંજ ફોટાં અને વીડીયો લેતો હતો.
સિધ્ધાર્થે કહ્યું ભલે પણ આવતીકાલે તમે અને વંદના પોલીસ સ્ટેશન આવી જ્જો. રામુની લાશનું પોસ્ટમોર્ટમ પણ થઇ ગયું હશે એની ઓળખ તો પાકી મળી છે કારણ કે એ ખીસ્સામાંથી એનું આધારકાર્ડ મળી આવ્યું છે સાથે થોડાં પૈસા અને મોબાઇલ પણ હતો. છતાં તમે આવીને જોઇ શકો છો અને એનાં સગાવ્હાલાને અમે ફોનમાંથી માહીતી લઇને ખબર કરી દીધી છે કાલે એ લોકો પણ આવી જશે. ત્યાં જરૂરી હશે તો તમને પ્રશ્ન પૂછવામાં આવશે. એમ કહીનો સિધ્ધાર્થ ત્યાંથી નીકળી ગયો. સિધ્ધાર્થની સાથે આવેલ કાળુભાને કહ્યું આ મીલીંદનો કેસ ગૂંચવાયો છે પણ એમાં જ એનાં ખૂનનું રહસ્ય છે.
કાળુભાએ ડ્રાઇવ કરતાં કહ્યું સર રામુ પાસે પાકી બાતમી હોવી જોઇએ એટલેજ એનું વાવ પર કાસળ કાઢી નાંખ્યું છે.
સિધ્ધાર્થે કહ્યું પણ રામુ વાવ પર કેવી રીતે આવ્યો ? એને કોણ લાવ્યું ? અને રામુની જાણકારીથી કોને નુકશાન હતું ? એ શોધવું જરૂરી છે. જે રીતે બધી ઘટનાઓ ક્રમવાર થઇ છે એનાંથી એ ચોક્કસ છે કે મીલીંદનું ખૂન થયુ છે હવે એની કોઇ ફ્રેન્ડ હતી એ પાર્ટીમાં આવી હતી એમ અભિષેક કહે છે જેનો ઉલ્લેખ આજ સુધી કોઇએ કર્યો નથી અને અભિષેક સિવાય કોઇએ જોઇ નથી કોઇએ કહ્યુ નથી વળી એનાં કહેવાં પ્રમાણે એને દેવાંશને મળવું હતું હવે દેવાંશને પૂછવું પડશે એ મીલીંદની કોઇ ફ્રેન્ડને ઓળખે છે ? એને મળ્યો છે ? હું દેવાંશને ફોન કરુ છું એમ કહી ફોન લગાવ્યો.
દેવાંશે તરતજ ફોન ઉપાડ્યો અને બોલ્યો હાં અંકલ બોલો. સિધ્ધાર્થે સીધોજ પ્રશ્ન કર્યો દેવાંશ હું મીલીંદનાં ઘરેથી આવુ છું. ત્યાંથી એનાં બનેવીએ થોડી જાણકારી આપી છે. એણે કહ્યું પાર્ટીનાં દિવસે તું ત્યાં પહોંચે એ પહેલાં મીલીંદની કોઇ ખાસ ફ્રેન્ડ ત્યાં આવી હતી અને એ ખૂબજ સુંદર હતી અને એ તને મળવા માંગતી હતી. એને તું ઓળખે છે ? એનાં વિશે માહીતી છે ?
દેવાંશે આષ્ચર્ય સાથે કહ્યું ના અંકલ હું નથી ઓળખતો પણ મીલંદને કોઇ આવી ફ્રેન્ડ હતી એજ મને નથી ખબર અને એ મને શા માટે મળવા માંગતી હતી એ પણ પ્રશ્ન છે. આવી વાત અભિષેક જીજુએ કરી હોય તો મને ખબર હોવી જોઇએ. મને કંઇ ખબર નથી અને ત્યાં આપણે સાથેજ પહોચેલાં અને એજ સમયે મીલીંદ ઉપરથી... અંકલ આતો બધો ગૂંચવાડો છે અને કેસ ઘુમરાયા કરે છે.
સિધ્ધાર્થે કહ્યું કંઇ નહીં અભિષેક પાસે જે કેમેરા હતો એ મેં કબજે કર્યો છે. એ મીલીંદનો કેમેરા હતો અને અભિષેક એનાંથી ફોટા અને વીડીયો લેતો હતો. એમાં એ છોકરી જોવા મળે છે કેમ ? એ હું તપાસ કરીશ. પણ હું જ્યારે ઘરે કેમેરા એમજ જોતો હતો ત્યારે મેં મીલીંદની બાજુમાં કોઇ પડછાયો જોયો છે. પછી શાંતિથી ફરી જોઇશ. જોયાં પછી તારી પાસે વાત કરીશ. મારે જરૂર હશે તો તને પોલીસ સ્ટેશન બોલાવીશ. હમણાં કાળુભાએ કહ્યું તારી ફ્રેન્ડ વ્યોમાની તબીયત બગડી હતી હવે કેમ છે ?
દેવાંશે કહ્યું હમણાં સાચુ છે અમે લોકો મારાં ઘરેજ છીએ જરૂર પડે મને બોલાવજો હું આવી જઇશ આ તમે વિચારવા નવો મુદ્દો આપ્યો કે મીલીંદની કોઇ ફ્રેન્ડ આવી હતી.
સિધ્ધાર્થે કહ્યું કંઇ નહીં હમણાં જરૂર નથી તું કોઇ ચિંતા ના કરીશ. તમે લોકો 2 દીવસ બ્રેક લો પછી શાંતિથી વાત કરીશું મારી પાસે ત્યાં સુધી રામુએ આપેલા રૂમાલનાં બ્લડ રીપોર્ટ અને એનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ આવી જશે. તમે તમારાં પ્રોજેક્ટ અંગે ધ્યાન આપો. પછી મળીએ. એમ કહી સિધ્ધાર્થે ફોન મૂક્યો. દેવાંશે પણ ફોન મૂક્યો એ વિચારોમાં ડૂબી ગયો.
દેવાંશને ફોન બંધ કરી વિચારોમાં પડેલો જોઇને વ્યોમાએ પૂછ્યું દેવાંશ શું થયું ? સિધ્ધાર્થ અંકલનો ફોન હતો ને ? શું થયું ?કંઇ ચિંતા જનક છે કે અંકિતા પણ દેવાંશ સામે જોઇ રહી.
દેવાંશે કહ્યું ચિંતાજનક નહીં પણ વિચારમાં પાડી દે એવી વાત જાણવા મળી છે. પછી સિદ્ધાર્થે અંકલ મીલીંદના ઘરે ગયાં હતાં અને મીલીંદની કોઇ ફ્રેન્ડ હતી જે અભિષેકે કહ્યું ચે એ બધી વાતો વ્યોમા-અંકિતાને વિગતથી કહી.
બધાં વિચારમાં પડી ગયાં. વ્યોમાએ કહ્યું દેવાંશ અમે તો મીલીંદને ઓળખતા નથી તારાં મોઢે નામ સાંભળ્યું છે એ કેસ અંગે પણ કઈ જાણતાં નથી પણ ઇન્ટરેસ્ટીંગ છે આ એની કોઇ ગર્લફેન્ડ હોય અને તું ખાસ મિત્ર હતો તો તને કંઇ ખબર નથી તો આ રહસ્યમય કોઇ વાત છે. મને તો મીલીંદનું ઘરજ ગરબડવાળુ લાગે છે એટલે કે બધાં સભ્યો. કોઇ કંઇ ખોંખારીને બોલતું નથી. એમ જુવાનજોધ છોકરો ટેરેસ ઉપરથી એમજ પડી જાય ? નોટ પોસીબલ એનું ખૂનજ થયું હોવું જોઇએ પણ એ પાછળ કોણ સંકળાયેલા છે ? એનાં ખૂનથી કોને લાભ ? કંઇ સમજાતું નથી.
દેવાંશે કહ્યું સિદ્ધાર્થ અંકલ તપાસ કરી રહ્યાં છે એટલે હમણાં આ વાત બંધ કરો આપણે આપવું. કામ અને જે જરૂરી વાત છે એ કરવાની છે બીજી દિશામાં હમણાં નથી જવું ત્યાંજ અનિકેત આવ્યો. દેવાંશ એને અંદર રૂમમાં લઇ આવ્યો અંકિતા એ અનિકેત સામે જોયું અને હસી પછી બોલી બફાટ કરવામાં બધાને ખબર પડી ગઇ તું પણ દેવાંશ સામે મારું તારુ આપેલુ નામ બોલે પછી એને સમજતાં વાર લાગે ?
અનિકેત હસતાં હસતાં એ લોકો સાથે બેઠો પછી બોલ્યો અરે યાર કુદરતી અનાયસે મારાંથી તારુ નામ બોલાઇ ગયું અને આ મહાશયે પકડી લીધું.
અંકિતાએ કહ્યું કંઇ નહીં વ્યોમા અને દેવાંશ પણ.. હવે એકબીજામાં એંગેજ છે. વ્યોમા હસી પડીં બોલી આ જોબમાં બે કપલ બની ગયાં. અને જાણનારા બળી ગયાં એણે આડકતારો કાર્તિકનો ઉલ્લેખ કર્યો.
**********
પોલીસ સ્ટેશનમાં ફોટા-વીડીયો બતાવી શેર કરીને કાર્તિક અને પ્યુન ભેરોસિંહ બહાર નીકળ્યાં. કમલજીત સર પણ પછી નીકળી ગયાં હતાં. કોન્સ્ટેબલ મનીષ કાંબલે એ લોકોને જતાં જોઇ રહેલો. એનાં મનમાં વિચાર ચાલી રહેલાં કે આ બે નંગનું ધ્યાન રાખવું પડે એવાં છે.
કાર્તિક અને ભેરોસિંહ થોડે આગળ ગયાં પછી કાર્તિક એની બાઇક ચાલુ કરીને પાછળ ભેરોસિંહ બેસી ગયો. થોડે આગળ કીટલી પર ઉભા રહ્યાં ત્યાં ગલ્લેથી કાર્તિક બે સીગરેટ લીધી અને ચા નો ઓર્ડર કર્યો.
ભેરોસિંહને એક સીગરેટ આપી બંન્ને જણાંએ સળગાવી અને દમ મારતાં કાર્તિક નારાજગી સાથે બોલ્યો આપણને બેસાડી રાખ્યાં કેટલાં પ્રશ્નો કર્યા. વીડીયો ફોટા લઇ લીધાં પેલા દેવાંશને ઘરે જવા દીધો. સાલો પોલીસવાળાનો એ છોકરો આપણને બધે નડે છે અને આપણા સર પણ એને છાવરે છે પેલી વ્યોમા સાથે ચાલુ છે ચોક્કસ આપણને પેલીએ જે માહીતી આપી છે એ સાચીજ છે.
ભેરોસિહ કહ્યું કાર્તિકભાઇ હું બધુ જાણુ છું મને પણ એ દેવાંશ પર પહેલાં દીવસથી કાળ ચઢે છે ભલે હું ઓફીસમાં પ્યુન છું પણ પ્રોજેક્ટ પર મને પણ સર મોકલે છે. મારી પાસે જે વિદ્યા છે એ કોઇ પાસે નથી અને પેલી મારાં વશમાં નથી થતી નહીતર હમણાં બધો ખેલ પાડી દઊ.
કાર્તિકે કહ્યું એ શું એનો બાપ પણ વશમાં થશે આપણે પેલાં મૌલવી પાસે ગયાં હતાં એમણે રસ્તો બતાવ્યો છે એમાં પેલો મરી ગયો થોડી ગરબડ થઇ ગઇ. નહીંતર હું દેવાંશનેજ એમાં ફસાવી દેત. જોઊં છું ક્યાં સુધી એ છુટો ફરે છે. આમાં તપાસ આગળ ચાલે છે આપણે સાવધાન રહેવું પડશે. ચા આવી બંન્ને જણાએ ચા પીધી.
ભેરોસિંહ કહે કાર્તિકભાઇ તમારી પાસે જે પ્રોજેક્ટ છે એમાં ધ્યાન આપજો. હમણાં થોડો વખત આપણે શાંત થઇ જઇએ. કાર્તિક કહ્યું દેવાંશ મારી આંખમાં પહેલેથી ખટકે છે ખબર નહીં એને જોઊં છું અને તિરસ્કાર અને ઇર્ષ્યા થાય છે ત્યાં બાજુમાંજ કોઇ આવીને ઉભુ રહ્યું ...
વધુ આવતા અંકે - પ્રકરણ - 47